________________
રિઝરેશન
લોકો મને ગાંડો જ માનવા લાગ્યા; કારણ કે, ગાંડો માણસ શું કરે અને શું ન કરે એનું કશું ઠેકાણું હોતું નથી, પરંતુ હું આખા દિવસ એ ચેપડી મારી સાથે જ લઈને શા માટે ફરતા હતા ? – અને દિવસે જ નહિ, પરંતુ રાતે પણ તે ચોપડી મારી પથારીમાં જ રહેતી. હું એ ચાપડીને ખરેખર ચાહતા હતા ... ટૉલ્સ્ટૉયે જિસસના આખા પેગામ જે રીતે તે પુસ્તકમાં રજૂ કર્યો છે તે મને ખૂબ ગમી ગયું હતું. બાઇબલમાં તેમના apostle કહેવાતા શિષ્યોએ જિસસના પેગામ જે રીતે રજૂ કર્યો છે, તેમના કરતાં પણ ટૉલ્સ્ટૉય તે બાબતમાં વધુ સફળ નીવડયા છે – એક સંત થૉમસને બાદ કરતાં. આ ‘રિઝરેકશન’ની વાત પૂરી કર્યા પછી હું સંત થૉમસની વાત જ હાથ ઉપર લેવાના છું.
બાઇબલમાં ખાસ ઉતારેલાં ચાર 'ગૉસ્પેલ ’જિસસે રજૂ કરેલું આખું તથ્ય (spirit) જ ગુમાવી બેઠાં છે. તેના કરતાં રિઝરેકશન 'જિસસના તથ્યને – ભાવનાને વધુ સારી રીતે રજૂ કરે છે, ટૉલ્સ્ટૉય જિસસને ખરેખર ચાહતા હતા. અને ચાહના અને પ્રેમ તો એક જાદુનું – ચમત્કારનું કામ જ કરે છે. કારણ કે તમે કોઈને ચાહવા લાગા એટલે તમેા બે વચ્ચેના સમયના આખા ગાળા અદૃશ્ય થઈ જાય છે. ટૉલ્સ્ટૉય જિસસને એટલેા બધા ચાહતા હતા કે તે બંને વચ્ચેના બે હજાર વર્ષના ગાળા રહેતા નથી અને બંને સમકાલીન જ બની રહે છે. આવું જવલ્લે જ બનતું હાય છે, અને તેથી જ હું તે ચેપડી મારા હાથમાં જ રાખ્યા કરતા હતા. હવે તો હું એ ચાપડી હાથમાં રાખતા નથી, પરંતુ મારા અંતરમાં તે હજુ મેાજૂદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org