________________
પર 211724 : NOTES ON JESUS
:'
(૧૩મી બેઠકના) ચોથા પુસ્તક તરીકે હું થોમસનું “Notes on Jesus' પુસ્તક રજુ કરું છું. તેને બાઇબલનું પાંચ ગોસ્પેલ હું કહું છું. જોકે બાઈબલમાં તે લેવામાં આવ્યું નથી. (બાઈબલમાં ચાર શિષ્યોની ચાર ગોસ્પેલ જ છે.) એ પુસ્તક તાજેતરમાં જ ઇજિપ્તમાં મળી આવ્યું છે. મેં તેને ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે, તેને જોતાંની સાથે તાણ હું તેને ચાહતો થયો છું. થૉમસે પોતાનું વક્તવ્ય એવી સાદી સીધી રીતે કર્યું છે કે તેમાં ભૂલ થવાનો સંભવ જ ન રહે. તે એવું સીધેસીધું વક્તવ્ય કરે છે તથા એવા તદ્રુપ થઈને કરે છે કે તે પોતે નહિ – જાણે જિસસ પોતે જ બેસે છે.
થોમસ ભારતમાં પહેલ પ્રથમ આવનાર (જિસસના) શિષ્ય છે. ભારતનું ખ્રિસ્તી ધર્મ પીઠ દુનિયાનું જૂનામાં જૂનું ખ્રિસ્તી ધર્મપીઠ છે – ઈટાલીના પોપના બૉરિટન' કરતાં પણ. થૉમસનું શરીર ગોવામાં સાચવી રાખેલું આજે પણ જોવા મળે છે. ગોવા એક વિચિત્ર સ્થાન ગણાય. પણ તે બહુ સુંદર જગા છે. તેથી જ હિપ્પી કહેવાતા પરદેશીઓ પણ ગોવા તરફ જ આકર્ષાય છે.
થૉમસનું શરીર હજુ સાચવી રાખવામાં આવ્યું છે. અને તે કેવી રીતે સાચવી રાખવામાં આવ્યું છે એ એક ચમત્કાર જેવી જ વાત છે. અત્યારે આપણે શરીરને ઠારી દઈને સાચવી રાખવાની રીત જાણીએ છીએ; પરંતું થૉમસનું શરીર ઠારીને જાળવી રાખવામાં નથી આવ્યું. ઇજિત કે તિબેટમાં વપરાયેલી કઈ પ્રાચીન પદ્ધતિ જરૂર અડી પણ વપરાઈ હશે. વૈજ્ઞાનિક તેમાં હજુ ક્યાં રસાયણો વાપરવામાં આવ્યાં છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org