________________
ખલિલ જિબ્રાન જાણીતાં છે – વધુ મશહૂર છે. પરંતુ ખલિલ જિબ્રાને પોતાની માતૃભાષામાં ઘણાં પુસ્તકો લખેલાં છે, તેમાંનાં થોડાંકનાં અંગ્રેજીમાં ભાષાંતર થયેલાં છે. જોકે ભાષાંતરે મૂળ પુસ્તક જેવાં જ અદ્દલ ન હેય; પરંતુ ખલિલ જિબ્રાન પોતે એ વિશિષ્ટ પુરુષ છે કે ભાષાંતરમાં પણ તમને ઘણું ઝમકદાર – કીમતી વસ્તુ મળી રહે. હું આજે તેનાં પુસ્તકોનાં થોડાં ભાષાંતરો જ રજૂ કરવાનો છું.
ધ ગાર્ડન ઑફ ધ ફેટ' પુસ્તક મને મહાપુરુષ એપિકયુરસની યાદ કરાવે છે. દુનિયામાં મારા સિવાય બીજા કોઈએ એપિક્યુરસને મહાપુરુષ' કહ્યો હોય એમ હું જાણતો નથી. જમાનાઓથી તેનો તિરસ્કાર જ કરાતો આવ્યો છે. પરંતુ મોટો જનસમુદાય જ્યારે કોઈ માણસની નિંદા કરવા કેડ બાંધીને નીકળી પડે ત્યારે અવશ્ય જાણવું કે તે માણસમાં ખરેખરી કોઈ મહત્તા કે વિશિષ્ટતા હશે જ. “ધ ગાર્ડન ઑફ ધ પ્રોફેટ' પુસ્તક મને એપિક્યુરસની યાદ એ કારણે અપાવે છે કે એપિક્યુરસ પણ પોતાના મંડળને “ગાર્ડન' નામથી ઓળખાવતો. માણસ જે કંઈ કહે છે. તેથી વાસ્તવિક તે તેનું અંતર જ પ્રગટ થતું હોય છે. પ્લેટો પોતાના મંડળને – સંઘને “એકેડમી' કહેતે; વસ્તુતાએ પણ તે એક એકેડેમિશિયન – બુદ્ધિવાદી – ફિલસૂફ હતે.
એપિકધુરસ પોતાના સંઘને “ગાર્ડન' નામે ઓળખાવતા. વસ્તુતાએ પણ તેઓ વૃક્ષ નીચે – ખુલ્લા આકાશને નક્ષત્રો નીચે જ પડયા રહેતા. એક દિવસ રાજ તે લોકોને મળવા આવ્યો, કારણ કે તેણે સાંભળ્યું હતું કે એ લોકો ખૂબ જ સુખી' માણસે છે. તેને જાણવું હતું કે તે લોકો શાથી એટલા બધા સુખી મનાય છે? તેનું કારણ શું હોઈ શકે? તેઓ કશી માલમિલકત તે ધરાવતા નથી !
૩. ગ્રીક ફિલસૂફ એપિક્યુરસ સામાન્ય રીતે સુખ-ભોગ-વાદી ફિલસૂફીની પુરસ્કર્તા તરીકે જાણીતું છે – જાણે બીજો ચાર્વાકને જ અવતાર! રજનીશજી તે વાતને ઇનકાર કરે છે. - સં.
૪. intellectual.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org