________________
સેસન પરંતુ આ શું? આ વળી કેવી મજાક છે? આ ચીની ઋષિ મારા બારણા ઉપર ઠોક શા માટે પાડયા કરે છે? મારા અંતર ઉપર ઠેક પાડે એ બારણા ઉપર જ ઠેક પાડ્યા કહેવાય ને? આ અધ્યાત્મશાનીઓને તે ભારે જુલમ હેય છે. તેઓ સમય અને સમયની પંચાતમાં પડયા વિના ફાવે ત્યારે આવીને ઊભા રહે છે. એટિકેટ કે શિષ્ટાચાર જેવું તેઓ કાંઈ માનતા જ નથી! અને આ ચીની ફષિ શા માટે ઠોક પાડયા કરતા હતા? તે એમ પૂછવા માગતા હતા કે બે બેઠકોમાં થઈને ૨૦ પુસ્તકો ગણાવી દીધાં હોવા છતાં હજુ તેમના ગ્રંથનું પુસ્તકનું નામ મેં કેમ લીધું નથી?
ભલા ભગવાન. તેમની વાત કરી જ છે. પરંતુ મેં તેમના પુસ્તકનું નામ મારી યાદીમાં નથી લીધુ તેનું કારણ એટલું જ છે કે, તેમાં બધું જ આવી જાય છે. એટલે તેમના પુસ્તકને યાદીમાં ઘઉં એટલે પછી નામ લેવા જેવું બીજુ કોઈ પુસ્તક સૂઝે જ નહીં. સેસન સ્વયં-સંપૂર્ણ વ્યકિત છે- તેમણે કહેવા જેવું કશું જ બાકી રાખ્યું નથી, તેમના પુસ્તકનું નામ છે“HSIN HSiN MiNG' (‘સીન ર્સીન મિગ')..
ઠીક, તો સેસનજી હું આપનું પુસ્તક (ત્રીજી બેઠકના) પ્રથમ પુસ્તક તરીકે લઈ લઉં છું. શરૂઆતમાં જ તેને પ્રથમ તરીકે જ લેવું
૧. રજનીશજી અહીં ટકેર કરતા જાય છે કે HsiN નો ઉચ્ચાર અંગ્રેજી SIN – અથોત પાપ જે ન કરતા. પરંતુ ચાઈનીઝ ઉચ્ચાર શ થાય એ તો આપણે કલ્પી લેવાનું જ રહે છે. - સ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org