________________
‘પુસ્તકા – જે મને ગમ્યાં છે
(silence) જ સંભવે. વાતચીત? તમે ઈશ્વર સાથે શી બાબતની વાત કરવાના હતા.? ડૉલરના અવમૂલ્યનની? આયાતોલા રુહોલા ખામાનીની ?૨૧ તમે ઈશ્વર સાથે કયા મુદ્દા અંગે વાત કરવા જા? તેની સાથે વાતચીત કરવા માટે તમારી પાસે કોઈ મુદ્દો જ નથી ! ઈંશ્વર સામે તમે પ્રભાવિત થઈ ઈ માત્ર ચૂપ જ થઈ જઈ શકો.
૧૦૪
એ ચૂપકીદીમાં નથી હોતા ‘હું ’ કે નથી હોતા ‘તું.’ તેથી હું એ ચાપડીનું ખંડન કરું છું,૨૨ એટલું જ નહિ પણ એના નામનું પણ, એના અર્થ એવો નથી સમજવાનો કે ‘હું' અને ‘તું' બંને કાયમ જુદાં રહે છે. એ તે કમળના પાન ઉપરથી - ઝાકળનું બિંદુ ટપકીને સમુદ્રમાં પડી ગયું – તેમાં ભળી ગયું એના જેવા ઘાટ છે. ઝાકળ બિંદુ પછી બિંદુ રહેતું જ નથી – અર્થાત્ સમુદ્રરૂપ જ બની જાય છે. તેમજ ‘ હું ’ અને ‘તું' એમ બે સાથે હોય જ નહિ. માત્ર ‘હું' હોય કે માત્ર ‘તુ’ હાય. પણ જ્યારે ‘હું’ ન હેાય ત્યારે ‘તું’ ન હોય; અને જ્યારે ‘તું ' ન હોય ત્યારે ‘ હું ’ ન હોય. માત્ર નીરવતા – શાંતિ જ હોય ... હું અત્યારે ક્ષણભર ચૂપ થઈ જાઉં છું ત્યારે બ્યૂબર તેના આખા પુસ્તકથી જે કહેવા માગે છે અને તેમાં નિષ્ફળ નીવડે છે, તેના કરતાં ઘણું વધારે (અને ઘણું સારું) કહી દઉં છું. બ્યૂબરનું પુસ્તક નિષ્ફળ ભલે નીવડતું હોય. પણ તે એક શ્રેષ્ઠ કૃતિ છે એ તેા નક્કી જ,
૨૧. ઈરાનના ધર્માધ્યક્ષ, જેણે સલમાન રશદીના ‘સૈતાનિક `િસ પુસ્તક માટે આખા દુનિયાના મુસ્લમાને તેની કતલ કરી નાખવાનુ ફરમાન કાઢયુ' હતું. – * ૨૨. refute.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org