________________
૧૦૨
- પુસ્તકા – જે મને ગમ્યાં છે’
જ કહી બતાવે છે; વિશેષ કાંઈ નહિ, તેમ છતાં તેણે જે સાંભળ્યું છે, તે ખરેખર સાચું જ સાંભળ્યું છે, એ વસ્તુની નોંધ લેવી જોઈએ. સાચી રીતે સાંભળવું એ ઘણું મુશ્કેલ કામ છે, અને પાછું તેને દુનિયા સમક્ષ સાચી રીતે રજૂ કરવું એ તે વળી વિશેષ મુશ્કેલ છે. પણ બ્યૂબરે એ કામ સુંદર રીતે બજાવ્યું છે.
* Tales of Hassidism' (‘હસીદ સંપ્રદાયની વાતા') પુસ્તક બધા સત્યના શોધકોએ – મુમુક્ષુઓએ વાંચવું જોઈએ. એ ટૂંકી વાતોની એવી ગજબની સુવાસ૧૪ છે. ઝેન કરતાં તે જુદી છે. સૂફીમાર્ગ કરતાં પણ જુદી છે. તેની સુવાસ તેની પોતાની જ છે, બીજા કોઈના અનુકરણરૂપ, નકલરૂપ કે બીજા કોઈ પાસેથી ઊછીની- લીધેલી નથી. હસીદ સંપ્રદાયના સાધક પ્રેમ કરે છે, હસે છે, નૃત્ય કરે છે. તેને માર્ગ તપસ્યા અને નિગ્રહ celibacy ને નહિ પણ આનંદોત્સવ (celibration)ને છે. એ વસ્તુ જ મારા અનુયાયીઓપ અને હસીદ સંપ્રદાયના લોકો વચ્ચે સેતુરૂપ બની રહે છે. આટલા બધા ન્યૂ – યહૂદી – લોકો મારી પાસે આવે છે એ માત્ર અકસ્માત નથી. બાકી, હું તો હમેશાં બને તેટલાં યહૂદીઓનાં માથાંના ફુરચા ઉરાડી દેવાના ૬ કામમાં જ વ્યસ્ત રહું છું... અને છતાં તે જાણે છે કે હું તેમને ચાહું છું. મને યહૂદી ધર્મના તત્ત્વ ઉપર અર્થાત્ હસીદ સંપ્રદાય ઉપર પ્રેમ છે. મેઝીઝે તે તેનું નામ પણ સાંભળ્યું નહોતું, છતાં તે હસીદ (‘ સંત ’) તા હતા જ, તે વાત એ જાણતા હતા કે નહિ એ અગત્યનું નથી. હું તે ‘ હસીદ ' હતા એમ જાહેર કરું છું; તેમજ બુદ્ધ, કૃષ્ણ, નાનક અને મહંમદને પણ,
૧૩. became enlightened.
૧૪. flavour.
૧૫. my people.
૧૬. shattering the heads.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org