________________
૩૪
સૂફીઓનું THE BOOK '
(બીજી બેઠકના) પ્રથમ પુસ્તક તરીકે હું સૂફીઓનું 'ધ બુક' પુસ્તક રજૂ કરું છું, ઝરથ્રુસ્ર, મીરદાદ, ચુઆંગ ત્ઝ, લા ત્ઝ, જિસસ, અને કૃષ્ણ વિષે વાત કરવામાં હું એટલા બધા ખેંચાઈ ગયા હતા કે, હું તેમના કરતાં વધુ અર્થપૂર્ણ (significant) પુસ્તકોની વાત કરવાની ભૂલી જ ગયા. ખલિલ જિબ્રાનનું ‘The Prophet' ('ધ પ્રૉફેટ') પુસ્તક હું કેમ કરીને ચૂકી ગયો એ જ મને સમજાતું નથી, મને એ વાત હજુ ડંખ્યા કરે છે.
હું અંતિમ કક્ષાનું (ultimate) કહેવાય તેવું સૂફીઓનું “ધ બુક' પુસ્તક કેમ કરીને ભુલી ગયા હોઈશ ! કદાચ તેમાં કશું લખાણ નથી — ફક્ત કોરાં પાનાં જ છે તે કારણે કદાચ હું તેને ભૂલી ગયો હોઈશ. ૧૨૦૦ વર્ષથી સૂફીઓ તે પુસ્તકને ભારે આદરથી વહન કરતા આવ્યા છે : તેનાં પાનાં ઉઘાડીને તેના પાઠ કરતા આવ્યા છે. આપણને નવાઈ લાગે કે તેઓ શાના પાઠ કરતા હશે? તમે કોરા પાન ઉપર તાકીને લાંબા વખત જેઈ રહે તા છેવટે આંખ તમારી પોતાની ઉપર જ પાછી ગુલાંટ મારે (bounce). એ જ ખરો પાઠ (study) છે, એ જ ખરી સાધના (work) છે.
હું ‘ધ બુક' પુસ્તકને કેમ કરીને ચૂકી ગયા? હવે મને કોણ માફ કરશે? એ પુસ્તક તો સૌથી પ્રથમ ઉલ્લેખ કરવા યોગ્ય હતું — છેક છેલ્લે નહિ. એ પુસ્તકને બીજું કોઈ પુસ્તક વટાવી જઈ શકે નહિ (transcend). જે પુસ્તકમાં કશું જ લખાણ નથી, માત્ર
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org