________________
૧૦૬
પુસ્તકે જે મને ગમ્યાં છે” (એટલે ૧૨ મી બેઠકના ત્રીજા પુસ્તક તરીકે માર્ટિન ખૂબર પછી બીજા યૂ કાર્લ માકર્સનું પુસ્તક “Das Kapital' (ધ કેપિટલ') હું રજૂ કરું છું.
ખરાબમાં ખરાબ રીતે લખાયેલું પુસ્તક હોય તે તે આ પુસ્તક છે. પરંતુ એક રીતે તે મહાગ્રંથ છે, કારણ કે લાખ અને કરોડો
કે તેના ભક્ત છે. લગભગ અર્ધી દુનિયા કૉમ્યુનિસ્ટ (સામ્યવાદી) છે, અને બાકીના અર્ધા ભાગ વિષે તમે કશું ચોક્કસ કહી શકો તેમ નથી. જે લોકો સામ્યવાદી નથી તેઓ પણ તેમના અંતરમાં ઊંડે ઊંડે એમ માનતા હોય છે કે સામ્યવાદમાં કંઈક સારું તે છે જ. પરંતુ હું માનું છું કે, સામ્યવાદમાં કશું જ સારું નથી. તેમાં એક મોટા સ્વપ્રને બહેલાવવામાં આવ્યું છે એટલું જ. કાર્લ માકર્સ માત્ર એક સ્વપદષ્ટા હતે. અર્થશાસ્ત્રી તે જરા પણ નહોતો. તે માત્ર એક કવિ હતો, પણ છેક ત્રીજી કક્ષાનો. તે મહાન લેખક પણ નથી. કોઈ તેનો ગ્રંથ વાંચતું જ નથી. મને ઘણા કોમ્યુનિસ્ટો મળ્યા છે. તે બધાની આંખમાં આંખ મિલાવીને મેં તેમને પૂછવું છે કે, તમે (આખું) Das Kapital' પુસ્તક વાંચ્યું છે? તેમાંના કોઈએ “વાંચ્યું છે' એવો જવાબ આપ્યો
નથી.
ચોપડીમાં હજારો પાન છે, પણ બધો કૂડો-કચરો જ.૧ તર્કસંગત કે બુદ્ધિસંગત કહેવાય એવું કશું લખાણ એમાં નથી. જાણે કોઈ પાગલ લખી રહ્યો હોય એવી રીતે લખાયેલું તે પુસ્તક છે. કાર્લ માકર્સ જ્યારે જે મનમાં આવ્યું તે લખે જાય છે. બ્રિટિશ મૂઝિયમમાં બેસી હજારો ચોપડીઓથી ઘેરાયેલે તે લખે જ જાય છે. અને રોજ લાયબ્રેરી બંધ કરવાનો સમય થાય ત્યારે તેને ઘસડીને જ બહાર કાઢ એ તે રોજની રીત બની રહી હતી. તેને પરાણે બહાર ન કાઢે ત્યાં સુધી તે ઊઠે જ નહિ. એક વખત તે બેહોશ હાલતમાં તેને બહાર કાઢવો પડયો હતો.
૧, rubbish.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org