________________
ગુજિએફ અથવા પથ્થર કે બીજી કોઈ ધાતુનું જ પૂતળું. આઉપેક્કી ગુજિએફની આંખ સામે જોતાં જ સમજી ગયો કે જે આંખોના દર્શન માટે તે અત્યાર સુધી તલસતે – રખડતો હતો, તે આંખે મેસ્કોના તેના ઘરની સામે આવેલા ઉપાહાર-ગૃહમાં જ તેને જોવા મળવાની હતી !
પણ ગુજિએફને શોધી કાઢનાર - દુનિયાને શોધી આપનાર આઉપેન્કી નહિ પણ એક અંગ્રેજ – બેનેટ (Bennett) હતે. બેનેટ પણ મહાત્માઓની શોધમાં નીકળી પડનાર આઉપેકી જે જ માણસ હતો. ભારતમાં શોધતાં શોધતાં તેને શિવપુરી બાબા મળ્યા હતા. બીજા પણ અનેક મહાપુરુષે વિષે તેણે લખાણ કરેલું છે.
બેનેટને ગુજએફનાં પહેલવહેલાં દર્શન કૉસ્ટન્ટીનેપલ શહેરના હિજરતીઓ માટેના કેન્દ્રમાં થયાં હતાં. તે રશિયામાં થયેલી બે શેવિક (સામ્યવાદી) ક્રાંતિના દિવસો હતા અને ગુજએફ બીજા લાખો રશિયાના રહેવાસીઓ સાથે રશિયામાંથી સહીસલામત બહાર નીકળી આવ્યા ત્યાં સુધીમાં તે બે વખત ગોળીબારનું નિશાન બન્યા હતા.
ગુજએફ જેવા મહાત્મા પુરુષને હિજરતી માટેના હતકેન્દ્રને આશરો લેવું પડે એની કલ્પના કરવા જતાં જે માણસ જાત કેટલી હીન કક્ષાએ ઊતરી શકે એને ખ્યાલ આવતાં મને કમકમાં આવી જાય છે. માણસજાત જ બુદ્ધને કે ગુજએફને, જિસસને કે બોધિધર્મને રાહત-કેન્દ્રનો આશરો લેવડાવે. બેનેટે જ્યારે ગુજિએફને શોધી કાઢયા ત્યારે તે અન્ન વહેચાતું હતું તે માટે મંડાયેલી લાંબી કતારમાં ઊભા હતા, અન્ન દિવસમાં એક જ વાર અપાતું હતું. અને તે માટેની લાંગાર ખાસી લાંબી હતી. હજારો લોકો રશિયા છોડીને ભાગ્યા હતા, કારણ કે સામ્યવાદીઓ કેને શા માટે મારી નાખે
૪. તે હકીકત “ટંકારવ'ના અગાઉના અંકમાં આવી ગઈ છે. .4. refugee camp.
4. Queue.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org