________________
એખાટ નાશ કરતું હોવું જોઈએ. જેથી માણસ અધ્યાત્મજ્ઞાની ન બની શકે ખરે જ કેળવણી નાશ કરે છે. ૨૫ વર્ષ સુધી કિંડન ગાર્ડનમાં પ્રવેશથી માંડીને યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ પછીના અભ્યાસકો સુધી તે તમારામાં જે કંઈ સુંદર છે તથા સુંદરતાની ખેવના કરનાર છે, તેને તે નાશ કરે છે. પાંડિત્યની નીચે કમળ છુંદાઈ જાય છે. કહેવાતા પ્રોફેસરો, શિક્ષકો, વાઇસ-ચાન્સેલરો, ચાન્સેલરો – વાલીડાઓએ પિતાને માટે નામે કેવાં સરસ પસંદ કર્યા છે. તેઓ ભેગા મળીને ગુલાબની હત્યા કરી નાખે છે.
ખરી કેળવણી તો હજુ શરૂ જ નથી થઈ. તેણે શરૂ થવું જ પડશે. તે હૃદયની કેળવણી હશે, મગજની નહિ – નારી જાતિના જે ખાસ ગુણ ગણાવાય છે (જેવા કે, કીતિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા) એમની ખિલવણી, નરજાતિના ખાસ ગણાતા ગુણની નહીં.
દુનિયામાં નરજાતિના બધા અવગુણોથી ભરપૂર એવી જર્મન જાતિને એપાર્ટ હ્રદયમાં ચીટકી રહ્યો અને તેને જે કહેવું હતું તે ત્યાં રહીને બોલ્યો એ બહુ નવાઈની વાત છે. તે છેક અભણ હતો, ગરીબ હતું, તેનામાં કશી રાજકારણી પ્રતિષ્ઠા (status) ન હતી કે નહોતી આર્થિક પ્રતિષ્ઠા. કશી જ પ્રતિષ્ઠા ન હતી એમ કહો તે પણ ચાલે – નકરો ભિખારી... છતાં તે કેટલો મટે સંપત્તિવાન હતો!
2. aesthetic. 3. scholarship.
૪. રજનીશજીએ તે અહીં દરેકમાં રહેલ feminine ની ખિલવણી કરવી પડશે એટલું જ કહ્યું છે. પરંતુ ગીતામાં અ૦ ૧૦, શ્લ૦ ૩૬ માં નારીજાતિનાં નામે ઈશ્વરી વિભૂતિ તરીકે ગણાવ્યાં છે તે અહીં ઉતાર્યા છે. - સં*
૫. રજનીશજીએ અહીં માત્ર masculine શબ્દ વાપર્યો છે. એટલે નારીજાતિના ગુણોથી ઊલટી બાબતે સમજી લેવી ઠીક લાગે છે. – સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org