Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001052/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રતિલાલ દીપચંદ દેસાઈ હક્કા-દ્વાહિલ્ય ૨ આલિમાપક, , Page #2 -------------------------------------------------------------------------- ________________ રતિલાલ દીપચંદ દેસાઈ કથાસાહિત્ય – ૨ અભિષેક [તીર્થકરો અને સાધુઓની કથાઓ] લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ S ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય Page #3 -------------------------------------------------------------------------- ________________ ABHISHEK a collection of Jain Stories by Shree Ratilal Deepchand Desai published by Gurjar Granthratna Karyalaya 1994 1 © રતિલાલ દીપચંદ દેસાઈ પ્રથમ આવૃત્તિ ઃ મે ૧૯૯૪ પ્રત. : ૧૬પ૦ મૂલ્ય : રૂ. ૪૯.00 પ્રકાશક કાંતિલાલ ગો. શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળ-નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ લેસર ટાઈપસેટિંગ શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ મુદ્રક ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ જેમના નિરવધિ. વાત્સલ્યે મારા જીવનમાં ઉત્સાહ અને ઉલ્લાસની ભાત પાડીને, જેમના અપાર જ્ઞાન અને નિર્મળ ચારિત્રે જીવનમાર્ગમાં પ્રેરણા આપીને અને જેમની જીવનકળા, પુરુષાર્થપરાયણતા અને વ્યવહારદક્ષતાએ જીવનની એક મૂંઝવણને હળવી કરીને મને ખૂબ ઓશિંગણ કર્યો છે તેવા પરમ પૂજ્ય પંડિત સુખલાલજીને સાદર સમર્પણ – રતિલાલ Page #5 -------------------------------------------------------------------------- ________________ મુનિતુલ્ય વિદ્વાનનું સત્ત્વગુણી સાહિત્ય શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ અમારી પ્રકાશનસંસ્થાના પ્રારંભિક સ્તંભોમાંના એક હતા. સંસારી છતાં સાચા અર્થમાં કર્મયોગી મુનિ સમા ૨. દી. દેસાઈ પ્રકાંડ વિદ્વાન, સમર્થ સાહિત્યકાર હોવા ઉપરાંત વિરલ સત્યવક્તા હતા. ગૂર્જર પરિવારના સ્થાપકો તથા તેમની બીજી પેઢીને માટે પણ એ સાચા સલાહકાર હતા. કોઈની યે કશી યે શેહશરમ રાખ્યા વગર સાચી સલાહ આપનાર આવા વડીલો જવલ્લે જ મળે. એમની ગુણગ્રાહી, રસગ્રાહી દૃષ્ટિ પ્રાચીન જૈન સાહિત્યને જોઈ વળી અને સમકાલીન જીવનને મૂલવી રહી અને એમાંથી જન્મ્યાં એમનાં આગવાં સાચુકલાં કથારો તથા ગુરુ ગૌતમસ્વામી ' જેવું પુસ્તકરત્ન. આ કથા૨ત્નોને પ્રકાશનવર્ષ ( ઈ.સ. ૧૯૫૩થી ૧૯૮૨ ) પ્રમાણે ક્રમશઃ મૂકતાં યાદી આ રીતે બને છે ઃ (૧) અભિષેક, (૨) સુવર્ણકંકણ, (૩) રાગ અને વિરાગ, (૪) પદ્મપરાગ, (૫) કલ્યાણમૂર્તિ, (૬) હિમગિરિની કન્યા, (૭) સમર્પણનો જય, (૮) મહાયાત્રા, (૯) સત્યવતી અને (૧૦) મંગળમૂર્તિ. આ નવસંસ્કરણમાં શ્રી ૨. દી. દેસાઈની શ્રેષ્ઠ રચના ‘ગુરુ ગૌતમસ્વામી ’ યથાતથ એક ગ્રંથમાં જ આપીએ છીએ, જ્યારે સંપુટનાં અન્ય પાંચ ગ્રંથોમાં તેમનાં આ દસે ય કથારોની બધી જ કથાઓને નવેસરથી ગોઠવીને રજૂ કરીએ છીએ. આ ઉત્તમ કાર્યના પ્રેરક મહામના પૂ. પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજીનો અમે વંદના સહિત આભાર માનીએ છીએ. તેઓએ જાતે જ રસ લઈને શ્રી કુમારપાળ દેસાઈના સહકારમાં આ કથાઓને પાંચેય ગ્રંથોમાં નવેસરથી ગોઠવી આપી છે તે અમારા માટે વિશેષ આનંદની વાત છે. સમગ્ર ૨. દી. દેસાઈ પરિવારે આ પ્રકાશનના દરેક તબક્કે અમને અમૂલ્ય સહકાર આપ્યો છે તેની અમે સાનંદ નોંધ લઈએ છીએ. જે જે સંસ્થાઓ અને વ્યક્તિઓએ ગ્રાહક તરીકે આગોતરી નોંધણી કરાવીને અમને પ્રોત્સાહિત કર્યા છે તેમના પણ અત્યંત ઋણી છીએ. આ પુસ્તકોના પ્રકાશન દ્વારા અમારા પરિવારના પરમ શુભેચ્છક એ નિર્મળ આત્મા પ્રત્યેના અમારા ઋણથી કેટલેક અંશે મુક્ત થવાના આનંદની અનુભૂતિ કરીએ છીએ. - -પ્રકાશક Page #6 -------------------------------------------------------------------------- ________________ નિત્ય નૂતન મૂલ્યનિષ્ઠ સાહિત્ય ગાંધીયુગ એટલે મૂલ્યોનો યુગ. આ યુગમાં જે સાહિત્ય રચાયું તે મહદંશે મૂલ્યનિષ્ઠાથી ઓપતું છલકાતું સાહિત્ય. નૈતિક અને આધ્યાત્મિક જીવનમૂલ્યો પ્રત્યેની આસ્થા અને આશા એ આ સાહિત્યનાં પ્રાણતત્ત્વો હતાં એમ કહી શકાય, અને એટલે જ, એ સાહિત્યમાં ક્યાં ય ઉચ્છંખલતા કે અશિષ્ટતા જેવાં અનિચ્છનીય તત્ત્વો પ્રવેશી શક્યાં નથી. ગાંધીયુગીન ગુજરાતી સાહિત્ય વિશે આવું વિધાન કરવામાં ખોટા પડવાનો ભય બહુ ન લાગે, પણ ગાંધીયુગીન જૈન સાહિત્ય વિશે તો આ વિધાન તદ્દન નિર્ભયપણે અને બેધડક કરી શકાય. = જૈન સાહિત્ય તો પરંપરાથી સતત સર્જાતું જ આવ્યું છે. સૈકાઓથી પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાઓમાં સતત વહ્યા કરેલું જૈન સાહિત્યનું વહેણ મધ્યકાળમાં ગુજરાતીમાં પણ પૂરજોશમાં વહ્યું. અને વીસમી સદીમાં જ્યારે સર્જનાત્મક સાહિત્યનો વ્યાપક પવન ફૂંકાયો, ત્યારે જૈન સાહિત્ય પણ તેમાં પાછળ ન રહ્યું. જૈન સમાજે પણ કવિઓ, વાર્તાકારો અને લેખકોનો વિપુલ ફાલ આપ્યો અને સાહિત્યના અર્વાચીન માપદંડોને અનુસરે તેવા સાહિત્યનું પ્રદાન કર્યું. જૈન સર્જકોના આ ફાલમાં જેમના વાર્તાસર્જને સૌનું ધ્યાન ખેંચ્યું તેવા લેખકો હતા : ૧. શ્રી ભીમજી હરજીવન : ‘સુશીલ', ૨. શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ : ‘જયભિખ્ખુ' અને ૩. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ. મૂલ્યનિષ્ઠ, સત્ત્વશીલ અને સંસ્કારપ્રેરક વાર્તાસાહિત્યનું સર્જન – એ આ ત્રણે સર્જકોનો સમાન ગુણધર્મ હતો, તેવું તે ત્રણેની વાર્તાઓને તુલનાત્મક રીતે જોતાં સહેજે જણાઈ આવે. ‘જીવન ખાતર કલા અને સાહિત્ય આ ગાંધીયુગીન વિચારનો પ્રભાવ, ત્રણેયના સાહિત્ય ઉપર, કોઈ ને કોઈ રૂપમાં અવશ્ય અનુભવવા મળે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન ધાર્મિક તેમ જ ઐતિહાસિક ગ્રંથોમાં પ્રાપ્ત થતા અને સાથે સાથે પોતાની નજર સામે વર્તતા-જવાતા-જોવાતા જગત તથા જીવનમાંથી તેઓની સર્જક દૃષ્ટિએ પકડી લીધેલાં પ્રેરણાદાયી કથાનકો/પ્રસંગોને અર્વાચીન કે લોકપ્રિય સાહિત્યિક ભાષાસ્વરૂપમાં ઢાળી, તેને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવાની નેમ તે ત્રણે સર્જકોની હતી, તે તેમનું સાહિત્ય જોતાં જણાઈ આવે છે. VI 1 આ સ્થાને આપણે વાત કરવાની છે શ્રી રતિલાલ દી. દેસાઈના સાહિત્યની ખાસ કરીને વાર્તાસાહિત્યની. રતિભાઈનું વાર્તાસર્જન કેટલું બધું સમૃદ્ધ તેમ જ વૈવિધ્યસભર છે તે તો તેમના દરેક વાર્તાસંગ્રહોને અવલોકીએ ત્યારે જ સમજાય. તેમણે જૈન ગ્રંથોમાં મળતા કથાપ્રસંગોને મમળાવ્યા છે, તેનો પ્રવર્તમાન દેશ-કાળને અનુરૂપ મર્મ પકડ્યો છે, અને પછી તે મર્મને કેન્દ્રમાં રાખીને હૃદયસ્પર્શી, પ્રતીતિકર તેમ જ મૂળ કથાનકના વસ્તુને પૂર્ણ ન્યાય મળે તે રીતે વાર્તા સર્જી છે. -- પણ આનો અર્થ એ નથી કે તેઓનું સર્જન માત્ર જૈન ગ્રંથો કે જૈન કથાઓ પૂરતું જ મર્યાદિત છે. તેમણે તો ઇતિહાસમાં ઘટેલી સત્ય, શીલ, શૌર્ય અને સંસ્કારિતાનો સંદેશો આપતી ઘટનાઓનો પણ ‘કાચા માલ’ તરીકે ઉપયોગ કરીને તેમાંથી સરસ કથાઓ સર્જી છે. એથી યે આગળ વધીને તેમણે પોતાને થયેલા કેટલાક પ્રેરણાદાયી સ્વાનુભવોને પણ કથાવાર્તાનો ઘાટ આપ્યો છે. એમણે નારીકથાઓ અને શીલકથાઓ લખી છે, ઇતિહાસકથાઓ આલેખી છે, ધર્મકથાઓ અને શૌર્યકથાઓ પણ આપી છે, તો સત્યકથાના સર્જનમાં પણ તેઓ પાછળ નથી રહ્યા. એમની વાર્તાઓ વાંચતા હોઈએ ત્યારે અગાધ પરંતુ શાંત સાગરમાં, ધીમી છતાં સ્વસ્થ ગતિએ હલેસાંની સહાયથી નૌકાવિહાર કરતા હોઈએ તેવો અહેસાસ થયા કરે. ક્યાં ય તોફાન નહિ, કોઈ આછકલાઈ કે છીછરાપણું નહિ, અનૌચિત્ય તો ફરકે જ શેનું ? સરળ શૈલી, વાક્યે Page #8 -------------------------------------------------------------------------- ________________ VII વાક્ય ઝબકતી મૂલ્યપરસ્તી અને સંવેદનશીલતા - આ એમની વાર્તાઓનું પ્રાણતત્ત્વ છે. આવા સરસ અને સરળ સાહિત્યસર્જકનું વાર્તાસર્જન, આજના અતંત્ર અને વિષમ વાતાવરણમાં, જેના મનમાં જીવન-ઘડતરનાં પાયાનાં મૂલ્યોની થોડીક પણ કિંમત છે અને સાત્ત્વિક સાહિત્ય પ્રત્યે આછીપાતળી પણ અભિરુચિ છે, તેને માટે જીવનજરૂરી અને પોષણક્ષમ આહારની ગરજ સારે તેવું છે. એટલે જ, અપ્રાપ્ય બનેલા આ સાહિત્યનું આવા વર્ગીકૃત સંપુટરૂપે પુનર્મુદ્રણ અત્યંત આવકારપાત્ર બની રહે છે. આ સાહિત્ય-સંપુટના પ્રકાશનના સાહસ બદલ ગૂર્જર પરિવારને બનેલા આ સારા કામ હાદિક આ સાહિત્ય-સંપુટીના અત્યંત – શીલચન્દ્રવિજય Page #9 -------------------------------------------------------------------------- ________________ કથાગૌરવની માવજત યુદ્ધસ્વ થા રમ્યા – એ સૂત્ર રચનારે ભારે માર્મિક સત્ય ઉચ્ચાર્યું છે. શૌર્યની કે સમર્પણની, અથવા તો તપ, ત્યાગ, તિતિક્ષા, સંયમ કે સેવાની ૨સપૂર્ણ કથા-વાર્તા સાંભળવી કે વાંચવી એ એક લ્હાવો છે, એવી વાર્તાઓ કહેવી કે લખવી એ એક કળા છે; પણ જેમાંથી આવી સરસ કથા-વાર્તાઓનું સર્જન કરવાની પ્રેરણા મળે એવું જીવન જીવવું એ ભારે મુશ્કેલ કામ છે. એવું જીવન જીવનાર સૌને વંદના ! આવી કથાઓ જેમ પ્રાચીન ધર્મશાસ્ત્રો, પુરાણો અને ઇતિહાસમાંથી મળી આવે છે, એ જ રીતે, જો આપણે માનવસમાજના નીચા કે ઊંચા ગણાતા થરોના માનવીઓને સમભાવપૂર્વક સમજવા તૈયાર હોઈએ, તો આપણી સામેથી પસાર થતા વર્તમાન જીવનમાંથી પણ મળી આવે છે. પ્રજાજીવનને નરવું અને નિર્દોષ બનાવવા માટે જનસમૂહને ગમ્મત સાથે જ્ઞાન આપે અને સારા સંસ્કારોનું સિંચન અને પોષણ કરે એવું નરવું સાહિત્ય મળતું રહે એ જરૂરી છે. બીજાં ક્ષેત્રોની જેમ લલિત વાયના સર્જનના ક્ષેત્રમાં પણ, પ્રજાના જીવનને વિકૃત બનાવી મૂકે એવાં જે અનિષ્ટ તત્ત્વો પ્રવેશી જતાં લાગે છે, તે ચિંતા ઉપજાવે અને એ અંગે કંઈક કહેવાનું મન થઈ આવે એવાં પણ છે. એવા જ ચિંતા અને વેદનાભર્યા વિચારો ભારતીય જ્ઞાનપીઠના મહાપુરસ્કારથી સન્માનિત, મલયાલમ ભાષાના સર્જકશિરોમણિ સમર્થ સાહિત્યકાર, સ્વનામધન્ય શ્રી શંકરનકુટ્ટી કુન્તીરમન પોટ્ટેકાટ્ટને પણ પરેશાન કરી રહ્યા છે. તેઓએ સાચું જ કહ્યું હતું કે : “ સાહિત્ય એ બજારૢ વસ્તુ બની ગયેલ છે, અને જાણતાં કે અજાણતાં, એ માનવીઓના નીતિમત્તાના ભાનને ઠીંગરાવી નાખે છે. અસભ્ય કામવાસના તથા લૂંટ અને બળાત્કારની ઘટનાઓથી ઊભરાતી વાર્તાઓ ઉપજાવી કાઢવામાં આવે છે, અને એથી બજાર ઊભરાઈ જાય Page #10 -------------------------------------------------------------------------- ________________ “સાચું સાહિત્ય તો એ છે કે જે માનવીના ચિત્તને પ્રેરણા આપતું રહે છે અને પાશવી (આસુરી ) વૃત્તિઓથી એને દૂર રાખે છે. ભાતૃભાવ, સમાનતા અને શાંતિ જેવાં મૂલ્યોને પોષણ મળવું જોઈએ. અને આવી સંસ્કૃતિપોષક સમજણ મારફત વિશાળ દેશના જુદીજુદી જાતના લોકોને એકબીજાની નજીક લાવવા જોઈએ. આ કાર્ય સાહિત્ય મારફત જ સારી રીતે થઈ શકે.” આ વાર્તાઓમાં વાર્તાકલાનું તત્ત્વ હોવાનો દાવો મારાથી થઈ શકે એમ નથી એ હું જાણું છું, અને છતાં આ વાર્તાઓ લખવામાં મેં અલ્પાંશે પણ આનંદનો અનુભવ કર્યો છે – એટલું જણાવવાની રજા લઉં છું. જેમાં આધુનિક વાતકલાનું તત્ત્વ ઓછું હોય કે સમૂળગું ન હોય એવી ભાવનાશીલતા, માનવતા કે ઉદારતા-સહૃદયતાનું અથવા ત્યાગ, બલિદાન કે તિતિક્ષાનું દર્શન કરાવતી વાર્તાઓ વાંચનારો એવો પણ એક વાચકવર્ગ છે જ. જેમ જીવનનિર્વાહ માટેનું, તેમ જીવનને ટકાવી રાખવાનું બળ પણ મને માતા સરસ્વતીની કૃપાદૃષ્ટિમાંથી જ મળતું રહ્યું છે, એ હું સ્પષ્ટ રૂપે જોઈ શકું છું. (કથાસંગ્રહોની પ્રસ્તાવનામાંથી સંકલિત ) – રતિલાલ દીપચંદ દેસાઈ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧. ન મારે વેર કે દ્વેષ ૨. પદ્મપરાગ ૩. સાત ભવ ૪. દેવ વધે કે પશુ ? ૫. નિસ્તાર • અનુક્રમણિકા ૬. સુવર્ણકંકણ ૭. સાધનાનું સુવર્ણ ૮. પ્રેમ-પાવકની જ્વાળા ૯. જાગૃત આત્મા ૧૦. રાજકુમાર ૧૧. પાંચ જનમની પ્રીત ૧૨. એ રાત ને એ પ્રકાશ ૧૩. સંતોની ભિક્ષા ૧૪. ચારિત્ર ખાંડાની ધારો જી ! ૧૫. નિર્મોહી ગુરુ ૧૬. રાજા અને યોગી ૧૭. ઉદારતા ૧૮. કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર ૧૯. સાચી પ્રભુસેવા . .૧૮ .૪૭ • ૫૭ .૬ .૭૫ .૮૧ 0-)* ૧૦૫ ૧૧૩ ૧૨૩ ૧૩૯ ૧૪૫ ૧૫૯ ૧૭૨ ૧૭૯ ૧૯૩ .૨૦૪ .૨૦૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ અભિષેક [ તીર્થંકરો અને સાધુઓની કથાઓ ] Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ ન મારે વેર કે દ્વેષ પુરાણપ્રસિદ્ધ કાશી દેશ. ધન અને ધાન્યથી ભરીભરી એ ભૂમિ. એ દેશની રાજધાની વારાણસી નગરી : ધર્મ અને વિદ્યાનું મોટું તીર્થધામ. રાજા અશ્વસેન એ દેશના રાજા. જેવા શૂરા એવા જ ન્યાયી અને એટલા જ ધર્મપરાયણ. પ્રજાના દુઃખને પોતાનું દુઃખ માને અને પ્રજાના સુખમાં જ સુખ સમજે. રાજા અશ્વસેનની રાજસભામાં એક દિવસ કુશસ્થલના રાજા પ્રસેનજિતનો દૂત હાજર થયો. દૂતને તાકીદનો સંદેશો આપવાનો હતો. એના અંતરમાં ચાલતા મંથન અને દિલમાં ઘોળાતી ચિંતાઓની રેખાઓ એના મુખ ઉપર રમતી હતી, અને એના ગૌર ઘાટીલા ચહેરાને વિષાદભર્યો બનાવતી હતી. રાજા અશ્વસેન, મુખ્ય મંત્રી અને આખી રાજસભા દૂતની વાત સાંભળવા એકકાન થયા. * રાજા પ્રસેનજિતના દૂત પુરુષોત્તમે મસ્તક નમાવ્યું, અને પોતાની વાત શરૂ કરી : “મહારાજ, આજે કુશસ્થલ નગરના પાડોશી રાજાઓ અમારા દુશ્મન બન્યા છે, અને નગર ઉપર આક્રમણ કરવા તૈયાર થઈને બેઠા છે. નિર્દોષ હરણ ઉપર ક્રૂર વરુઓ ત્રાટકે એવો ઘાટ રચાઈ ગયો છે. ક્યારે શું થશે, અમારી નગરી ક્યારે રોળાઈ જશે, અને નિર્દોષ પ્રજાને માથે આફતનો પહાડ ક્યારે તૂટી પડશે એ કહી શકાય એમ નથી. આજે તો અમારા માટે ખરેખરી જીવનમરણની ઘડી ઊભી થઈ છે. આ આફત અને આ સર્વનાશમાંથી કેમ ઊગરવું એ જ અમારી અને અમારા રાજવી પ્રસેનજિતની ચિંતાનો વિષય બન્યો છે. ” Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ અભિષેક રાજા અશ્વસેન વધુ એકાગ્ર બની સાંભળી રહ્યા. દૂતે પોતાની વાત આગળ ચલાવી : “રાજનું ! અમારા રાજવી પ્રસેનજિત તો શૂરાતનના અવતાર છે. રણમાં શત્રુને પીઠ બતાવવી, કે જીવ બચાવવા રણભૂમિમાંથી નાસી છૂટવું, એનાં કરતાં તો રણમાં સદાને માટે સાથરો કરવો, એને જ એ વધારે ચાહનારા છે. અપકીર્તિભય જીવન કરતાં માનભર્યું મોત એમને વધારે પસંદ છે. પણ મહારાજ, આજે તો સ્થિતિ એવી ઊભી થઈ છે કે અનેક માનવીઓની આહુતિ આપવા છતાં, રુધિરની સરિતા ફેલાવવા છતાં, અને વૈરના હુતાશનને ખૂબ ખૂબ પ્રગટાવવા છતાં, અમારી નગરીને – પ્રાણથી પ્યારી અમારી જન્મભૂમિને – ઉગારી શકવાની કોઈ આશા દેખાતી નથી. ” દૂતનો સ્વર લાગણીભીનો બની ગયો. એ પોતાના ચિત્તને સ્વસ્થ કરવા પળવાર થોભ્યો. એ લાગણી જાણે આખી રાજસભાને સ્પર્શી ગઈ. થોડીવારે દૂતે પોતાનું કથન આગળ ચલાવતાં કહ્યું : “પ્રભુ, જ્યાં એકની સામે અનેક હોય, અને કીડીને માથે કટક લઈ જવા જેવી વિષમ સ્થિતિ ઊભી થઈ હોય, ત્યાં શૂરાતનના અવતાર સમો માનવી પણ શું કરી શકે ? અમારા રાજવી પ્રસેનજિતને મન મોત તો બાળકની ક્રીડા સમાન છે, અને પોતાના સૈન્ય સાથે એ દુશ્મનોના સામના માટે તૈયાર પણ છે, છતાં આજે બીજાની સહાય વગર જન્મભૂમિનું અને પ્રજાનું રક્ષણ શક્ય નથી. મહારાજ. આ માટે અમારે આપની સહાય જોઈએ. આપની સહાય હશે તો આ અન્યાયનો અમે સત્વર પ્રતિકાર કરી શકીશું. પ્રભુ, કૃપા કરી અમારી માગણીનો આપ સ્વીકાર કરશો, એવી અમારા રાજવીની આપને વિજ્ઞપ્તિ છે.” દૂત પુરુષોત્તમે પોતાની વાત પૂરી કરી, અને એ ઉત્સુકતાપૂર્વક જવાબની રાહ જોઈ રહ્યો. રાજા અશ્વસેન તો ભારે વિવેકવંત અને ચકોર પુરુષ હતા. એમણે વિચાર્યું : રાજકાજ તો હમેશાં ફલેશકંકાસનું મૂળ ગણાય. એમાં તો Page #16 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ સાચા કારણે ય વિખવાદ જાગે, અને કારણ વગર કેવળ મનના કારણે પણ વૈર-વિરોધના વંટોળિયા ઊઠવા લાગે. એટલે આમાં સારાસારનો વિવેક કરવો ઘટે. સમજણ વગર એકને સહાય કરવા જતાં ક્યાંક બન્નેના વૈરાગ્નિમાં પાણીને બદલે ઘી ન રેડાય એનો વિચાર કરવો ઘટે. રાજવી પળવાર મૌન રહ્યા, ઊંડા વિચારમાં ઊતરી ગયા. દૂતની ઉત્સુકતા વધી ગઈ : રાજાજી કેવો ઉત્તર આપશે ? રાજસભા પણ વિચારમાં પડી ગઈ કે આવા શૂરાતન પ્રગટ કરવાના સમયે આપણા રાજવી કેમ મૌન અને વિચારમગ્ન થઈ ગયા ? પરિસ્થિતિની વધુ સ્પષ્ટતા મેળવવા રાજા અશ્વસેને દૂતને કહ્યું “ પણ રાજદૂત, તમે યુદ્ધની, અન્યાયની અને અમારી સહાયની વાત તો કરી, પણ અન્યાયનું કારણ ના કહ્યું. એવું કેમ ન હોય કે તમારા રાજા પ્રસેનજિતની કોઈ ભૂલનું જ આ દુષ્પરિણામ જાગ્યું હોય ? માટે તમારી વાતનું મૂળ રાજસભાને નિવેદિત કરો !” : " દૂતે કહ્યું : “મહારાજ ! કારણ સ્પષ્ટ છે, અને બહુ સબળ પણ છે. પણ અહીં નિવેદન કરતાં સંકોચ થાય છે. ” 4. રાજા અશ્વસેને તરત જ કહ્યું : “દૂત, રાજકાજમાં અને તેમાં ય યુદ્ધનો નિર્ણય કરવો હોય એમાં તો શરમ કે સંકોચને સ્થાન હોય જ નહીં. તમને અન્યાય થયાનું જે કારણ હોય એ વિના સંકોચે સભામાં રજૂ કરો !” ** દૂતને હજી ય વાતની વધુ ચોખવટ કરવી જરૂરી લાગી. એણે વધારે વિનમ્ર બનીને કહ્યું : “સ્વામી ! એ કારણનો સીધો સંબંધ આપની પોતાની સાથે છે, એટલે ભરી સભામાં એનું કથન કરતાં જીભ ઊપડતી નથી. છતાં આપનો એ જાણવાનો આગ્રહ હોય તો એકાંતમાં... ” : પણ દૂતની વાતને વચમાંથી જ અટકાવી રાજા અશ્વસેને કહ્યું “ રાજદૂત ! આ તો યુદ્ધના મામલા ! એમાં રાજસભા અને પ્રજાથી છાની કોઈ વાત ન થઈ શકે. એમને વિશ્વાસમાં લીધા પછી જ પરરાજ્યને યુદ્ધમાં સહાય આપી શકાય. માટે જે કંઈ કારણ હોય તે સ્પષ્ટ નિવેદિત . Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અભિષેક કરો. પછી જ તમારા રાજવીની માગણીના સ્વીકાર-અસ્વીકારનો અમારાથી વિચાર થઈ શકશે. વાત ગમે તેવી હશે, એનો સંબંધ અમારી પોતાની સાથે હશે, તો પણ અમે એ સ્વસ્થતાથી સાંભળીશું અને એના ઉપર પૂરતી વિચારણા-મંત્રણા કર્યા પછી જ અમારે શું કરવું એનો નિર્ણય કરીશું. તમને એવી વાત રાજસભામાં કરવા માટે અમારું અભય છે; તમારો વાળ પણ વાંકો નહીં થાય. અને દૂતને તો રાજનીતિએ સદા સર્વદા અભય જ આપેલ છે.” દૂતે પોતાનો સંકોચ દૂર કરીને કહ્યું : “મહારાજ, અમારા રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી ભારે રૂપ-ગુણ-સંપન્ન રાજકુમારી છે. યૌવનના ઉંબરે ઊભેલી અમારી રાજકુમારી અત્યારે તો રૂપ-રૂપનો અવતાર બની ગઈ છે. એમાં ય એનાં વિનય, વિવેક અને દાક્ષિણ્ય તો ભલભલાને હેત ઉપજાવે એવાં છે. અને એ અનેક વિદ્યા અને કળામાં નિપુણ બનેલ છે. એણે આપના પુત્ર કુમાર પાર્શ્વનાં વખાણ સાંભળ્યાં, અને એણે મનથી કુમાર પાર્શ્વની અર્ધાગિની બનવાનો સંકલ્પ કર્યો. કુમારી પ્રભાવતીના અંતરમાં કુમાર પાર્શ્વને વરીને જીવનને ઉજમાળ બનાવવાના કંઈ કંઈ કોડ ઊભરાય છે. રાજ કુમાર પાર્થ અને કુમારી પ્રભાવતીની જોડ તો દેવોને ય ઈષ્ય આવે એવી છે. એક શ્યામસુંદર નર, એક રૂપસુંદરી નારી! કેવી જુગલ જોડી ! સખીઓએ રાજકુમારીનો સંકલ્પ રાજા પ્રસેનજિત અને રાણી સ્વયંપ્રભાને નિવેદિત કર્યો. પોતાનો ભાર પોતાની પુત્રી જ ઓછો કરવા તૈયાર થઈ છે અને પોતાને સુયોગ્ય જમાઈ અને ઉત્તમ કુળ મળવાનાં છે એથી રાજા-રાણી ખૂબ રાજી થયાં અને કન્યાના વાગ્દાનની તૈયારી કરવા લાગ્યાં. રાજમહેલમાં અને નગરમાં બધે આ વાતથી આનંદ આનંદ પ્રસરી રહ્યો. હવે તો માત્ર મુખ્ય મંત્રીને મોકલીને આપની અનુમતિ મેળવવાની જ વાર હતી.” દૂત પળવાર થોભ્યો. રાજા અશ્વસેન અને સભાજનો દૂતનું કથન ઉત્સુકતાપૂર્વક Page #18 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ ૦ ૫ સાંભળી રહ્યા. દૂતે પોતાની વાત આગળ ચલાવી : “પણ રાજનું ! આવું ઉત્તમ સ્ત્રીરત્ન પોતાના હાથમાંથી ચાલ્યું જાય, એ કલિંગના રાજાને અને એના પક્ષના નાના-મોટા રાજાઓને ન રુચ્યું. એમણે કુમારી પ્રભાવતીને પોતાને સોંપી દેવાની માગણી કરી, અને નહીં તો યુદ્ધને માટે સજ્જ થવા રાજા પ્રસેનજિતને પડકાર કર્યો. મહારાજ, હવે તો એ બધાય રાજાઓ એક થઈને કુશસ્થળનગર ઉપર આક્રમણ કરવા તલપી રહ્યા છે. રાજા પ્રસેનજિત પણ કંઈ પાછા પડે એવા નથી. એ પણ પોતાની સેના સજ્જ કરીને તૈયાર ઊભા છે. પણ આ તો કુશસ્થલના સર્વનાશનો અને રાજા , પ્રસેનજિતની અને આપની પણ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. આવા અધર્મી અને અન્યાયી રાજાઓની સામે થઈને આપણી બન્નેની પ્રતિષ્ઠાનું જતન કરવાનો આ અવસર છે; અને એમાં અમારા રાજવી આપની સહાય ઈચ્છે છે. મારી વાત પૂરી થઈ. હવે શું કરવું અને અમારા મહારાજને શો જવાબ આપવો એ આપના અખત્યારની વાત છે.” રાજા અશ્વસેન અને આખી રાજસભામાં એક પ્રકારની ઉત્તેજના વ્યાપી ગઈ આપણી પ્રતિષ્ઠા ઉપર આવું આક્રમણ ! આનો તો સત્વર પ્રતિકાર જ થવો ઘટે. રાજાજીએ ચતુરંગી સેનાને સજ્જ કરવાની આજ્ઞા આપી દીધી, અને પોતે સેનાધ્યક્ષો અને મંત્રીઓ સાથે મંત્રણા કરવા મંત્રણાખંડમાં ચાલ્યા ગયા. અને યુદ્ધના ઉત્તેજક વાતાવરણ વચ્ચે રાજસભા વિસર્જન થઈ. રાજદૂત પુરુષોત્તમના અંતરમાં પોતાનું કાર્ય પાર પાડ્યાનો સંતોષ વ્યાપી રહ્યો. મૂછનો દોરો તો હજી ફૂટું ફૂટું થઈ રહ્યો છે, છતાં કેવો તેજસ્વી અને તરવરિયો જુવાન ! એ છે કાશીદેશનો પાટવીકુંવર કુમાર પાડ્યું. કાશીરાજની યુદ્ધમંત્રણા હજી પૂરી થઈ નથી, છેવટનો નિર્ણય લેવાનો હજી બાકી છે ત્યાં યુવરાજ પાર્શ્વકુમાર મંત્રણાખંડમાં પહોંચી national Page #19 -------------------------------------------------------------------------- ________________ અભિષેક ગયા અને પિતા અશ્વસેનને હાથ જોડીને વીનવી રહ્યા : “પિતાજી, મેં બધી વાત જાણી છે, અને એટલે જ હું સત્વર અહીં આપની સેવામાં ઉપસ્થિત થયો છું. મારી આપને વિજ્ઞપ્તિ છે કે કલિંગરાજને વશ કરવા જેવા નાના સરખા કામ માટે આપ જેવા સમર્થ રાજવીને પોતાને જવું પડે, તો તો આખા કાશીરાજ્યને શરમાવું પડે, અને આપે અમને આપેલ કેળવણી એળે જાય, માટે આ યુદ્ધનો ભાર વહન કરવાની મને અનુશા આપો !” — મંત્રીઓ અને રાજાજી સાંભળી રહ્યા. અશ્વસેન રાજાનું દિલ આખરે એક પિતાનું દિલ હતું. એમનું મન આવા યુદ્ધના મેદાનમાં પોતાના કાળજાની કોર જેવા પ્રાણપ્યારા પુત્રને મોકલતાં કેમ ચાલે ? એમણે ગંભીર બનીને કહ્યું : “વત્સ ! તારું શૌર્ય અમને પરમ સંતોષ આપે એવું છે. તારી કર્તવ્યભાવના અને તારો વિવેક પણ અમે જાણીએ છીએ. પણ આ તો લડાઈના મામલા. ન માલૂમ ક્યારે શું થાય ? માનવી ત્યાં જીવન અને મરણને ત્રાજવે ઝોલાં ખાય છે ઃ ખબર નહીં, ક્યારે કર્યું છાબડું નમી જાય ! અને વળી હજી તારી ઉંમર પણ કેટલી ? તને આવા જોખમી માર્ગે મોકલીએ તો દુનિયા અમને શું કહે ? અને તારે માટે શૌર્ય દાખવવાના દહાડા હજી ક્યાં વહી ગયા છે ?” .. પણ પાર્શ્વકુમાર એમ માની જાય એમ ન હતો. એણે તો આગ્રહપૂર્વક કહ્યું : “પિતાજી, સિંહબાળને નાનીમોટી ઉંમરનાં બંધન નથી નડતાં. હું નાનો છું, છતાં આપનો અંશ છું. આ યુદ્ધ તો હું જ ખેલીશ. મારી આ પ્રાર્થના આપ નકારશો નહીં. 19 ન માલૂમ કુમાર પાર્શ્વના અંતરમાં શી શી લાગણીઓ રમતી હતી. એ લાગણીઓ રાજા અશ્વસેનના અંતરને સ્પર્શી ગઈ, અને એમણે કુમાર પાર્શ્વની માગણીનો સ્વીકાર કર્યો. અને માતા વામાદેવીએ પણ પોતાના આ પનોતા પુત્રની માગણીનો હર્ષાશ્રુથી અભિષેક કર્યો અને આશીર્વાદ આપ્યા. Page #20 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ ૦ ૭. અને વારાણસીની પ્રજાએ એક મંગલ પ્રભાતે જોયું કે કાશીરાજની સેનાએ કલિંગના રાજવી સામે વિજયપ્રસ્થાન કર્યું. અને એ સેનાને મોખરે રાજકુમાર પાર્શ્વ પોતાના તેજી તોખાર ઉપર આરૂઢ થઈને ચાલી રહ્યો હતો – જાણે દેવરાજ ઈદ્ર જ જોઈ લ્યો ! પ્રજાએ એ પ્રસ્થાનને જયનાદોથી વધાવી લીધું. શ્યામસુંદર દેહ, સોહામણું મુખ અને આંખોમાંથી જાણે તેજનો અંબાર પ્રગટી રહ્યો છે ! કુમાર પાર્શ્વના યૌવનનો થનગનાટ આજે સેનાપતિપદમાં ધન્ય બની ગયો ! સૌ પ્રશંસી રહ્યા : “ધન્ય પાર્શ્વ કુમાર ! ધન્ય સેનાના નાયક ! તમારો જય હો ! તમારો વિજય હો!” સેનાના અંતરમાં પણ જાણે ઉત્સાહના દીપ પ્રગટ્યા. સેનાપતિ તો જાણે શૂરાતનના અવતાર બની ગયા. અને કાશીરાજની સેના કલિંગદેશ તરફ અવિરત પ્રવાસ કરીને પોતાનો માર્ગ કાપવા લાગી. આ પ્રયાણ તો સંગ્રામ ખેડવા માટેનું હતું, પણ સૈનિકો અને સામંતો જુએ છે કે ક્યારેક સેનાપતિ પાર્શ્વકુમાર કંઈક ઊંડા વિચારમાં ઊતરી જાય છે. યુદ્ધભૂમિ તો હજી દૂર છે, પણ કુમાર પાર્શ્વના અંતરમાં તો ક્યારનું તુમુલ યુદ્ધ જાગી ગયું છે. લાગણીઓનાં જૂથે જાણે સામસામાં અથડાઈને કુમારના દિલને હચમચાવી મૂકે છે. કુમારનું અંતર વિચારે છે : કેવળ મારા ખાતર – મને વરવાની પ્રતિજ્ઞા લેનાર રાજકુમારી પ્રભાવતીને મેળવવા ખાતર – વૈરના અગ્નિને ચારેકોર ફેલાવવો એ શું ઉચિત છે ? ન માલૂમ એ વૈરાગ્નિ કેટલાં માનવીને ભરખી જશે ? કેટલી માતાઓને પુત્રવિહોણી કરશે ? કેટલી સ્ત્રીઓને વિધવા બનાવશે ? અને કેટલાં બાળકોને અનાથ બનાવશે ? અને પછી તો રુધિરની અનેક સરિતાઓ પણ એ વૈરાગ્નિને શાંત નહીં કરી શકે ! અને એ બધાનું પરિણામ પણ શું ? રે! સર્યું આવા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૮ ૦ અભિષેક યુદ્ધથી ને રક્તપાતથી ! યુદ્ધ ખેલવા જતા સૈન્યના મોરચે ચાલતો એક સેનાપતિ આવા વિચિત્ર વિચારો કરતો હતો – જાણે કોઈ રણજોદ્ધો નહીં પણ કોઈ જોગી સેનાપતિ બનીને સેનાને મોખરે સંચરતો હતો ! પાર્શ્વકુમાર નીકળ્યા તો હતા યુદ્ધ લડવા અને દુશ્મનનો પરાજય કરીને વિજયને વરવા; પણ એમનું મન તો પળેપળે યુદ્ધના વિરોધના પોકારો પાડતું હતું ! આ તે જોદ્ધો હતો કે જોગી ? પણ સાચે જ, કુમાર પાર્શ્વનો આત્મા જનમોજનમના જોગ સાધીને કરુણાભીનો બન્યો હતો. એને ખપતી હતી અહિંસા. એનું અંતર ઝંખતું હતું પ્રેમને. એના રોમરોમમાંથી પ્રતિધ્વનિ ઊઠતો હતો અવૈરનો, અવિરોધનો, ક્ષમાનો, દયાનો, મૈત્રીનો, બંધુતાનો અને માનવતાનો ! હિંસા, દ્વેષ, વૈર, કાપાકાપી અને તિરસ્કારનો માર્ગ એ એનો માર્ગ ન હતો; એ માર્ગ અને ખપતો ન હતો. આવો માનવી સેનાપતિનું પદ સ્વીકારીને યુદ્ધ જીતવા નીકળ્યો હતો ! સંસારની કેવી કરુણતા ! યુદ્ધભૂમિના સીમાડા દેખાવા લાગ્યા, અને કુમાર પાર્શ્વનું અંતર વધારે ઊંડા મંથનમાં ઊતરી ગયું. કુમારને થયું આ યુદ્ધને પણ જીતું અને વૈરને પણ જીતું, તો જ મારું સેનાપતિપદ સાર્થક થાય. પણ લોટ ફાકવો અને ગાવુંએના જેવું પરસ્પર વિરોધી આ કામ પાર શી રીતે પડે? પણ ખરો યોદ્ધો તો યુદ્ધ જેમ વધુ ઘેરું થતું જાય, એમ પોતાનું હીર સોળે કળાએ પ્રગટાવે. કુમાર પાર્શ્વના અંતરમાં જાગેલું યુદ્ધ ભારે વેગપૂર્વક ચાલવા લાગ્યું, અને માત્ર પાંચ-પંદર વર્ષથી નહીં પણ Page #22 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ ૦૯ જુગજુગથી આત્મામાં ધરબાયેલા કરુણા અને વિશ્વમૈત્રીના તેજપુંજ પ્રગટવા લાગ્યા. એના અંતરમાં સાચા યોગીનું શૂરાતન વ્યાપી ગયું અને એણે મનમાં દૃઢ સંકલ્પ કર્યો : આ યુદ્ધ પણ જીતીશ અને અવૈરની પ્રતિષ્ઠા પણ કરીશ ! મારું સેનાપતિપદ એ રીતે જ સાર્થક થશે. અને, જાણે અંતરની બધી મથામણ મટી ગઈ હોય એમ, એનું અંતર પ્રશાંત બની ગયું. એના મુખ ઉપર સ્વસ્થતા અને શાંતિની રેખાઓ ઊપસી આવી. પછી પાર્શ્વકુમારે કલિંગરાજ અને એના સાથી રાજાઓ પાસે પોતાના મંત્રી પ્રભાકરને મોકલીને પોતાના અંતરની વાત સમજાવી, યુદ્ધ અને વૈરની વિનાશકતાનો એમને ખ્યાલ આપ્યો, અને સાથોસાથ તેઓ કેવું અકાર્ય કરવા તૈયાર થયા હતા, એ પણ સમજાવ્યું. કનક અને કામિની તો સદાકાળ કલહનાં કારણ લેખાયાં છે. એ કામિનીને છતી શક્તિએ જતી કેમ કરાય ? કલિંગરાજ વગેરેને પહેલાં તો પાર્શ્વકુમારની આવી બધી વાત નકામી અને નમાલી લાગી; અને એક વાર યુદ્ધનો નાદ ગજાવ્યા પછી આ રીતે યુદ્ધની ભૂમિમાંથી પાછા ફરવામાં સૌને નાનમ પણ લાગી. પણ પાર્શ્વકુમાર એમ નિરાશ થાય એવા ન હતા. છેવટે એ પોતે જ કલિંગરાજની સામે જઈને ખડા થયા, અને સંહાર-નિવારણની પોતાના અંતરની વાત એમણે પોતાને મુખે રજૂ કરી. કુમારે એટલું જ કહ્યું : “ રાજન્ ! યુદ્ધનો માર્ગ સ્વીકારીને, અને આપણા પોતાના મમતને કારણે નિર્દોષ માનવીઓનો સંહાર કરીને બળિયાના બે ભાગ જેવું કરવું છે કે હૃદયને જાગૃત કરીને ન્યાય-નીતિનું બહુમાન કરવું છે ? જો આપણે યુદ્ધનો રાહ સ્વીકાર્યો તો કાળ જશે અને કહેણી રહી જશે કે એક સ્ત્રીને માટે બે રાજ્યોએ પોતાની પ્રજા અને સેનાનો સંહાર નોતરવામાં પાછું વાળીને જોયું ન હતું ! બોલો કલિંગરાજ, આપણી આવતી અનેક પેઢીઓ માટે આવું કલંક વહોરવું છે કે કરુણા અને અહિંસાનો માર્ગ સ્વીકારીને જીવનને નિષ્કલંક કરવું છે ? Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૦ અભિષેક સારું એ તમારું ! તમારો નિર્ણય એ જ આજનો યુદ્ધ કે શાંતિનો આખરી નિર્ણય બનશે.” કલિંગરાજ , અને એમના સાથીઓ કુમારની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. આવી સીધી-સાદી વાતનો શો જવાબ આપવો, એ નક્કી કરવું મુશ્કેલ હતું. પણ છેવટે એ કરુણામૂર્તિ અને અવૈરના અવતાર સમા રાજકુમારની વાત સૌનાં અંતરમાં વસી ગઈ અને યુદ્ધના ઓળા અદૃશ્ય થઈ ગયા અને સર્વત્ર શાંતિ અને સુલેહના સમીર વાઈ રહ્યા. રાજા પ્રસેનજિત અને કલિંગરાજ તેમ જ બીજા રાજાઓ એકબીજાને પ્રેમથી ભેટ્યા જાણે ત્યાં મૈત્રીનું શાસન પ્રવર્તી રહ્યું. દેવોને ય દુર્લભ એવું એ પાવન દૃશ્ય જોઈ સૌની આંખો હર્ષાશ્રુથી ભીની થઈ. રાજકુમાર પાર્શ્વ યુદ્ધને જીતી ગયા હતા, પણ એ જીતમાં કોઈનો ય પરાભવ થયો ન હતો ! યુદ્ધનો નાદ શાંત થઈ ગયો હતો. સાથેસાથે વૈરનો હુતાશન પણ ઓલવાઈ ગયો હતો અને સર્વત્ર અવૈરની, મૈત્રીની, વાત્સલ્યની વિમલ સરિતા વહી નીકળી હતી. રાજકુમાર પાર્શ્વની પ્રતિજ્ઞા સફળ થઈ. એનું સેનાપતિપદ અમર બની ગયું. રાજકુમારી પ્રભાવતી અને પાર્શ્વકુમારનાં લગ્ન ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઊજવાયાં. એ ઉત્સવ બન્ને દેશની પ્રજાનો ઉત્સવ બની રહ્યો ! એ ઉત્સવમાં યુદ્ધના સર્વનાશની ભયંકર આગમાંથી ઊગરી ગયાનો આનંદ ભળ્યો હતો ! પાર્શ્વકુમાર અને પ્રભાવતીના દિવસો સુખપૂર્વક વીતતા હતા, છતાં પાર્શ્વકુમારના મનમાં તો સદા સર્વદા અવૈર, પ્રેમ અને વિશ્વમૈત્રીના અને જગબાંધવ બનવાના જ મનોરથો જાગતા હતા. રાજવૈભવનાં પકિલ જળ એમને સ્પર્શી શકતાં ન હતાં અને વિલાસને પણ એમણે વિવેક અને વૈરાગ્યની પાળથી બાંધી લીધો હતો. Page #24 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ ૦ ૧૧ એમને થતું કે હું એવું તે શું કરું કે જેથી કેવળ માનવી માનવી વચ્ચે જ નહીં પણ સમગ્ર જીવો વચ્ચે મૈત્રીન, સ્નેહગાંઠ બંધાય, અને કોઈ કોઈનું વૈરી કે વિરોધી ન રહે, સમગ્ર વિશ્વમાં અવૈરની સ્થાપના થાય, અને મારો આત્મા સર્વ જીવોનો મિત્ર બની રહે ! એક તરફ પ્રભાવતી સાથેના સંસારનો આનંદ, અને બીજી બાજુ અંતરમાં જાગતા આવા ઉદાત્ત મનોરથો : એવાં અવનવાં બે ભાવના-ચક્રો ઉપર રાજકુમાર પાર્શ્વનો જીવનરથ આગળ વધી રહ્યો હતો. એક દિવસની વાત છે. કુમાર પાર્શ્વ રાજપ્રાસાદના ગોખમાં ખડા છે. એ જુએ છે કે સેંકડો નર-નારીઓનો સમુદાય, પાણીના પ્રવાહની જેમ, એક જ દિશામાં જઈ રહ્યો છે. એમણે પરિચારકને પૂછ્યું : “આખું નગર આજે કઈ તરફ વહી રહ્યું છે ?” પરિચારકે કહ્યું: “સ્વામી ! નગરની બહાર કમઠ નામના એક મહાતપસ્વી અને મહાયોગી આવ્યા છે. એ પંચાગ્નિ પ્રગટાવીને કાયાની માયા-મમતા તમામ ઊતરી જાય એવું આકરું તપ કરે છે. એ એવાં એવાં કષ્ટો સહન કરે છે કે એ જોતાં કે સાંભળતાં જ હૈયું થંભી જાય. એની કીર્તિ ચોદિશામાં વિસ્તરી છે. આ જનસમુદાય એમનાં દર્શન કરી પાવન થવા જઈ રહ્યો છે.” પાર્શ્વકુમાર તો અંતરથી જનમજનમના જોગી ! પોતાના નગરમાં આવા મહાયોગી આવ્યાની વાત સાંભળી એ બેસી કેમ રહી શકે ? એ તો તરત જ પોતાના પરિચારક સાથે તાપસ કમઠની પાસે પહોંચ્યા. થોડી વાર એ તાપસને નીરખી રહ્યા. પછી એમણે જોયું કે તાપસનું કાયાનું કષ્ટ ખરેખરું અપાર છે; પણ એમાં વિવેકનીસારાસારના વિચારની ખામી છે. અને વિવેક ન હોય તો ગમે તેવી ઉગ્ર અને કષ્ટદાયક તપસ્યા પણ આત્માનો ઉદ્ધાર ન કરી શકે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અભિષેક પછી કુમારે તાપસને કહ્યું : “મહાનુભાવ ! તપ કે જપ ગમે તેટલાં કરીએ, અને દેહનાં કષ્ટો પણ ગમે તેટલાં સહન કરીએ, પણ એમાં વિશ્વમૈત્રીનો, વિશ્વના સમસ્ત જીવો પ્રત્યેના પ્રેમ અને કારુણ્યનો ઘાત ન થવો જોઈએ; ઊલટું એથી તો સર્વ પ્રાણીઓ પ્રત્યે અવૈરની લાગણી જન્મવી જોઈએ અને આવો અગ્નિ પ્રગટાવીને આવું પંચાગ્નિ તપ ક૨વામાં તો તમારા હાથે, ભલે અજાણતાં પણ, ઘણી હિંસા થઈ રહી છે. અને હિંસા તો અવૈરની વિરોધી છે. સંસારમાં ખરો મહિમા તો અવેરનો, અહિંસાનો કે મૈત્રીભાવનો છે અને તમારું તપ તો ઊંધી દિશામાં જઈ રહ્યું છે. તમારું આ ઉગ્ર કષ્ટસહન આત્મસાધના માટે નિષ્ફળ નીવડવાનું છે માટે સર્યું આવા વિવેકશૂન્ય, અજ્ઞાનભર્યા અને હિંસાજનક તપથી ! જ્યાં હિંસા થાય ત્યાં જન્મજન્માંતરનાં વે૨નાં મૂળ નંખાયા વગર કેમ રહે ? અને તો તો આત્માની અધોગતિ જ થાય ને ?” :: પરંતુ આ તો ભારે ખ્યાતનામ યોગી ! એના ઉગ્ર તપની કીર્તિ ચોમેર ફેલાઈ ગયેલી. એટલે એવો તાપસ એક ઊછરતા યુવાનની આવી વાત કાને કેમ ધરે ? એણે તો રાજકુમારની વાતને હસી કાઢી અને કહ્યું : “ કુમાર, તમે તો હજી બાળક છો, અને રાજવૈભવમાં ઊછર્યા છો. સંસારની માયાવી મોજ માણવી, અશ્વો અને આયુધોની પરીક્ષા કરવી અને વખત આવે યુદ્ધો ખેલવાં એ તમારું કામ ! બાકી તપ, ધ્યાન અને યોગસાધનાના વિકટ માર્ગને તમે શું સમજો ?" પણ કુમાર પાર્શ્વ કંઈ પોતાનું હું-પદ સ્થાપવા કે નિરર્થક વાદાવાદ કરીને વૈર-વિરોધ કે વિદ્વેષ જગાડવા નહોતા આવ્યા. એમને તો કમઠ તાપસના અંતરમાં પણ અવૈર, અહિંસા અને કરુણાની ભાવનાને જગાડવી હતી; અને એના તપોમાર્ગને નિર્મળ બનાવવો હતો. " એમણે એટલું જ કહ્યું : “ ભલા તાપસ, તમે હમણાં જ જોઈ શકશો કે તમારી આવી તપસ્યા કેવી હિંસાનું કારણ બને છે ?” અને પછી, યોગી સાથે વધુ જીભાજોડી ન કરતાં, કુમાર પાર્શ્વ પોતાના પરિચારક પાસે અગ્નિમાં બળતું એક લાકડું બહાર કઢાવીને Page #26 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ ૧૩ ફડાવ્યું; તો એમાંથી બળતો સાપ બહાર આવ્યો. દાહની પીડાથી એ તરફડી રહ્યો હતો. પ્રેમના અવતાર સમા કુમાર પાર્શ્વની આંખો એ સર્પને જોઈને કરુણાભીની થઈ. એમણે તાપસ કમઠને એટલું જ કહ્યું : “મહાનુભાવ ! તમારી આવી તપસ્યામાં તો અત્યાર સુધીમાં આવા કંઈક નિર્દોષ જીવો સ્વાહા થયા હશે ! માટે અંતરમાં વિવેકને જાગ્રત કરો, સત્યને સમજો, અને તમારી સાધનાને અવૈર, અહિંસા અને કરુણાને માર્ગે વાળો ! આત્માના ઉદ્ધારનો એ જ સાચો માર્ગ છે. ” " પણ આ તો હઠયોગી ! એના અંતરમાં કુમારની વાત ન વસી તે ન જ વસી ! પાર્શ્વકુમારનો પ્રયત્ન પથ્થર પર પાણી બની રહ્યો. રાણી પ્રભાવતીના પ્રેમમાં પાર્શ્વકુમાર નાહી રહ્યા હતા. પતિપરાયણા પ્રભાવતી જાણે પાર્શ્વકુમારનો પડછાયો બની ગયાં હતાં. સુખ, અને વૈભવ-વિલાસની સામગ્રીનો કોઈ પાર ન હતો. દુઃખ કે અશાંતિનું કોઈ કારણ નહોતું. છતાં રાજકુમા૨ ક્યારેક ક્યારેક ઊંડા વિચારમાં ઊતરી જતા; અને એમના મુખ ઉપર ઉદાસીનતા અને વૈરાગ્યની રેખાઓ ઊપસી આવતી. રાણી પ્રભાવતીને ત્યારે ચિંતા થઈ આવતી : રખેને જળકમળ જેવું જીવન જીવનાર સ્વામી ક્યારેક ત્યાગી બનીને ચાલ્યા ન જાય. એક સમયની વાત છે. વસંત ઋતુનું આગમન થયું અને આખી ધરતી રંગબેરંગી પુષ્પોથી શોભી ઊઠી. હવામાં પુષ્પોની માદક સુગંધ વહેવા લાગી. કોયલના મધુર ટહુકાર દિશાઓને ભરી દેવા લાગ્યા. ઉઘાનપાલકે આવીને કુમાર પાર્શ્વને વિજ્ઞપ્તિ કરી : “પ્રભુ ! વનની શોભા જોવા જેવી બની છે. અને ઉદ્યાનભવનમાં રચવામાં આવેલી ચિત્રાવલી તો ચિત્તનું હરણ કરી લે એવી મનોહર બની છે એક જુઓ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૦ અભિષેક અને એક ભૂલો ! કૃપા કરો અને ઉદ્યાનમાં પધારો!” રાણી પ્રભાવતીને વનપાલકનું આ આમંત્રણ ગમી ગયું. એમને થયું ? વારે વારે વૈરાગ્યમાં ઊતરી જતા સ્વામી, કામદેવની ક્રીડાભૂમિ સમી વસંતઋતુનાં અને ઉદ્યાનના શૃંગારભવનનાં દર્શન કરે તો સારું. એમને વનપાળની પ્રાર્થના સ્વીકારી લીધી. રાણી પ્રભાવતી અને કુમાર પાર્શ્વ ઉદ્યાનમાં ગયાં. શું એ ઉદ્યાનની શોભા ! અને શું એ પુષ્પોની માદક સૌરભ ! આખી ધરતી જાણે રંગબેરંગી પુષ્પોથી હસી ઊઠી હતી. ઉદ્યાનનું નિરીક્ષણ પૂરું થયું અને વનપાળ એમને ઉદ્યાનભવનની ચિત્રાવલી બતાવવા લઈ ગયો. - ચિત્રો પણ એવાં મનોહર કે જાણે સજીવન સૃષ્ટિ જ જોઈ લ્યો ! રંગ અને રેખાઓમાં ચેતન રેડવામાં કલાકારે કોઈ વાતની ખામી રહેવા દીધી ન હતી. પાર્શ્વકુમાર અને પ્રભાવતી ઉદ્યાનભવનમાં ચોમેર ફરીને ચિત્રો જોવામાં મગ્ન બની ગયાં. એ એક એક ચિત્ર જોતાં અને એમના અંતરમાંથી આનંદ અને પ્રશંસાનાં વેણ નીકળી પડતાં. ફરતાં ફરતાં કુમાર પાર્શ્વ એક સુંદર ચિત્રની પાસે થોભી ગયા અને ઊંડા વિચારમાં ઊતરી ગયા. એમાં ભગવાન નેમિનાથ અને રાજીમતીના વિવાહ અને વૈરાગ્યનો આખો પ્રસંગ આલેખેલો હતો. પ્રાણીઓનો જીવ બચાવવા નેમિકુમારે લગ્નને માંડવેથી રથ પાછો વાળી લીધો; અને આત્માનો અહાલેક જગાવવા એ ગિરનારના જોગી બની ગયા. ચિત્રમાંથી જાણે નેમિનાથનાં વૈરાગ્ય, અહિંસા, અવૈર અને કરુણાના પડઘા ઊઠતા હતા. એ પડઘા પાર્શ્વકુમારના અંતરને સ્પર્શી ગયા. એમનું અંતર જાણે બોલી ઊઠ્યું : “ધન્ય રે કરુણાસાગર નેમિનાથ ! ધન્ય તમારી કરુણા ! ધન્ય તમારી વિશ્વમત્રી ! ધન્ય તમારી અવૈરની ભાવના ! અને ધન્ય તમારી અહિંસા ! આજથી તમારો માર્ગ એ જ મારો માર્ગ બનશે. કોઈ Page #28 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ ૦ ૧૫ જીવની વિરાધના – હિંસા – નહીં કરવાનું, અવૈર, પ્રેમ, કરુણા, અહિંસા અને દયાનું પાલન અને એનો વિશ્વમાં પ્રચાર કરવાનું વ્રત એ જ હવેથી મારી સાધના બનશે !” અને જ્યારે રંગભર્યા રંગભવનમાંથી કુમાર પાડ્યું બહાર આવ્યા ત્યારે એમનો જીવનરંગ સાવ બદલાઈ ગયો હતો અને પોતાના સ્વામીને સંસારના વૈભવ-વિલાસમાં રોકી રાખવાની રાણી પ્રભાવતીની આશા અસ્ત થઈ ગઈ હતી ! એક જ ચિત્રે રાજકુમાર પાર્શ્વના મનનું ચિત્ર સાવ પલટી નાખ્યું હતું ! હવે એમના અંતરમાં ભોગના બદલે યોગની અહાલેક જાગી હતી. અને વૈભવવિલાસની વાસનાનું સ્થાન વૈરાગ્યની ભાવનાએ લઈ લીધું હતું. અને એક દિવસ, ત્રીસ વર્ષની ભરયુવાન વયે કુમાર પાર્થ રાજવૈભવ, કુટુંબ-કબીલો અને હેતાળ પત્નીનો ત્યાગ કરી, શ્રમણમાર્ગના સાધક બનીને ચાલી નીકળ્યા. એમની સાથે ત્રણસો રાજકુમારોએ પણ વૈરાગ્યના અંચળા ધારણ કરી લીધા. રાજેશ્વર થવાને નિમણિ થયેલ કુમાર પાર્શ્વયોગીશ્વર બનવાની અતિ ઉગ્ર આત્મસાધનામાં લીન બની ગયા. તપ, ધ્યાન અને સંયમ, એ એમનાં સદાનાં સાથી બની ગયાં. યોગી પાર્શ્વ વિચારતા હતા : કષ્ટો આવતાં રહે છતાં મનમાં કોઈના પણ પ્રત્યે વૈર-વિરોધની લાગણી ન જન્મ, તો જ અહિંસા, અવર અને વિશ્વમૈત્રીની સાધના સફળ થાય, એની કસોટી થઈ લેખાય. એટલે એમણે તો કાયાની બધી માયા ઉતારીને ચિત્તશુદ્ધિ અને કષાયમુક્તિને માટે જ સાધના આરંભી દીધી. ગમે તેવું દેહકષ્ટ આવી પડે, છતાં કષ્ટ આપનાર પ્રત્યે ચિત્તમાં લેશ પણ દુભવના ન પ્રગટે, તો જ આત્માનું કુંદન નિર્મળ થાય, અને અવૈર અને પ્રેમની પ્રાપ્તિ અને પ્રતિષ્ઠા થાય. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અભિષેક એકવાર એ ધ્યાનમાં એકાગ્ર ખડા હતા. અને પૂર્વના વૈરને સ્મરીને મેઘમાળીએ ( કમઠ તાપસ મરીને મેઘમાળી દેવરૂપે ઉત્પન્ન થયો હતો ) મૂશળધાર વરસાદ વરસાવવા માંડ્યો. આખી ધરતી જળમાં ડૂબી ગઈ. યોગીનો આખો દેહ પાણીમાં ડૂબી ગયો. હવે તો માત્ર નાસિકા ઉપર પાણી ફરી વળે એટલી જ વાર અને બધો ખેલ ખલાસ ! પણ ત્યાં તો ઈંદ્રનાં આસન ચલાયમાન થયાં અને ધરણેન્દ્ર યોગીના કષ્ટના નિવારણ માટે સહાય કરવા દોડી આવ્યો અને યોગીને માથે છત્ર બનીને ખડો રહ્યો. યોગીનું જ્ઞાન આ કષ્ટ આપનાર અને કષ્ટનું નિવારણ કરનાર બન્નેને પારખી રહ્યું હતું. પણ આ તો સમભાવની સાધના ! એમાં કષ્ટ આપનાર તરફ દ્વેષ કેવો અને કષ્ટનું નિવારણ કરનાર પ્રત્યે રાગ કેવો ? આત્માના કુંદનને ધમવા માટે આવાં આવાં તો અનેક કષ્ટો સહન કરવાં ઘટે. એમણે એવાં બધાં કષ્ટોને જરા ય વિચલિત થયા વિના, પૂર્ણ સમભાવપૂર્વક, સહી લીધાં. અને છેવટે રાગ અને દ્વેષથી મુક્ત બનીને યોગી પાર્શ્વનાથ પૂર્ણ વીતરાગ બની ગયા. અવૈર અને અહિંસાની એમની ભાવના ચરિતાર્થ બની ગઈ. પાર્શ્વનાથ વિશ્વના સમસ્ત જીવોના મિત્ર બની ગયા. ઇતિહાસના સીમાડા જ્યાં પહોંચી શકે છે એવા જ કાળમાં ભગવાન પાર્શ્વનાથ થઈ ગયા; એ સમયને હજી પૂરાં ત્રણ હજાર વર્ષ પણ નથી થયાં. શ્રમણ સંસ્કૃતિના જૈનોના એ તેવીસમા આરાધ્યદેવ (તીર્થંકર) કહેવાયા. ભગવાન મહાવીરથી અઢીસો વર્ષ પહેલાંનો એમનો સમય. પૂરાં સો વર્ષનું એમનું આયુષ્ય. એમાં એમણે અવૈરના – અહિંસાના-ધર્મનો ખૂબ પ્રચાર કર્યો અને એ માટે મોટો શ્રમણસંઘ પણ સ્થાપ્યો. — Page #30 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ ૧૭ ચાતુર્યામ ધર્મના તેઓ મહાન પ્રવર્તક થયા. ભોગ કે રસાસ્વાદને માટે ( ભોજનમાં ), ક્રીડાને નામે (શિકારમાં) અને ધર્મને નામે ( યજ્ઞમાં ) થતી હિંસાનો વિરોધ કરીને એમણે અહિંસા અને અવૈરની પ્રતિષ્ઠા કરી. પ્રાણાતિપાતવિરમણ એટલે ‘અહિંસા ' નામનો પહેલો યામ. " અસત્ય બોલીએ તો અહિંસા કેવી રીતે આચરી શકાય ? માટે મૃષાવાદવિરમણ એટલે કે ‘સત્ય ' નામનો બીજો યામ. ચોરી કરીએ તો અવૈર અને અહિંસાની પ્રતિષ્ઠા થઈ જ ન શકે. માટે અદત્તાદાનવિરમણ એટલે કે · અસ્તેય ' નામનો ત્રીજો યામ. તે કાળે સ્ત્રીનું સ્થાન મિલકત કે પરિગ્રહ તરીકે લેખાતું. અનાચાર કરીએ કે સંગ્રહખોર થઈએ તોપણ અહિંસા અને અવૈરની ભાવના ટકી ન શકે. એ માટે એમણે વિલાસ અને વૈભવના ત્યાગરૂપ બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ભાવનાને સમાવતો હિદ્ધાદાનવિરમણ નામનો ચોથો યામ ઉપદેશ્યો. આ ચાર યામનો જ આગળ જતાં, ભગવાન મહાવીરે પંચ મહાવ્રતરૂપે અને બીજાઓએ પાંચ યમ તરીકે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપે વિસ્તાર કર્યો. ભગવાન મહાવીરના સમકાલીન ભગવાન બુદ્ધે પણ પોતાની સાધનામાં અને ધર્મપ્રરૂપણામાં ભગવાન પાર્શ્વનાથના આ પ્રાચીન ચાતુર્યમ ધર્મનો જ સ્વીકાર કર્યો હતો. અહિંસા અને અવેરના સમર્થ પ્રચારક ભગવાન પાર્શ્વનાથ સર્વ જીવોના કલ્યાણમાં શ્રદ્ધા ધરાવનારી શ્રમણ-સંસ્કૃતિના મહાન પુરસ્કર્તા થઈ ગયા. એમણે ઉદ્બોધ્યું ઃ ન મારે વેર કે દ્વેષ, મિત્ર હું સર્વ જીવનો. અવૈરના એ અવતારને ભાવપૂર્વક સ્મરીએ અને વંદન કરીએ. Page #31 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ આકાશની જળભરી વાદળી; જરા એની વાત તો સાંભળો ! મહાસાગરનાં અગાધ જળ : કંઈ કેટલાં ખારાં ! કંઈ કેટલાં ડહોળા ! ન કોઈની પ્યાસ બુઝાવે ! ન કોઈના મેલ ધૂએ! ન કોઈનાં કામ સારે ! આકાશમાં સોળે કળાએ સૂરજ તપે; ધરતી ધખધખી ઊઠે, હવા લ્હાય જેવી ઊની બની જાય અને સાગરનાં પાણી ખદબદી ઊઠે. એવે વખતે સાગરનો દેવ કોઈ જોગી-જોગંદરની પેઠે આકરાં તપ-જપ આદરે – પોતાના અંતરની ખારાશને દૂર કરવા પોતાની કાયાના મેલને પ્રજાળી નાખવા. કાળ પાકે અને સાગરદેવનાં તપ ફળે. ખારાશ અને મેલના ભારબોજવાળાં પાણી અગ્નિમાં તપીતપીને હળવાફૂલ થાય, અને વરાળ બનીને ઊંચે ઊંચે જાય – કો સિદ્ધ જોગીનો જીવ કાયાનો ભાર તજીને ઊંચે જાય એમ. આકાશનો દેવ રૂના પોલ જેવી એ વરાળોને ઝીલી લે, ઝીલી ઝીલીને એનો સંઘરો કરે; એ જ આકાશની જળભરી વાદળી; સૌની જિવાડનહાર ! સાગરના ખારા ને મેલા જળના બદલામાં ધરતીને મીઠું અને નિર્મળ નીર પાછું આપવાનાં એ વાદળીનાં વ્રત. એ પોતે ય સુખી થાય અને આખી દુનિયાને સુખી કરે. એના દાને ફળ ઊગે, ફૂલ ખીલે અને ધરતી ધાનથી ભરીભરી બની જાય. મહેરામણનાં મોતી પણ વાદળીના આ દાનમાંથી જ નીપજે. જેવી આ વાદળી એવા જ આત્માના સાધકો, અવતારી આત્માઓ Page #32 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ૦ ૧૯ અને તીર્થકરો ? પોતે તરે અને દુનિયાને તારે ! પોતે ઊંચે ચડે અને દુનિયાને ઊંચે ચડાવે ! પોતે અનંત સુખ પામે અને આખી દુનિયાને અનંત સુખને માર્ગે દોરે ! એવા જ હતા શ્રમણ ભગવાન મહાવીર ઃ પોતે કેટલાં આકરાં તપ તપ્યાં, કેટલાં ધ્યાન અને મૌન સેવ્યાં, કેટલાં દુખો સહન કર્યા અને અંતરને નિર્મળ કરવા કાયાને કેટકેટલાં કષ્ટોની ભઠ્ઠીમાં તપાવી ! અને છેવટે, મેઘના નિર્મળ અને મીઠા જળની જેમ , એ મહાપ્રભુની અહિંસા , મહાકરુણા અને મહાપ્રજ્ઞાનાં અમૃત સંસારને કેટકેટલી શાતા આપી ગયાં ! એ કરુણાસાગર પ્રભુનાં થોડાંક દર્શન કરીએ. વાદળનો અમર રંગ ભગવાનના તેવીસમા પૂર્વભવની વાત છે. ત્યારે ભગવાન પ્રિય મિત્ર ' નામે ચક્રવર્તી તરીકે પૃથ્વીનું શાસન કરતા હતા. ચક્રવર્તીના ભોગ-વિલાસની સામગ્રીનો કોઈ પાર ન હતો; પણ ભોગ-વિલાસની વાસના તો જાણે હુતાશનની જેમ ભડકે બળતી હતી – જેટલું ભોગવો એટલું સ્વાહા અને છતાં સંતપ્ત અને સંતપ્ત જ ! પણ વખત આવ્યે માનવને વૈભવવિલાસનો અને વાસનાનો થાક લાગવા માંડે છે; અને ત્યારે જાણે માનવીનું મન પલટો લેવા લાગે હમણાં હમણાં ચક્રવર્તી પણ કંઈક એવા જ ભાવો અનુભવતા હતા. એક દિવસ ચક્રવર્તી પોતાના મહેલની આગાસીમાં ફરી રહ્યા હતા. અને સંધ્યાનો સૂરજ ક્ષિતિજમાં ભળી રહ્યો હતો. એમણે સામે નજર કરી તો આકાશમાં વાદળની ભારે અભુત શોભા રચાઈ રહી લાગી. આકાશનો દેવ જાણે રંગ-બેરંગી વાદળોના રૂપકડા વાઘા સજીને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અભિષેક જોનારની આંખો હરી રહ્યો હતો. આકારો પણ જાણે એવા કે એક જુઓ અને એક ભૂલો ! અને જે કલ્પના કરો તે એમાં સાકાર થાય ! ચક્રવર્તી તો જોઈ જ રહ્યા : વાહ રે વાદળદેવ ! વાહ તમારા રંગ અને વાહ તમારાં રૂપ ! ચક્રવર્તીનું અંતર પુલિત બની ગયું. પણ અરે, આ શું ? પળવારમાં જ બધું હતું ન હતું બની ગયું ! રંગ રંગને ઠેકાણે અને આકાર આકારને ઠેકાણે ! જાણે આંખના પલકારામાં આખો ખેલ અલોપ થઈ ગયો. જાણે કોઈ મહાજાદુગરે જોતજોતામાં પોતાની માયાવી નગરી સંકેલી લીધી ! ચક્રવર્તી સમજી ગયા : અરે, આ વાદળના દેવના માયાવી રૂપરંગે મને વૈભવ-વિલાસનો રંગ-કુરંગ-અરંગ દર્શાવ્યો ! અને ચક્રવર્તીનું મન તે દિવસથી વિલાસથી પાછું વળીને ત્યાગના માર્ગે પ્રયાણ કરવા સમગ્ર જીવનનું જ જાણે એ નવપ્રસ્થાન બની ગયું ! લાગ્યું એ ત્યાગની પરાકાષ્ઠા ભગવાન મહાવીરે પોતાની જીવનસાધનામાં કરી બતાવી. તે દિવસે વાદળનો પળજીવી રંગ અમર બની ગયો ! ૨ સૌરભ બિચારી શું કરે ? માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ સ્વર્ગે સંચર્યા. વી૨વર્ધમાન તો ભારે માતૃભક્ત; કોઈ રીતે એમનું દિલ ન દુભાવવાનો એમનો દૃઢ સંકલ્પ. એમણે સંકલ્પ કરેલો કે માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી ગૃહત્યાગ ન કરવો. એ નિયમ પૂરો થયો, અને સંસારત્યાગને માટે વર્ધમાનનું મન તાલાવેલી અનુભવી રહ્યું. પણ મોટાભાઈ નંદીષેણનું હેત વચમાં આવ્યું, અને મહાવી૨ બે વર્ષ ઘરમાં વધુ રોકાવાને કબૂલ થયા. માતાપિતાનાં હેત જાળવ્યાં તો ભાઈનાં હેત કંઈ ઓછાં હતાં કે એને ઉવેખી શકાય ? વિશ્વવત્સલ બનનાર આત્મા કુટુંબવત્સલ બનવાનું કેમ ચૂકે ? Page #34 -------------------------------------------------------------------------- ________________ : પણ એ બે વર્ષનો ઘરવાસ તો કેવળ જળકમળની ક્રીડા જ બની રહ્યો ઃ ઘરમાં રહે છતાં સદા ત્યાગી ને ત્યાગી ! ખાનપાન પણ એવાં જ ૨સ-કસ વગરનાં લેવા લાગ્યા ; જાણે ઘરને ભવિષ્યના ઉગ્ર અને દીર્ઘ તપસ્વી જીવનની શાળા જ બનાવી જાણ્યું. એ બે વર્ષનો અવિધ પણ પૂરો થયો. હવે તો કોઈ મોહબંધન, સ્નેહબંધન કે સંકલ્પબંધન વચમાં નહોતું. એટલે પોતાનું ગણાય એવું ધન, ધાન્ય, રૂપ્ય, સુવર્ણ, હીરા, માણેક, રથ, અશ્વ, હાથી વગેરે બધું એમણે હસતે મોંએ હોંશે હોંશે એક વર્ષ લગી દાનમાં આપી દીધું. પદ્મપરાગ ૨૧ વર્ધમાનનું એ વાર્ષિક દાન અમર બની ગયું. હવે તો દીક્ષાનો દિવસ પણ આવી પહોંચ્યો. સ્વજનો સહુ ભેગાં મળ્યાં. અંગ ઉપર સુગંધી દ્રવ્યો ચંદન આદિનાં ઘેરાં ઘેરાં વિલેપન થયાં. મહામૂલાં સુગંધી દ્રવ્યોથી સુવાસિત જળના અભિષેક થયા. ચારેકોર સૌરભ સૌરભ મહેકી રહી. — અને કાયા તો જાણે મનોહારી સુગંધનો પુંજ બની ગઈ. આત્માની સૌરભનાં જાણે એ મંગળ એંધાણ હતાં ! વીરવર્ધમાને અલિપ્ત ભાવે, કાયાની માયા વિસારીને, સ્વજનોને સંતુષ્ટ થવા દીધાં; એમની ભક્તિનાં બહુમાન કર્યાં. પછી દીક્ષાયાત્રા નીકળી અને સૌ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. મહાવીરે સર્વ વસ્ત્ર અને આભૂષણોનો ત્યાગ કર્યો. અને ત્યાગીસંયમીનું જીવનવ્રત સ્વીકારીને એ સાવ એકાકી ચાલી નીકળ્યા. સ્વજનો કોઈ સાથે આવી શક્યા સૌ આંસુભીની આંખે એ યોગીની વસમી વિદાયને વધાવી રહ્યા. વસ્ત્ર, આભૂષણો અને સ્વજનો બધાં ય પાછળ રહી ગયાં, પણ શરીરને વળગેલ વિલેપન અને અંતિમ અભિષેકની સૌરભ બિચારી કેવી રીતે છૂટી શકે ? Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અભિષેક એ સાથે આવી અને ભગવાનને માટે જાણે આફત નોતરતી આવી ઃ ચારચાર મહિનાઓ લગી એ ભભકભરી સૌરભના પ્રેર્યા ભમરાઓ અને બીજાં જંતુઓ ભગવાનની કાયાને ડંખ આપતાં રહ્યાં ! અને આવી ઊંચી સુગંધના ધારકને જોઈને યૌવનમાં મદમાતાં નરનારીં અચરજમાં પડી જતાં અને ભગવાનને કંઈ કંઈ પરેશાનીઓ અને પૃચ્છાઓ કરવા લાગતાં. પણ એમાં બિચારી સૌરભ શું કરે ? પ્રભુ તો એ બધા પ્રત્યે સાવ ઉદાસીન હતા. એમને મન તો કાયાની સૌરભે નોતરેલ આ કર્યો આત્માની સૌરભને પ્રગટાવવાનાં અમોઘ સાધન બની ગયાં ! ૩ આપ સમાન બળ નહિ વીર-વર્ધમાન સંસારની મોહ-માયાનો અંચળો ઉતારીને ત્યાગી થયા એ દિવસની જ વાત છે. સૂરજદેવને આથમવાને બે ઘડીની વાર હતી. સોનેરી કિરણોની રતુંબડી આભા ધરતી ઉપર છેલ્લો રાસ ખેલી રહી હતી અને ભગવાન મહાવીર કુમ્મારગામને સીમાડે પહોંચ્યા. મહાવીર તો ભારે મૌની અને મોટા ધ્યાની. એકાંત સ્થળ જોઈને એ ધ્યાનમગ્ન બની ગયા જાણે કે વૃક્ષનું થડ જ જોઈ લ્યો; ન જરા ય બોલવાનું કે ન લેશ પણ ચલાયમાન થવાનું. એ તો પોતાના અંતરની શોધમાં એકાગ્ર બનીને ખડા હતા. સૂરજદેવે પોતાની સોળે કળા સંકેલી લીધી, અને ધરતી ઉપર રાતના અંધકારના ઓળા ડોકિયાં કરવા લાગ્યા. ---- એવે સમયે એક ગોવાળિયો સીમમાંથી ઘર તરફ આવતો હતો. એની સાથે એના બળદ હતા. આખો દિવસ હળ ખેંચી ખેંચીને બિચારા બળદ થાકી ગયા હતા. એમને હતું કે થોડીક વાર સીમની શીતળ Page #36 -------------------------------------------------------------------------- ________________ શીતળ હવામાં ફરવાનું અને લીલું લીલું કૂણું કૂણું મીઠુંમધ ઘાસ ચરવાનું મળે તો કેવું સારું ! ગોવાળ બળદનું મન તો પારખી ગયો, પણ એને ગાયો દોવા માટે ગામમાં પહોંચી જવાની ઉતાવળ હતી, એટલે એનાથી રોકાઈ શકાય એમ ન હતું. પદ્મપરાગ ૨૩ : પણ એને પોતાનું કામ પણ ન બગડે અને બળદો પણ રાજી રહે એવો ઉપાય શોધી કાઢ્યો. એણે ધ્યાનમાં ઊભેલા મહાવીરને કહ્યું “મુનિ ! હું અબઘડી પાછો આવું છું. ત્યાં લગી મારા આ બળદો જોતા રહેજો એ ક્યાંક આઘા જતા ન રહે. ” ** ગોવાળને ઉતાવળ એટલી બધી હતી કે મહાવીરે પોતાની વાત સાંભળી કે ન સાંભળી અથવા તો એણે ચીંધેલું કામ સ્વીકાર્યું કે નહીં એ જાણવા પણ એ ન થોભ્યો અને ઝડપથી ઊપડી ગયો ગામ તરફ. મહાવીર તો પૂર્ણ ધ્યાનસ્થ બનીને પોતાના મનરૂપી બળદને નાથવામાં એવા એકતાન થઈ ગયા હતા કે એમને પેલા ગોવાળના બળદોનો કશો ખ્યાલ જ ન હતો; અને બળદો તો ચરતા ચરતા દૂર દૂર નીકળી ગયા. પેલી તરફ ગામમાં ગયેલા ગોવાળને પોતાના બળદોની બહુ ચિંતા હતી એના પેટનો અને આખા કુટુંબનો આધાર એના ઉપર જ હતો જે ! એ તો પોતાનું કામ પતાવી ઝટઝટ સીમમાં પાછો આવ્યો; પણ જુએ છે તો ત્યાં બળદ ન મળે ! અને મહાવીર તો હજી ય ધ્યાનમાં સ્થિર ખડા હતા. ગોવાળે બળદ માટે મહાવીરને પૂછ્યું, પણ એ તો હતા મૌની અને ધ્યાની, એમણે કશો જ જવાબ ન આપ્યો. ગોવાળને થયું કે આને કંઈ જ ખબર પડતી નથી લાગતી ! અને નિરાશ થઈને એ બળદની શોધમાં ચાલ્યો ગયો. બિચારો આખી રાત ભટક્યો, પણ બળદનો ક્યાંય પત્તો ન લાગ્યો, એટલે જ્યાં ભગવાન ધ્યાનસ્થ ખડા હતા ત્યાં એ પાછો ફર્યો. એણે જોયું તો બળદ મહાવીરની પાસે વાગોળતા વાગોળતા શાંતિથી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૦ અભિષેક બેઠા હતા ! એને ગુસ્સો ચડ્યોઃ બળદ કયાં ગયા એ પોતે જાણવા છતાં એણે મને આખી રાત રખડાવ્યો; નક્કી આ કોઈ સાધુ નહીં પણ ચોર જ હોવો જોઈએ ! દિવસ ઊગે એટલે એની દાનત બળદોને ઉપાડી જવાની જ હશે ! અને એ બળદની રાશ લઈને મહાવીરને મારવા તૈયાર થયો. પણ એટલામાં દેવોના રાજા ઈંદ્ર આવીને એ ગોવાળને વાર્યો અને સાચી વાત સમજાવી. ઈદ્રરાજ તો ભગવાનનો પરમભક્ત. પ્રભુને આવાં દુઃખ વેઠવાં પડે, અને પોતે કશું ન કરી શકે એ એને ન બૂઝે. , ઈદ્રદેવે હાથ જોડીને મહાવીરને વિનંતી કરી : “પ્રભુ આ કષ્ટ તો જેમ તેમ કરીને દૂર થયું, પણ ભવિષ્યમાં આવું ન બને એ માટે મને આપની સાથે રહેવાની અને આપની સહાય કરવાની અનુજ્ઞા આપો ! પ્રભુ તો બહુ ઓછાબોલા. એમણે જાણે સાનમાં જ ઈદ્રદેવને સમજાવી દીધું કે “આત્મસાધનાની સિદ્ધિ બીજાની સહાયથી થઈ શકતી નથી. પોતાનું કરેલું જ પોતાને ફળે છે. સાધનામાત્રનો એ જ સાચો માર્ગ છે. પોતે કરેલાં કર્મ પોતે ભોગવીને કે કષ્ટસહન દ્વારા કે તપ તપીને જ દૂર થઈ શકે છે, અને એમાં પોતાની શક્તિ જ કામ આપે છે. બીજા કરે અને એનું ફળ પોતાને મળે એ ન ભૂતો ન ભવિષ્યતિ !” ઈદ્રરાજ સાંભળી રહ્યા અને પ્રભુને અભિનંદી રહ્યા. પ્રભુએ તે દિવસે જાણે વિશ્વને “આપ સમાન બળ નહીં'ના મહામંત્રનો બોધપાઠ આપ્યો. ૪ ત્યાગની ખુમારી આંબે મોર આવે અને કેરી આવવાનો સમય પાકી જાય, એમ વર્ધમાનનો સંસારનો ત્યાગ કરવાનો વખત પાકી ગયો, અને એક દિવસ Page #38 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ૦ ૨૫ પોતાનું કહેવાય એવું સર્વ દાનમાં આપીને એ વનવગડાની વાટે ચાલી નીકળ્યા; ન કોઈ સાથી છે, ન કોઈ સંગી. ત્યાગની ખુમારી એ જ એકમાત્ર એમની સાથી છે. એ ખુમારીનો રંગ દિવસે દિવસે વધુ ને વધુ ઘૂંટાતો જાય છે. ગ્રીષ્મઋતુ પૂરી થવા આવી છે. વર્ષાઋતુનાં એંધાણ કળાવા માંડ્યાં છે. મોરાક સન્નિવેશના તાપસ-આશ્રમના કુલપતિની વિનંતીને સંભારી, મહાવીર એ તાપસના આશ્રમમાં આવીને ચતુમસ રહ્યા. કુલપતિએ રહેવા માટે એક ઘાસની ઝૂંપડી મહાવીરને આપી. મહાવીર એમાં રહેવા લાગ્યા. પણ અગ્નિ જેમ ઘાસને ન મૂકે એમ ગાયો પણ ઘાસની દુશ્મન : એને દીઠું ન મૂકે. એ તો વારેવારે ઝૂંપડીમાંથી ઘાસનાં તરણાં ખેંચી કાઢવા લાગી. પણ ધ્યાનમગ્ન મહાવીરને તો એની કશી ખેવના જ નથી. મહેલનો ત્યાગ કરનારને વળી ઝૂંપડીની ચિંતા કેવી ? પણ મહાવીરની આ બેદરકારીથી બીજા તાપસોને ચીડ ચડી. એ તો કુલપતિને ફરિયાદ કરવા લાગ્યા કે આ તે કેવી બેદરકારી કહેવાય ? પોતાના જ સ્થાનને પોતે જ ન સાચવવું ! કુલપતિએ મહાવીરને કોમળ શબ્દોમાં ઝૂંપડીની સંભાળ રાખવા સૂચના કરી. મહાવીરને પણ વાત તો સાચી લાગી, પણ એ પોતાની સાધનામાં એવા મગ્ન રહેતા કે એમને એ બધું પળોજણ જેવું લાગ્યું. અને ત્યાગની ખુમારીને સાચવવા એમણે, ચોમાસાનો અધ માસ વિત્યા છતાં, એ સ્થાનનો રાજીખુશીથી ત્યાગ કર્યો અને સાથેસાથે પાંચ પ્રતિજ્ઞા કરી કે – (૧) જ્યાં અપ્રીતિ થવાનો સંભવ હોય એવા સ્થાનમાં કદી ન રહેવું. (૨) જ્યાં રહેવું ત્યાં સદા ધ્યાનમાં રહેવું, અને એને અનુકૂળ જ જગ્યા પસંદ કરવી. (૩) મોટે ભાગે મૌન-અવસ્થામાં જ રહેવું. national Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૦ અભિષેક (૪) કરપાત્ર ( હાથમાં) જ ભોજન કરવું. (૫) ગૃહસ્થની ખુશામત કરવી નહીં. આ પ્રતિજ્ઞાઓ તો વડલાના બીજ જેવી હતી. આગળ જતાં એમાંથી ત્યાગ અને સંયમનો ઘેઘૂર વડલો વિકસી ઊઠ્યો. કષ્ટસહનનો પ્રતાપ શૂલપાણિ યક્ષનું નામ તો અસ્થિકગ્રામમાં ભયનું પ્રતીક બની ગયું હતું ઃ એના નામથી તો ભલભલાના હાંજા ગગડી જતાં. મહાવીર અસ્થિકગ્રામમાં ગયા. અને એમણે લોકો પાસેથી બધી વાત જાણી. ટૂંકમાં વાત આમ હતી ? જૂના કાળમાં કોઈ એક વણિક એ પ્રદેશમાંથી પસાર થતો હતો. એમાં એનો એક બળદ ગળિયો બની ગયો. એનાથી રોકાઈ શકાય એમ ન હતું, એટલે એણે એની સારવાર માટે પૈસા આપીને એ બળદને ગામ લોકોને સોંપ્યો, અને એની સારસંભાળ લેવા ભલામણ કરી. ' પણ લોભિયા ગામલોકોએ એ પૈસા તો લઈ લીધા, પણ બિચારા બળદની કશી ખબર ન લીધી. બળદ બાપડો છેવટે ભૂખ્યો-તરસ્યો રિબાઈને બોકાણાં પાડી પાડીને મરી ગયો, અને મરીને શૂલપાણિ નામે વ્યંતર થયો. એણે તો ગામલોકો પાસેથી જાણે વ્યાજ સાથે વેર વસૂલ કરવા માંડ્યું જોતજોતામાં ગામલોકોનો સોથ બોલાવી દીધો ! અને ત્યાં હાડકાં – અસ્થિ – ના ગંજના ગંજ ખડકાઈ ગયા. ત્યારથી એ ગામ વર્ધમાનગ્રામ 'ના બદલે “અસ્થિકગામ ' નામે ઓળખાવા લાગ્યું. છેવટે ગામલોકોએ એ વ્યંતરને રીઝવ્યો અને એનું મંદિર ચણાવીને એમાં એની સ્થાપના કરી. રોજ એની પૂજા થવા લાગી. લોકો તો એમ પણ કહેતા કે એ મંદિરમાં કોઈ રાત રહી શકતું નથી, કોઈ રહેવાની જીદ કરે તો એ હેરાન હેરાન થઈ જાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ * મહાવીરને થયું ઃ આ વાત સાચી હોય તો આવા આત્માનો ઉદ્ધાર કરવો ઘટે – ભલે એમ કરવા જતાં ગમે તેટલાં કષ્ટ વેઠવાં પડે. એમાં તો એ આત્માનું અને ભોળા લોકનું બન્નેનું ભલું જ થવાનું. મહાવીર તો રાત એ મંદિરમાં જ રહ્યા. પણ પેલા યક્ષે એમને રાતભર કંઈ દુઃખ આપ્યાં, કંઈ દુઃખ આપ્યાં કે એનું વર્ણન સાંભળીને ય મન થથરી જાય ! પણ મહાવીર તો સમભાવપૂર્વક બધું સહન કરવાનો નિશ્ચય કરીને જ ત્યાં રાત રહ્યા હતા. એમને મન તો જાણે કષ્ટોની વર્ષા અમૃતવર્ષ સમી બની હતી ! યક્ષ બિચારો કષ્ટ આપી આપીને થાક્યો; હવે તો જાણે એની કષ્ટ આપવાની શક્તિ પણ ખલાસ થઈ ગઈ ! યક્ષના અંતરમાંથી અન્યને કષ્ટ આપવાની વૃત્તિનું બધું ઝેર જાણે ભગવાને હસતે મુખે, સમભાવપૂર્વક, એ મહાકષ્ટોને સહન કરીને ઉતારી લીધું. પેલા ચંડકોશિયા નાગની જેમ આ યક્ષને પણ પ્રભુએ સાવ નિર્વિષ બનાવી દીધો, દાસ બનાવી દીધો ! પ્રાતઃકાળે ઊગતા સૂર્યની સાક્ષીએ અસ્થિકામ પ્રભુના આ પ્રભાવને અભિનંદી રહ્યું. સર્યું આવા ચમત્કારથી ! સંસાર તો લોભિયા-ધુતારાનો ખેલ ! અણહકનું મળે ત્યાં સુધી કેડ વાંકી વાળવાનું મન જ કોણ કરે ? એટલે પછી ધુતારાઓ ચમત્કારને નામે, મંત્ર-તંત્રને નામે ફાવી જાય એમાં શી નવાઈ ? ચમત્કારે નમસ્કારનો ખરો ખેલ જામે ! મગધ દેશમાં મોરાક નામનું ગામ. ગામમાં એક પાખંડી રહે : અચ્છેદક એનું નામ. મંત્ર, તંત્ર અને સિદ્ધિઓની એ કંઈ કંઈ વાતો કરે. લોક તો બિચારા અજ્ઞાન અને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અભિષેક અંધશ્રદ્ધાળુ; ચમત્કારની જરાક વાત સાંભળે કે બધું કામકાજ મૂકીને ટોળે વળી જાય; અને ચમત્કારની નાની સરખી વાતને સોગણી વધારીને કહે ત્યારે જ એમને સંતોષ થાય ! આમ વાત વાવેગે બધે ફેલાઈ જાય; અને ચમત્કાર કરનારની બધે વાહવાહ થઈ રહે ! દુનિયામાં દુઃખિયા, રોગિયા-દોગિયા અને દરિદ્રીનો ક્યાં પા૨ છે? કોઈ તનનો દુઃખી, કોઈ મનનો, તો વળી કોઈ ધનનો ! વહેમ, વળગાડ અને કામણ-ટૂમણ તો જ્યાં જુઓ ત્યાં ભર્યાં પડ્યાં છે ! અને લોભ-લાલચ અને મોહ-મમતાની પણ ક્યાં મણા છે ? આવું હોય ત્યાં પાખંડીની બોલબાલા ! જેટલી વધુ ચાલાકી એટલી વધુ નામના; અને એટલા લોક વધારે ફસાય ! અચ્છેદક તો કંઈ કંઈ રંગ કરતો જાય. ભોળા લોક તો સમજે કે કેવો ત્યાગી, કેવો વૈરાગી અને કેવો યોગી ! કોઈથી ન થઈ શકે એવું કામ કરી બતાવવું એ તો જાણે એનું જ કામ ! અચ્છદંકનો ધંધો તો ધીકતો ચાલવા લાગ્યો. કાળને કરવું તે ભગવાન મહાવીર ફરતા ફરતા મોરાક ગામે આવ્યા અને ગામ બહાર રહ્યા. એમના જાણવામાં અછંદકના ચમત્કારની વાત આવી. એમણે જોયું કે દિવસે સાધુ-સંત-યોગી થઈને રહેતો અચ્છેદક રાતે ન કરવાનાં કામો કરે છે, ન ખાવાનું ખાય છે અને શેતાનને ય શરમાવે એવાં પાપ આચરે છે ! ભગવાન તો કરુણાના અવતાર. એમને થયું આમાં તો લોકો ડૂબશે, અને અચ્છેદક પણ ડૂબશે. માટે આનો કંઈક ઉપાય કરવો ઘટે. પણ એમણે જોયું કે ચમત્કાર વગર લોક નહીં માને. * ભગવાન તો ભારે જ્ઞાની : બહારના ને ભીતરના બધા ય ભેદ પળમાં ભાખી દે ! એમણે તો કોઈના મનની વાત કહી તો કોઈની છાની વાત કહી બતાવી, તો વળી કોઈની ભૂતકાળની વાત કહી સંભળાવી. લોક તો પાણીના પ્રવાહ જેવું : લાળ જુએ ત્યાં દોડવા લાગે. એ તો Page #42 -------------------------------------------------------------------------- ________________ અચ્છંદકને ભૂલીને ભગવાનની તરફ ભગવાનની વાહવાહ થવા લાગી. વળવા લાગ્યું. બધે હવે અચ્છેદક બહુ અકળાયો. એને તો આકડેથી મધ વેરાઈ જતું લાગ્યું. એણે ભગવાનને ભોંઠા અને ખોટા પાડવાનો પ્રયત્ન કર્યો, ભય બતાવ્યો, લાલચ આપવામાં ય મણા ન રાખી, પણ ભગવાન તો એકેથી પાછા ન પડ્યા. પછી તો ભગવાનના ચમત્કારની કંઈ કંઈ વાતો લોકજીભે રમવા લાગી. પણ ભગવાન તો આત્મસાધના કરવા નીકળેલા યોગી આત્મામાં પરમાત્માને પ્રગટાવવા એમણે રાજપાટ, ધનદોલત અને કુટુંબકબીલો તજેલાં. એમને તો અંતરની શુદ્ધિ સિવાય બીજું કશું જ ન ખપે. એ તો તરત ચેતી ગયા ઃ ચમત્કારનો માર્ગ તો સાચને ભૂલવાનો અને આત્માને ખોવાનો માર્ગ : એમાં તો આપણે ય ઠગાઈએ અને દુનિયા ય ઠગાય. ચપટી બોર સારુ હીરાની વીંટી આપી દેવા જેવો એ તો ખોટનો ધંધો ! પહેલાં આત્માને તારવો; પછી જ દુનિયાના ઉદ્ધારનો વિચાર કરવો ઃ કલ્યાણનો એજ સાચો માર્ગ. અને ભગવાને મનમાં ગાંઠ વાળી ઃ સર્યું આવા ચમત્કારથી ! અને લોકોને સાવધાન કરીને ભગવાન ત્યાંથી બીજે વિહરી ગયા. કંચન કે કીર્તિની કોઈ કામના એ યોગીને ત્યાં રોકી ન શકી. મેળવે. પદ્મપરાગ ૨૯ દુઃખ તો સુખની ખાણ ! અગ્નિમાં તપવાનું કષ્ટ સહે તો જ કુંદન સો ટચ શુદ્ધ થવાનું સુખ પ્રસૂતિની કારમી પીડામાંથી જ માતૃત્વનું દિવ્ય સુખ પ્રગટે છે. મરજીવાને જ મહેરામણ મોતીનાં દાન કરે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૦ અભિષેક મહેનત વગર ફળ નથી. તપ વગર સિદ્ધિ નથી. દુખ વગર સુખ નથી. ભગવાન તો આત્માના કુંદનને ધમવા નીકળ્યા હતા. જે માર્ગે આત્મા વધારે કસોટીએ ચડે એ જ એમનો માર્ગ – ભલે પછી એ માર્ગે જતાં ગમે તેવાં સંકટ આવી પડે. એક વાર ભગવાને વિચાર્યું : પોતાને ઓળખતા હોય એવા પ્રદેશોમાં કરવામાં શી વડાઈ ? આત્માને તાવવો હોય તો અજાણ્યા પ્રદેશમાં જવું અને જે દુઃખ આવી પડે તે સમભાવે સહન કરવું; તો જ આત્મા રાગ અને દ્વેષના સાણસામાંથી છૂટો થાય અને વીતરાગપણાને પામે. ભગવાન તો ચાલ્યા લાઢ દેશમાં. એ દેશ પણ કેવો? અને ત્યાંના માનવી પણ કેવાં? ભારે દુર્ગમ એ દેશ અને ભારે ઘાતકી ત્યાંનાં માનવી ! માણસાઈ, દયા કે ભક્તિને તો કોઈ જાણે જ નહીં. વગર વાંકે માર મારે અને વગર કારણે હેરાન કરે ! કોઈકે ભગવાનને કૂતરા કરડાવ્યા, તો કોઈએ માર મારીને હંકી કાઢ્યા. ખાવાનું પણ ક્યારેક લૂખુંસૂકું મળી રહે તો બહુ સમજવું. ભગવાનના શરીરમાંથી માંસ કાપી લેતાં પણ એમને આંચકો ન લાગતો. એમના ઉપર ધૂળ ઉડાડવી, એમને નીચે પાડી દેવા એ તો એમને મન રમતવાત ! પણ ભગવાન તો એ બધું સમજીને જ ત્યાં ગયા હતા. એ જાણે મનને કહેતા સામે મોંએ ચાલીને આ કષ્ટો માંગી લીધાં છે, પછી પાછા હઠવાનું કે દુઃખ લગાડવાનું ? એમને મન આવાં બધાં કરો તો અંતરની અહિંસાની કસોટીરૂપ હતાં. સુખમાં તો સૌ અહિંસક રહે , પણ અસહ્ય વેદના વચ્ચે, વેદના આપનાર ઉપર પૂર્ણ અહિંસક ભાવ રહે તો જ અહિંસાની ખરી પરીક્ષા થાય અને આત્માનો સાક્ષાત્કાર થાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ૦ ૩૧ એટલે ભગવાનને તો કષ્ટોના વલોણાથી કાયાનું જેમ વધારે મંથન થતું તેમ આત્મશુદ્ધિનો અમૃતકુંપો વધારે નજીક આવતો લાગતો. ભગવાનને મન તો દુઃખ એ સુખની ખાણ જ હતી. ક્રોધનાં કડવાં ફળ એક વાર ભગવાન વૈશાલીમાં સમોસર્યા. રાજમહેલના ત્યાગીને હવે રાજમહેલ કે હવેલીની કોઈ ખેવના ન હતી. વૈભવ-વિલાસ તો એમને મન બેડીઓ જેવા બની ગયા હતા અને સુખસગવડનો તો એમને કોઈ વિચાર જ આવતો ન હતો. કોઈને અગવડ ન થાય, કોઈને અપ્રીતિ ન થાય, મોહમાયાનું કોઈ બંધન આડે ન આવે એવી થોડીક જગા મળી રહે એટલે બસ. વૈશાલી તો કેવી ભાગ્યશાળી નગરી ! તેમાં ય ભગવાનનું તો એ વતન. એ ઇચ્છે તો એક કરતાં એકવીસ ઉતારા એમને મળી રહે. પણ ભેખ ધરીને ચાલી નીકળેલાને તો બધી ધરતી સરખી હતી : શું હવેલી કે શું ઝૂંપડું ! ભગવાને તો એક લુહારના ડેલામાં ઉતારો કર્યો. એ ડેલાનો માલિક લુહાર છ મહિનાથી માંદો હતો અને રોગથી હેરાન થઈને એ બીજે ચાલ્યો ગયો હતો. એ સાજો થઈને પોતાનાં સગાં-વહાલાં સાથે આજે જ પોતાની કોઢમાં પાછો આવ્યો હતો. આવતાવેંત એણે જોયું તો એક મૂડિયો પોતાના મકાનમાં ઊતરેલો ! એ તો ચિડાઈ ગયો ઃ માંડ માંડ મોતના મોંમાંથી બચીને, સાજો થઈને, આજે ઘેર પાછો આવ્યો, ત્યાં પહેલાં દર્શન આ મૂંડિયાનાં થયાં ! કેવાં મોટાં અપશુકન ! એનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૦ અભિષેક એ તો વજનદાર ઘણ ઊપાડીને ભગવાન તરફ દોડ્યો. જોનારાં સમસમી ગયાં : હમણાં એ ઘણ જોગીના માથામાં ઝીંકાયો અને હમણાં જ એનાં સો યે વરસ પૂરાં થયાં સમજો ! એમને તો એમ પણ થયું ઃ લુહાર સાજો થઈને પાછો ફર્યો. એના પહેલે દિવસે જ સાધુ પ્રત્યે આવો ક્રોધ અને એની હત્યા માટે આવો આવેગ ! કેવું મહાપાતક ! કેવાં ખોટાં અપશુકન ! પણ પેલાનો ગુસ્સો એટલો ધમધમી ઊઠ્યો હતો કે કોઈ એને વારી ન શકવું. ખરેખર જીવસટોસટનો મામલો રચાઈ ગયો. પણ ભગવાન તો મેરુની જેમ સાવ નિપ્રકંપ હતા. એ તો ન કંઈ બોલ્યા, ન જરા ય હલ્યા, સમભાવપૂર્વક સ્થિર બેસી જ રહ્યા. લુહારે ઘણ ઉપાડયો: આ પડ્યો કે પડશે યોગી પુરુષ શાંતિથી નીરખી રહ્યા. લુહારની કાયા ક્રોધથી કંપી રહી. અને લુહારનો હાથ છટક્યો જે ઘણનો ઘા યોગીના મસ્તક ઉપર ઝીંકાવા તોળાયો હતો, એ લુહારના પોતાના માથા ઉપર જ ઝીંકાયો ! માંદગીના પંજામાંથી માંડ બચેલો બિચારો લુહાર તત્કાળ ક્રોધનો કોળિયો બની ગયો ! ક્રોધનાં કડવાં ફળ સૌએ નજરોનજર નિહાળ્યાં. સાથે સાથે શાંતિનાં અમૃતનાં પણ દર્શન થયાં. આ તો આત્માની શીતળતા ! કડકડતો શિયાળો ચાલે. માઘ મહિનાનો ઠંડીની ખરેખરી જુવાનીનો વખત. ટાઢ કહે મારું કામ ! હાડ ખખડી જાય, ચામ ફાટી જાય અને લોહી થીજી જાય, એવી Page #46 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ૦ ૩૩ કારમી ટાઢ પડે. જાણે હિમાળો ચાલીને ત્યાં આવી પહોંચ્યો. ભલભલા બળિયા ય રાંક બની જાય એવી એ ઠંડી ! આવા શિયાળામાં એક દિવસ ભગવાન શાલિશીર્ષ ગામે પધાર્યા. સૌ જ્યારે ઘર વાસીને સગડીની પાસે બેસે, ત્યારે ભગવાન ઉઘાડામાં એકાંત ધ્યાનમાં બેસી ગયા. જોગીનું તો જાણે બધું જ દુનિયાથી જુદું ઃ સૌ ઊંઘે ત્યારે એ જાગે, સૌ જમે-રમે અને આનંદ કરે ત્યારે જોગી ઉપવાસ આદરી વૈરાગ્યનો જાપ કરે ! જોગીના મર્મ તો જોગી જ જાણી શકે એવા ! ભગવાન મહાવીર તો સ્થિર આસને ધ્યાનમગ્ન બની ગયા. જાણે બહારની બધી દુનિયા વિસરાઈ ગઈ; અંતરની દુનિયાના કંઈ કંઈ ભેદ એ ઉકેલવા લાગ્યા. એ એકાગ્રતા પણ કેવી ? જુઓ તો જાણે ધ્યાનદશામાં બેઠેલી કોઈ અચલ પાષાણ-પ્રતિમા ! ત્યાં એક સ્ત્રી આવી. એણે ભગવાનને જોયા. પણ અરે, આ શું ? જે પ્રભુનાં દર્શનથી અંતરમાં ભક્તિનાં નીર ઊભરાવાં જોઈએ. ત્યાં આ ષનો દાવાનલ કેમ પ્રગટ્યો ? જાણે કોઈ જુગજુગજૂનો વેરનો વિપાક જાગ્યો હોય, એમ એ સ્ત્રીને ભગવાનને ઉપસર્ગ કરવાનું મન થઈ આવ્યું. અને એણે તો હિમની શીતળતાને ય વીસરાવે એવું ટાઢું પાણી લઈ લઈને ભગવાન ઉપર છાંટવા માંડ્યું ! એ તો અટ્ટહાસ્ય કરતી જોઈ જ રહી : કેવી મજા ! હમણાં એ જોગીનો જોગ આ પાણીની ધારથી ધોવાઈ જશે, અને એ ચીસ પાડીને નાસી જશે ! ઢોંગી નહીં તો ! પણ ભગવાન તો કયારના કાયાની માયા-મમતા બધી તજી ચૂક્યા હતા. કાયાના કષ્ટ આગળ જે રાંક બને એ આત્માનાં દર્શન ન પામે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૦ અભિષેક એમણે તો આ જળ છંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો ! એ છંટકાવને ઝીલીને ભગવાનની જ્ઞાનજ્યોત વધારે તેજથી ઝળહળી રહી. ધન્ય રે જોગી ! ભલો તારો જોગ ! ૧૦ સૌને માટે વાત્સલ્ય ભગવાનને દીક્ષા લીધાને બીજું વર્ષ ચાલતું હતું. પ્રભુ એ ચાતુર્માસ નાલંદામાં રહ્યા હતા. જોગાનુજોગ તાપસ ગોપાલક પણ ત્યાં જ ચાતુર્માસ રહેલ. પ્રભુની ઉત્કટ સાધના જોઈને એનું મન પ્રભુની સાથે રહેવા લલચાયું, અને એ પ્રભુનો શિષ્ય બની ગયો. ગોશાલક પણ સંયમી તરીકેનું આકરું જીવન જીવતો અને આત્મસાધનાનો પ્રયત્ન કરતો. પણ ક્યારેક એને કોઈકની મશ્કરી કરવાનું મન થઈ આવતું. આ રીતે ભગવાનની સાથે રહેતાં ગોશાલકને પાંચેક વર્ષ વીતી ગયાં. એક વાર ગોશાલક અને ભગવાન કૂર્મગ્રામે જઈ પહોંચ્યા. ત્યાં વૈશિકાયન નામે તાપસ ઉગ્ર તપસ્યા કરતો હતો. એણે મોટી જટા વધારી હતી અને એ જટા જૂઓનો માળો બની ગઈ હતી ! સૂર્યના તાપમાં આતાપના લેવા જતાં એ જૂઓ. તાપને કારણે, બહાર ઊભરાઈ આવતી અને તપેલી ધરતી ઉપર પડીને તરફડવા લાગતી. અને પેલો તાપસ એ જૂઓનો જીવ બચાવવા વારે વારે એમને પાછો પોતાની જટામાં મૂકતો. વૈશિકાયનને એ રીતે જૂઓની રક્ષા કરવામાં કાળક્ષેપ કરતો જોઈને ગોશાલકને હસવું આવ્યું અને એણે એ તાપસનો ઉપહાસ કર્યો. વૈશિકાયન ગમે તેવો તો ય ઉગ્ર તાપસ હતો; અને એનો ગુસ્સો Page #48 -------------------------------------------------------------------------- ________________ કંઈ નાશ નહોતો પામ્યો. એણે તો પોતાના તપના પ્રભાવથી ગોશાલકને ભસ્મસાત્ કરવા તેજોલેશ્યા છોડી – જાણે કામદેવને ભસ્મ કરવા મહાદેવનું ત્રીજું લોચન ઊઘડ્યું. પદ્મપરાગ ૩૫ મામલો જીવસટોસટનો બની ગયો : ગોશાલક ભસ્મ થયો કે થશે ! પણ કરુણાસાગર, વિશ્વવત્સલ ભગવાનથી આવી હત્યા કેમ જોઈ જાય ? એમણે તરત જ સામે શીતલેશ્યાનો પ્રયોગ કરીને ગોશાલકને બચાવી લીધો. પોતાને ડંખ દેના૨ ચંડકોશિક નાગનો અને અપાર કષ્ટ આપનાર શૂલપાણિ યક્ષનો ઉદ્ધાર કરનાર પ્રભુ ગોશાલકને બચાવ્યા વગ૨ કેમ રહી શકે ? વિશ્વવત્સલ ! ૧૧ નહીં રસ, નહીં કસ, માત્ર દેહંને દાપું ! ભગવાનને અણગાર બન્યાને દશ વર્ષ વીતી ગયાં હતાં, અને શ્રાવસ્તીમાં ચોમાસુ કરીને પ્રભુ સાનુયષ્ટિક ગામે આવ્યા હતા. ત્યાં એમણે ભદ્રા નામની પ્રતિમાનું ઉગ્ર તપ આદર્યું. ઉગ્ર તપશ્ચરણ અને આકરી પ્રક્રિયા સાથે એ તપ પૂરું થયું, છતાં ભગવાને પારણું ન કર્યું અને મહાભદ્રા પ્રતિમાનું બીજું વધારે આકરું તપ સ્વીકાર્યું. અને એ પૂરું થતાંની સાથે જ સર્વતોભદ્રા પ્રતિમા નામનું ત્રીજું ભારે કઠોર તપ સ્વીકાર્યું. આમ આ ત્રણ તપ કુલ દસ દિવસ ચાલ્યાં અને ભગવાનને દસ દિવસના ઉપવાસ થયા. તપની સુખપૂર્વક પૂર્ણાહુતિ થઈ અને અગિયારમે દિવસે ભગવાન પારણા માટે ભિક્ષા લેવા નીકળ્યા. નિર્દોષ ભિક્ષા માટે ફરતાં ફરતાં પ્રભુ આનંદ નામના ગૃહસ્થને ત્યાં પહોંચ્યા. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૦ અભિષેક પ્રભુએ જોયું કે બહુલા દાસીએ વધેલું અન્ન કાઢી નાખ્યું હતું અને એ વાસણ સાફ કરતી હતી. પ્રભુએ એ અન્ન આરોગીને પોતાના આવા આકરા તપનું પારણું કર્યું અને દેહને દામું આપ્યું ! ધન્ય, રસ-કસના ત્યાગી અને સ્વાદના વિજયી પ્રભુ, ધન્ય ! ૧૨ ભક્તિ અને ભક્તિ પૈસો જતો રહ્યો અને જિનદત્ત શેઠને લોકોએ જીર્ણ શેઠ'ના નામે ઓળખવા માંડ્યા. અને બીજા એક અભિમાની ગૃહસ્થ પાસે તાજો પૈસો ભેગો થયો એટલે લોકોએ એમને ‘અભિનવ શેઠ નું બિરુદ આપ્યું. દુનિયા દોરંગી તે આનું નામ ! એકવાર ભગવાન વૈશાલીમાં ચોમાસુ રહ્યા. ભગવાનનાં દર્શન કરીને જીર્ણ શેઠ એમનો ભક્ત બની ગયો. એને થયું ? ક્યારેક ભગવાનને ભિક્ષા આપવાનો મને લાભ મળે તો કેવું સારું ! પણ ભગવાને તો ચાર માસના ઉપવાસ કરેલા, એટલે જીર્ણ શેઠની ભાવના તરત ન ફળી. એ ભક્તશ્રેષ્ઠી રોજ રોજ ભાવના કરતા રહ્યા. એમનું મન ભક્તિની પુષ્કરણીમાં નિરંતર સ્નાન કરી રહ્યું ! ત્યાં ભગવાનના ઉપવાસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. જીર્ણ શેઠના હર્ષનો પાર ન રહ્યો. એને તો એમ કે ક્યારે વખત પાકે અને પ્રભુ મારે આંગણે પધારે ! એ તો ભગવાનને ભિક્ષા માટે ભાવપૂર્વક વિનવી રહ્યા. પારણાને દિવસે પ્રભુ ભિક્ષાએ નીકળ્યા. એમને તો નિર્દોષ ભિક્ષા જ જોઈએ. પહેલું આવ્યું પેલા અભિમાની અભિનવ શ્રેષ્ઠીનું ઘર. પ્રભુને મન તો માન કે અપમાન સરખાં જ હતાં. Page #50 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ૦ ૩૭ પ્રભુ એ ઘરમાં ભિક્ષા લેવા ગયા. પેલા શેઠે પોતાની દાસીને તિરસ્કારથી કહ્યું : “આને કંઈક આપીને વિદાય કરો !' દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા લાવીને ભગવાનને વહોરાવ્યા. એ બાકળા આરોગીને પ્રભુએ પોતાની ચાર મહિનાના ઉપવાસની દીર્ઘ અને ઉગ્ર તપસ્યાનું પારણું કર્યું, અને ત્યાંથી પ્રભુ પાછા ફરી ગયા. અને બિચારા ભાવિક ભક્ત જીર્ણ શેઠ તો વાટ જોતા જ રહી ગયા. એમની આશા ન ફળી અને એમના મનના મનોરથ મનમાં જ રહી ગયા ! પણ ભગવાનના ગયા પછી જ્ઞાની ગુરુઓએ લોકોને સમજાવ્યું કે અભિનવ શ્રેષ્ઠીએ આપેલી ભિક્ષા સફળ ન થઈ, કેમ કે એમાં ભક્તિ ન હતી. અને પેલા જીર્ણ શેઠની ભિક્ષા વગર આપે ફળી, કેમ કે ત્યાં ભક્તિ ભરી હતી ! સાંભળનાર નરનારી ભક્તિ-અભક્તિનો ભેદ સમજ્યાં અને કૃતાર્થ થયાં. ૧૩ મારું કર્યું મેં ભોગવ્યું ! પ્રભુને દીક્ષા લીધાને બારમું વર્ષ ચાલતું હતું. ભગવાન જંગલમાં ધ્યાનસ્થ ઊભા હતા. એક ગોવાળિયો પ્રભુ પાસે આવીને પોતાના બળદ સાચવવાનું કહીને ગામમાં ચાલતો થયો. થોડી વારે પાછા આવીને એણે જોયું તો બળદ ત્યાં ન મળે. બળદને ત્યાં નહીં જોઈને એણે ભગવાનને પૂછ્યું, પણ ભગવાન તો સાવ મૌનભાવે ધ્યાનસ્થ ખડા હતા. એ શું જવાબ આપે ? ગોવાળિયાને તો આથી એવો ક્રોધ વ્યાપ્યો કે “તારે તે કાન છે કે કોડિયાં ?” એમ કહીને એણે બે શૂળો લઈને પ્રભુના બન્ને કાનમાં છે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અભિષેક દીધી ! અને રખેને કોઈ એ શૂળો ખેંચી કાઢે, એમ વિચારીને એ શૂળોના બહારના ભાગ કાપી નાખ્યા ! છતાં પ્રભુ તો અચલ જ રહ્યા. ન ઊંહ કે ન આહ ! જેમણે પ્રભુના આ કષ્ટને જાણ્યું, એમણે એવું કષ્ટ આપનારની નિંદા કરવા માંડી. પ્રભુએ એમને વાર્યા અને આ અપાર કષ્ટનો ભેદ સમજાવતાં કહ્યું : “સૌને પોતાનાં કર્યાં ભોગવવાં પડે છે; આમાં મેં મારું કર્યું જ ભોગવ્યું છે ! એમાં એ બિચારા ગોવાળિયાનો શો દોષ ? ત્રિપૃષ્ઠ વાસુદેવના મારા અઢારમા પૂર્વભવમાં મેં ભાન ભૂલીને શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું હતું; એ પાપનો જ આ વિપાક ! કર્યાં કર્મ તો ભોગવવાં જ પડે ને ? – શું ત્યાગી કે શું રાગી, શું રાજા કે શું રંક !” પ્રભુનો સૌને માટે સમાન ન્યાય અને નિયમ જાણીને લોકો પ્રભુમહિમાને વધુ પિછાનવા લાગ્યા. ધન્ય રે ક્ષમાશ્રમણ પ્રભુ ! ૧૪ મારાં માબાપ ! ભગવાન તો વીતરાગ ! પણ એ તો માત્ર કષાયજન્ય રાગ અને દ્વેષના ત્યાગી. અંતરનાં સાચાં નિર્મળ હેત તો એમને ય ખપે. એ તો વિશ્વવાત્સલ્યની મૂર્તિ ! એક વાર પ્રભુ બ્રાહ્મણકુંડ ગ્રામમાં આવ્યા. એ ખબર જાણીને વૃદ્ધ ૠષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી દોડ્યાં દોડ્યાં એમના દર્શને આવ્યાં. પ્રભુને જોઈને દેવાનંદાની આંખો આંસુભીની થઈ, એના રોમરોમ વિકસ્વર બની ગયા અને વૃદ્ધાવસ્થામાં પણ એનાં સ્તનો દૂધથી Page #52 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ૦ ૩૯ ઊભરાવા લાગ્યાં. ગુરુ ગૌતમે પૂછ્યું : “ભગવાનઆ શું?” ભગવાને કહ્યું: “ગૌતમ, આ તો મારાં સાચાં માતાપિતા !” ગુરુ ગૌતમ પ્રભુની નિખાલસ વાણીને વંદી રહ્યા. ૧૫ અજ્ઞાનના ઉચ્છેદનાર આલભિકા નગરીમાં એક પરિવ્રાજક રહે : પુલ એનું નામ. ભારે તપસ્વી અને ભારે સાધક. હમેશાં બે ઉપવાસને પારણે બે ઉપવાસ કરે અને ધોમધખતા બપોરે બે હાથ ઊંચા રાખીને, વૃક્ષની જેમ સ્થિર ભાવે, આતાપના લે. એનું તપ અને ધ્યાન જોઈ ભલભલાનાં અંતરમાં ભક્તિ જાગે. તપ અને ધ્યાનના પ્રભાવે એનો કર્મમળ દૂર થવા લાગ્યો; અજ્ઞાનનાં પડળ પણ ધીમે ધીમે ઊતરવા લાગ્યાં. અને એક દિવસ પુદ્ગળ પરિવ્રાજકને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું. અને એને બ્રહ્મલોક સુધીનાં વિશ્વનાં દર્શન થવા લાગ્યાં. એને તો દરિદ્રને ધનભંડાર લાધ્યા જેવું થયું ! દિવ્ય જ્ઞાન લાધ્યાની થોડીક હર્ષઘેલછા અને થોડોક ગર્વ એને વળગ્યાં: એણે તો માની લીધું કે મારા જ્ઞાનમાં બધી દુનિયા સમાઈ ગઈ ! મારે હવે જાણવાનું કંઈ બાકી નથી રહ્યું. લોકોને મન પણ એ મહાજ્ઞાની બની ગયા. એક વાર ભગવાન મહાવીર એ નગરીમાં સમોસય. ગુરુ ગૌતમ નગરમાં ભિક્ષા લેવા ગયા, ત્યારે લોકોને મોઢેથી એમણે પુદ્ગલ પરિવ્રાજકના દિવ્ય જ્ઞાનની વાત સાંભળી. પાછા આવીને એમણે ભગવાનને સાચી વાત પૂછી. ભગવાને કહ્યું : “પરિવ્રાજકને દિવ્ય જ્ઞાન પ્રગટ્યું છે એ સાચી વાત છે, પણ એ જ્ઞાન અધૂરું છે. એ માને છે એટલી જ દુનિયા નથી.” પુદ્ગલ પરિવ્રાજક પોતાને જ્ઞાની માનતો. પણ એ સરળ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૦ અભિષેક પરિણામી આત્મા હતો. ભગવાનની વાત એના કાને પહોંચી અને એક જિજ્ઞાસુની જેમ નમ્ર બનીને એ ભગવાનની પાસે પહોંચ્યો. ભગવાને એને કહ્યું : “મહાનુભાવ, જાણ્યાનો આનંદ જરૂર માણવો; પણ થોડું જાણીને બધું જાણ્યાના મિથ્યા ગર્વમાં ન રહેવું કે અજ્ઞાનને ભૂલી ન જવું." પરિવ્રાજકનું અંતર ઊઘડી ગયું, એનો ગર્વ ગળી ગયો. અને એનું ચિત્ત વધુ જ્ઞાનને માટે ઝંખી રહ્યું. એ ભગવાનનાં ચરણોમાં જ રોકાઈ ગયો. ૧૬ રાજા હોય કે ભક્ત : સૌનાં કર્યાં સૌ ભોગવે રાજા શ્રેણિકની ભગવાન ઉપર ખૂબ ભક્તિ. અવસર મળે ત્યારે એ ભગવાનનાં ચરણોમાં જઈ બેસે અને જાતજાતના પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસાને શાંત કરે. એક વખત રાજા શ્રેણિક ભગવાન પાસે બેઠા હતા. એવામાં એક પરુ નીગળતો કોઢી પુરુષ ત્યાં આવી ચડ્યો, અને પોતાનું પરુ ભગવાનના ચરણે લીંપવા લાગ્યો. ભગવાન તો વીતરાગ. એ તો સ્વસ્થ બનીને બેસી રહ્યા, પણ રાજા શ્રેણિકના મનમાં ખીજનો પાર ન રહ્યો; પણ ક્ષમાસાગર ભગવાન આગળ એ શું કરી શકે ? એટલામાં ભગવાનને છીંક આવી એટલે પેલો કોઢી બોલ્યો : “તમે મૃત્યુ પામો !” પછી રાજા શ્રેણિકને છીંક આવી તો એ કહેઃ “તમે ઘણું જીવો !” રાજા શ્રેણિક તો ભારે વિમાસણમાં પડી ગયા ? આ કોઢીની વાત કેવી વિલક્ષણ છે ! ભગવાન મૃત્યુ પામે અને પોતે ઘણું જીવે એ તે કેવું કહા વિક્ષણ એક વે ભારે . આવી તો એ રાજા શ્રેણિકે ભગવાનને વાતનો ભેદ પૂક્યો. Page #54 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ૦ ૪૧ ભગવાન બોલ્યા : “રાજનું. કોઢીએ મને મરણ પામવાનું કહ્યું એનો અર્થ એ કે હું મરણ પછી નિર્વાણપદ પામવાનો છું એટલે જેટલો વહેલો મરણ પામું એટલું વહેલું મને એ પદ મળે.” ભગવાન થોડી વાર શાંત રહ્યા પછી રાજા શ્રેણિકને માટે કહેલ ‘ઘણું જીવો 'નો અર્થ સમજાવતાં ભગવાને કહ્યું : “રાજનું, મરણ બાદ તમારે નરકમાં જવાનું છે, માટે તમે અહીં જેટલું વધારે જીવો તેટલા મોડા તમારે એ દુઃખમાં પડવું પડે.” પોતે રાજા અને વળી ભગવાનનો પરમ ભક્ત, છતાં પોતાની નરકગતિ ? શ્રેણિક તો ઉદાસ બની ગયા ! પણ પ્રભુને મન તો ભક્ત હોય કે નિંદક ; બધા ય સમાન હતા. સૌનાં કર્યાં સૌ ભોગવે એ કુદરતનો અવિચલ ન્યાય હતો. ૧૭. ધર્મ કરે તે મોટો કાકંદી નગરીનાં ભદ્રા શેઠાણી. એમને સાત ખોટનો એકનો એક દીકરો; ધન્યકુમાર એનું નામ. ભારે લાડકોડમાં ઊછરેલો. અપાર સંપત્તિ અને વિપુલ ભોગસામગ્રીનો એ એકનો એક સ્વામી, એટલે એના લાલન-પાલનમાં તો પૂછવું જ શું? પાણી માગે તો ઘી મળે ! રૂપ-ગુણવતી પત્નીઓ અને અપાર વૈભવ-વિલાસમાં એ સુખપૂર્વક રહે. અને પુત્રને રાજી રાખવા માતા તો બિચારી અડધી અડધી થઈ જાય. પણ એકવાર લોઢાને જાણે પારસમણિ સ્પર્શી ગયો. ત્યાગ-વૈરાગ્યનો બોધ આપતી ભગવાન મહાવીરની વાણી ધન્યના અંતરને સ્પર્શી ગઈ, અને વૈભવ-વિલાસમાં સદાકાળ મગ્ન રહેતા ભોગીના મનમાં વૈરાગ્યને માર્ગે જોગી થવાની તાલાવેલી જાગી ઊઠી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અભિષેક પછી તો વૈરાગ્યના પૂરને ન માતાની મમતા ખાળી શકી, ન મદભરી માનુનીઓની વિનવણીઓ રોકી શકી. મિત્રો અને સ્નેહીઓ પણ મૂક બનીને બેસી રહ્યા. અને એક દિવસ યુવાન ધન્ય શ્રેષ્ઠી અણગાર બનીને પ્રભુના અંતેવાસી બની ગયા. વિલાસી વિલાસના નવા નવા પ્રકાર શોધે, એમ આ વૈરાગીનું સદા વિરાગમાં આગળ વધવા ઝંખતું મન આત્મસાધનના નવા નવા માર્ગે સંચરતું. ધન્ય અણગાર તો આકરા તપને માર્ગે આત્માને ઉજાળવા લાગ્યા. સંયમ લીધે હજુ તો નવ મહિના જ થયા હતા, પણ તપની સાધના એટલી ઉગ્ર કરી હતી કે કાયા માત્ર હાડચામના માળા જેવી બનીને કાંટા જેવી શુષ્ક અને કૃશ બની ગઈ હતી. એકવાર રાજા શ્રેણિકે એ તપસ્વીનાં દર્શન કર્યાં અને એનું અંતર જાણે થંભી ગયું. : રાજાએ ભગવાનને પૂછ્યું “ પ્રભુ, આપના ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર જ મહાદુષ્કર સાધના કરનાર લાગે છે.” પ્રભુના શ્રમણસંઘમાં તો ગુરુ ગૌતમ જેવા અનેક જ્ઞાનીઓ અને તપસ્વીઓ હતા, પણ પ્રભુએ તરત જ કહ્યું : “રાજન્ તમારી વાત સાચી છે. ધન્ય અણગાર જ સર્વ સાધુઓમાં મહાદુષ્કરકારક છે. ” સૌ ભગવાનની ગુણગ્રાહક દૃષ્ટિને વંદી રહ્યા અને ધર્મ કરે તે મોટો પછી એ નાનો હોય કે મોટો – એ પરમ સત્યને અંતરમાં ઉતારી રહ્યા. ૧૮ જ્ઞાની ગૃહસ્થની પણ પ્રશંસા ભગવાનને અણગાર બન્યાને ચોવીસમું ચોમાસું ચાલતું હતું. એકવાર પ્રભુ કાંપિલ્ય નગરીમાં સમોસર્યા. ત્યાં કુંડકોલિક Page #56 -------------------------------------------------------------------------- ________________ નામના શ્રીમં પ્રભુનો ધર્મોપદેશ સાંભળ્યો અને પ્રભુ પાસે ગૃહસ્થધર્મની દીક્ષા લીધી. પદ્મપરાગ ૪૩ આ ગૃહસ્થને આજીવક સંપ્રદાયના અનુયાયી સાથે તત્ત્વચર્ચા થયેલી અને એણે એ ચર્ચામાં પોતાના જ્ઞાનથી એમને નિરુત્તર કર્યા હતા. કુંડકોલિક એક ગૃહસ્થ હતા છતાં પ્રભુએ એના જ્ઞાનની પ્રશંસા કરી અને પોતાનાં સાધુ-સાધ્વીઓને એ પ્રસંગ કહી બતાવીને કહ્યું : • જ્યારે ઘરમાં રહેનારા ગૃહસ્થો પણ આવી જ્ઞાનસાધના કરીને અર્થ, હેતુ અને પ્રશ્નો દ્વારા અન્ય તીર્થિકોને નિરુત્તર કરી શકે છે, તો દ્વાદશાંગ ગણિપિટકને ( ધર્મશાસ્ત્રોને ) ભણનારા તમે તો જરૂ૨ એમ કરી શકો જ, અને તમારા આત્માને જ્ઞાનની મહાજ્યોતિથી તેજસ્વી બનાવી શકો; પણ એ ત્યારે જ બને, જ્યારે તમે અપ્રમત્તભાવે જ્ઞાનની આરાધના કરો. ’ પ્રભુની વાણીનો મર્મ શ્રમણો સમજ્યા અને જ્ઞાનઘ્યાનમાં વધુ દત્તચિત્ત બન્યા. ધન્ય પ્રભુની ગુણગ્રાહકતા ! ૧૯ પરિવ્રાજકનું બહુમાન ચોમાસું પૂરું થયું હતું. ભગવાન વિચરતાં વિચરતાં કૃતંગલા નગરીમાં સમોસર્યા હતા. અનેક સ્ત્રી-પુરુષો ભગવાનનાં દર્શને આવ્યાં હતાં. તેમાં એક પરિવ્રાજક પણ હતો. એનું નામ સ્કંદન. સ્કંદન કાત્યાયનગોત્રનો અને ગર્દભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય હતો. એ ભારે વિદ્વાન અને બધાં શાસ્ત્રોમાં નિપુણ હતો. એક વાર કોઈએ સ્કંદકને લોક, જીવ, મોક્ષ, મોક્ષના જીવ અને મરણ વિષે પૂછ્યું. પોતાને સર્વ શાસ્ત્રનો પંડિત માનતો સ્કંદક આથી મૂંઝાઈ ગયો. એનો સંતોષકારક ઉત્તર એને જડ્યો નહીં. પણ એ સરળપરિણામી જીવ હતો. એટલે જ્ઞાનીપણાના મિથ્યા Page #57 -------------------------------------------------------------------------- ________________ જ ૦ અભિષેક ગર્વમાં પડ્યા વગર એ પોતાની શંકાનું સમાધાન શોધવા ભગવાન પાસે આવવા નીકળ્યો. ભગવાને એ વાત ગૌતમને કરી અને એને બહુમાનપૂર્વક તેડી લાવવા એની સામે જવા કહ્યું. પરિવ્રાજક સ્કંદક ભગવાન પાસે આવતો હતો ત્યારે ગુરુ ગૌતમ તેમની સામે ગયા અને એમના મનની વાત કહી સંભળાવીને એમને અચરજમાં નાખી દીધા. છેવટે ભગવાન પાસેથી પોતાની શંકાનું સમાધાન મેળવી સ્કંદક ભગવાનના સંઘમાં દાખલ થયા. શ્રમણોપાસકો તે દિવસે વય અને વેશનો ભેદ ભૂલીને, જ્ઞાનીમાત્રનું બહુમાન કરવાનો બોધ પામ્યા. ગુરુ ગૌતમે કરેલું પરિવ્રાજકનું બહુમાન સફળ થયું. ૨૦ ગૌતમ માફી માગે ગુરુ ગૌતમની ભગવાન ઉપરની ભક્તિનો કોઈ પાર નહીં – જાણે કાયાની છાયા જ જોઈ લ્યો. ભગવાનને પણ ગૌતમ ઉપર ભારે ભાવ. ગૌતમ વારેવારે પ્રશ્નો પૂડ્યા કરે અને ભગવાન એના ઉત્તર આપ્યા કરે. વાણિજ્યગ્રામના આનંદ ગૃહપતિ એકવાર ભગવાનનાં દર્શને ગયા. ભગવાનની વાણી સાંભળી એમનું મન અતિ પ્રસન્ન થયું. એ બાર પ્રકારનો ગૃહસ્વધર્મ સ્વીકારીને શ્રમણોપાસક બન્યા. આનંદની ધર્મશ્રદ્ધા ઉત્તરોત્તર વધી રહી છે અને એ આકરાં ને આકરાં વ્રત આચરતા જાય છે. છેવટે એમણે મરણાંત અનશનનું આકરું વ્રત સ્વીકાર્યું અને સ્થિરતાપૂર્વક સમાધિમાં વખત વિતાવવા લાગ્યા. પોતાની અંતિમ આરાધનામાં સમભાવપૂર્વક આગળ વધીને ચિત્તશુદ્ધિ કરતાં કરતાં આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને એ સ્વર્ગ, Page #58 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ અને પાતાળ એટલામાં ત્રણે લોકને અમુક હદ સુધી જાણવા-જોવા લાગ્યા. ભગવાન વાણિજ્યગ્રામમાં સમોસર્યા. આનંદ શ્રાવકની અંતિમ સંલેખનાની વાત સાંભળી ગુરુ ગૌતમ એમને સાતા પૂછવા ગયા. પણ એમને આટલું મોટું અવિધજ્ઞાન ઊપજ્યાનું સાંભળીને એમણે શંકા દર્શાવી કે ગૃહસ્થને આવું જ્ઞાન ન સંભવે. આનંદ શ્રાવકે પોતાને એવું જ્ઞાન ઉત્પન્ન થયાનું દૃઢતાપૂર્વક કહ્યું. ગુરુ ગૌતમે ભગવાન પાસે આવીને પોતાની શંકા પૂછી. " ભગવાને કહ્યું : “ગૌતમ, આનંદની વાત સાચી છે. તેં એક જ્ઞાનીના જ્ઞાનમાં શંકા કરીને એમની વિરાધના કરી, માટે તારે એમની માફી માગવી ઘટે ! ” ગુરુ ગૌતમ પ્રભુની આજ્ઞાને શિરે ચડાવી રહ્યા. ધન્ય પ્રભુનો અદલ ઇન્સાફ ! ૨૧ કોઈનો તિરસ્કાર ન કરો ! પદ્મપરાગ ૪૫ શ્રાવસ્તી નગરીમાં ભગવાનના ઘણા ઉપાસકો રહેતા. એમાં એક શંખ શ્રેષ્ઠી પણ હતા. તે ધનવાન અને તત્ત્વોના જાણકાર હતા. એમની સ્ત્રીનું નામ હતું ઉત્પલા. એક વાર ભગવાનની વાણી સાંભળી શંખ શ્રેષ્ઠીએ અને બીજા શ્રમણોપાસકોએ. પોષધનું વ્રત કરવાનું નક્કી કર્યું. પોષધવ્રત બે રીતે થતું : એક તો ઇષ્ટ જનને ભોજન વગેરે આપીને આહાર વગેરે લઈને અને બીજું પોષધશાળામાં ધ્યાનાદિ કરીને. શંખે પોષધ માટે ખાન-પાન તૈયાર કરવાનું કહ્યું; પરંતુ પછી એને થયું કે ખાઈ-પીને પોષધવ્રત કરવું એ બરાબર નથી. ત્યાગ અને ધ્યાનથી જ એ તપ આરાધવું ઘટે. અને પોતાની સ્ત્રીને પૂછીને એ રીતે જ એમણે એ વ્રત સ્વીકાર્યું. બીજા શ્રમણોપાસકોએ પણ પોષધવ્રત સ્વીકાર્યું હતું; અને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪ અભિષેક ખાન-પાનનો સમય થતાં એ શંખ શ્રેષ્ઠીની રાહ જોતા હતા. પણ વખત વીતી જવા છતાં શંખ શ્રેષ્ઠી ન આવ્યા ત્યારે છેવટે એમણે શંખને તેડવા માણસ મોકલ્યો. પણ શંખે પોતાની વાત કહી જણાવી અને સાથે સાથે એમને તો પહેલાં નક્કી કર્યા મુજબ ખાન-પાન સ્વીકારીને વ્રત કરવા કહ્યું. આથી પેલા બધા નારાજ થયા. એમને થયું : શંખે આપણને છેતર્યા ! બીજે દિવસે બધા ભગવાનનાં દર્શને ગયા ત્યારે તેઓ શંખને ઠપકો આપવા લાગ્યા અને એનો તિરસ્કાર કરવા લાગ્યા. ભગવાને કહ્યું : “આ રીતે કોઈનો તિરસ્કાર કરવો ઉચિત નથી. વળી, શંખ શ્રેષ્ઠી તો પ્રમાદના ત્યાગી અને જ્ઞાની છે. એમના ઉ૫૨ ક્રોધ કરવાથી કે એમનો તિરસ્કાર કરવાથી તો ઊલટું તમારું પોતાનું જ અહિત થશે. શ્રમણોપાસકો સત્ય સમજ્યા અને એમણે શંખ શ્રેષ્ઠીની ક્ષમા માગી. 29 Page #60 -------------------------------------------------------------------------- ________________ ક સાત ભવ * * * ભગવાન પરિષદામાં બિરાજતા હતા. ભગવાનની ધર્મપરિષદનાં દ્વાર સૌકોઈને માટે ઉઘાડાં હતાં. રાય ને રંકના ત્યાં કોઈ ભેદભાવ ન હતા. પશુ-પંખી પણ ત્યાં મોજથી પ્રવેશી શકતાં. સમભાવ અને સમાનતાના એ મહાતીર્થમાં પશુ-પંખી જેવા જીવો પણ સમાનતાનો, પ્રેમનો અને મૈત્રીભાવનો અનુભવ કરતાં, જનમજનમનાં વેરને વીસરી જતાં અને ભાઈબંધની જેમ એકબીજાને ભાવથી નીરખતાં. વિશાળ ઘેઘૂર વડલા જેવી શીતળતા અને શાંતિ ત્યાં સદા પ્રવર્તી રહેતી. પ્રભુના ચરણે આવનારના અંતરમાંથી શોક-સંતાપનો તાપ દૂર થઈ જતો, અને એમનાં હૃદય શાંતિના સમીરથી પ્રફુલ્લ બની જતાં. ગંગાના નિર્મળ નીર જેવી પ્રભુની વિમળ ધર્મવાણી ત્યાં પ્રશાંત ભાવે વહ્યા કરતી અને ભાવુકોનાં અંતરને પાવન કરતી. પાપી જીવો પણ એ વાણીના અમૃતનું પાન કરીને પુણ્યશાળી બનવાના માર્ગે પરવરતા. એ વાણીના પ્રભાવે માનવીનો ધન, યૌવન અને સત્તાનો મદ ઓગળી જતો; અને ક્લેશ અને કષાયોના ભારબોજથી દબાઈ મરતો માનવી ફૂલ જેવો હળવો બની જતો. ભગવાન પરિષદાને જીવનમાં સુખ-દુઃખનું કારણ સમજાવતાં ફરમાવતા હતા : “મહાનુભાવો, જીવનમાં સુખ-દુઃખનું સાચું કારણ જીવ પોતે જ છે; જીવની પોતાની સારી-ખોટી કરણી જ છે. સારું કામ કરે એને સારું ફળ મળે; નઠારું કામ કરે એને નઠારું ફળ મળે. કરે તેવું પામે અને વાવે તેવું લણે. એ કુદરતનો અવિચળ નિયમ છે. બાવળ વાવીને કોઈ આંબો મેળવી શકતું નથી. કરેલું એળે જતું નથી, અને ન કરેલું મળતું Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અભિષેક નથી. માટે પોતાની મન-વચન-કાયાની કરણીને માટે બરાબર જાગતા રહો. એક પણ ખોટો વિચાર, ખોટો ઉચ્ચાર કે ખોટો આચાર ન થઈ જાય એની બરાબર સાવચેતી કે ખબરદારી રાખો, એટલે તમારો બેડો પાર થઈ જશે. આપ સમાન કોઈ બળ નથી અને પારકાની આશા જેવી કોઈ પરાધીનતા નથી. પોતાની મુક્તિ મેળવવી એ પોતાના જ હાથની વાત છે. ' "" પરિષદા એકચિત્તે ભગવાનની આ ધર્મવાણી સાંભળતી હતી. સર્વત્ર શાંતિનો મધુર સમી૨ વાઈ રહ્યો હતો. ભગવાનની વાણીનો હૃદયસ્પર્શી અને પાવનકારી નાદ દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો હતો. એવામાં પરિષદાના એક ખૂણામાં કંઈક કોલાહલ સંભળાયો. પ્રશાંત માનવ-મહેરામણમાં જાણે કંઈક સંક્ષોભ જાગી ઊઠ્યો. પ્રભુનાં વાત્સલ્ય વરસાવતાં નેત્રો એ દિશામાં સ્થિર થયાં. આખી પરિષદાનું ધ્યાન એ તરફ દોરાયું. જોયું તો એક વૃદ્ધ પુરુષ ત્યાં કકળાટ કરી રહ્યો હતો. એનું આખું શરીર રોગગ્રસ્ત હતું, અને એની અસહ્ય પીડાથી એ બોકાસાં પાડતો હતો. એનો દેખાવ ચીતરી ચડે એવો હતો; અને એનાં કપડાં એની ઘેરી રિદ્રતાની ચાડી ખાતાં હતાં. દુર્ભાગ્યનો જાણે એ સાક્ષાત્ અવતાર હતો. ધરતીમાં જાણે એને માટે સુખ અને શાંતિનો પડછાયો પણ દુર્લભ બની ગયો હતો ! એ અભાગિયા માનવીએ લોકોના મુખેથી સાંભળ્યું કે, નગરના ઉધાનમાં એક મહાયોગી પધાર્યા છે. એમનાં દર્શનમાત્રથી જીવનાં દુઃખ-શોક-સંતાપ ટળી જાય છે. એ દુઃખિયા વૃદ્ધને તો આ જાણી ભારે અવલંબન મળી ગયું. ડૂબતો તરણાને પણ ન છોડે, તો પ્રભુ તો સાક્ષાત્ વાણ સમા તારક હતા. દુખિયો જીવ એમના શરણે દોડી ગયો. એની સાથે બીજા ચાર માનવીઓ હતા. એમના દેહ તો માનવીના હતા, પણ દેદાર જુઓ તો નર્યાં પિશાચ જ ! જોના૨ છળી પડે અને પાસે કોઈ ટૂંકેય નહીં એવા કદરૂપા ! એવાથી એ આઘાં જ સારાં ! એમાં ત્રણ Page #62 -------------------------------------------------------------------------- ________________ સાત ભવ ૦ ૪૯ સભ્યો નથી. મારો આ સુખ આવીને પુરુષો હતા અને એક સ્ત્રી હતી. એકને જુઓ અને બીજાને ભૂલો એવાં એ કુરૂપ હતાં. નારીમાં પણ નમણાશનું નામ નહીં. કઠોર પણ એવી કે જાણે કાળમીંઢ પથ્થર ! વાહ રે કુદરત, શું તારું સરજત ! પરિષદા તો એ પાંચેયને જોઈ જ રહી ! એક બાજુ પ્રેમાવતાર પ્રભુ શોભતા હતા. બીજી બાજુ ભય અને દુગંછાના અવતાર સમાં આ પાંચ માનવીઓ ખડાં હતાં – કેવો વિચિત્ર જોગ ! રોગી વૃદ્ધ આગળ વધ્યો અને પ્રભુની સન્મુખ આવીને આઝંદ કરતો બોલ્યો : “દીનાનાથ ! બળ્યો મારો આ અવતાર ! જનમ ધરીને સુખનો છાંટો ય પામ્યો નથી ! ઘર તો જાણે ઘોર બની ગયું છે, અને દુનિયાએ દાવાનળનું રૂપ ધારણ કર્યું છે ! દીકરા-દીકરી નહોતાં ત્યારે ઘર વેરાન જેવું લાગતું હતું, એમને માટે કંઈક દેવ-દેવીઓની માનતા કરી, કંઈક બાધા-આખડી રાખી, કંઈક વ્રત-નિયમ કર્યો. અંતે અમારું વાંઝિયામેણું ટળ્યું. ત્રણ દીકરા અને એક દીકરી આંગણે રમવા લાગ્યાં. પણ જેમ જેમ એ મોટાં થતાં ગયાં, એમ એમ મારા માથે દુખનાં ઝાડવાં ઊગવા લાગ્યાં. મારે માટે તો દીકરા, દીકરી અને દુનિયા બધાં ય દુશ્મન બની બેઠાં છે પ્રભુ ! મુજ નિરપરાધીનો કંઈ વાંક-ગુનો ?” ભગવાન સમતાનાં અમીછાંટણાં કરતાં બોલ્યા : “મહાનુભાવ, આપણે કુપથ્ય સેવ્યું હોય તો જ આપણે માંદા પડીએફ એમ, આપણે કુકાર્ય કર્યું હોય તો જ એનાં કડવાં ફળ વેઠવાં પડે ! આપણા દુઃખનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ. દીકરા, દીકરી કે દુનિયા તો કેવળ નિમિત્ત જ છે.” વૃદ્ધજન શાંત બનીને સાંભળી રહ્યો. પરિષદા પણ એકચિત્ત બની ગઈ. તત્ત્વનો ભેદ સમજાવતાં પ્રભુએ કહ્યું : “રે દુઃખિયા માનવી ! તારાં કયાં તારે આજે ભોગવવા પડે છે ! તારી કરણીની કડવી કથની તને કહું છું તે સાંભળ; અને પછી તારા દુઃખના કારણનો નિર્ણય તું પોતે જ કરજે !” Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૦ અભિષેક પ્રભુએ કથની શરૂ કરી : જુગજુગ પહેલાંની વાત છે. જન્મ-જન્માંતરની આ કથા છે. કુઆપુર નામે નગર હતું. એમાં બ્રાહ્મણોનો એક વાસ હતો. બધા ય બ્રાહ્મણો ત્યાં વેદશાસ્ત્રના મોટા જાણકાર અને છે કે વિદ્યાઓના પારંગત હતા. એમાં દુર્ગ નામે એક બ્રાહ્મણ રહે. એ પણ ભણેલો-ગણેલો અને હોશિયાર હતો; સુખી પણ ખરો. પણ એને વિદ્યા કરતાં ધન તરફ પ્રીતિ વધારે. ધર્મનો પણ એ સગવડિયો જ ઉપયોગ કરે. ધન મળતું હોય તો કાર્ય-અનાર્યનો વિવેક પણ ભૂલી જાય. એ દુર્ગ વિપ્રને ચાર દીકરા. એ ચારેને પિતાએ કળાઓમાં અને વિદ્યામાં પૂરા કુશળ બનાવ્યા. પણ કામ કરવાના એ ભારે આળસુ. વિદ્યા અને કળા જાણે એમને અવળી ફળી ! આખો દિવસ ખાઈ-પીને ફર્યા કરે, અને ખર્ચ કર્યા કરે. બિચારા વિપ્રને આખા કુટુંબનો ભાર એકલા જ ખેચવો પડે ! પણ એક રળે અને બધા ય ખાય, એ ઘર કેટલા દિવસ નભે? ખર્ચ પ્રમાણે આવક ન હોય તો ભલભલા રાજા કે શાહુકારોના ખજાના પણ ખાલી થઈ જાય, તો એ બિચારા દ્વિજનું તો શું ગજું? ધીમે ધીમે ઘરમાં દરિદ્રતાનાં પગલાં થવા લાગ્યાં, અને એક દિવસ તો એવો આવ્યો કે, ઘરમાં ન મળે રાતી પાઈ, કે ન મળે ચપટી લોટ ! શું ખાવું અને શું પહેરવું ! ભારે ચિંતાના દિવસો આવી પડયા ! ભૂખે મરવાનો વારો આવ્યો હોય એમ જ લાગ્યું ! દુર્ગ વિપ્રનું કુટુંબ દુઃખી દુઃખી થઈ ગયું. એણે ચારે દીકરાને બોલાવીને કહ્યું: “દીકરાઓ, આપણી કોઠીમાંથી જાર ખૂટી પરવારી છે. હવે તો ભૂખે મરવાના દિવસો આવ્યા છે. અત્યાર સુધી તમે બહુ લહેર કરી, પણ હવે તો કંઈક સમજો, અને ગમે તેમ કરીને ધન કમાઈ લાવો. ધન હશે તો બધું ય આવી મળશે. દુનિયાભરના, સગુણો સોનાના દાસ છે ! વળી ડાહ્યા દીકરા તો દેશાવર ખેડે. મન ચાહે તો તમે દેશાવર જાઓ, મન ચાહે તો અહીં રહો, પણ હાથ-પગ ચલાવીને અને Page #64 -------------------------------------------------------------------------- ________________ અક્કલ-હોશિયારીનો ઉપયોગ કરીને ધન ભેગું કરો. દુનિયાનાં દુઃખોને દૂર કરવાનો સો દર્દીના એક જ ઇલાજ જેવો ઇલાજ છે પૈસો. પૈસો હશે તો પરમેશ્વર પણ રાજી થશે.' "" દીકરાઓએ કહ્યું : પિતાજી, આપની વાત અમે બરાબ૨ સમજ્યા. આપ જરા ય ચિંતા ન કરશો. અમે ઘર બરાબર ચલાવીશું, અને એ માટે આપનું મન ભરાઈ જાય એટલું ધન કમાઈ લાવીશું. લક્ષ્મી તો આવડતની દાસી છે અને અમને અમારી આવડત ઉપર પૂરો વિશ્વાસ છે. આ દુઃખના દહાડા હમણાં વીતી ગયા સમજો !” સાત ભવ ૫૧ 66 મોટો દીકરો પાસેના જ ગામ ગયો. એના પિતાના કાકા એ ગામમાં રહેતા હતા. એ વયોવૃદ્ધ હતા, સુખી હતા, પણ મિજાજના ભારે કડક હતા. વાતવાતમાં એમને વાંકું પડતાં વાર ન લાગતી; અને મગજનો પ્યાલો ફાટતો ત્યારે સાતમે આસમાને પહોંચતો ! પણ પોતાના ભત્રીજાનો દીકરો ઘણે વખતે આવ્યો હતો, અને એની સાથે એને કશી લેવડદેવડ પણ ન હતી, એટલે એ વૃદ્ધ જને પોતાના એ પૌત્રને આવકાર આપ્યો, સારી રીતે જમાડ્યો, અને સૌના ખબરઅંતર પૂછ્યા. પેલાએ કહ્યું : “દાદા, મારા પિતાજીએ પોતાનો ભાગ માગવા મને અહીં મોકલ્યો છે. અમારો જે ભાગ હોય તે ઝટ અમને આપી દ્યો !” બસ, આ વાતથી જાણે બળતામાં ઘી હોમાયું. દાદા ક્રોધથી ધમધમી ઊઠ્યા અને ભારે આકરાં વેણ બોલવા લાગ્યા. એમણે કહ્યું : * અરે નાલાયક ! ભાગ કેવો અને વાત કેવી ! તારો બાપ ધર્મવિદ્યાને બદલે ઠગવિદ્યા ભણ્યો લાગે છે ! એક પાઈ પણ હું આપવાનો નથી ! પેલો છોકરો પણ આગની સામે આગ જેવો હતો. જાણે વજે વજ અથડાયાં ! એ તો કોપનો સાક્ષાત્ અવતાર બની ગયો; અને લાલ લાલ આંખો કરી, ન બોલવાના શબ્દો બોલ્યો – જાણે એ એનો દાર્દો જ ન હતો ! - પછી તો વાત ચડી મારામારીએ. એમાં પેલા વૃદ્ધના હાથે એ Page #65 -------------------------------------------------------------------------- ________________ પર ૦ અભિષેક છોકરાને કંઈક વાગી ગયું. અને એ તો મંડ્યો ગાળો ભાંડવા, રાડો પાડવા અને રોવા. અને રોતો રોતો એ “મને બ્રાહ્મણના છોકરાને મારી નાખ્યો રે બાપલિયા !” એવો પોકાર પાડતો પાડતો રાજાની કચેરી તરફ જવા લાગ્યો. આથી પેલા વૃદ્ધ બ્રાહ્મણના ક્રોધનો પારો ઊતરી ગયો. એને થયું : હવે શું થશે ? રાજા દડશે કે હેડમાં પૂરશે તો ? એ જોઈને પેલા છોકરાના મિજાજનો પારો વધુ ને વધુ ઊંચે ચડવા લાગ્યો. વૃદ્ધ જેમ તેમ કરી એને રોક્યો, અને કાલાવાલા કરી, પાંચસો રૂપિયા આપી, એને શાંત કરી, ઘર તરફ વિદાય કર્યો. ઘરે પહોંચીને છોકરાએ પોતાનું પરાક્રમ વર્ણવી બતાવ્યું - જાણે પોતે મોટી બહાદુરી મારીને આવ્યો ન હોય ! પેલા ધનના લોભી બ્રાહ્મણને તો પાંચસો રૂપિયા સાકર જેવા લાગ્યા. દીકરાનો વાંક શોધવો તો દૂર રહ્યો, એણે તો ઊલટી એને શાબાશી આપી ! દીકરો ક્રોધ કરી. લડાઈ-ઝઘડા ઊભા કરી, લોકો પાસેથી પૈસા પડાવવામાં પાવરધો બની ગયો ! પૈસા આવતા હોય પછી પાપ સામે કોણ જુએ ? ધનલોભી બ્રાહ્મણ વિવેક ચૂકી ગયો અને આવા કમાઉ દીકરા ઉપર ખુશ રહેવા લાગ્યો ! બ્રાહ્મણનો બીજો છોકરો ફરતો ફરતો પહોંઓ કુશસ્થળપુર. એ ભારે તાલબાજ અને મોટી મોટી વાત કરવામાં ખૂબ હોશિયાર હતો. એ કમાણીનો લાગ શોધતો શોધતો નગરમાં ફરવા લાગ્યો. ફરતાં ફરતાં એણે જોયું કે, ભૂઈલ નામના યોગીએ જબરું ધતિંગ જમાવ્યું હતું. અભિમાનની અને સિદ્ધિઓની મોટી મોટી વાતો કરી એ લોકો પાસેથી પુષ્કળ પૈસા પડાવતો હતો. Page #66 -------------------------------------------------------------------------- ________________ સાત ભવ ૦ પ૩ આ છોકરો ય અભિમાન ધારણ કરીને આડંબર કરવામાં જરા ય ઓછો ઊતરે એમ ન હતો. એણે પણ મોટા યોગી જેવો સ્વાંગ રચ્યો અને ગર્વથી ધમધમતો એ પહોંચ્યો પેલા યોગી પાસે. જાણે ફણીધરે ફેણ પછાડી. નવા યોગીનો આડંબર અને એના ચેનચાળા તથા સવાલ-જવાબ જોઈ જૂનો યોગી બાપડો વિમાસણમાં પડી ગયો. એને થયું: “શેરને માથે આ સવાશેર મળ્યો ખરો! હવે મારી દુકાન નહીં ચાલવાની !” એટલે એણે તો નવા યોગી સાથે ઝટ સંધિ કરી લીધી : “અરે ભાઈ, આપણે બે તો ભાઈ કહેવાઈએ ! જે મળે એમાંથી અર્ધ અર્ધ સ્વાહા ! આપણે ઝઘડો કરીશું તો કોઈને ફાયદો નહીં થાય, અને સંપીને રહીશું તો બેયને લીલાલહેર થશે.” પેલા બ્રાહ્મણના છોકરાને તો એટલું જ જોઈતું હતું. એને તો વગર મહેનતે પૈસાનો તડાકો પડવા લાગ્યો ! ચમત્કારે નમસ્કાર તે આનું નામ ! દીકરાનો બાપ તો પૈસાની કોથળીઓ જોઈને ગાંડોઘેલો થઈ ગયો. દીકરાની વાત સાંભળીને એ બોલ્યો : “કેવો હોશિયાર છે મારો આ છોકરો !” બાપનાં વખાણ સાંભળીને દીકરાનું મગજ અભિમાનના સાતમા માળે પહોંચી ગયું ! પૈસા ભેગા કરવા એ તો એને માટે જાણે રમત વાત બની ગઈ ! ત્રીજો દીકરો ધંધાની શોધમાં બહુ ફર્યો, પણ ધન રળવાનો કોઈ માર્ગ અને ન જડ્યો ! ફરતો ફરતો એ કપિલપુર જઈ પહોંચ્યો. એક દિવંસ એ નિરાશ થઈને, લમણે હાથ દઈને, બેઠો હતો. એટલામાં એણે બે માણસોને વાત કરતાં સાંભળ્યા. એકે કહ્યું : “જોયું ને, આપણો પાડોશી સોનાને બદલે પિત્તળ લઈ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અભિષેક આવ્યો ! બાપડો આબાદ ફસાઈ ગયો ! ” બીજાએ કહ્યું : “ભાઈ, એ તો લોભિયા હોય ત્યાં ધુતારાને ઘી-કેળાં જ થાય ને !” પેલા બ્રાહ્મણ છોકરાને જાણે કમાણીનો માર્ગ મળી ગયો. એણે મોટા કીમિયાગરનો સ્વાંગ સજ્યો; અને એ ચારે કોર ફરવા લાગ્યો. કોઈને લોઢાનું રૂપું બનાવી દે; કોઈને પિત્તળનું સોનું કરી દે અને એકનાં બમણાં કરવાં એ તો જાણે એના ડાબા હાથનો ખેલ ! એણે કંઈક ઉત્તર સાધક રાખ્યા. જોતજોતામાં એની ભારે નામના • થઈ ગઈ. થોડા જ વખતમાં એણે જબરી માયાજાળ બિછાવી દીધી, અને ભલભલા હોશિયાર જીવો ય એમાં ફસાવા લાગ્યા. પછી તો એક લોભિયો વાણિયો એના પંજામાં સપડાઈ ગયો. આકડેથી મધ ઉતારી લેવું કોને ન ગમે ? ફૂંક મારે અને આંખ મીંચીને ઉઘાડે એટલી વારમાં લાખના બે લાખ ! તો પછી આવી કાળી મજૂરી કોણ કરે ? બળી આ મજૂરી, બળી આ હિસાબની માથાકૂટ, અને બળ્યા આ ચોપડા ! પેલા કીમિયાગરે છૂમંતર કરીને એકના બે, બેના ચાર, ચારના આઠ, સોના બસો બનાવી દીધા ! વાણિયો તો એના ઉપર વારી ગયો. અને પોતાના ઘરમાં હતું એટલું બધું ય સોનું લાવીને એણે એની આગળ ધરી દીધું ! ફૂંક મારે એટલી જ વાર. પાંચસો માસાનું હજાર માસા ! વાહ, ભાઈ વાહ ! કેવો અજબ ખેલ ! પણ અંતે લોભિયો વા ખાતો રહી ગયો અને તારો એવો પલાયન કરી ગયો કે વહેલું આવે પોતાનું ગામ ! આટલું બધું સોનું જોઈને પેલા બ્રાહ્મણની તો ડાગળી જ ખસી ગઈ ! એને થયું, આનું નામ ખરી વિદ્યા ! બીજી બધી વિદ્યા તો એની આગળ પાણી ભરે ! ચોથો દીકરો ધનની શોધમાં દરિયાને પેલે પાર પહોંચી ગયો. Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્યાં રાજાની ચાકરીમાં રહી એ થોડુંક ધન કમાયો, પણ એનું મન હંમેશાં ધનમાં જ રમ્યા કરે. બીજાના પૈસા જુએ અને એના મોંમાં પાણી છૂટવા લાગે. એને તો એમ જ થયા કરે : હું ક્યારે આટલું બધું ધન ભેગું કરું ? અને ખરચવાની વાત આવે તો તો એને તાવ જ ચડવા લાગે ! ચમડી જાય, પણ દમડી ન જાય એવો મખ્ખીચૂસ મમ્મણ શેઠનો અવતાર જ જોઈ લો ! સાત ભવ ૧૫ એવામાં એક બાવાજી એને મળી ગયા. બાવાજીનો વેશ તો હતો સાધુનો, પણ એની ઝોળી તો કીમતી હીરા-માણેક-મોતીથી ભરેલી હતી; એની પાસે ધનનો કોઈ પાર નહીં. - બ્રાહ્મણના લોભિયા દીકરાને તો ભાવતાં ભોજન મળી ગયાં જેવું થયું ! એ બાવાજીનો ચેલો બની ગયો. ગુરુની ખૂબ સેવા-ચાકરી કરે અને એના અડધા બોલે ઊભો થઈ જાય ! ગુરુ પણ એના પર ખૂબ પ્રસન્ન રહે. જોનારા કહે, “ આવો ચેલો તો ન ભૂતો ન ભવિષ્યતિ ! ભગવાન, ચેલા. આપજો તો આવા જ આપજો !” ગુરુ તો જાણે ચેલાની ભક્તિના દાસ બની ગયા. પણ ચેલાનું ધ્યાન હંમેશાં ગુરુના ધન ઉ૫૨ જ રહેતું. અને એક રાતે ચેલો, ગુરુને લોટ માગતા કરીને, ઘર ભેગો થઈ ગયો ! ધન જોઈને પેલા બ્રાહ્મણનો હરખ ન માયો. એણે ભગવાનનો પાડ માન્યો અને કહ્યું : “ ભગવાન, દીકરા હજો તો આવા હજો ! ” ભગવાને પરિષદામાં પોકાર પાડતા પેલા માનવીને વાતનો ભેદ સમજાવતાં કહ્યું : “એ દુર્ગ બ્રાહ્મણ, તે આજથી સાત ભવ પહેલાંનો તારો જ અવતાર ! એ ભવમાં ક્રોધ અને ક્લેશ કરીને ધન રળનાર તારો દીકરો તે ચંડ. માન અને મિથ્યાભિમાનથી ધન ભેગું કરનાર તારો બીજો પુત્ર તે આ પ્રચંડ. માયા અને છેતરપિંડીથી ધન ભેગું કરનાર તારો ત્રીજો પુત્ર તે તારી આ અભાગણી દીકરી ચુંડલી. અને ધનના લોભે પોતાના Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૦ અભિષેક ગુરુનો દ્રોહ કરનાર તારો એ ચોથો પુત્ર તે આ વોમ ! એ ચારે દિકરાઓએ ક્રોધ, માન, માયા અને લોભના માર્ગે લાવેલ ધનને તેં સંઘર્યું, એ લઈને તું ખૂબ રાજી થયો, અને તેં એવું પાપ કરનાર દીકરાનો ખૂબ ખૂબ વખાણ કર્યા. એ તારું પાપ આ ભવે પાડ્યું અને તું જનમનો દુખિયારો બની ગયો. એ ચાર જણ તારા સંતાનરૂપે જન્મ્યાં. પણ તારા વેરી જેવાં બની ગયાં. અને પોતાના પાપને લીધે, એ ચાર જનમીને સુખનો અંશ પણ પામ્યાં નથી ! જે જીવો ક્રોધ, માન, માયા અને લોભના માર્ગે જશે, એ તારા અને તારાં આ દીકરા-દીકરી જેવા જન્મભરનાં દુઃખી થશે. જે એ પાપમાર્ગનો ત્યાગ કરશે એને દુનિયાની કોઈ શક્તિ દુઃખી નહીં બનાવી શકે. પોતાના દુઃખનું કારણ જીવ પોતે જ છે.” પરિષદા ભગવાનની વાણીને અંતરમાં ઉતારીને સુખ દુઃખના ભેદ સમજી રહી. Page #70 -------------------------------------------------------------------------- ________________ દેવ વધે કે પશુ ? સંસારનાં બંધન પણ કેવી અજબ ચીજ છે ! કોઈને એ બંધન મધ જેવાં મીઠાં લાગે છે; એ હોંશે હોંશે એ બંધનની જાળમાં સપડાવામાં જીવનની કૃતાર્થતા સમજે છે. કોઈને એ બંધન વિષ જેવાં કડવાં લાગે છે, એ પરાક્રમ કરીને એ બંધનોને ફગાવી દેવામાં ધન્યતા અનુભવે છે. બંધનની મીઠાશ માનવીને ભોગ-વિલાસ, વૈભવ-સંપત્તિ અને એશ-આરામની સુંવાળી-લપસણી ભૂમિનો રસિયો બનાવે છે. બંધન તરફનો અભાવ માનવીને તપ-ત્યાગ, ધ્યાન-વૈરાગ્ય અને સંયમતિતિક્ષાના કંટકછાયા પંથે હોંશે હોંશે ચાલવા પ્રેરે છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જેવી ભાવના તેવી સિદ્ધિ. મહાવીર-વર્ધમાનની દૃષ્ટિ સાવ પલટાઈ ગઈ હતી : સંસારનાં બંધન એમને અજગરના ભરડા જેવા ભયંકર લાગતાં હતાં. ભોગ-વિલાસથી એમનું મન ઊઠી ગયું હતું, રાજસંપત્તિમાં એમને નિરર્થક ભારબોજની ઉપાધિનું દર્શન થતું હતું, અને કુટુંબકબીલામાં એમને આત્મવિસરામણની ભુલભુલામણી ભાસતી હતી. એ આત્માના આશક બન્યા હતા, અને એમની ભાવનાનો મોરલો આત્માના ટહુકાર જગાવવા માટે અધીરો બની બેઠો હતો : કયારે આ બંધન દૂર થાય અને કયારે આત્મસાધનાનો માર્ગ મોકળો બને ! એટલે તો સંસારમાં રહેવા છતાં એ સંયમીનું યોગીજીવન જીવતા હતા – સાક્ષાત્ જળકમળ જ ! વર્ધમાને કાયાની માયા-મમતા તો ક્યારની ઉતારી નાખી હતી, પણ કાયાનાં બંધનના ભોગ ભોગવવા હજી બાકી હતા. એ બંધન Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૦ અભિષેક કાયમને માટે છૂટી જાય એટલે આત્માની મુક્તિ થાય. એ મુક્તિ જ એમનું જીવનસર્વસ્વ બની બેઠી હતી. આત્મસાધના અને આત્મશુદ્ધિની તાલાવેલીએ એમને રાજપાટ અને સ્વજન-સ્નેહીઓનો ત્યાગ કરાવીને યોગીનો ભેખ ધારણ કરાવ્યો હતો. જન્મના રાજકુમારને મહેલનાં સુખ અકારાં થઈ પડ્યાં હતાં, જંગલનાં કષ્ટો પ્રિય થઈ પડ્યાં હતાં ! એમણે કોઈ અલૌકિક સિદ્ધિનાં દર્શન કર્યા હતાં, અને એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે એમનો પુરુષાર્થી આત્મા અધીર બની ગયો હતો – અમૂલખ મોતીની કલ્પના મરજીવાને ભયંકર સાગરનાં અતળ તળિયાંને શોધવા પ્રેરી રહે એમ. મહાવીરે સંસારવાસનો ત્યાગ કર્યો હતો અને વનવાસનો મારગ સ્વીકાર્યો હતો. પહેલું ચોમાસું એમણે પોતાના પિતાના તાપસમિત્રની વિનતિથી મોરાક ગામમાં એના આશ્રમમાં વિતાવવાનું નક્કી કર્યું અને તેઓ ત્યાં જઈને રહ્યા. આશ્રમના કુલપતિ તાપસે મહાવીરને રહેવા એક ઝૂંપડી આપી. ઝૂંપડી ઘાસની બનેલી અને મહાવીર તો મોટે ભાગે આત્મધ્યાનમાં જ લીન રહેનારા. ક્યારેક ભૂખી ગાયો આવીને ઝૂંપડીના ઘાસને ચરી જવા લાગી; કાચી ઝૂંપડી વધુ જીર્ણશીર્ણ બનવા લાગી. શરૂઆતમાં તો તાપસો ભક્તિભાવથી પ્રેરાઈને ગાયોને હાંકીને ઝૂંપડીનું જતન કરતા રહ્યા, પણ ફટકિયા મોતી જેવી એમની ભક્તિ ઝાઝો વખત ન ટકી. એમને થયું આ તે કેવી ઉપેક્ષા ! અરે, પશુ પણ પોતાના રહેઠાણનું જતન કરે છે ! - એક દિવસ આશ્રમના કુલપતિએ આ માટે મીઠા શબ્દોથી મહાવીરને ઠપકો આપ્યો અને ઝૂંપડીનું જતન કરવાની શિખામણ આપી. મહાવીરે વિચાર્યું : વાત તો સાચી છે, પણ હું તે મારા આત્માની રક્ષા કરું કે ગાયોને હાંકીને ઝૂંપડીની સાચવણી કરતો રહું ? Page #72 -------------------------------------------------------------------------- ________________ દેવ વધે કે પશુ? ૦ ૫૯ સાધના કાજે મહેલના તજનારને ઝૂંપડીની રક્ષાની આળપંપાળમાં પડવું કેમ પાલવે ? ચોમાસું બેસી ચૂક્યું હતું અને એના પંદર દિવસ પણ વીતી ચૂક્યા હતા. છતાં મહાવીરે મન સાથે નક્કી કર્યું ઃ સર્યું આવા અપ્રીતિજનક સ્થાનથી ! કોઈને અણગમો ઊપજે એ સ્થાનને વળગી રહેવાથી તો આપણું પોતાનું ય અહિત થાય અને બીજાનું પણ અહિત થાય. એવો ખોટનો ધંધો શા માટે ચાલુ રાખવો ? અને એમણ બાકીનું ચોમાસું બીજા પૂર્ણ નિશ્ચિત એકાંત શાંત સ્થાનમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. પછી મનમાં કોઈ પણ જાતની કટુતા સેવ્યા વગર, સાવ સહજ ભાવે, મહાવીરે આશ્રમના કુલપતિને વાત કરીને અન્યત્ર વિહાર કર્યો. વિહાર કરતી વેળાએ એમણે પોતાની જીવનસાધનાને વધુ સ્થિર બનાવવા માટે પાંચ નિયમો સ્વીકાર્યા : અપ્રીતિ થાય એવા સ્થાનમાં રહેવું નહીં. ધ્યાનમાં મગ્ન રહેવું. મોટે ભાગે મૌન જ રાખવું. ભિક્ષા માટે પાત્ર ન રાખતાં કરપાત્રથી જ ભોજન કરવું. ગૃહસ્થની ખુશામત ન કરવી. આ પ્રતિજ્ઞાઓને બળે મહાવીરની સાધના વધુ ઉત્કટ બની. રહેવું નહીં. જે પાંચ નિયમોમાં પોતાની જા હવે તો ધ્યાન અને મૌન મહાવીરનાં સદાનાં સાથી બન્યાં હતાં. એ બે મુખ્ય ચક્રોના બળે એમની તપપરાયણ આત્મસાધનાનો રથ વધારે વેગપૂર્વક આગળ વધવાનો હતો. મહાવીર એને અનુરૂપ શાંત-એકાંત સ્થાનની શોધમાં વિચરતા હતા. એ શોધમાં ભર ચોમાસે તેઓ મોરાક ગામથી નીકળીને અસ્થિક ગામે આવી પહોંચ્યા. ગામની બહાર એક ટેકરી. એ ટેકરી ઉપર એક પક્ષનું નાનું સરખું મંદિર. શૂલપાણિ યક્ષનું એ સ્થાન. સાવ શાંત અને એકાંત એ સ્થળ : ભૂલ્યો ભટકો કોઈ માનવી Page #73 -------------------------------------------------------------------------- ________________ Fo અભિષેક ભાગ્યે જ ત્યાં આવી ચડે ! ધ્યાન અને મૌનના સાધક તપસ્વીને એ સ્થાન ખૂબ ભાવી ગયું. પણ અમાગ્યું કે અણઆપ્યું તણખલું ય નહીં લેવાનું મહાવીરનું મહાવ્રત હતું. એટલે આ સ્થાનના ઉપયોગ માટે ગ્રામલોકોની અનુમતિ મેળવવી જરૂરી હતી. મહાવીરે ગામલોક પાસે એ અનુમતિ માગી. ગામલોકોએ કહ્યું : “દિવસે શાંત-એકાંત લાગતા આ સ્થળમાં રાત્રે ભારે ઉલ્કાપાત મચી જાય છે. મંદિરનો દેવ શૂલપાણિ યક્ષ પોતાના મંદિરમાં રાતવાસો કરનાર માનવીથી ભારે કોપાયમાન થઈ જાય છે. એ દેવ જેવો ક્રોધી છે એવો જ ક્રૂર છે. રાત્રે મંદિરમાં રહેનારને મારી નાખે ત્યારે જ એને શાન્તિ વળે છે. દિવસે એ મંદિરનો ઉપયોગ કરવામાં કશી હરકત નથી, પણ રાત્રે ત્યાં રહેવામાં પૂરેપૂરું જીવનું જોખમ છે. મંદિરનો પૂજારી પણ રાત્રે મંદિર તરફ હૂકવા જેટલી ય હિંમત કરતો નથી. માટે અમે આપને બીજું સ્થાન બતાવીએ; ત્યાં આપ સુખેથી વસો અને આપની સાધના આગળ વધારો !'' પણ મહાવીર તો હતા સાચા મ-હા-વી-૨ ! ભયથી ડરીને ભાગે એ ન તો મહાવીર હોય, ન મહાવી૨ બની શકે ! ભયને જીતી જાણે અને સામાના ભયંકર બની બેઠેલા આત્માનું ઝેર ઉતારી જાણે એ જ ખરો મહાવીર ! શૂરા આત્મસાધકને તે વળી કાયાના પડવાનો ભય કેવો ? જીવન અને મૃત્યુને સમાન ગણે એ જ સાચો સાધક બની શકે. ગામલોકની વાતથી મહાવીર જરા પણ વિચલિત ન બન્યા. એમણે લોકોને આગ્રહ કરીને યક્ષમંદિરમાં ચાતુર્માસ રહેવાની અનુમતિ મેળવી લીધી. થાક્યાને જાણે સુખપાલ મળી ગયા ! કસહનનો આ અનેરો અવસર મળ્યો જાણીને આત્મસાધકે એને વધાવી લીધો. કુંદનને કસોટીનો ભય કેવો ? મહાવી૨-વર્ધમાને યક્ષમંદિર તરફ ડગ ભર્યાં. Page #74 -------------------------------------------------------------------------- ________________ દેવ વધે કે પશુ ? ગામલોકો ચિંતિત મને યોગીને નીરખી રહ્યા. અસ્થિકગ્રામ એટલે હાડકાંનું ગામ. શૂલપાણિ યક્ષ એટલે ભયંકર જીવલેણ યક્ષ. આ ગામ અને આ યક્ષનો ઇતિહાસ પણ રૂંવાડાં ખડાં કરે એવો હતો. ૧ ગામનું મૂળ નામ વર્ધમાન ગામ. એના પાદરમાં વેગતી નામે નદી વહે. ભારે ચીકણા કાંપ-કાદવથી ભરેલો એનો પટ ! ભલભલા એમાં ખૂંતી જાય ! એક વખત એક મોટો વેપારી કરિયાણાનાં પાંચસો ગાડાં લઈને વર્ધમાન ગામ તરફ આવ્યો. ધનદેવ એનું નામ. પણ નદીનો કાદવ પાર કરવો એને ભારે પડી ગયો. બધાં ય ગાડાંને જોરાવર બળદ જોડેલા; પણ એ બધા ય આવા કાદવમાં ગાડાંને ખેંચતાં થાકી ગયા. એક બળદ ભારે જોરાવ૨. બીજા થાકે ત્યારે બાકીનું કામ આ બળદ પૂરું કરે ! સહસ્રમલ્લ જેવો જોરાવર ! બીજા બળદોની સાથે વારાફરતી પાંચસો ય ગાડાંને જોડાઈ એણે બધાં ય ગાડાંને નદી પાર ઉતારી દીધાં ! જેવો બળિયો એવો જ વફાદાર જીવ ! પણ આટલું બધું જોર વાપરતાં એના અંગના બંધ ઢીલા થઈ ગયા, અને એ લોહી ઓકતો જમીન પર ફસડાઈ પડ્યો ! આટલો બધો માલ અને માથે ચોમાસાનો ભાર, એટલે ધનદેવને તો કોઈ રીતે રોકાવું પોસાય એમ ન હતું; પણ આવા વફાદાર બળદને મોતના મોંમાં રહેવા દઈને જવા ય પણ શી રીતે ? છેવટે વેપારીએ ઇલાજ શોધી કાઢ્યો ઃ ગામલોકોને ભેગા કરીને એણે ગદ્ગદ સ્વરે પોતાની લાચાર સ્થિતિ કહી બતાવી; અને પોતાના માંદા બળદની એમને સોંપણી કરી; એની સારવાર માટે ગામલોકોને પુષ્કળ ધન આપીને એ તો ચાલતો થયો. www.jaihelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ અભિષેક ગામલોકોએ પૈસો તો લીધો, પણ એમણે બળદની કશી સંભાળ ન લીધી. ઘાસચારા અને ઔષધ વગર બિચારો બળદ બોકાસા નાખી નાખીને, રિબાઈ રિબાઈને મરી ગયો ! મરીને વ્યંતરદેવ થયો. એનું નામ શૂલપાણિ. ૨ દેવને તો વગર માગ્યે દિવ્ય જ્ઞાન મળે. પોતાના જ્ઞાનના બળે એણે ગામલોકોની ક્રૂરતા જાણી લીધી; અને એના અંતરમાં વેરનો અગ્નિ ભડભડી ઊઠ્યો. પોતાનું વેર વાળવા એણે ગામલોકોનો સોથ વાળવા માંડ્યો. જોતજોતામાં કમોતે મરેલાં માનવીઓનાં હાડકાંનો ત્યાં ટીંબો રચાઈ ગયો; અને ગામનું નામ પણ બદલાઈ ગયું ઃ લોકો એને અસ્થિકગ્રામના નામથી ઓળખવા લાગ્યા ! આ ઉપદ્રવથી ગામલોક તો ત્રાહ્ય ત્રાહ્ય થઈ ગયું. લોકોની ઘણી ઘણી બાધા-માનતા અને કાકલૂદી પછી વ્યંતરે પ્રગટ થઈને આવા વિનાશનું કારણ કહ્યું. છેવટે ગામલોકોએ ગામને પાદર એક ટેકરી ઉપર એક મંદિર રચીને એ યક્ષની સ્થાપના કરી. સૌ એની પૂજા કરવા લાગ્યા. ચમત્કારે નમસ્કાર તે આનું નામ ! યક્ષ શાંત તો થયો, અને એની સંહારલીલા પણ અટકી ગઈ; પણ એનો ગર્વ ઓછો ન થયો. રાતે જે કોઈ મંદિરમાં વાસો રહે, એ સવા૨ થતાં થતાંમાં તો પરલોકનો પ્રવાસી બની જતો ! મહાવીરે આ ભયસંચારક સંહારકથા જાણી; પણ એમને તો ભયના બદલે આમાં બેવડો લાભ દેખાયો : પોતાના આત્માની નિર્ભયતાની પરીક્ષા થશે; અને એક અધોમાર્ગે જતા ઉત્તમ જીવનો ઉદ્ધાર થશે; વળી, ગામલોકો સદાને માટે ભયમુક્ત થશે તે વધારામાં. આત્મયોગી મંદિરમાં ધ્યાનમગ્ન થઈ ગયા જાણે અવિચળ મેરુ જ જોઈ લ્યો ! દિવસનાં અજવાળાં સંકેલાઈ ગયાં હતાં. રાત્રિનો અંધારપછેડો Page #76 -------------------------------------------------------------------------- ________________ દેવ વધે કે પશુ? ૦ ૩. પૃથ્વી ઉપર વીંટળાઈ રહ્યો હતો. શૂલપાણિ યક્ષે જોયું કે પોતાના સ્વતંત્ર સામ્રાજ્યમાં કાળામાથાના કોઈ માથાભારે માનવીએ આજે માથું ઊંચક્યું હતું ? એણે યક્ષમંદિરમાં રાતવાસો કરવાની હિંમત કરી હતી ! જાણે ભોરિંગની પૂંછડી ચંપાઈ ! જાણે કેસરીસિંહની મૂછ ખેંચાઈ ! યક્ષનો મિજાજ કાબૂમાં ન રહ્યો ઃ આ માનવીને નામશેષ કરું ત્યારે જ જંપું ! કેવો ધૃષ્ટ માનવી ! યક્ષે એક પછી એક પરચા શરૂ કર્યા.' આખું મંદિર ગરવ જેવા અટ્ટહાસ્યથી ગાજી ઊઠ્યું. કેવું ભયંકર અટ્ટહાસ્ય ! ધરા ધ્રૂજી જાય, ડુંગરા ડોલી ઊઠે, ચકલાં ફફડી મરે, કેસરીસિંહ થંભી જાય અને ભલભલા પરાક્રમીની હામ પણ છૂટી જાય એવું એ અટ્ટહાસ્ય – સાક્ષાત્ કાળદેવતાનું ડમરુ જ જોઈ લ્યો ! પણ ભય પામે એ બીજા ! મહાવીરને મન તો એ બધું કેવળ પથ્થર ઉપર પાણી ! ન કશી શેહ, ન કોઈ સંકોચ. ઊલટો શૂલપાણિ શેહ ખાઈ ગયો: આ તે કેવો નવતર માનવી ! પણ એનો ક્રોધ શાંત ન થયો, એનો ગર્વ ઓછો ન થયો ? હું શૂલપાણિ ! એની આગળ પામર માનવીનું શું ગજું ? એણે હાથી, પિશાચ અને નાગનાં વિકરાળ રૂપો ધારણ કરીને મહાવીરને પાછા પાડવા માટે ભારે મથામણ કરી, પણ વ્યર્થ ! એ જેમ જેમ પાછો પડતો ગયો તેમ તેમ એનો ક્રોધ આગળ વધતો ગયો ઃ હાર્યો જુગારીએ જીત માટે જાણે બમણી રમત આદરી હતી ! પણ ધ્યાનયોગીને મન એનું કોઈ મૂલ્ય ન થયું, એના ચિત્તમાં કશી ચિંતા ન જાગી, કશો ભય ન સંચર્યો ! પછી તો શૂલપાણિએ મહાવીરને અંગપીડા ઉપજાવવામાં કશી મણા ન રાખી; પણ જેણે કાયાની માયા જ તજી દીધી હોય એને Page #77 -------------------------------------------------------------------------- ________________ અભિષેક અંગપીડા કેવી રીતે સતાવી કે વિચલિત કરી શકે ? જ્ઞાની પ્રભુએ જોયું કે શૂલપાણિના એક એક કરે પોતાનું આત્મબળ વધતું જતું હતું; અને યક્ષના અંતરમાં જાગેલા પશુનું બળ ઓછું થતું જતું હતું. આ કંઈ જેવો તેવો લાભ હતો ? આત્મબળને વધારવા અને પાશવી બળને નાથવા માટેની તો આ બધી સાધના હતી ! ભગવાનનો આત્મા ભારે પ્રસન્નતા અનુભવી રહ્યો. રાત્રિના ત્રણેક પ્રહર સુધી શૂલપાણિની આ ભયલીલા ચાલતી રહી. પણ છેવટે જાણે કષ્ટ આપવાની એની પોતાની શક્તિ જ અશક્ત બની ગઈ ! પળવાર એ પોતાની આ અશક્તિને જ વિમાસી રહ્યો ઃ આજે ન બનાવાનું બન્યું હતું; ન અનુભવેલું જોયું હતું ઃ પામર લાગતો માનવી દિવ્ય ગણાતા દેવને પણ પાછો પાડી રહ્યો હતો ! : ૪ થોડી વાર પછી એ હજી પણ અડોલ ઊભેલા ભગવાનને નીરખી રહ્યો; એમનાં કરુણારસ ઝરતાં નેત્રો સાથે એ પોતાનાં ક્રોધ કરીને થાકેલાં નેત્રો મેળવી રહ્યો. પછી તો, જાણે કોઈ માગારુડીની મહામંત્રસાધનાએ ભયંકર વિષધરને વિષમુક્ત બનાવી દીધો હોય એમ, શૂલપાણિ ભગવાનનાં ચરણોમાં નમી પડ્યો ! એના જીવનમાં વ્યાપેલું ક્રોધ, વેર, દ્વેષ, ગર્વ અને ક્રૂરતાનું વિષમાત્ર નીતરી ગયું હતું. એનું અંતર આત્મજાગૃતિનો અપૂર્વ આનંદ અનુભવી રહ્યું. ભગવાને જોયું કે અવસર બરાબર પાકી ગયો છે; લોઢું ટિપાવાને માટે બરાબર તપી ચૂક્યું છે. "1 ભગવાને લાગણીભર્યા સ્વરે કહ્યું : “યક્ષદેવ, આ તે કેવું આશ્ચર્ય !” શૂલપાણિ પ્રભુવાણીના અમૃતનું પાન કરી રહ્યો. ભગવાને વાતનો મર્મ સમજાવતાં કહ્યું : “પૂર્વભવમાં તારો અવતાર પશુનો-બળદનો હતો. એ વખતે દેવોને ય દુર્લભ એવી કરુણાની તેં કેવી આરાધના કરી હતી ! પાંચસો ગાડાંના હજાર જેટલા Page #78 -------------------------------------------------------------------------- ________________ દેવ વધે કે પશુ ? બળદોનું દુઃખ જોઈને તું તારી કાયાનું કષ્ટ વીસરી ગયો, અને દેહની પરવા કર્યા વગર તે પાંચસો ગાડાંને નદી પાર ઉતારી દીધાં. ત્યારે તારો દેહ તો હતો પશુનો, પણ એમાં પશુતાને બદલે કેવી કરુણાપરાયણતાનું અમૃત ભર્યું હતું !” શૂલપાણિ જાણે માખણનો પિંડ બની ગયો. " : પ્રભુએ વાત પૂરી કરતાં કહ્યું : “એ તારી કરુણાએ તને દેવનો અવતાર અપાવ્યો. પણ વેર વાળવાના આવેશને લીધે તારામાં પ્રગટેલ દ્વેષ, ક્રોધ અને અહંકારે તને માર્ગ ચુકાવ્યો ઃ તું તારું દેવપણું ભૂલીને પાશવતાનો ઉપાસક બન્યો ! નિર્દોષ માનવીઓને રંજાડે, અને વેરના વડવાનળમાં પોતાનું આત્મધન સુધ્ધાં ભસ્મીભૂત કરે એ તે દેવ ગણાય કે પશુ ? તું પશુ હતો ત્યારે તેં દેવને શોભે એવું સત્કાર્ય કરી બતાવ્યું હતું; અને દેવનો અવતાર પામીને તેં પશુને ય શરમ ઉપજાવે કે ઢોરને ય સારાં કહેવરાવે એવાં પાપકર્મો કર્યાં ! મહાનુભાવ, જરા વિચાર તો કર : દેવ વધે કે પશુ ?” શૂલપાણિના અંતરનું ઝેર ઊતરી ગયું. એને જાણે જીવનનું અમૃત લાધી ગયું ! ૫ " પ્રભુના ચરણની રજ પોતાના શિરે ચડાવીને એ આનંદમાં મસ્ત બની ગયો; નૃત્ય અને ગાન કરીને પ્રભુની ભક્તિ કરવા લાગ્યો. પાશવતાનાં બંધન તૂટતાં એણે ભાવભર્યા હ્રદયે પ્રભુને વિનંતિ કરી : “ અધમોદ્ધારક પ્રભુ, મુજ પાપીની એક વિનંતિ સ્વીકારો : આ વર્ષાવાસ આ ગ્રામમાં અને આ સ્થાનમાં જ રહેવાની કૃપા કરો !" ભૂખ્યાને ભાવતાં ભોજન મળવા જેવો અપૂર્વ આનંદ પ્રભુના મુખ પર વિલસી રહ્યો ! Page #79 -------------------------------------------------------------------------- ________________ = વિરલ ત્યાગ ! ઉગ્ર તપ, અદ્ભુત સંયમનો એ યુગ હતો. આત્મસાધનાના આ ત્રિવેણીસંગમે અનેક આત્માઓને કામણ કર્યુ હતું ! વિદેહ દેશમાં ઘેર ઘેર એ ત્રિવેણીસંગમનાં તીર્થસલિલ છંટાઈ ગયાં હતાં. વિદેહ દેશમાં ત્યારે પ્રજાસત્તાક રાજતંત્ર ચાલતું હતું. એની રાજધાની વૈશાલીનાં અનેક ઉપનગરો રચાયાં હતાં. એમાંના ક્ષત્રિયગ્રામ ઉપનગરના ગણનાયક સિદ્ધાર્થ હોવાથી એ એના રાજા ગણાતા. રાજા સિદ્ધાર્થના નાના પુત્ર જે જ્ઞાતપુત્ર તરીકે વિશેષ ખ્યાત. હતા તે વીર વર્ધમાને રાજ્યઋદ્ધિ અને વૈભવ-વિલાસનો ત્યાગ કર્યો હતો. કંચનવર્ણી કમળસુકોમળ કાયાનો મોહ વિસારી તેમણે અતિ ઉગ્ર તપશ્ચરણ આદર્યું હતું. સંસારના ત્રિવિધ તાપને શમાવવા તેઓએ માયા-મમતાના મનમોહક અંચળા ફગાવી સંયમમાર્ગ ગ્રહણ કર્યો હતો. બાર બાર વર્ષની સમય-ભઠ્ઠીમાં ત્યાગ, તપ અને સંયમના બળે આત્માને તપાવી સ્ફટિક સમો નિર્મળ બનાવી શ્રી વર્ધમાન શ્રમણ ભગવાન મહાવીર તરીકે વિખ્યાત થયા હતા. નિસ્તાર www અને પછી ? પછી તો એ આત્મસિદ્ધ મહાયોગીની આત્મજ્યોતે હજાર હજાર દીવડાઓ પ્રગટાવી દીધા હતા. સંસારના માન અંધકારમાં આથડતા અનેક આત્માઓને એણે મુક્તિમાર્ગનું દર્શન કરાવ્યું હતું. એ મહાપ્રભુની અનંત આત્મશક્તિ, અપાર અહિંસા અને અનન્ય અનેકાન્તવાદે દુઃખી દુનિયા ઉપર અમીછાંટણાં કર્યાં હતાં. સંતપ્તોને જાણે શીતલ વિશ્રામસ્થાનો લાધી ગયાં હતાં. એ પ્રભુના પગલે પગલે અનેક રાજાઓ, રાજકુમારો, Page #80 -------------------------------------------------------------------------- ________________ નિસ્તાર ૬૭ રાજરાણીઓ, કંઈક ધનનંદનો અને કેટલા ય અભિમાની પંડિતોથી માંડીને સામાન્ય દીન-હીન-દરિદ્ર માનવીઓ પણ ઘરબાર છોડી ચાલી નીકળતા હતા. એ પ્રભુની છાયામાં બેઠેલા રાજાઓને પોતાનાં અતૂટ સત્તા, અખૂટ રાજ્યઋદ્ધિ અને અપાર રાજવૈભવ કોડીની કિંમતનાં લાગતાં અને તેઓ અનંત આત્મસત્તાની સાધના માટે હસતે મુખે ચાલી નીકળતા ! અંતરને વળગેલાં બંધન જાણે આપમેળે અળગાં થઈ જતાં હતાં. અનંત આત્મઋદ્ધિના સ્વામી એવા એ પ્રભુના ચરણે આવેલા, અખૂટ સંપત્તિના સ્વામી કહેવાતા લક્ષ્મીનંદનોને પોતાની સંપત્તિ તણખલાથી પણ હલકી લાગતી અને તેઓ અમર આત્મઋદ્ધિની શોધ માટે ચાલી નીકળતા ! અનંત જ્ઞાનના ધણી એ મહાપ્રભુની પાસે આવેલા અકાઢ્ય બુદ્ધિના સ્વામી અને સર્વ શાસ્ત્રોના પારગામી ગણાતા એવા પંડિતોને હૃદયબળ વગરનો બુદ્ધિનો વૈભવ નર્યા વિતંડાવાદ સમો લાગતો. અને તેઓ સાચા આત્મજ્ઞાનની શોધ માટે ઘરબાર છોડી ચાલી નીકળતા ! વાત વાતમાં ઘર છોડવાનો જાણે ચેપ ફેલાયો હતો ! જાણે આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિનો કોઈ મહાયુગ આરંભાયો હતો ! આવા બડભાગી યુગની આ એક વાર્તા છે ઃ પૃષ્ઠચંપાનગરીની શોભા અલકાપુરીની જેમ સૌને મંત્રમુગ્ધ •કરતી. ઊંચી અટારીઓ, વિશાળ રાજમાર્ગ અને મોટાં હોટ પૃષ્ઠચંપાની અપાર સંપત્તિનાં સાક્ષી બનતાં. પૃષ્ઠચંપાનો સ્વામી શાલ એક નીતિપરાયણ અને ધર્મપ્રેમી રાજા હતો. તેના સૌજન્ય અને પ્રજાપ્રેમની સુવાસ ચોમેર ફેલાયેલી હતી. શાલે પોતાના નાના ભાઈ મહાશાલને યુવરાજપદ આપ્યું હતું. આ બન્ને ભાઈઓના રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી અને આબાદ હતી. Page #81 -------------------------------------------------------------------------- ________________ te અભિષેક ભગવાન મહાવીરે અનંત જ્ઞાન મેળવી જગતને ઉપદેશ આપવો શરૂ કર્યો હતો. એમની દેશનાની અમીવર્ષા પ્રાણીઓનાં દુઃખસંતાપમાત્રને શમાવી દેતી. અનેક આત્માઓ એ વર્ષનાં સ્નાન કરવા આવી પહોંચતા. પોતાના આત્મમાર્ગનો અમરસંદેશો જગતને સંભળાવવા ભગવાન મહાવીર જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા હતા. પ્રભુના પગલે પગલે શાંતિની સરિતાઓ ઊમડવા લાગતી. એક ધન્ય દિવસે ઉદ્યાનપાળે શાલ રાજાને ખબર આપી : “દેવ, જ્ઞાતપુત્ર મહાવીર આજે આપણા નગરના ઉદ્યાનમાં પધાર્યા છે. ” ધર્મપરાયણ શાલ રાજા હર્ષભેર એ શુભ સમાચાર સાંભળી રહ્યો. શાલ રાજાએ મહાપ્રભુની આત્મસાધનાની અનેક વાતો સહસ્ર મુખે સાંભળી હતી. આજે તેમનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો આ અણમૂલો અવસર આવ્યો હતો. શાલના હૈયામાં આનંદનો મહામહેરામણ હિલોળા દેવા લાગ્યો. પ્રભુનાં દર્શન કરવા એનું અંતર ઉત્સુકતા અનુભવી રહ્યું. પોતાના નાના ભાઈ યુવરાજ મહાશાલ અને રાજપિરવાર સાથે રાજા શાલ પ્રભુચરણે આવી બેઠો. સંસારનું સાચું સ્વરૂપ સમજાવતા ભગવાનનું એક એક વચન શાલના અંતરનાં બંધનોને છેતું હતું ! પ્રભુની દેશનાનો એક એક ક્ષણ જાણે શાલને એના રાજવૈભવથી દૂર ને દૂર લઈ જતો હતો ! પ્રભુની વાણીનો એક એક શબ્દ શાલના અંતરમાં ગુંજારવ કરતો હતો. એ મહાપ્રભુની દેશના પૂરી થઈ અને જાણે શાલની આત્મસાધનાનો પ્રારંભ થયો. તેનું મન કોઈ અવનવી વસ્તુની શોધ માટે તત્પર થઈ બેઠું હતું. પ્રભુચરણે બેઠેલ શાલ, દેશના પૂરી થયા પછી, પોતાના નાના ભાઈ મહાશાલને સમજાવતો હતો : “ભાઈ ! તું યુવરાજ છે ! હવે તું રાજ્ય ચલાવવાને સર્વથા યોગ્ય થયો છે. તું આ રાજ્યભાર સંભાળી લે, અને મને પ્રભુચરણે અહીં જ બેસવા દે ! આપણી અખૂટ સંપત્તિ, આપણો અપાર રાજવૈભવ અને આપણા કુશળ મંત્રીઓ તને મારી Page #82 -------------------------------------------------------------------------- ________________ નિસ્તાર ૦ ૬૯ ખામી નહિ જણાવા દે. મેં એ બધું મન ભરીને ભોગવી લીધું છે. મારું મન હવે એ બધાથી ધરાઈ ગયું છે, અને કોઈ નવી વસ્તુ માટે તલસી રહ્યું છે. માટે, ભાઈ ! આપણી પ્રજાના ભલા ખાતર તું હવે આ રાજ્યનો સ્વીકાર કર અને એને આનંદપૂર્વક ભોગવીને સુખી થા !” જાણે યુવરાજ મહાશાલ ઉપર રાજ્યઋદ્ધિનું મોહાસ્ત્ર ફેંકાયું ! પણ યુવરાજ મહાશાલ એ શાલનો ભાઈ જ હતો ને ! કર્તવ્યસાધનામાં એ કોઈ રીતે શાલથી ઊતરે એવો ન હતો. આવું મોહાસ્ત્ર તેને લોભાવે એમ ન હતું. તેનું મન પણ ત્યાગ. તપ અને સંયમના માર્ગે પ્રયાણ કરવા તલસી રહ્યું હતું. તે નમ્રતાપૂર્વક બોલ્યો : “ભાઈ ! જે રાજ્ય, જે વૈભવ અને જે સંપત્તિ આપને ત્યાગવા લાયક લાગતાં હોય તેને સ્વીકારીને મારે શું કામ છે ? જેનાથી આપનું મન ધરાઈ ગયું એનાથી મારે પણ સર્યું ! આપ સુખ મેળવવા બીજે માર્ગે જાઓ. અને મને આ માર્ગે સુખી થવાનો આશીર્વાદ આપો, તે શી રીતે ફળે ? બાવળ વાવીને આંબો શી રીતે નિપજાવી શકાશે ? હું પણ આપની સાથે જ રહીશ. જ્યાં આપ ત્યાં આપનો આ સેવક ! કાયાથી છાયા જુદી થઈ કદી સાંભળી છે ? ભાઈ, હું તો આપનો પડછાયો ! એને અળગો શી રીતે કરી શકશો ?” શાલ અવાફ થઈ ગયો. મહાશાલનો આવો સ્પષ્ટ ઉત્તર સાંભળવાની એને કલ્પના પણ ન હતી. ક્ષણભર વિચાર કરી શાલ ફરી બોલ્યો : “પણ ભાઈ ! મારું મન હવે આ અનિત્ય સંસારમાં વધુ રાચવા નથી ચાહતું. પ્રભુની વાત મારા અંતરમાં વસી ગઈ છે. મને તો હવે આત્મસાધના જ ગમે છે. તું હજુ વૈભવ અને સુખ ભોગવવા યોગ્ય છે. ભોગોને ભોગવ્યા વગર એને તરછોડીને નીકળવાનો માર્ગ જોખમભર્યો છે. લાગણીના આવેશમાં આવીને ત્યાગ અને સંયમનો અતિ આકરો પંથ ગ્રહણ કરવો બરાબર નથી. વળી રાજ્યભાર પણ કોઈકે ઉપાડવો જરૂરી છે. પ્રજાની સેવા એ પણ જીવનનું એક અંગ જ છે ને ? આપણા શિરે રહેલી એ ફરજને પાળ્યા વગર પણ કેમ ચાલશે ? ભાઈ ! તું એ સંભાળી લે ! મને મુક્ત કર ! તારું કલ્યાણ થાઓ !” Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૦ અભિષેક મહાશાલ ફરી બોલ્યો : “આર્ય ! મારું કલ્યાણ તો આપના ચરણમાં જ છે. જ્યાં આપ ત્યાં જ હું ! આપની આજ્ઞા લોપતો હોઉં તો ક્ષમા કરશોપણ જો આ રાજવૈભવ આપને દુઃખકર્તા, અસારભૂત અને અનિત્ય લાગતાં હોય તો એ દુખસાગરમાં તમારા આ નાના ભાઈને એકલો મૂકી આપ આત્મમાર્ગે પ્રયાણ કરો એ ઉચિત છે ?” જાણે મહાશાલની જીભ નહીં પણ એનો અંતરાત્મા બોલી રહ્યો હતો, “આજ દિન સુધી જેને આપે આપની સાથે રાખ્યો તેને હવે ન છોડશો ! જીવ્યા મૂઆના આપણા સ્નેહસંબંધના દોરને અડધે રસ્તે ન કાપશો ! મરણ સિવાય કોઈ આપણને વિખૂટા નહીં પાડી શકે ! હું પણ આપની જેમ પ્રભુચરણે બેસી મારું કલ્યાણ સાધીશ. ઝીલવા માટે આવું અમૃતસરોવર મળતું હોય તો ગંધાતા ખાબોચિયામાં પડવાની શી જરૂર ? ભાઈ મને ના ન કહેશો. આપનો માર્ગ ભલે અતિ દુર્ગમ રહ્યો. આપની શુભાશિષ મને એના ઉપર ચાલવાનું બળ આપશે. ભાઈ, ભાઈ, આ રાજ્યના મોહક પાશમાં પડતો મને બચાવો ! આપનાં ચરણ મારે મન રાજપાટથી સવાયાં છે. એ સિંહાસન ઉપર બેસવાની મને આજ્ઞા આપો !” સ્વજનવમેં જોયું કે શાલની આંખ અશ્રુભીની થઈ હતી. નાના ભાઈનો અંતરનાદ એના હૈયાસોંસરો પહોંચી ગયો હતો. એ અવાજને જાકારો આપવો અશક્ય હતો – એને સ્વીકાર્યા વગર છૂટકો ન હતો. પોતાના નાના ભાઈની કસોટી થઈ ચૂકી હતી. શાલને હવે કશું વધારે કહેવાનું ન હતું. એનું હૈયું મૌન-ભાવનો આશ્રય શોધી રહ્યું. એ મૌનમાં સ્વીકારનો મેઘનાદ ભર્યો હતો. મહાશાલની ભાવના ફળીચૂકી હતી ! - અહીં તો રાજ્ય મેળવવાની નહીં, પણ રાજ્યનો ત્યાગ કરવાની સ્પધ મંડાઈ હતી. અને એ સ્પધ કરનાર બન્નેમાંથી કોઈનો પણ પરાજય નહીં પણ બન્નેનો મહાવિજય થવાનો હતો. છેવટે નક્કી થયું કે પૃષ્ઠ ચંપાનગરીનું રાજ્ય શાલ અને મહાશાલના બદલે કપિલપુરના સ્વામી પીઠના પુત્ર ગાંગિલને સોંપવું. ગાંગિલ એ શાલ અને છે અને બીજી અપશે. ભા રહો Page #84 -------------------------------------------------------------------------- ________________ નિસ્તાર ૦ ૭૧ મહાશાલની ભગિની યશોમતીનો પુત્ર થાય. પોતાના ભાણેજને રાજ્યભાર સોંપી બન્ને ભાઈ રાજકારભારની ચિંતાથી મુક્ત થયા. અને તે જ ક્ષણે. સર્પ જેમ કાંચળી ઉતારી ચાલતો થાય તેમ, સંસારની મોહમાયાને ઉતારી શાલ અને મહાશાલ પ્રભુને પગલે ચાલી નીકળ્યા. - ત્યાગની આવી વિરલ સ્પર્ધાને જાણે અભિનંદતાં હોય તેમ, દૂર દૂરના સરોવરમાં કમળો ખીલી રહ્યાં હતાં. [૨] ગિરિકંદરામાંથી વહી નીકળતી સરિતા છેવટે મહાસમુદ્રમાં વિલીન થઈ જાય તેમ, રાજ્ય-વૈભવનો ત્યાગ કરી ચાલી નીકળેલ શાલ અને મહાશાલ રાજવીઓ પ્રભુ સાથેના મુનિમંડળમાં વિલીન થઈ ગયા. મુનિવેષનું અણિશુદ્ધ ગૌરવ એ જ એમની પ્રિય પ્રવૃત્તિ બની. અત્યાર લગી રાજ્યસંચાલન અને આનંદવિનોદમાં ટેવાયેલું તેમનું મન હવે શાસ્ત્રાભ્યાસમાં પરોવાઈ ગયું. સતત અધ્યયન, ઉગ્ર તપશ્ચરણ અને વિશુદ્ધ સંયમનું પાલન એ જ તેમને ઈષ્ટ થઈ પડ્યું હતું. બહારની દુનિયા અંતરમાં સમાઈ ગઈ હતી. સહસ્રદળ કમળ પોતાની લીલા સંકેલી લીધી હતી. શ્રમણ ભગવાન મહાવીરની અમોઘ દેશનાથી પ્રતિબોધ પામી, શાલ-મહાશાલ રાજવૈભવનો ત્યાગ કરી ચાલી નીકળ્યા તે વખતે તેમને સંસારની અસારતાનું માત્ર જ્ઞાન જ હતું – તેનો જાતઅનુભવ મેળવવો હજી બાકી હતો. એ જાતઅનુભવ એમને હવે થવા લાગ્યો. જેમ જેમ એ સંયમનો રંગ વધુ ઘેરો થતો ગયો તેમ તેમ તેમનો આત્મા વધુ આનંદનો અનુભવ કરવા લાગ્યો. તેમને થયું ઃ અનિત્ય સંસાર સાચે જ મહાદુઃખનું કારણ છે ! એનો સર્વથા ત્યાગ કર્યા સિવાય આત્માને સુખ મળવું શક્ય નથી. બંધનોને છેદ્યા વિના મુક્તિનો લાભ ન મળી શકે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૦ અભિષેક એ અનુભવનું બળ એમની આત્મશક્તિને વધુ ને વધુ સચેત કરતું જતું હતું. અને પોતાનો આનંદ-અનુભવ પડઘા પાડતો હોય તેમ, શાલ અને મહાશાલ મુનિને એક દિવસ વિચાર આવ્યો : આપણે તો છૂટ્યા, પણ આપણો ભાણેજ ગાંગિલ આપણા જ કહેવાથી વધુ ફસાયો તેનું શું ? આપણા જ હાથે – પોતાના મામાના જ હાથે આપણા ભાણેજનું આવું અકલ્યાણ ? જે ફણીધરથી ભય પામીને આપણે નાસી છૂટ્યા, એ જ ફણીધરની પાસે આપણે આગ્રહ કરી કરીને આપણા ભાણેજને મોકલી આપ્યો – એ પાતકનો હિસાબ આપ્યા વગર કેમ ચાલશે ? આપણે ગાંગિલને રાજ્ય નથી આપ્યું પણ માથું પટકી પટકીને તોડવા માટે અતિ દૃઢ એવી સોનાની બંડી આપી છે. એ બિચારાનું શું થશે ? આપણી આત્મસાધના ત્યારે જ દીપે, જ્યારે આપણે આપણાં સ્વજનોને નિસ્તારનો માર્ગ બતાવીએ ! આપણો સ્નેહ ત્યારે જ નિર્મળ સ્નેહ ગણાય, જ્યારે આપણે આપણા સ્નેહીઓને આપણા આ આનંદઅનુભવના ભાગીદાર બનાવીએ. નહીં તો આપણા જેવા સ્વાર્થી અને એકલપેટા બીજા કોણ ગણાશે? આવું કલંક આપણે દૂર કરવું જ ઘટે ! અને સમયના વહેવા સાથે આ વિચારોનાં આંદોલનો વધુ ને વધુ ઘેરાં બનતાં ગયાં. તેને હવે શમાવવાં કે ઉવેખવાં એ અશક્ય હતું. એક દિવસ શાલ-મહાશાલ મુનિઓએ ભગવાન મહાવીરને વિનંતી કરી : “પ્રભુ ! આપે જેમ અમારો વિસ્તાર કર્યો તેમ, અમારા માટે માયાજાળમાં ફસાયેલ ગાંગિલ અને બીજા સ્વજનોનો પણ કૃપા કરી વિસ્તાર કરો – જેથી અમારો સ્નેહ અને સંયમ કૃતાર્થ થાય ! અને સ્વાધ અને એકલપેટા બનવાના દોષમાંથી અમારો પણ નિસ્તાર થાય. એ દોષનો ભાર અમને રાતદિવસ સતાવી રહ્યો છે. એ દૂર થાય તો જ અમારું ચિત્ત પ્રસન્નતાનો આસ્વાદ માણી શકે. કરુણાસાગર આપે આટલી કરુણા કરી છે તો કરુણાનાં થોડાં જળ વધુ વરસાવો!” ત્રિકાળજ્ઞાની પ્રભુને કશું કહેવાનું ન હતું, એમના મૌનમાં જ Page #86 -------------------------------------------------------------------------- ________________ નિસ્તાર ૭૩ યુગયુગના સંદેશ ભર્યા પડ્યા હતા. સાગરના પેટાળમાં રત્નો ભર્યાં હોય તેમ, તે બધા ભાવિભાવ જાણતા હતા. વખત પાકી ગયો હતો. તેમણે ગણધર ગૌતમને ગાંગલ અને તેનાં માતા-પિતાને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા કરી. શ્રી ગૌતમ ગણધર શાલ-મહાશાલ મુનિ સાથે ગાંગિલને પ્રતિબોધવા રાજગૃહીથી પૃષ્ઠચંપાનગરીમાં આવ્યા. પ્રભુઆજ્ઞાનું બળ એમના અંતરમાં ભર્યું પડ્યું હતું. પ્રભુના એ પરમ ભક્તે એ સર્વને પ્રતિબોધ પમાડી આત્મમાર્ગના ઉપાસક બનાવ્યા. પ્રદીપમાંથી પ્રદીપ પ્રગટે એમ ત્યાગમાંથી ત્યાગ ખીલી નીકળ્યો. અને ક્ષણ પહેલાંનો રાજવી ગાંગિલ પોતાનાં માતા-પિતા સાથે મુનિવેષ ધારણ કરી પ્રભુચરણમાં શરણ મેળવવા ચાલી નીકળ્યો. ગુરુ ગૌતમનો ફેરો સફળ થયો. શાલ અને મહાશાલનાં અંતર શાતા અનુભવી રહ્યાં. જે મામાના સ્નેહે ગાંગિલને અપાર રાજ્યઋદ્ધિનો સ્વામી બનાવ્યો હતો તે જ મામાના સ્નેહે એને અનંત આત્મઋદ્ધિનો માર્ગ દર્શાવ્યો. મામા અને ભાણેજનો એ સાચો સ્નેહ અમર થયો ! [ ૩ ] ગાંગિલને સહજમાત્રમાં પ્રતિબોધ પમાડી ગૌતમસ્વામી પ્રભુ પાસે આવતા હતા. તેમની સાથે ગાંગિલ, તેના પીતા પીઠ, તેની માતા યશોમતી અને શાલ-મહાશાલ મુનિઓ હતા. ગાંગિલના સરળ પરિણામનો વિચાર કરતાં ગુરુગૌતમ આત્મમંથનમાં લીન થયા હતા. રસ્તે ચાલતાં સૌનાં મન ગુરુ ગૌતમના ઉપદેશના સ્મરણમાં લીન થયાં હતાં. જાણે જુગ-જુગ-જૂનાં બંધનો ક્ષણમાત્રમાં તૂટી જવાનાં હોય તેમ સૌ આત્મધ્યાનમાં મગ્ન હતાં. સંસારની અનિત્યતા અને મોક્ષની નિત્યતા સૌના મનમાં રમી રહી હતી. આત્મભાવે સહુને અંતર્મુખ બનાવી દીધાં હતાં. વાણી ત્યાં થંભી ગઈ હતી. વિચારણાનું ત્યાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૦ અભિષેક સામ્રાજ્ય જામ્યું હતું. એ વિચારણા ધીમે ધીમે એટલી ઘેરી બનતી જતી હતી કે આખી દુનિયાને પાછળ મૂકીને એ આગળ વધી જવાના હતા. અંતિમ શ્રેયની ઘડી નજીક ને નજીક આવતી જતી હતી. અને સાચે જ. એ સૌએ એ ભાવનાની સતત વિચારણામાં માર્ગમાં જ પોતાનું અંતિમ શ્રેય સાધી લીધું. પળે પળે વધતી જતી અંતરની વિશુદ્ધિએ સ્થળ અને કાળની મર્યાદાને લુપ્ત કરી દીધી. સૂદિવ સોળે કળાએ ખીલી ઊઠે તેમ એમનો આત્મા પૂર્ણ રૂપે ખીલી ઊઠ્યો – એ પાંચેય જણાને માર્ગમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સૌએ પોતાના આત્માનો સાક્ષાત્કાર અનુભવ્યો. એ પંચમાં પરમેશ્વર આવીને વસી ગયો. ગુરુ ગૌતમ તો હજુ પણ આત્મવિચારણામાં લીન હતા ! પંથ પૂરો થયો અને સહુ પ્રભુની પાસે આવી પહોંચ્યાં. પ્રભુ પાસે આવી ગૌતમસ્વામીએ પ્રદક્ષિણા દીધી અને ગાંગિલ વગેરે પાંચે ધર્માત્માઓને પણ પ્રભુને પ્રદક્ષિણા દેવા કહ્યું. પ્રભુએ ત્યારે ગૌતમને કહ્યું : “હે ગૌતમ ! એ કેવળજ્ઞાનીઓની આશાતના ન કરો ! એ પાંચેયને કેવળજ્ઞાન થયું છે. એમનો વિનય કરો !” સરળતા અને નમ્રતાની મૂર્તિ ગુરુ ગૌતમસ્વામીએ નતમસ્તકે એમની ક્ષમા યાચી અને તેમનો વિનય કર્યો ! દેવતાઓએ મહોત્સવ કર્યો ! માનવવંદ એ પુણ્યાત્માઓને વંદી રહ્યું. ત્યાગ, તપ અને સંયમનો જયજયકાર થયો ! અંતરના સાચા સ્નેહે અનેકનો નિતાર કયની આ કથા અમર બની ગઈ. Page #88 -------------------------------------------------------------------------- ________________ h એક દિવસ મિથિલાપતિ મિરાજના રાજપ્રાસાદમાં પરિચારકો દોડાદોડ કરી રહ્યા છે. મિથિલાપતિ મહાભયંકર વ્યાધિમાં સપડાયા છે. રોગનાં ઔષધો અપાર છે, દરદના નિષ્ણાતોનો ય તૂટો નથી, પણ કોઈની કારી ફાવતી નથી. રાજાજીના મનમાં ચેન નથી. રાણીઓનાં મન પણ બેચેન બની ગયાં છે. મંત્રીઓ અને સામંતો પણ સચિંત બન્યા છે. સુવર્ણકંકણ નિમરાજનું શરીર દાહની પીડાથી ઘેરાઈ ગયું છે. એમના રોમેરોમમાં દાવાનળ જેવી લાય અને વીંછીના ડંખ સમી વેદના પ્રગટી છે. આખું શરીર જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. એમની પીડાનો કોઈ પાર નથી. મુલાયમ પુષ્પશય્યાઓ પણ આજે આસાયેશ આપી શકતી નથી. એ તો, ધખધખતી રેતીમાં માછલી તરક્કે એમ, પોતાની પથારીમાં તરફડિયાં મારે છે. એક એક પળ જાણે યુગયુગ જેવી વીતી રહી છે. "" મિરાજ બોકાસાં નાખે છે, ચીસો પાડે છે. એનું હૈયું જાણે વિમાસણના ખારા સાગરમાં ડૂબતું ડૂબતું પ્રશ્ન કરે છે : અરે ! આટઆટલાં સત્તા, ધન, વૈભવ ને સેના મારી પાસે, છતાં કોઈ મારું દુઃખ દૂર ન કરી શકે ?’ પણ એ પ્રશ્નનો જવાબ નિરાશામાં મળે છે. રાજરાણીઓ, મંત્રીઓ અને અન્ય રાજકર્મચારીઓ અપાર ધનવૈભવ, વિશાળ સૈન્ય અને અદમ્ય શક્તિના માલિકને અસહાયક બનીને તરફડિયાં મારતો જોઈ રહેવા સિવાય કંઈ કરી શકતાં નથી ! શું કરવું ? – એ કોઈને સૂઝતું નથી. દેશ-વિદેશના વૈદ્યો આવે છે, પાણીમૂલે ધન વપરાય છે, પણ તેઓ એક રાજા જેવા રાજાને સાજો કરી શકતા નથી. કોઈની કશી દવા ફાવતી નથી. જાણે બધાનું પાણી ઊતરી Page #89 -------------------------------------------------------------------------- ________________ g અભિષેક જાય છે ! માંત્રિકો આવે છે, અને તાંત્રિકો આવે છે, પણ દર્દ એવું નઠોર બનીને આવ્યું છે કે કોઈનો ગજ વાગતો નથી. મિથિલાપતિ નમિરાજ બિચારા પિલાયા જ કરે છે. એ વિચારે છે ઃ અરેરે ! આટલાં બધાં એકઠાં થઈને પણ મારા એકનો રોગ દૂર કરી શકતાં નથી ? અમે તમારાં, અમે તમારાં એ નાદ શું જૂઠો હતો ? ખરે વખતે શું મારું કોઈ નથી ? આદાહમાં ચંદવિલેપન થોડીક શાંતિ આપી શકે એમ વિચારી રાજરાણીઓ પોતે જ ચંદનવિલેપન ઘસીને એના કટોરા ભરે છે. એ વિલેપન થોડી વાર કાયાને શાંતિ આપે છે, પણ વળી પાછી એની એ અશાંતિ ! નિમરાજનાં તન અને મન વધુ ને વધુ સંતપ્ત બનતાં ચાલ્યાં છે. હવે તો એમને કોઈની વાતમાં પણ રસ નથી. કોઈની વાત સાંભળતાં પણ એ ચિડાઈ જાય છે. મધુર સંગીત કર્ણશૂળ જેવું લાગે છે. પંખીઓનો કલ૨વ હથોડાના ઘા જેવો લાગે છે. પછી કોઈનું બોલ્યું તો ગમે જ શાનું ? દિવસો વીતી જાય છે આ વ્યથામાં, પણ મિરાજની વેદના કોઈ વિદારી શકતું નથી. રાજવીનું મન વિચારી રહ્યું છે, કે અરે, ભરી દુનિયામાં ખરે વખતે મારું કોઈ નહિ ! દાસદાસીઓને બદલે રાજરાણીઓ પોતે જ ચંદનલેપ ઘસે છે. એમના હાથમાંનાં સુવર્ણકંકણોમાંથી કર્ણપ્રિય રવ ઊઠીને મધુર સંગીત રચી રહ્યો છે. 44 ત્યાં તો નમિરાજ બરાડી ઊઠ્યા : બંધ કરો આ ભડાકા-ધડાકા ! આવો કર્કશ રવ ક્યાંથી આવે છે ? હાંકી કાઢો એ અવાજ કરનારને !” કંકણોના અથડાવાથી એ ૨૫ જાગ્યો હતો. રાણીઓએ સૌભાગ્યના ચિહ્નરૂપ એક એક કંકણ હાથમાં રાખીને બાકીનાં કંકણો ઉતારી નાખ્યાં. ફરી ચંદનવિલેપન ઘસાવા લાગ્યું. ત્યાં પાછા નનમરાજ Page #90 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણકંકણ ૦ ૭૭ બોલી ઊઠ્યા: “અરે, ચંદન ઘસનારા ક્યાં મરી ગયા? મારી પીડા તો જુઓ ! ચંદન ઘસવું કેમ બંધ કર્યું ? વાહ રે સંસાર ! દુઃખ પડે ત્યારે પોતાનાં હોય તે પણ પોતાને તજી જાય ! આજ મારું કોઈ નહિ ! હું સાવ એકલવાયો !” પટરાણી નમ્રતાથી બોલ્યાં : “નાથ, ચંદન બરાબર ઘસાય છે. એના કટોરા ભર્યા પડ્યા છે. આપ માગો તેટલું વિલેપન હાજર છે. આજ્ઞા કરો એટલી જ વાર.” ત્યારે એ ઘર્ષણના અવાજ કેમ નથી સંભળાતા ?” “સ્વામી ! આપને કંકણનો અવાજ અકારો થઈ પડ્યો. નાનો-શો અવાજ પણ ભડાકા-ધડાકા જેવો લાગ્યો, તેથી અમે અમારા હાથમાં એક એક સૌભાગ્યકંકણ રાખીને બાકીનાં ઉતારી નાખ્યાં, એટલે એનો અવાજ બંધ થયો.” બંધ થયો ?... એક એક કંકણ રહ્યું એટલે અવાજ.. થતો. બંધ થયો...? એમ જ ને?” અને નમિરાજ કોઈ ઊંડા વિચારમાં ઊતરી ગયા. શરીરની બધી ય પીડા જાણે મનોમંથનમાં વીસરાઈ ગઈ. એ જાણે મનોમન કહેતા હતા ? હાથમાં એક જ સુવર્ણકંકણ રહ્યું એટલે બધું ઘર્ષણ ટળી ગયું, ખરું ને? એક હોય ત્યાં ઘર્ષણ ન ટકે, એમ જ ને ? અને જાણે એમને કોઈ સુખની ચાવી લીધી ગઈ હોય એવો સંતોષ એમના મુખ ઉપર પ્રસરી રહ્યો. એ મનની દુનિયામાં ઊતરી ગયા, એટલે તનની દુનિયા વિસરાઈ ગઈ. તરફડાટ શમી ગયો. સૌ સમજ્યાં કે રાજાજીની અંગપીડા ઓછી થઈ. નમિરાજ વધુ ને વધુ ચિંતનમાં ઊતરતા ગયા. એમને થયું કે જ્યાં એ વખત, જ્યારે રણમેદાનમાં અસિધારાઓના ખણખણાટથી હૈયું નાચી ઊઠતું હતું. સૈન્યની રણહાકો, અશ્વના હણહણાટ અને હાથીઓની કિકિયારીથી અંતરમાં ઉમંગની લહેરો ઊઠતી હતી; અને ક્યાં આજનો વખત, જ્યારે એક સુવર્ણકંકણનો અવાજ પણ અકારો થઈ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૦ અભિષેક પડ્યો છે ! બે ભેગા થયા કે ઘર્ષણ થયું જ સમજો. એકલું હોય ત્યાં ન ઘર્ષણ, ન વિવાદ, ન વિગ્રહ કે ન કલહકંકાસ ! સાચું સુખ અને સાચી શાંતિ તો એકલા રહેવામાં જ મળે ! અને જાણે એમને અંતરનું જ્ઞાન લાધી ગયું. એમણે નિર્ણય કર્યો : આ રોગ મને ભરખી જવાનો હોય તો ભલે ભરખી જાય. એ રોગ મને નથી થયો, મારાથી ભિન્ન જે દેહ, એને થયો છે. તો પછી બીજાના દુઃખની મને શી પીડા? અને જે પોતાનું નથી એવાની ચિંતા પણ શું કરવી ? ભલો હું ને ભલું મારું એકલાપણું. આ રાજવૈભવ, આ રાજરાણીઓ અને આ જંજાળ મારે માટે હવે નકામાં. સુખ અને શાંતિ તો એકલતામાં જ મળવાનાં ! નમિરાજનો તનનો વ્યાધિ વિદાય થઈ ગયો: મનની દુનિયામાં જાણે એ ફરી રહ્યા. રાજાજીને નવો અવતાર આવ્યો, એ હર્ષમાં આખા રાજ્યમાં ઉત્સવ ઊજવાયો. પણ એ આનંદ-ઉત્સવમાં મિથિલાપતિ જળમાં કમળ જેવા અલિપ્ત હતા. એક દહાડો એમણે સ્વજનો અને પરિજનો સહુને એકઠાં કરીને લાગણીભીના સ્વરે કહ્યું : “હું એકલો છું. “મારું કોઈ નથી. “હું કોઈનો નથી. “એકાકીપણામાં જ ખરું સુખ છે; બે થવામાં ઘર્ષણ છે ? સુવર્ણકંકણોએ એ વાત સમજાવી છે. જે મારું નથી, એને છોડી જાઉં છું. “ જે તમારું નથી, એના ત્યાગનો શોક ન કરશો.” અને જ્યારે નમિરાજ રાજ્યનો અને સર્વ સામગ્રીનો ત્યાગ કરીને, સૌથી અળગા થઈને, વનવગડાની વાટ ભણી ચાલી નીકળ્યા, ત્યારે એમના મુખ ઉપર, પહેલું આણું વળીને સાસરે જતી નવોઢા જેવો આનંદ વિલસી રહ્યો હતો. સર્વસ્વના ત્યાગમાં એમનું સર્વ સુખ સમાઈ ગયું હતું. Page #92 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણકંકણ - ૭૯ ઝીલ્યા કરત ચિતા પોતે જ બની એકલતા એમને અમૃત સમી મીઠી થઈ પડી હતી. નમિરાજની એકલતાની વાત પવનવેગે ચોમેર પ્રસરી ગઈ. પણ દુનિયા તો દોરંગીઃ કોઈ એમના ત્યાગની પ્રશંસા કરતું, તો કોઈ કાયર કહીને એમનો તિરસ્કાર કરતું. પણ નમિરાજ તો એકલતામાં મસ્ત બનીને આનંદસાગરમાં ઝીલ્યા કરતા હતા. ન કોઈની પરવા, ન કોઈની ચિંતા. પોતે ભલા અને પોતાની એકલતા ભલી. એકલતા જાણે એમની સહધર્મચારિણી બની ગઈ ! અને પછી તો એ એકલતાનો એવો રંગ લાગ્યો કે નમિરાજ બીજું બધું જ વીસરી ગયા. એમની અંતર્મુખ વૃત્તિ જાણે એમના મનને સમજાવતી હતી : “બે હાથ ભેગા થયા કે તાળી પડી જ સમજો, ન બે હાથ ભેગા થશે, ન અશાંતિ જાગશે. “મારું અને તારું ? એ બેનો સંયોગ, એનું નામ જ કલહ, એ બે ટળ્યાં કે કલહનું નામ જ ન મળે! જડ અને ચેતનઃ એ બે ભેગાં થયાં કે બંધન થયું જ સમજો ! ન જડ હોય, ન બંધન થાય. “એકલતા એ જ શાંતિ. એકલતામાં જ આનંદ, એકલતાથી જ મુક્તિ !” અને એમના દિવસો નિજાનંદમાં વીતવા લાગ્યા. [ ૩] એક દિવસ કોઈકે આવીને નમિરાજને કહ્યું : “રાજર્ષિ. તમે તો અહીં આવીને નિરાંતે બેસી ગયા, પણ તમારી પ્રાણપ્યારી મિથિલા તો ભડકે બળી રહી છે ! વાયુથી વધેલો અગ્નિ તમારા રાજમંદિરને ભરખી રહ્યો છે. એમાં તમારું અંતઃપુર પણ ભસ્મ થઈ રહ્યું છે અને તમે તો એ તરફ જોતા પણ નથી !” નમિરાજે તરત કહ્યું: “મિથિલા ભડકે બળે છે એમ તમે કહ્યું ? Page #93 -------------------------------------------------------------------------- ________________ ८० અભિષેક રાજમંદિર અને અંતઃપુર સળગી રહ્યાં છે એમ તમે કહો છો ? અરે ! પણ એ મિથિલા નથી બળતી, એ રાજમંદિર નથી બળતું, એ અંતઃપુર પણ નથી ભસ્મ થતું; એ તો મારી મમતા અને મારો અહંકાર, મારી આસક્તિ અને મારો ગર્વ, મારો વિલાસ અને મારી વાસના ભડભડ બળી રહ્યાં છે! મમતા અને અહંકાર, આસક્તિ અને ગર્વ, વિલાસ અને વાસના ભસ્મ થયા વગર મારી એકલતા અને મારી શાંતિ સિદ્ધ નથી થવાની. આજે એ વગર માગ્યે, સહજપણે સિદ્ધ થઈ રહી હોય તો એનો શોચ શો કરવો ? અને સૌને જઈને કહેજો કે મિથિલામાં મારું કંઈ છે જ નહીં. એના મમત્વથી મુક્ત થયેલો હું અહીં સુખેથી રહું છું અને સુખપૂર્વક જીવું છું. “ હું એકલો છું, મારું કોઈ નથી; હું કોઈનો નથી. મારા દેહ પર પણ મને આસક્તિ નથી, તો મિથિલા પર તો ક્યાંથી હોય ? મિથિલા બળે એમાં મારું કંઈ બળતું નથી ?” કહેવા આવનાર ચૂપ થઈ ચાલ્યા ગયા. મિરાજની એકલતા આગળ ને આગળ વધવા લાગી. નિમરાજના સૂતેલા આત્માને ઢંઢોળીને જગાડનાર સુવર્ણકંકણ એ દિવસે અમર બની ગયું. Page #94 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું સુવર્ણ એ યુગના ભલભલાના કંઈક અંધારા નવીન વિક્રમ સંવતનો આરંભ થયો તે પહેલાંના સમયની આ વાત છે. જ્ઞાન અને ચારિત્રના તેજથી ઝળહળતા આચાર્ય શ્રી કાલકનો પ્રભાવ વિસ્તરતો જતો હતો. એમના શાસ્ત્રજ્ઞાનથી આકર્ષાઈ અનેક શ્રમણો એમની પાસે અધ્યયન કરવા આવતા. એમની સાધુતા ભલભલાનાં મનને કામણ કરતી. એમની સાહસક્રૂરતાનો તો એ યુગમાં જોટો જ ન હતો. શાસનના ગગનાંગણમાં જાણે નવીન સૂર્ય ઊગ્યો હતો. અને એ સૂર્યના પ્રકાશથી કંઈક અંધારાં ઉલેચાઈ જવાનાં હતાં, કંઈક અધર્મો દૂર થવાના હતા, કંઈક અન્યાયો નામશેષ થવાના હતા. જન્મના ક્ષત્રિય આર્ય કાલક જ્યારે પોતાનાં સુખ-સાહ્યબીનો હસતે મુખે ત્યાગ કરીને આત્મસાધનાને પંથે ચાલી નીકળ્યા, ત્યારે પણ એમણે ક્ષત્રિયસહજ શૂરવીરતાનું ભાતું તો પોતાની સાથે જ રાખ્યું હતું. દીન-હીન-કંગાલ બનીને જીવવામાં એ માનતા નહોતા; પામર બનીને સાધના કરવામાં એમને શ્રદ્ધા નહોતી, કોઈના ઓશિયાળા બનીને રહેવું એ એમને જીવતા મોત જેવું અકારું લાગતું. સિંહની જેમ રહેવું, સિંહની જેમ જીવવું અને સિંહની જેમ જીવન સમાપ્ત કરવું - એ જ એ સિંહપુરુષની ખેવના હતી. એ જ્યારે શાસ્ત્રોનું સર્જન કરતા, કે શાસ્ત્રોના અર્થોનો વિસ્તાર કરતા ત્યારે જાણે સરસ્વતીનો અવતાર બની જતા. એમની વાણીની ધારાથી સર્વ શંકા-કુશંકા અને સર્વ આશંકાઓના પંકનું પ્રક્ષાલન થઈ જતું અને અંતરમાં નિર્મળ શ્રદ્ધાનાં અને જ્ઞાનનાં પંકજ ખીલી ઊઠતાં. એક દિવસ યૌવનના ઉંબરમાં પગ માંડતો એક યુવક આર્ય કાલકની પાસે આવીને એમના ચરણે પડ્યો, અને વિનંતી કરતો Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ અભિષેક બોલ્યો : “દેવાર્ય ! આપની વાણીથી મારા મનના મોહડંકનું પ્રક્ષાલન થઈ ગયું છે. ઘરમાં રહીને એશઆરામ કરવાની કોઈ વાસના હવે રહી નથી. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિના ત્રિવેણીસંગમના આરે હું મારા જીવનના પંકજને ખીલવવા ચાહું છું. મને આપના શરણમાં રહેવાની અનુમતિ આપવાનો અનુગ્રહ કરો !” આર્ય કાલક પળવાર એ આગન્તુકની સામે જોઈ રહ્યા ઃ કેવી સુંદર તરુણાવસ્થા હતી ! ગુરુએ મૌન-વ્યાખ્યાન કર્યું. આવેલો યુવાન શ્રમણ બનીને એમની સેવામાં રહી ગયો. જુવાન સાધુ સદા ગુરુની પાસે ને પાસે જ રહે છે, ગુરુનો પડછાયો બની એમની સેવા-શુશ્રુષામાં રત રહે છે. વિદ્યા-અધ્યયનની એની લગની ભારે છે. એ તો જ્ઞાની ગુરુને વારે વારે પ્રશ્નો પૂછ્યા કરે છે. ગુરુ પણ જાણે સુપાત્ર મળી ગયું હોય એમ વિદ્યાનું દાન દેતાં થાકતા નથી. લોકો કહે છે ઃ ખરી મળી છે આ ગુરુ અને શિષ્યની બેલડી ! આર્ય કાલકને શિષ્યો તો અનેક હતા, પણ એમને આ નવા શિષ્યમાં ભારે હીર દેખાયું. એમના અંતરમાં આ જિજ્ઞાસુ શિષ્ય ઉપર ભારે ભાવ જન્મ્યો. લેનાર થાકે તો દેનાર ન થાકે, અને દેનાર થાકે તો લેનાર ન થાકે એવી જ્ઞાનોપાસનાની અવિરત ધારા ત્યાં વહી રહી. શું શિષ્યની બુદ્ધિની ચમત્કૃતિ ! શું ગુરુની જિજ્ઞાસાપૂર્તિની અપૂર્વ શક્તિ ! શિષ્યને વિદ્યાઉપાસના અને ગુરુસેવા, એ સિવાય બીજું બધું તુચ્છ લાગે છે. ગુરુ પણ અહર્નિશ આ નવા શિષ્યના જીવનવિકાસનું ધ્યાન રાખી રહ્યા છે. શિષ્યની વિદ્યાવૃત્તિ જોઈ ગુરુનું અંતર અતિ સંતુષ્ટ બની જાય છે. આર્ય કાલક ક્યારેક વિચારે છે : કેવો વિદ્યાપરાયણ શિષ્ય છે ! જો જ્ઞાનમાં પારંગત બનીને ચારિત્રમાં એકનિષ્ઠ બની જાય તો એનો બેડો પાર થઈ જાય, પ્રભુશાસનનો મહિમા વિસ્તરવા લાગે અને મારું ગુરુપદ પણ ધન્ય બની જાય. Page #96 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું સુવર્ણ ૦ ૮૩ બુદ્ધિમત્તાનું સોનું તો લાધી ગયું છે, એમાં વિશુદ્ધ ચારિત્રની સુગંધ ભળી જાય તો...? અને ગુરુની વિચારમાળા ભાવિનાં સ્વપ્ન જોવા લાગી [ 2 ]. કાળદેવતાની ઘડીમાંથી રેતી ગળતી જાય છે. નવદીક્ષિત શ્રમણ જૂના થયા છે. એમના દીક્ષા જીવન ઉપરથી પાંચ-સાત વર્ષોનો કાળપટ પસાર થઈ ગયો છે. ગુરુ અને શિષ્યના અંતરની એકરૂપતા ઘેરી બની ગઈ છે. ગુરુને થાય છે ? મારો શિષ્ય ! શિષ્યનો રોમ રોમ પોકારે છે ઃ મારા ગુરુ ! વિદ્યાતપની ઉપાસના અખંડ ચાલ્યા કરે છે. એ ઉપાસનામાં ગુરુ અને શિષ્ય વચ્ચે હૃદયનું અદ્વૈત રચાઈ ગયું છે : ખોળિયાં બે, પણ આત્મા તો જાણે એક જ! લોક કહે છે: “ધન્ય ગુરુ ! ધન્ય ચેલા !” નવા શ્રમણની કાયા હવે ભરયૌવનમાં પ્રવેશીને પાંગરવા લાગી છે. ગૌર વર્ણ, કાંતિમાન મુખ, તેજભર્યા નયનો : જાણે સાધુજીવનને યોગ્ય જીર્ણ મલિન વસ્ત્રો પણ એ કાયાને મનોરમ બનાવી જાય છે. બે ઘડી જોયા કરીએ એવી કલામય રીતે કંડારેલી દેવપ્રતિમા જેવી એની કયા છે. ગુરુજી જુએ છે તે વિચારે છેઃ તપ, વ્રત અને સંયમનાં નિયંત્રણો ભલે ગમે તેટલાં કઠોર હોય, છતાં યૌવનનું રૂપ-રંગ-ભર્યું ઉદ્યાન પાંગર્યા વગર નથી રહેતું. મુનિને જોઈને સૌ હરખાય છે. ગુરુજી પણ અંતરમાં રાજી થાય છે. એ જુએ છે, અંતરમાં એક સુરમ્ય સ્વપ્ન : આવો જ્ઞાનગંભીર અને આવી ભવ્યતાનો ધારક શ્રમણ જ્યારે ધર્મોપદેષ્ટાની પાટે બેસશે ત્યારે કેવો દીપી ઊઠશે ! એના ઉપદેશથી કેવો ધર્મોદ્યોત થશે ! સંઘસમુદાય કેવો Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ૦ અભિષેક ઘેલો ઘેલો થઈ જશે ! શાસનની કેવી પ્રભાવના થશે ! પણ એ વિચારમાળા ત્યાં જ થંભી જાય છે. એમને વળી મનમાં શંકા જાગે છે : રખેને આવા સર્વગુણસંપન્ન લાગતા આ શ્રમણને કોઈની નજર લાગી જાય ! [ ૩ ] અને સાચે જ, આર્ય કાલકના અંતરની શંકા સાચું રૂપ ધરીને એક દિવસ સામે ખડી થાય છે. પોતાના જ્ઞાન અને ઓજસથી સૌના અંતરને જીતનાર એ શ્રમણ આજે નીચું મુખ કરીને આર્ય કાલકની સામે ખડા છે ? જાણે એમનું પોતાનું જ અંતર ક્યાંક ખોઈને આવ્યા હોય એમ, જાણે એ પોતે જ રાહ ચૂકીને કાંટાળા પંથે જઈ ભરાણા હોય એમ ! સૂરિજી પૂછે છે : “કહો, શ્રમણ ! આજે આમ બેચેન કાં ભાસો છો? તમારા અંતરમાં શું દુઃખ વસ્યું છે? મનમાં તો શાતા છે ને?” શિષ્યની વાચા બંધ છે, એની આંખોના ખૂણા આંસુભીના બનીને એના અંતરના મંથનની સાખ પૂરે છે. ફરી ગુરુ પૂછે છે: “એવું તે શું થયું છે વત્સ, કે આમ આંસુ સારો છો ? સંયમમાં આવી સુંવાળપ શોભે ? સાવધ થાઓ સાધુ, તમારા ચિત્તને સ્થિર કરો ! તમારા હૃદયને સ્વસ્થ કરો ! તમારા આત્માનું ચિંતવન કરો ! પ્રમાદનો ત્યાગ કરો ! મનમાં જે બોજ ભરાયો હોય તે તમારા ગુરુને નહીં કહો તો બીજા કોને કહેશો ?” શિષ્ય તો નીચું જ જોઈ રહે છે. ગુરુજીનાં નેત્ર સાથે નેત્ર મેળવવાની પણ આજે એની હિંમત ચાલતી નથી. એ નત મસ્તકે ને ભારે સ્વરે કહે છે : ગુરુદેવ, મારો આત્મા ખોવાઈ ગયો છે. મારું હૈયું હાથ નથી. રહ્યું. મારું ચિત્ત ચંચલ બની ગયું છે. પ્રમાદના માર્ગે મારું મન દોડી રહ્યું છે. ગુરુદેવ, ગુરુદેવ, આ સંયમનો ભાર હવે અસહ્ય બની ગયો છે. આપનું દીધું અમૃત હું ન પચાવી શક્યો ! આપનો લાયક શિષ્ય ન Page #98 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું સુવર્ણ ૦ ૮૫ નીવડ્યો. ખરેખર, હું હતભાગી છું! સ્વીકારો એક દિવસ આપે દીધેલું આ દાન પાછું અને મારો...” - વાણી ત્યાં થંભી ગઈ, અને શિષ્ય ઝડપથી સાધુતાનો અંચળો ઉતારીને ત્યાંથી ચાલતો થયો. પાણીના પરપોટાની જેમ પળવારમાં ગુરુ-શિષ્યનો સંબંધ પૂરો થયો. આર્ય કાલક ભગ્ન થયેલ આશાના અવશેષ, નેત્ર બંધ કરીને, જાણે અંતરમાં જ નિહાળી રહ્યા. [૪] આર્ય કાલક અંતરમાં ઊંડા ઊતરીને વિચાર કરે છે કે આટલા વખત સુધી શું આ શિષ્યની પાછળ પાણી જ વલોવ્યા કર્યું, કે શું રેતી જ પીલ્યા કરી ? આવો ઉત્તમ જીવ, આટઆટલી મહેનત અને એનું આવું પરિણામ ? વાહ રે વિધાતા ! આર્ય કાલકની વિમાસણનો કોઈ પાર નથી – જાણે સિંહની કેશવાળી ઉપર કોઈએ તરાપ મારી ! આર્ય કાલકના સાથી નિગ્રંથો સહજ ઉપહાસ કરતાં આર્ય કાલકને કહે છે : “સૂરિવર ! શિષ્યો તો આવે અને જાય ! એનો શોચ શો કરવો ? નીંભાડાના પાકમાં નાખેલા બધા ય ઘડા થોડા સલામત નીકળે છે ? એમાંથી તો કંઈક ફૂટેલ પણ નીકળે ! એ તો જેવો ભાવિભાવ !” આર્ય કાલક કશો જ ઉત્તર નથી આપતા. એ તો વિચારમાં મગ્ન છે. એમની ગંભીરતા વધુ ઘેરી બને છે. પણ ઉપહાસને માર્ગે ચઢેલા શ્રમણો વળી કહે છે : “સૂરિવર, આપ શાસ્ત્રો તો બહુ ભણ્યા, આપે શાસ્ત્રો રચ્યાં પણ ખરાં, પણ જ્યાં સુધી નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન નથી મેળવ્યું, ત્યાં સુધી બધું અધૂરું જ સમજો ! નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી આપ શુભ મુહૂર્ત નક્કી કરો, દીક્ષાર્થીના ભાવિભાવનું દર્શન કરો, અને પછી દીક્ષા આપો તો આપની મહેનત કદી અફળ ન જાય ! નિમિત્તશાસ્ત્રનું જ્ઞાન એ તો , Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૦ અભિષેક સફળતાનો માર્ગ દાખવતો દીવો કહેવાય દીવો !” આર્ય કાલકના અંતરને ચોટ લાગી ગઈ : “નિમિત્તજ્ઞાનથી અનભિજ્ઞ ! આટલું પણ અજ્ઞાન શાને નભાવવું ?” - અને નિગ્રંથોએ ઉપહાસમાં કરેલી વાત સાચી પડી. બે વીશી કરતાં પણ વધુ ઉંમર વટાવી ગયેલ આર્ય કાલકે, એક વિદ્યાર્થીની જેમ, નિમિત્તશાસ્ત્રના અધ્યયનનો દૃઢ સંકલ્પ કરી લીધો. પણ એ માટે ગુરુ કયાંથી મળે ? કોઈએ કહ્યું : “આજીવક પંથના શ્રમણો નિમિત્તશાસ્ત્રના જ્ઞાનમાં પારંગત હોય છે. દક્ષિણમાં ગોદાવરીને તીરે આવેલ પ્રતિષ્ઠાનપુર (હાલનું પૈઠન) નગરમાં જઈને એમની પાસેથી એ જ્ઞાન મેળવી શકશો.” ભૂખ્યાને જાણે ભાવતું ભોજન મળી ગયું. પણ વળી એ પ્રશ્ન થયોઃ આજીવક પંથ તો ગોશાલકનો અનુયાયી; અને ગોશાલક તો ભગવાન મહાવીરનો-એમના ધર્મનો વિરોધી ! એમની પાસે વિદ્યાલાભ માટે કેમ જવાય ? પણ આ વિચારનું વમળ ઝાઝો વખત ન ટક્યું. મને તરત ઉકેલ આપ્યો: વિદ્યા તો ગમે તેની પાસેથી લેવાય. ગમે ત્યાં પડ્યું હોય તો ય સુવર્ણ એ તો સુવર્ણ જ ! એમાં મારા-તારાનો ભેદ ન હોય ! પંકજને લેવા માટે પંકમાં પણ જવું પડે, તો આ તો સાધુ છે. અને આર્ય કાલકે પ્રતિષ્ઠાનપુર તરફ વિહરવાનો સંકલ્પ કરી લીધો. અન્ય શ્રમણો તો હજી પણ મશ્કરી જ સમજતા હતા. એમને થયું : “આ ઉંમરે તે વિદ્યાસાધના થતી હશે ? પાકે ઘડે તે કાંઠા ચડતા કદી જોયા કે સાંભળ્યા છે ?” પણ મનમાં નિર્ણય કર્યા પછી પાછા પગ ભરે એ આર્ય કાલક નહીં. એ તો લીધું પાર કર્યો જ છૂટકો ! અને એક દિવસ એ ઉપહાસ કરતા નિગ્રંથો અને નગરજનોએ જોયું કે આધેડ ઉંમરના આર્ય કાલક, એક જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીના જેવા Page #100 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું સુવર્ણ ૦ ૮૭ ઉત્સાહથી, નિમિત્તશાસ્ત્રના અધ્યયન માટે, દૂર વસેલા પ્રતિષ્ઠાનપુર તરફ વિચરી ગયા ! [ ૫ ] દક્ષિણ વિભાગની ધરતીને સજળ કરતી ગોદાવરી નદીને કાંઠે પ્રતિષ્ઠાનપુર નગર વસેલું છે. ત્યાં રાજા શાલિવાહનનું રાજ્ય તપી રહ્યું છે. નિમિત્તશાસ્ત્રના નિપુણ અનેક આજીવક શ્રમણો એ નગરીમાં વાસ કરી રહ્યા છે. આર્ય કાલક તો, પોતાના વિપુલ શાસ્ત્રજ્ઞાનનો બધો ભંડાર અંતરમાં સમાવીને, એક સાચા વિદ્યાર્થી બની ગયા છે. નિમિત્તશાસ્ત્રના અધ્યયન વિના એમને બીજી વાતમાં રસ નથી. સાધુજીવનના આચાર અને નિમિત્તજ્ઞાનનો અભ્યાસ એમના શ્વાસ અને પ્રાણ બન્યા છે. એ તો જિજ્ઞાસાના પ્રેર્યા જુદા જુદા ગુરુઓને શોધે છે; અનેક શંકાઓ પૂછ્યા કરે છે; અનેક પ્રશ્નો પૂછીને સમાધાન મેળવે છે. ક્યારેક ક્યારેક તો નાના ગુરુ અને મોટા ચેલા જેવો તાકડો રચાઈ જાય છે ! પણ આર્ય કાલકને એનો જરા ય સંકોચ નથી, લેશ પણ શરમ નથી. શરમને અને વિદ્યાધ્યયનને તો સો ગાઉનું અંતર. એ અંતરને આર્ય કાલક ઓળંગી ગયા છે. અજબ એમની સાધના છે, ગજબ એમનો પુરુષાર્થ છે. સૌના શિરોમણિ આર્ય કાલક અહીં તો સૌના સેવક જેવા બની રહ્યા છે. એક વાતની ચાનક ચડી, એટલે એનો છેડો લીધે જ છૂટકો, એવો દૃઢ એમનો ક્ષત્રિયનો સ્વભાવ છે. અને અંતરની એ દૃઢતાની વેલી એક દિવસે શતમુખ ફૂલડે પાંગરી ઊઠી. નિમિત્તશાસ્ત્રના અધ્યયન માટે પ્રૌઢ વયે વિદ્યાર્થી બનનાર આર્ય કાલક એક દિવસ નિમિત્તશાસ્ત્રના સમર્થ પંડિત તરીકે વિખ્યાત બન્યા. આર્ય કાલકની સાધના સફ્ળ થઈ. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૦ અભિષેક જનતા એમની આ સાધનાને વંદી રહી. [ s ] નિમિત્તશાસ્ત્રના પંડિત આર્ય કાલકની ખ્યાતિ ચારે તરફ વિસ્તરી રહી છે. એક દિવસની વાત છે ઃ ખળખળ વહેતી ગોદાવરી નદીને તીરે એક વિશાલ વટવૃક્ષની નીચે આર્ય કાલક બેઠા છે. ત્યાં પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહન, એમની ખ્યાતિ સાંભળીને, એમના નિમિત્તશાસ્ત્રના જ્ઞાનનો પરચો જોવા આવી ચડે છે. આર્ય કાલકની સાધુતા પ્રત્યે રાજાના અંતરમાં ભક્તિ છે, પણ એમના નિમિત્તશાસ્ત્રના જ્ઞાન પ્રત્યે રાજાના મનમાં કુતૂહલ ભર્યું છે. રાજા એક સવાલ પૂછે છે, આર્ય કાલક નિમિત્તશાસ્ત્રના જ્ઞાનના બળે એનો તરત જ સાચો ઉત્તર આપે છે. રાજા આતુરતાપૂર્વક સાંભળી રહે છે અને બીજો સવાલ મૂકે છે. એનો ઉત્તર પણ આર્ય કાલક સત્વર આપે છે. રાજાના દિલમાં ભાવના જાગી ઊઠે છે. શાલિવાહન ત્રીજો પ્રશ્ન પૂછે છે, એનો જવાબ પણ આર્ય કાલક યથાર્થ આપે છે. રાજા ભક્તિથી ઘેલો ઘેલો થઈ જાય છે, એની અધૂરી ભક્તિ પરિપૂર્ણ બને છે. અને પ્રસન્ન થઈને એ ત્રણ પ્રશ્નોના સાચા જવાબોના બદલામાં આર્ય કાલકના ચરણે લક્ષમૂલ્યનું ડાબા હાથનું કર્યું અને બે કુંડલો ભેટ ધરે છે, ભેટ સ્વીકારી પોતાને કૃતાર્થ કરવા અભ્યર્થના કરે છે. લાખ મૂલ્યનાં એ આભૂષણો તરફ આર્ય કાલક સ્મિતપૂર્વક પળભર નીરખી રહે છે, અને પછી, સંધ્યાકાળે કમળપુષ્પ બિડાય એમ, પોતાનાં નેત્રોને ઢાળી લે છે. એમને મન લાખનાં આભૂષણો રાખ કરતાં પણ ઊતરતાં છે. જે પોતાના યોગને વિચલિત કરે, ભ્રષ્ટ કરે, એ પછી ગમે તેવું મહામૂલું કહેવાતું હોય - એનો યોગીને શો ઉપયોગ ? અકિંચન વ્રતધારી આર્ય Page #102 -------------------------------------------------------------------------- ________________ સાધનાનું સુવર્ણ ૦ ૮૯ કાલકનું મન તો કોઈ દૂરદૂરની અમર સંપત્તિની શોધ કરી રહે છે. એ સંપત્તિની આગળ આ સંપત્તિનું માટીના ઢેફા જેટલુ ય મૂલ્ય નથી. પોતાની સાધનાના સુવર્ણની આગળ આ આભૂષણો તો એમને મન તણખલાની તોલે બની રહે છે. આર્ય કાલકની પાસે આજીવક શ્રમણો બેઠા હતા. એમને આ લાખમૂલાં આભૂષણો ભાવી ગયાં. આકડે મધ જેવો આ અવસર એમને જતો કરવા જેવો ન લાગ્યો. આવો લાભ કંઈ રોજ રોજ થોડો જ મળે છે ? તેઓ લાંબો વિચાર કર્યા વગર એ આભૂષણોને હાથમાં લઈને બોલ્યા : “ આર્ય કાલક, અમે તમને નિમિત્તશાસ્ત્ર ભણાવ્યું, અમે તમારા વિદ્યાગુ પણ અમારી ગુરુદક્ષિણા તો હજી બાકી છે ! તો ભલે આ આભૂષણો અમારી ગુરુદક્ષિણા બની રહે !” આર્ય કાલક તો સ્મિતપૂર્વક જોઈ જ રહ્યા. ગોદાવરીનાં ઘૂમરી લેતાં નિર્મળ જળ આ અજબ સાધનાના સાક્ષી બની વહેતાં રહ્યાં. એ ઘેઘૂર વડલો પણ પોતાની વડવાઈઓથી પણ વિશાળ એવી એ સાધુની વડાઈ જોઈ આનંદમાં ડોલી રહ્યો. સાધકને મન તો એની સાધનાના સુવર્ણમાં જ સર્વ સમાઈ જતું હતું. Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાવકની જ્વાળા - આથમતી સંધ્યાની સિંદૂરવર્તી આભા ઉજૈનીનાં રાજપ્રાસાદો, હર્યો અને દેવમંદિરો ઉપર છેલ્લી રંગોળી પૂરીને પોતાની કળા સંકેલી રહી હતી. સ્નાનસુંદરીઓ, હસ્તીઓ અને ધોબીઓની કડાઓથી ક્ષુબ્ધ અને ડહોળાં થયેલાં સિખાનાં જળ, જાણે સૂર્યબિંબને પોતાના અંતરમાં સમાવી લેવા માટે, ધીર-ગંભીર-શાંત બનીને વહેતાં હતાં. માનવીઓ, પશુઓ અને પક્ષીઓ, દિવસ આખાના શ્રમ અને રઝળપાટ બાદ, વિશ્રામની આશાએ, પોતપોતાના નિવાસસ્થાન તરફ, ઉલ્લાસભેર પાછાં ફરતાં હતાં. સુખનું ભોજન, આનંદભર્યો વાતવિનોદ અને શાંત નિદ્રાના મનોરમ સ્વપ્નની છાયા જાણે સર્વત્ર પ્રસરી રહી હતી. દેવમંદિરોની છેલ્લી આરતીઓની ઝાલરો અને દેવઘંટાઓના નિનાદોથી ઉજૈનીના રાજમાર્ગો અને વીથિકાઓ રણઝણી ઊઠવાને હવે ઘડી-બે-ઘડીની જ વાર હતી. સર્વત્ર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ વિસ્તર્યું હતું. આવે સમયે ઉજજૈનીના એક વિશાળ ધમગાર (ઉપાશ્રય)ના એક લાંબા ખંડમાં એક પુરુષ, પાંજરે પડેલા સિંહની જેમ, આમતેમ આંટા મારતા હતા. ઘડીકમાં એ આથમતી સંધ્યાનું છેલ્લું દર્શન કરતા હોય એમ. આકાશની સામે સ્થિર નયને નિહાળી રહે છે, તો ઘડીકમાં એ જાણે અંતરમાં કંઈ શોધતા હોય એમ, કમળદળ-શાં પોતાનાં નેત્રો નીચાં ઢાળી લે છે. એમનાં વિશાળ નેત્રો ગગનમાં વિહાર કરે કે અંતરમાં ઊતરી જાય, છતાં એમનાં ચરણોને કોઈ જાતની નિરાંત નથી ! એ તો આખા ખંડમાં આમથી તેમ અને તેમાંથી આમ ઘૂમી જ રહ્યા છે, એમના Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાવકની જવાળા ૦ ૯૧ ચરણોની આ સતત ગતિશીલતા જાણે એના અંતરની ગતિશીલતાનું સૂચન કરી રહેલ છે. એમના ચરણોની ગતિને આજે ક્યાં ય થંભ નથી; એમના અંતરને પણ આજે ક્યાં ય વિશ્રામ નથી. એ તો જેમ જેમ ચાલે છે એમ એમ વધુ ચિંતનમાં ઊતરતા જાય છે. આ તો જાણે મનના ચિંતનનો વેગ જ ચરણોને વધુ ગતિશીલ બનાવી રહેલ છે ! એ કોણ છે ભલા ? એ છે શ્રમણ શ્રેષ્ઠ, સાહસ-શૂર મહાજ્ઞાની આચાર્ય આર્ય કાલક. પડછંદ કાયા, ભવ્ય લલાટ, આજાનબાહુ સુડોળ નાસિકા અને ગૌર વર્ણના તેજપુંજથી કાંતિમાન લાગતા એ પુરુષને નિહાળ્યા જ કરીએ, નીરખ્યા જ કરીએ. જાણે આંખોમાં સદાને માટે સમાવી લઈએ એવી એમની ભવ્યતા અને એવો એમનો પ્રભાવ છે ! વાર્ધક્યની ગરિમાથી ઓપતી એ કાયા પુરુષાર્થના અવતાર સમી ભાસે છે. શ્રમણસંઘના આ અધિનાયક આર્ય કાલકના જીવનની સાથે ઇતિહાસની કેવી કેવી ગાથાઓ વણાયેલી હતી ! અરે, બીજું તો ઠીક, એકલી ઉજજૈની નગરીને એનો ઈતિહાસ પૂછો અને એ હૈયું થંભી જાય એવી આપવીતીની સાહસકથા સંભળાવે છે ! રાજ તો ઉજ્જૈનીમાં ગમે તેનું પ્રવર્તતું હોય, પણ લોકહૃદયના સ્વામી તો આર્ય કાલક જ છે. છે તો એ નિર્ગુન્થ. અકિંચન, અણગાર – ધનદોલત કે ઘરબાર વગરના – એક સાધુ, પણ જાણે સર્વત્ર એમનું અચલ સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. આવા પુરુષસિંહસમા આર્ય કાલકનું ચિત્ત આજે ચિંતામગ્ન બન્યું છે. એ ચિંતામાં શાસન-ધર્મના ભવિષ્યની વિચારણાનો ભાર ભર્યો છે અને એ ભાર એમના તનને અને મનને બેચેન બનાવી રહ્યો છે. તેઓ વિચારે છેઃ “ધર્મની ધુરાનો ભાર જેમને વહન કરવાનો છે તે શ્રમણો જો જ્ઞાનથી સમૃદ્ધ અને ચારિત્રથી શોભાયમાન નહીં હોય તો શાસનનું ભાવિ ઉજ્જવળ નથી રહેવાનું ! જ્ઞાનવિહીન કંગાલ માનવીને ચારિત્રની સંપત્તિ મળવી અશક્ય છે. જ્ઞાન તો ચારિત્રના – જીવનશુદ્ધિના માર્ગને અજવાળનાર પ્રદીપ છે. એ પ્રદીપને ખોઈ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ૦ અભિષેક બેસનાર માનવીનું જીવન અંધકારથી જ વ્યાપ્ત બની જવાનું. અને જો શ્રમણો આવા અંધકારના જ ભોગ બન્યા તો તો પછી શાસનની પ્રભાવનાની વાત જ ક્યાં કરવાની રહી ? ' આર્ય કાલકની વિચારમાળા પળભર થંભી જાય છે; જાણે કો' દુઃખકર ભાવિના વિચારનો ભાર એમના અંતરને થંભાવી દે છે. એમની ચિંતા વધુ ઘેરી બને છે, અને પોતાના મનની વાત વધુ સ્પષ્ટ થતી હોય એમ તેઓ વિચારે છે ? “અન્ય સાધુઓ કે શ્રમણોની વાત શું કરવી ? આ મારા પોતાના જ શિષ્યોને જુઓ ને ! શાસનની રક્ષા અને એમના કલ્યાણ માટે હું કેટકેટલા અનુયોગો (શાસ્ત્રવ્યાખ્યા)ની રચના કરું છું અને કેટકેટલા . અનુયોગો એમની આગળ સરળતાપૂર્વક ફુટ કરું છું ! પણ છે કોઈને એને ગ્રહણ કરવાની કે સમજવાની લેશ પણ દરકાર ! આ તો “તમે કહેતા ભલા, અને અમે સાંભળતા ભલા”ની જેમ જાણે બધું “પથ્થર ઉપર પાણી !” ભગવાનનો ધર્મમાર્ગ તો પળવારનો ય પ્રમાદ કરવાની ના ફરમાવે છે અને આ તો બધા આળસમાં જ બૂડ્યા છે ! આ પ્રમાદ જો ચાલુ રહે તો સંયમજીવન અને શાસન બન્નેનો લાસ થાય. બળતા ઘરની જેમ સગી આંખે આવો ભાસ થતો જોયા પછી નિષ્ક્રિય બનીને બેસી રહેવું એ તો બને જ કેમ ? ઘરમાં ભોરિંગનો પ્રવેશ જોયા પછી શાંત રહી શકાય ખરું? પણ આનો ઉપાય શું કરવો ?' અને આચાર્ય વધુ અંતર્મુખ બની ગયા. આર્ય કાલક જેટલા વિચારશીલ પુરુષ હતા, તેથી ય વધુ એ ક્રિયાશીલ પુરુષ હતા. એક વાતનો કર્તવ્યદોર હાથ લાગ્યો એટલે એનો છેડો લીધે જ છૂટકો ! માત્ર વિચાર કરીને વાત પડતી મૂકવાની ત્યાં વાત જ ન હતી. શાસન અને સાધુજીવનના રાહુ સમા આ અનિષ્ટને દૂર ન કરીએ તો આ જ્ઞાન અને આ શક્તિ શા કામનો ? અને આર્ય કાલક વધુ વિચારમાં ઊતરી ગયા? જાણે કોઈ અંતિમ મહાનિર્ણયનું મનોમંથન ચાલી રહ્યું હોય એવી ગંભીર રેખાઓ એમના Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૯૩ વદન ઉપર અંકિત થઈ રહી. એમણે વિચાર્યું : રોગ તો પરખાઈ ગયો, હવે તો માત્ર એનો ઇલાજ જ શોધવાનો અને અજમાવવાનો રહ્યો. અને ઘેરા બનેલા રોગનો ઈલાજ પણ જો જલદ નહીં હોય તો એ કારગત નીવડવાનો નથી. વધુ આત્મદમન અને પોતાની જાતની વધુ અગ્નિપરીક્ષા એ જ એકમાત્ર ઇલાજ હતો. આકાશમાં સૂર્યનારાયણે પોતાનો છેલ્લો પ્રકાશ સંકેલી લીધો અને જાણે આચાર્યની ગંભીર વિચારણાનો પણ છેડો આવી ગયો. પોતાના મનની બધી ગૂંચનો ઉકેલ લાધી ગયો હોય એમ એમનું મન સ્વસ્થ બની ગયું અને ફરાફર કરતી એમની કાયા પણ સ્થિર બની ગઈ. એક ઝરૂખાના ઉંબર પાસે ખડા રહીને આચાર્યો જ્યારે પથરાતાં અંધારાં ઉપર નજર ઠેરવી ત્યારે પૂર્ણ સંતોષની પ્રતિભાનાં તેજ એમના મુખકમળને વિકસાવી રહ્યાં હતાં. નિર્ણય થઈ ચૂક્યો હતો. એના અમલની જ હવે વાર હતી. માર્ગ સાંપડી ગયો હતો. માત્ર પ્રયાણની જ હવે ચિંતા હતી. આર્ય કાલક ધીમે ધીમે પોતાના સ્થાને પહોંચીને આત્મચિંતનમાં મગ્ન બની ગયા. પળ પહેલાં ઘુઘવાટા કરતો સાગર હવે પ્રશાંત બની ગયો. આત્મશોધનના મંત્રોના મધુર રવો હવામાં ગુંજવા લાગ્યા. રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો. ધમગાર શાંત હતું. સર્વ નિગ્રંથો પોતપોતાના સંસ્મારક(પથારી)ની તૈયારી કરતા હતા. આર્ય કાલક પોતાના આસને સ્થિરપણે બેઠાં બેઠાં કોઈના આગમનની રાહ જોતા હતા. થોડી વારમાં શય્યાતર ( ઉપાશ્રયનો માલિક કે વ્યવસ્થાપક ) આવી પહોંચ્યો અને આદરપૂર્વક વંદના કરી આચાર્યની સમીપ બેઠો. આર્ય કાલકે ધર્મલાભના આશીવાદ આપી, શય્યાતરને સાગર સમા ધીર-ગંભીર ભાવે પોતાનો નિર્ણય કહેવા માંડ્યો. શય્યાતર વિનીતભાવે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અભિષેક આચાર્યની વાણીને ઝીલી રહ્યો. "C કાલક બોલ્યા : “મહાનુભાવ ! તમે જાણો છો, અને કદાચ ન જાણતા હો તો પણ મને તો ખાતરી થઈ છે, કે મારા આ શિષ્યો પ્રમત્ત બનીને અનુયોગ(શાસ્ત્ર)ના પઠન-મનન-ચિંતન પ્રત્યે ઉપેક્ષાભાવ સેવતા થયા છે. આમાં હું મારા શિષ્યોનું અકલ્યાણ, શાસનની હાનિ અને મારા ગુરુપદની હીણપત સ્પષ્ટ જોઉં છું. આ તો કેવળ વિનાશનો જ માર્ગ છે. એ માર્ગનું તો શીઘ્રાતિશીઘ્ર છેદન જ કરવું ઘટે.' 91 શય્યાતર ભક્તિભાવે બોલ્યો : “ગુરુદેવ, આપનું કહેવું સત્ય છે. આવતી કાલે જ આનો ઉપાય યોજીશું. ” . આચાર્ય બોલ્યા : “આ દોષ તો બહુ ઊંડે ઊતરી ગયો છે. કેટલા ય દિવસોની મારી મહેનત અને મારી શિખામણ ઉપર એણે પાણી ફેરવી દીધું છે. એટલે હવે તો તરત જ આનો ઇલાજ કરવો ઘટે; અને એ પણ જલદ જ. 99 "" શય્યાતર ગુરુઆજ્ઞા મસ્તકે ચઢાવી બોલ્યો ઃ ભલે ભત્તે ! જેવી આપની આજ્ઞા ! કાલે જ બધા નિગ્રંથોને તાકીદ કરીશું, અને છતાં નહીં માને તો તીર્થરૂપ સંઘ તો બેઠો જ છે ને ! કોની મજાલ છે કે એ સંઘની આણા ( આજ્ઞા )નું ઉત્થાપન કરી શકે. સવાર થાય એટલી જ વાર !” આર્ય કાલક જરા સ્મિત કરીને બોલ્યા : “ભોળા ભાવિક જન ! જેઓને મારી શિખામણ અને મારી આજ્ઞા અસર નથી કરી શકતી એને સંઘ શું કરી શકવાનો છે ? એ રાહ તો મને કામની સિદ્ધિ થવાનો નહીં પણ ક્લેશની વૃદ્ધિ થવાનો જ લાગે છે. આને માટે તો એથી પણ વધુ જલદ ઉપાય શોધવો ઘટે. અને એ ઉપાય શિખામણનો, આશાનો, શિક્ષાનો નહીં, પણ આત્મદમનનો, પોતાની જાતને કષ્ટમાં મૂકીને એ પ્રેમની પાવકજ્વાળાથી શિષ્યોના દોષ ભસ્મ કરવાનો હશે તો જ એ સફળ થશે; બીજી રીતે આ દોષ દૂર થવો અશક્ય છે. ” : શય્યાતર તો બિચારો મૂઢની જેમ સાંભળી રહ્યો. એને થયું ‘આવા સંઘસત્તાના પ્રશ્નમાં આચાર્ય આત્મદમનથી પોતાની જાતને Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૯૫ કષ્ટમાં મૂકવાની વાત કરે એનો શો અર્થ ?' એણે અચકાતાં અચકાતાં પૂછ્યું: “આચાર્યદવ ! આ આત્મદમન અને જાતકષ્ટનો માર્ગ એટલે ?” તમને સ્પષ્ટ કહું” આર્ય કાલકે મક્કમ અવાજે કહ્યું, મહાનુભાવ ! સાંભળો. મેં મારા મન સાથે નિર્ણય કરી લીધો છે. આ શિષ્યોને શિખામણ કે ઉપાલંભનો એક શબ્દ પણ કહેવાની હવે જરૂર નથી. હવે તો જે કંઈ કરવાનું છે તે મારી જાત ઉપર જ કરવાનું છે. હું આવતી કાલે જ સુવર્ણભૂમિમાં – જ્યાં મારો પ્રશિષ્ય નિગ્રંથ સાગર શ્રમણ શાસ્ત્રોનું અધ્યયન અને એનો પ્રચાર કરીને પોતાની સંયમયાત્રાને સફળ કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે ત્યાં – વિહાર કરી જઈશ. સર્યું આવા અનુયોગના આળસુ અને પ્રમાદપ્રિય શિષ્યોથી !” શય્યાતર તો સ્તબ્ધ જ બની ગયો : “આચાર્ય ભગવાન ! આ વૃદ્ધ ઉંમરે સુવર્ણભૂમિના વિહારનો આવો સંકલ્પ ! સેંકડો જોજનનો અતિ વિકટ એ પંથ ! ભયાનક જંગલો અને હિંસક પશુઓથી વ્યાપ્ત એ માર્ગ ! પ્રભુ ! આ અવસ્થાએ આવો નિર્ણય ન હોય ! આ તો શિષ્યોના અપરાધે સમસ્ત સંઘને શિક્ષા કરવા જેવું લેખાય ! ક્ષમા, ગુરુ, ક્ષમા !” આર્ય કાલકે છેવટની વાત કરી : “મહાનુભાવ ! એવી ભાવુકતાથી કામ ન ચાલે. મારો નિર્ણય એ નિર્ણય ! નિમિત્તશાસ્ત્રનું મારું જ્ઞાન મને સ્પષ્ટ દર્શાવે છે કે આ દોષને સુધારવાનો એકમાત્ર આ જ ઇલાજ છે. અને એ ઇલાજનો અમલ કરવો એ મારો પરમ ધર્મ છે. મારા શિષ્યો મારી શોધ કરે ત્યારે તમે મૌન સેવજો અને જ્યારે થાકી-હારીને ખૂબ આગ્રહપૂર્વક તમને પૂછે તો તમે એમને એટલું જ કહેજો કે તમારાથી કંટાળીને તમારા ગુરુ સુવર્ણભૂમિમાં સાગર શ્રમણ પાસે વિહાર કરી ગયા છે.” શધ્યાતર બિચારો શું બોલે ? એ તો ફક્ત “જી કારો કરીને ભારે હૈયે આચાર્યની આજ્ઞા શિરોમાન્ય કરી રહ્યો. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬૦ અભિષેક અને 12ની જ વાત બનીનો સંકડો એને આશ્વાસન આપતા હોય એમ આયકાલકે કહ્યું : “મહાનુભાવ ! આમાં શોચ કરશો નહિ દુખ લગાડશો નહિ. આ તો ધર્મનો માર્ગ છે. અને તમે નક્કી માનજો કે એથી છેવટે આ શિષ્યોનું કલ્યાણ અને શાસનની પ્રભાવના જ થવાનાં છે.” - શય્યાતરના મન ઉપર તો જાણે હિમાલયનો બોજ પડી ગયો હતો. પણ આર્ય કાલકનું મન તો કર્તવ્યનો માર્ગ સ્વીકાર્યાના પરમ સંતોષથી પ્રફુલ્લ હતું. ઉજ્જૈનીના એક જુલમી રાજાને શિક્ષા કરવાને માટે પારસકુલ (ઇરાન) સુધીનો પ્રવાસ ખેડનાર આચાર્યને મન પોતાના શિષ્યોને સુધારવા માટેનો સુવર્ણભૂમિનો સેંકડો જોજનનો વિકટ પ્રવાસ પણ જાણે રમતની જ વાત બની ગયો હતો. અને એ જ રાત્રે જ્યારે ધમગારના નિગ્રંથો અને ઉજ્જૈનીનાં નર-નારીઓ ગાઢ નિદ્રામાં પોઢ્યાં હતાં ત્યારે, આર્ય કાલક સુવર્ણભૂમિ તરફ વિહારી ગયા. આકાશના અરીસા સમો ચંદ્ર, રૂ૫ રેલાવતી ચાંદની અને ઝબૂક દિવડા સમા મબલખ તારલિયા આ કઠોર કર્તવ્યપરાયણતાનાં સાક્ષી બની, આચાર્યના પંથમાં જાણે હર્ષનાં પુષ્પો પાથરી રહ્યાં હતાં. [૩] સુવર્ણભૂમિ ! ભારતના પૂર્વ દિશાના સીમાડાથી દૂર દૂરનો પ્રદેશ તે સુવર્ણભૂમિ. આજનું બમ અને તેની આસપાસનો પ્રદેશ તે કાળે સુવર્ણભૂમિના નામથી ઓળખાતો. સાગર સમી ઊંડી-પહોળી નદીઓ-મહાનદીઓ, દુર્ગમ પહાડો અને ઊંડી ખીણો અને હિંગ્ન પશુઓથી ઊભરાતાં ગીચ, ભયાનક જંગલોની પેલે પાર આવેલો આ પ્રદેશ કંઈ કંઈ કથાઓ અને દિંતકથાઓનો વિષય બનેલો છે. એના નામે કંઈ કંઈ વહેમો અને બિભીષિકાઓ પ્રચલિત બન્યા છે, અને છતાં કોઈક સાગરખેડુ વેપારી Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૯૭ અને સાહસશૂર મુસાફર એ દૂર-સુદૂરની પરભોમકામાં પોતાના વેપારવણજ કે સાહસ-પરાક્રમના ખેલ ખેલ્યાના દાખલાઓ પણ. ભારતના પ્રાચીન સાહિત્યમાં નોંધાયેલા મળી આવે છે. સેંકડો જોજનનો અતિ વિકટ પંથ વીંધીને એ સુવર્ણભૂમિમાં પહોંચવાનું બીડું વયોવૃદ્ધ આર્ય કાલકે ઉઠાવ્યું છે. પોતે નજરે તો જોયો નથી, છતાં શાસ્ત્રોના પઠન-પાઠનમાં અનુરક્ત પોતાનો પ્રશિષ્ય સાગર શ્રમણ આચાર્યનો શ્વાસ અને પ્રાણ બની બેઠો છે. એની પાસે વિના વિલંબે પહોંચી જવા સિવાય બીજી કોઈ વાતની આચાર્યને ખેવના જ નથી. દડમજલ પંથ કપાતો જાય છે ? આર્ય કાલક આગળ ને આગળ વધી રહ્યા છે. રે, પરમ આર્ય ! શું કાયાનું વૃદ્ધત્વ ઓછું હતું, તે જીવતા વૃદ્ધત્વ સમો (પંથ સમ નWિગરી) આવડો લાંબો પ્રવાસ ખેડવા નીકળ્યા છો ? પણ આત્મશક્તિના આશકોને આવા વાર્ધક્યના અવરોધો ક્યારે રોકી શક્યા છે કે આર્ય કાલકને રોકી શકે ? એ તો જાણે એક જ માળા જપે છે ઃ સુવર્ણભૂમિ ! સુવર્ણભૂમિ ! ક્યારે આવે સુવર્ણભૂમિ ? સુવર્ણભૂમિમાં સાગર શ્રમણ પોતાના પરિવાર સાથે વિચરી રહ્યા છે. અનુયોગ(શાસ્ત્ર)ના અધ્યયન-અધ્યાપનમાં એ સદા અપ્રમત્ત રહે છે. સંયમયાત્રામાં એ કદી પ્રમાદ કરતા નથી. આલસ્ય તો એમની પાસે પણ ટૂંકતું નથી. યૌવનનો તરવરાટ આત્મયોગનો સ્વાંગ પામીને શાંત બની ગયો છે. એક દિવસ સાગર શ્રમણ અનુયોગમાં અનુરક્ત છે, ત્યાં એક વૃદ્ધ નિર્ગથ એમની પાસે પહોંચે છે. જર્જરિત એની કાયા છે, ધૂલીધૂસર એનું શરીર છે, જીર્ણ-શીર્ણ એનાં વસ્ત્રો છે. એ સાગર શ્રમણને કહે છે: “એક વૃદ્ધ નિગ્રંથને આપના શ્રમણ સંઘમાં સ્થાન મળશે ? સંયમયાત્રાનો નિર્વાહ કરી આત્માનું કલ્યાણ સાધવાની મારી ભાવના છે.” Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૦ અભિષેક સાગર શ્રમણ પળ વાર એ વૃદ્ધ નિગ્રંથને નીરખી રહે છે. અને પછી, જાણે અનુગ્રહ કરતા હોય એમ, માથું હલાવી એ અનુમતિ આપે નિગ્રંથ આશ્રય પામી આનંદિત થયા હોય એવા દેખાય છે. એ હતા આર્ય કાલક ! સાગર શ્રમણના દાદાગુરુ ! પણ અત્યારે તો અજાણ્યા ને આંધળા એક સરખા” જેવી વાત છે ! બિચારા સાગર શ્રમણને શી ખબર કે પોતાના દાદાગુરુને પોતે આશ્રય આપ્યો છે એણે તો વંદન-નમસ્કાર-અભ્યત્થાન કશું જ ન કર્યું ! દિવસો વિતી રહ્યા છે. આર્ય કાલકનો પ્રવાસનો થાક ઊતરી ગયો છે. એમની કાંતિ ફરી પાછી પ્રકાશી ઊઠી છે. પણ એ તો પોતાનું તેજ છુપાવીને દીન હીન-વૃદ્ધ સાધુ તરીકે રહેવામાં જ આનંદ માને છે. સૌ નિગ્રંથો માને છે, કે એક અભણ વૃદ્ધ નિગ્રંથ કેવા ભાવથી સંયમની આરાધના કરે છે ! સાગરની અનુયોગ-પ્રીતિ જોઈને આર્ય કાલક મનમાં રાજી રાજી થઈ રહ્યા છે. એક દિવસ એ વૃદ્ધ મુનિને પ્રવચનને અંતે સાગર શ્રમણ પૂછે છે : “કહો, વૃદ્ધ મુનિ આ પ્રવચન આપને કેવું લાગ્યું ? આપને એ પસંદ આવ્યું કે નહિ ?” મુનિએ ઉલ્લાસપૂર્વક કહ્યું : “બહુ જ પસંદ આવ્યું.” ત્યારે સાગર શ્રમણે કહ્યું : “તો રોજ પ્રવચનને જરૂર સાંભળતા રહેજો !” વૃદ્ધ મુનિ સ્મિત કરીને ચાલતા થયા. આર્ય કાલક પ્રશિષ્યની પ્રવૃત્તિથી સંતુષ્ટ બને છે, છતાં કોઈ કોઈ વાર એ વિચારે છે : “આના અંતરમાંથી યૌવનસહજ અહંભાવનું આટલું થોડુંક ઝેર નીતરી જાય તો...” પણ એ તો વખતનાં વાજાં વખતે વાગી રહેશે, એવી અચળ શ્રદ્ધાના બળે આર્ય કાલક પ્રચ્છન્ન ભાવે પોતાનો કાળ નિર્ગમન કરી રહ્યા. * Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૯૯ [૪] હવે જરાક ઉજ્જૈની તરફ વળીએ. પ્રાતઃકાળે ઊઠીને આર્ય કાલકના શિષ્યો જુએ છે, કે ધમગારમાં આચાર્ય ભગવાનનો ખંડ સૂનો પડ્યો છે. રોજ સવારે ધર્મધ્યાનમાં નિમગ્ન રહેતા આચાર્ય આજે પોતાને આસને બિરાજેલા નથી. પહેલાં તો બધાને થયુંઃ ગુરુજી કોઈ કાર્ય પ્રસંગે ક્યાંક બહાર ગયા હશે, કદાચ આજે એકલા એકલા જ સ્થડિલ (શૌચ) માટે ગયા હોય; હમણાં આવી પહોંચશે. પણ ઘડી ગઈ, બે ઘડી વીતી, સૂર્યનો રથ પૃથ્વીની પરકમ્મા કરવા માંડ્યો, છતાં આચાર્ય ન આવ્યા. એક પ્રહર જેટલો દિવસ વીત્યો, પણ આચાર્ય તો આવ્યા જ નહીં. અત્યાર લગી સૌનાં અંતરમાં મૂંઝાતી ચિંતા, યંત્ર ખૂલતાં સરોવરનાં પાણી વહી નીકળે એમ, એકસાથે પ્રગટ થવા માંડી : ન માલૂમ આચાર્યદવ ક્યાં ગયા હશે ? એમને શું થયું હશે ? સૌ એકબીજાની સામે જુએ છે, ભારે હૈયે એકબીજાને પૃચ્છા કરે છે, પણ કોઈ કોઈની ચિંતાનો ભાર હળવો કરી શકતા નથી, કોઈ કોઈને કંઈ ખુલાસો આપી શકતા નથી. પછી તો શિષ્યો આખી નગરીનાં સંભવિત સર્વ સ્થળોએ ઘૂમી વળ્યા, પણ આચાર્ય ક્યાંય ન મળ્યા, એમના કંઈ સમાચાર પણ ન મળ્યા. હવે તો જેમ જેમ વખત વીતતો ચાલ્યો તેમ તેમ શિષ્યોની ચિંતા ઘેરી બનવા લાગી; અને એમનાં અંતરમાં અનેક આશંકાઓ અને અમંગળ શંકાઓ ઊભી થવા લાગી. ક્યાંય કશો પત્તો ન લાગ્યો એટલે એમણે શય્યાતરને પૂછ્યું. એણે તો ફક્ત એટલું જ કહીને વાતનો બંધ વાળી દીધો કે “આપના જેવા આઠે પ્રહર અને સાઠે ઘડી સાંનિધ્યમાં રહેનારા શિષ્યોને આચાર્યદેવની ખબર ન હોય તો મારા જેવાને તો ક્યાંથી હોય?” શિષ્યો ચૂપ રહ્યા, પણ એમનાં અંતરની બેચેની વધી રહી : Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અભિષેક આપણે આટલા બધા શિષ્યો; અને આચાર્ય ભગવાન ક્યાં ગયા એની કોઈને ય ખબર નહીં ? શું આપણામાં એક પણ એવો નિગ્રંથ નથી કે જે આચાર્યનો વિશ્વાસ સંપાદન કરી શક્યો હોય ? જ્યારે બહારની બધી શોધ, બધી પૂછપરછ નિષ્ફળ નીવડી ત્યારે એ શિષ્યો આ રીતે અંતર શોધવા લાગ્યા, અને પોતાના દોષોની શોધ કરવા તરફ વળ્યા. મન પણ એવું વિચિત્ર છે કે જે ત૨ફ વળ્યું એ ત૨ફ વળ્યું. પછી તો બધા ય શિષ્યોનાં અંતર પશ્ચાત્તાપનો તાપ સહી રહ્યાં. સૌને થયું, કે આચાર્યદેવે અનુયોગના અભ્યાસ માટે અપ્રમત્ત રહેવા આપણને હજાર વાર કહ્યું, પણ આપણે એવા અવિનયી નીવડ્યા કે એમની એક પણ વાત કાને જ ન ધરી ! આપણા જેવા અવિનીત શિષ્યોને તજીને આચાર્ય ચાલ્યા ન જાય તો બીજું કરે પણ શું ? આમ શિષ્યોને સાચી વાત કંઈક કંઈક સમજાવા લાગી, પણ હવે થાય શું ? એ તો ‘અવસર વીત્યા મેહુલા' જેવું બની ગયું ! આચાર્ય ભગવાનને શોધવા ક્યાંથી ? આમ દિવસો વીતી રહ્યા છે; શિષ્યોનો અંતસ્તાપ અને પશ્ચાત્તાપ પણ વધી રહ્યો છે; આર્ય કાલકનો પ્રવાસ પણ આગળ ને આગળ વધી રહ્યો છે. એક દિવસ શિષ્યો શય્યાતરની પાસે પોતાનું દુઃખ રડી રહ્યા. શય્યાતરને લાગ્યું કે હવે સમય પાકી ગયો છે; લોઢું ટિપાવાને માટે તપીને તૈયાર થઈ ગયું છે; હવે એમાંથી ધાર્યો ઘાટ ઊતરવાની તૈયારીઓ થઈ ચૂકી છે. એણે વાતનો ભેદ ખુલ્લો કરતાં, ગંભીરભાવે કહ્યું : “ શ્રમણવર્યો, આચાર્ય કાલક ક્યાં ગયા છે તે હું જાણું છું; એમણે જતાં પહેલાં પોતાના શ્રીમુખે મને એ વાત કહી છે : આપના જેવા અનુયોગની ઉપેક્ષા કરનાર શિષ્યોથી કંટાળીને તેઓ અનુયોગમાં સતત રત એવા પોતાના પ્રશિષ્ય સાગર શ્રમણની પાસે, સુવર્ણભૂમિ તરફ ચાલ્યા ગયા છે ! !'' Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૧૦૧ શિષ્યો તો સાંભળીને થંભી જ ગયા ? આ ઉંમરે આટલો લાંબો અને આટલો વિકટ વિહાર ! અને તે પણ આપણા દોષે ? દોષ આપણો અને શિક્ષા ભોગવે આપણા ગુરુ ? આ તો મહાપાતક ! અને પછી તો દવે દીવો પેટાય એમ ગુરુના અંતસ્તાપે શિષ્યોના અંતરમાં અંતસ્તાપની પરંપરા પ્રગટાવી દીધી. સૌ પોતાની જાતને, પોતાના દોષને ધિક્કારવા લાગ્યા. પશ્ચાત્તાપનો પાવક જાણે ત્યાં મહાનલરૂપે પ્રગટી નીકળ્યો. પણ હવે માત્ર પશ્ચાત્તાપ કરે કશું વળે એમ ન હતું, હવે તો પગલું ભરવાની જ જરૂર હતી. સર્વ નિગ્રંથોએ નિશ્ચય કર્યો કે આપણે વહેલાંમાં વહેલાં સુવર્ણભૂમિ પહોંચીને આપણા અવિનયની આચાર્ય ભગવાન પાસે ક્ષમા માગીએ તો જ આ દોષનું કંઈક પણ નિવારણ થઈ શકે. અને એક દિવસ સર્વ શ્રમણો સુવર્ણભૂમિ તરફ વિહરી ગયા. માર્ગ કપાતો જાય છે, તેમ તેમ શિષ્યોની અધીરાઈ વધતી જાય છે. સૌને થાય છે ? ક્યારે સુવર્ણભૂમિ પહોંચીએ અને કયારે પશ્ચાત્તાપનાં અશ્રુથી ગુરુચરણોનું પ્રક્ષાલન કરીએ. માર્ગમાં લોકો પૂછે છે, કે આ કયા આચાર્ય સપરિવાર વિહરી રહ્યા છે, તો શિષ્યો જવાબ આપે છે કે, “આચાર્ય કાલક !” આચાર્ય જાણે પોતાની સાથે ને સાથે હોય એમ સર્વ શિષ્યો વિનીતભાવે વર્તે છે અને અપ્રમત્ત બનીને જ્ઞાન-ધ્યાન, પઠન-પાઠન અને અનુયોગમાં સતત રત રહે છે. આલસ્યનું તો એ હવે નામ પણ વીસરી ગયા છે. જાણે આર્ય કાલકની તપશ્ચર્યા સૌનાં અંતરના પંકને પ્રજાળી રહી છે ? એમની ભાવનાની વેલ પાંગરવા લાગી છે. શિષ્યોનાં મન શુદ્ધવિશુદ્ધ બનતાં ચાલ્યાં છે. લોકમુખે વાત વહેતી વહેતી શ્રમણ સાગરને કાને આવી. એણે જાયું છે કે મારા દાદાગુરુ, પરમપુરુષ આર્ય કાલક, પોતાના પરિવાર સહિત, આ સુવર્ણભૂમિમાં પધારી રહ્યા છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર ૯ અભિષેક સાગર શ્રમણના અંતરમાં તો આનંદ આનંદ વ્યાપી રહ્યો. એ કહેવા લાગ્યા : “સાંભળો નિગ્રંથો ! સાંભળો મહાનુભાવો ! મારા દાદાગુરુ આર્ય કાલક અહીં પધારી રહ્યા છે. એ મહાજ્ઞાની અનુયોગાચાર્યનાં દર્શન કરી હું એમને પદો અને એના અર્થોના સંબંધમાં પૃચ્છા કરીશ . મારી શંકાઓનું નિરસન કરીશ !” એ તો દાદાગુરુના સ્વાગત માટે ભારે ઉત્સુકતા અનુભવે છે. એને થાય છે, ક્યારે અવસર પાકે અને ક્યારે મહાગુરુનાં દર્શન કરી પાવન થાઉં. એ મંગળ દિવસ પણ આવી પહોંચ્યો. ઉજ્જૈનીથી નીકળેલો શ્રમણ સંઘ સુવર્ણભૂમિમાં પગલાં માંડી રહ્યો. સાગર શ્રમણ સૌના સ્વાગત માટે સામે જઈ રહ્યા છે. હવે તો અધઘડી, પા ઘડીની જ વાર છે : આ મળ્યા અને આ મહાગુરુનાં દર્શન થયાં સમજો ! હવે તો દસ-વીસ ધનુષનું અંતર જ બાકી છે. બન્ને શ્રમણ સંઘો એકબીજાને નીરખી રહે છે. સૌ આર્ય કાલકના દર્શન માટે આતુર છે. ઉજૈનીથી આવેલો શ્રમણ સંઘ વિચારે છે. સામે આવતા સાગર શ્રમણના નિગ્રંથસંઘમાં હમણાં જ આચાર્યદેવનાં દર્શન થયાં સમજો ! સાગર શ્રમણ વિચારે છે : ઉજ્જૈનીથી પધારતા શ્રમણસંઘમાં હમણાં જ દાદાગુરુનાં દર્શન થયાં સમજો ! પળ વીતી અને બન્ને શ્રમણ સંઘો સંમિલિત થઈ ગયા – જળમાં જળ જાણે ભળી ગયાં. અને સહુ આર્ય કાલકને શોધી રહ્યા. પણ આ શું ? આર્ય કાલકનાં દર્શન કેમ ક્યાંય ન મળે ? સાગર શ્રમણે તો દાદાગુરુનું નામમાત્ર જ સાંભળેલું, એમનાં પ્રત્યક્ષ દર્શન કરેલાં નહિ, એટલે એ આદરપૂર્વક પૂછવા લાગ્યા : “શ્રમણ ભગવંતો ! દાદાગુરુ અનુયોગાચાર્ય આર્ય કાલક ભગવાનનાં દર્શન કરાવી મને કૃતાર્થ કરો !” ઉજ્જૈનીનો નિગ્રંથસંઘ કહે છે : “આચાર્ય ભગવાન તો અમારી Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાવકની જ્વાળા પહેલાં અહીં પહોંચી ગયા હોવા જોઈએ. અમે તો એમની પાછળ પાછળ આવીએ છીએ. આપ અમને એમનાં દર્શન કરાવશો તો આપનો અનુગ્રહ થશે. ” " કોણ કોને શું કહે ? છેવટે સાગર શ્રમણે કહ્યું : “મુનિવરો, અહીં દાદાગુરુ તો આવ્યા નથી જાણ્યા; પણ એક વૃદ્ધ નિગ્રંથ કેટલાક વખતથી અમારા શ્રમણસંઘમાં આવીને રહ્યા છે ખરા. "" ૧૦૩ એટલામાં થોડેક દૂર એક વૃદ્ધનિગ્રંથ, ધરતી ત૨ફ નેત્રો ઢાળીને, યતનાપૂર્વક ગંભીર ગતિએ આવતા દેખાયા. સાગર શ્રમણે કહ્યું : “ એ જ પેલા વૃદ્ધ નિગ્રંથ ! " વૃદ્ધ મુનિ વધુ નજીક આવ્યા. ઉજ્જૈનીથી આવેલ શ્રમણસંઘ એમને નીરખી રહ્યો અને એકાએક બોલી ઊઠ્યો : “એ જ આચાર્ય ભગવાન ! એ જ મહાજ્ઞાની અનુયોગાચાર્ય ! એ જ મહાવીર્યશાલી આર્ય કાલક !” સાગર શ્રમણ તો સ્તબ્ધ થઈ ગયા : “ આ મારો કેવો અપરાધ ! દાદાગુરુની આશાતના ! આવા મહાજ્ઞાનીની અવગણના ! ન મેં એમને વંદના કરી, ન મેં એમનો સત્કાર કર્યો ! ઊલટું એમની પાસે મારી વંદના કરાવી; મારા પ્રવચનની પ્રશંસા કરાવી ! ધિક્કાર હજો આ જીવનને !” અને સાગર શ્રમણ દોડીને ગુરુચરણોને પખાળી રહ્યા : “ક્ષમા, ભગવંત! ક્ષમા ! આ અવિનીતને પ્રાયશ્ચિત્ત આપી પાપમુક્ત કરવા કૃપા કરો !” " હાસ્યવિકસિત વદને, સાગર શ્રમણને મસ્તકે હાથ મૂકતાં આર્ય કાલક બોલ્યા : “વત્સ, તારી અનુયોગભક્તિથી હું પ્રસન્ન છું. તારી સાથે પ્રચ્છન્ન રહીને જ હું તારા જ્ઞાનતેજને પિછાની શક્યો છું. એમાં તારો દોષ ક્યાં ? અહંભાવના આ અલ્પવિષને દૂર કર અને તને ચિત્તશુદ્ધિ અને આત્મદર્શનના અનુભવનો પરમ આનંદ મળશે !” ઉજ્જૈનીના નિગ્રંથોની તો જાણે વાણી જ હરાઈ ગઈ હતી. એમનાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૦ અભિષેક અંતરની વાત એમનાં આંસુઓ જ કહી રહ્યાં હતાં. એ સૌ દીનભાવે આર્ય કાલકને વંદી રહ્યા. ' છેવટે એમણે કહ્યું: “ભગવંત ! આવી આકરી શિક્ષા ! અમારા દોષને માટે આપના દેહનું આટલું ઉગ્ર દમન ! ક્ષમા ! મહાગુરુ, ક્ષમા ! અમારો અપરાધ ક્ષમા કરો !” - આર્ય કેલક ગંભીરભાવે બોલ્યા : “નિગ્રંથો, આપણે સૌ એક જ પંથના પથિકો અને એક જ શાસનના સૈનિકો છીએ ! એમાં પછી દોષોની વહેંચણી કેવી ? ત્યાં તો દોષ દૂર કરવો એ જ એકમાત્ર કર્તવ્ય અને એ દોષને દૂર કરે એ જ સાચી શિક્ષા ! આજે એ શિક્ષા સફળ થઈ. એ શિક્ષાએ તમારો પ્રમાદ દૂર કર્યો અને સાગર શ્રમણનો અહંભાવ અળગો કર્યો. વત્સો ! તમારાથી હું નારાજ કેવો? તમે સર્વ તો મારાં અંગ છો ! હું તમ સર્વ ઉપર પ્રસન્ન છું ! સૌ અપ્રમત્ત બનીને અનુયોગની ભક્તિ કરો, આત્માની શુદ્ધિ કરો અને શાસનની પ્રભાવના કરો ! આપણા નિગ્રંથ જીવનનો આ જ સાર !” - સૌ નિગ્રંથો સજળ નયને આર્ય કાલકને વંદી રહ્યા. Page #118 -------------------------------------------------------------------------- ________________ જાગૃત આત્મા મધ્યાહ્નનો સમય હતો. નગરની મધ્યમાં આવેલું ધમગાર આજે ધર્મસૂત્રોના મધુર નાદોથી ગુંજી ઉઠ્યું હતું. ચંડિલ (શૌચ) ગયેલા આર્ય સિંહગિરિ પાછા ફર્યા અને આ શાસ્ત્રધ્વનિ એમના કાને પડ્યો. આચાર્ય ધમગારના દ્વારે ઊભા થઈ રહ્યા અને વિચારવા લાગ્યા : આ વેળાએ આ સ્વાધ્યાયનો ધ્વનિ કેવો ? અત્યારે તો આહારની વેળા છે. શું ભિક્ષા લેવા ગયેલા મુનિઓ ભિક્ષા લઈને પાછા પણ આવી ગયા અને સ્વાધ્યાયમાં નિરત થઈ પણ ગયા? મને શું આટલો બધો વિલંબ થયો ?' આચાર્ય સિંહગિરિ તો સદા સાવધ રહેનાર પુરુષઃ સંયમયાત્રામાં જરા ય ખામી આવવા ન દે, અને એક પળમાત્રનો ય પ્રમાદ ન સેવે. એમને આજનો ક્રમ રોજ કરતાં કંઈક જુદો જ લાગ્યો. આમ કેમ થયું ? – એની ચિંતામાં એ પડી ગયા. અને શાસ્ત્રપાઠનો ધ્વનિ તો સતત આવ્યા જ કરતો હતો – જાણે કોઈ જ્ઞાની ગુરુ ઉચ્ચ સ્વરે પોતાના શિષ્યોને શાસ્ત્રવાચના આપતા ન . હોય ! આર્ય સિંહગિરિએ ધીમેથી અંદર નજર કરી, અને તેઓ ભારે અચરજમાં પડી ગયા. એમણે જોયું કે અંદર તો વજમુનિ એકલા જ પોતાના આસને બેઠો છે, અને ભિક્ષાએ ગયેલ મુનિઓનાં આસનોને પોતાની આસપાસ ગોઠવીને વાચનાચાર્યની જેમ, આગમશાસ્ત્રનો પાઠ આપી રહ્યા છે – જાણે અનેક શિષ્યોના વિદ્યાગુરુ ન હોય ! Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૦ અભિષેક વજમુનિ તો બાળયોગી. પારણે ઝૂલતાં ઝૂલતાં અગિયાર અંગોને અવધારણ કરનાર એ તો મહાપ્રાજ્ઞ મુનિ. એ યૌવનને બારણે પહોંચ્યા અને એમની પ્રજ્ઞા પાંગરવા લાગી. શાસ્ત્રો અને એના અર્થો તો જાણે એમના કોઠામાં વસી ગયાં હતાં. એમનું જ્ઞાન શ્રમણ સંઘને જ્ઞાની બનાવવા તલસી રહ્યું ઃ જ્યોતિથી જ્યોતિ પ્રગટાવવામાં જ જ્યોતિ કૃતકૃત્ય થાય ને ! આજે આર્તવજની એ ઊર્મિ અદમ્ય બની ગઈ. જ્ઞાનદાતા ગુરુ બનવાનો ખેલ ખેલવાનું એમને મન થઈ આવ્યું, સમય પણ અનુકૂળ મળી ગયો. ગુરુ આર્ય સિંહગિરિ બહાર ગયા હતા, અન્ય ભિક્ષુઓ પણ ભિક્ષા માટે બહાર ગયા હતા, ધમગારમાં સાવ એકાંત હતું : આર્ય વજને ભાવતું મળી ગયું. એમણે બધા ભિક્ષુઓનાં આસનો પોતાની આસપાસ ગોઠવી દીધાં, અને પોતે પોતાનું કાર્ય શરૂ કર્યું. શાસ્ત્રપાઠોના સ્વરો બધે રેલાવા લાગ્યા.. આર્ય સિંહગિરિને લાગ્યું કે જાણે સરસ્વતી જ પોતાના મુખે શાસ્ત્રપાઠોનું ગાન કરી રહેલ છે ? શું એ શુદ્ધિ અને શું એ અર્થગંભીરતા ! ગુરુના અંતરમાં પ્રસન્નતાનાં અજવાળાં પથરાઈ રહ્યાં. પોતાના જ્ઞાનનો આવો વારસદાર જોઈને આચાર્ય પરમ સંતોષ અનુભવી રહ્યા. પણ એ સંતોષ વ્યક્ત કરવાની આ વેળા ન હતી. સૂરિજીએ વિચાર્યું : “વજ જો જાણી જાય કે ગુરુ આ ખેલ જોઈ ગયા છે, તો એ શરમાઈ જાય. અને એની ઊર્મિ કદાચ કરમાઈ પણ જાય. માટે એને સાવધ કરીને જ અંદર પ્રવેશવું ઉચિત છે.” અને આર્ય સિંહગિરિએ ઉચ્ચ સ્વર કરીને ધમગારમાં પ્રવેશ કર્યો. મુનિ વજ સાવધ બની ગયા, અને બધું યથાવત્ ગોઠવી દીધું. ભિક્ષાએ ગયેલા મુનિવરો પણ પાછા આવી ગયા. જાણે કાંઈ જ બન્યું નથી એમ સૌ પોતપોતાના કાર્યમાં લાગી Page #120 -------------------------------------------------------------------------- ________________ ગયા. જાગૃત આત્મા પણ આર્ય સિંહગિરિનું મન ચૂપ ન હતું. એ હમેશાં વિચારતા ‘પંખીને પાંખો આવી ગઈ છે; હવે એને મુક્તપણે ઉડ્ડયન કરવા દેવું ઘટે. જ્ઞાની શિષ્યની જ્ઞાનગંગાને સ્વેચ્છાએ વહેવાનો અવસર આપવો ઘટે !' અને એક દિવસ એમણે પોતાના ભિક્ષુસંઘને કહ્યું : “ અમે થોડો સમય આસપાસના પ્રદેશમાં વિહરીશું. તમે સૌ જ્ઞાનધ્યાનમાં નિરત રહી તમારી સંયમયાત્રાને શોભાવજો ! પ્રમાદ કદી કરશો નહીં. ” :: .. શિષ્યોએ પૂછ્યું : “ ભગવંત, આપ જશો તો પછી અમને શાસ્ત્રનું અધ્યયન કોણ કરાવશે ?” ૧૦૭ આચાર્યે કહ્યું : “મુનિ વજ્ર તમને અધ્યયન કરાવશે. આર્ય સિંહગિરિ અન્યત્ર વિહરી ગયા. પાછળ આર્ય વજે જાણે જ્ઞાનની સરિતા વહાવવા માંડી. ભિક્ષુસંઘ એમના જ્ઞાનથી પ્રસન્ન થઈ ગયો. 22 થોડા દિવસમાં આચાર્ય પાછા આવ્યા. એમણે જોયું કે મુનિસંઘ શાસ્ત્રાભ્યાસમાં નિમગ્ન બની ગયો છે; અને સૌ કોઈ આર્ય વજ્રના જ્ઞાનની પ્રશંસા કરી રહ્યા છે. પોતાનાથી સવાયો નીવડે એવા શિષ્યને જોઈને આર્ય સિંહગિરિ હર્ષ અને ધન્યતા અનુભવી રહ્યા. આર્ય વજ્રની સંયમયાત્રા જ્ઞાન અને ચારિત્રના માર્ગે આગળ વધતી હતી. જ્ઞાનની તો જાણે ત્યાં પરબ મંડાઈ ગઈ હતી. કુશળ વેપારી એક તરફ પોતાનો માલ વેચતો જાય અને બીજી તરફ નવો નવો માલ ખરીદતો જાય : આર્ય વજ્ર પણ છેવટે એક વ્યવહારિયાના જ પુત્ર હતા; તો પછી એ આ કળામાં કેમ પાછા પડે ? એક તરફ મુનિસંઘને જ્ઞાનનું દાન કરવામાં એમના ઉત્સાહમાં પૂર આવતું; તો બીજી ત૨ફ નવાં નવાં શાસ્ત્રોનું અધ્યયન કરવા માટે એમનું મન તલસી રહેતું. એમની જિજ્ઞાસાને જાણે કોઈ સીમા ન હતી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૦ અભિષેક આર્ય સિંહગિરિ પણ હમેશાં એ જ ચિંતા સેવતા કે મુનિ વજે મારી પાસેથી જેટલું જ્ઞાન મળી શકે એમ હતું તે તો મેળવી લીધું છે. હવે આગળનું જ્ઞાન એને કોની પાસેથી મળે ? દસ પૂર્વનું જ્ઞાન તો હજી મેળવવું બાકી હતું. એ માટે કંઈક તો કરવું જોઈએ. તે કાળે આચાર્ય ભદ્રગુપ્તસૂરિ અવંતીનગરીમાં રહેતા હતા. એ જેવા વયોવૃદ્ધ તેવા જ જ્ઞાનવૃદ્ધ અને એમનું ચારિત્ર પણ એવું જ અણીશુદ્ધ. દશ પૂર્વના જ્ઞાનના એ ધારક હતા. સર્વ શાસ્ત્રો જાણે એમને હળે વસી ગયાં હતાં. એમની તોલે આવે એવા શાસ્ત્રજ્ઞ તે કાળે બીજા કોઈ ન હતા. જિંદગીના આરે બેઠેલા આચાર્ય ભદ્રગુપ્તને ઘણી વાર ચિંતા થઈ આવતી : શાસ્ત્રઅધ્યયન તો અનેક શિષ્યોએ કર્યું છે, પણ આ પૂર્વજ્ઞાનને ઝીલનાર પાત્ર મળવું હજી બાકી છે, સિંહણના દૂધને ઝીલી શકે એવું કોઈ પાત્ર મળી આવે તો કેવું સારું ! નહીં તો, આ જ્ઞાનનો ભંડાર શું આ કાયાની સાથે જ વિલીન થવા સર્જાયો હશે ? જેમ જેમ જિંદગીનો છેડો નજીક આવતો ગયો, તેમ તેમ એમની ચિંતા વિશેષ ઘેરી થવા લાગી; હવે તો જાણે એમને સુપાત્ર મુનિની રાતદિવસ ઝંખના જ રહ્યા કરતી. એક દિવસ આથમતી સંધ્યાએ આચાર્યનું મન આ ચિંતાથી જ ભરાઈ ગયું. એમનું રોમરોમ જાણે એ ચિંતાના જ પડઘા પાડતું હતું. આચાર્ય ભદ્રગુપ્ત એ વિચારમાં જ નિદ્રાધીન થયા. એમની એ રાત નિદ્રા અને ચિંતાની ફૂલગૂંથણીમાં જ પસાર થઈ. સવારે આચાર્યે ભિક્ષુઓને કહ્યું : “રોજ સ્વપ્ન વગરની નિદ્રા લેનાર મને આજે એક સુંદર સ્વપ્ન આવ્યું ઃ મારા હાથમાં રહેલ દૂધ ભરેલું પાત્ર લઈને કોઈ પી ગયું ! પીનારના મુખ ઉપર અજબ પ્રસન્નતા રમતી હતી. આ સ્વપ્ન અવશ્ય ફળવું જોઈએ.” સૌ સ્વપ્નફળની વિચારણામાં પડ્યા. આ બાજુ આર્ય સિંહગિરિજી પણ કેટલાક વખતથી વિચારતા Page #122 -------------------------------------------------------------------------- ________________ જાગૃત આત્મા ૦ ૧૦૯ હતા : મુનિ વજને આચાર્ય ભદ્રગુપ્ત પાસે પૂર્વનું જ્ઞાન મેળવવા મોકલવા જોઈએ, એમના જેવા મહાજ્ઞાનીને આવો પ્રજ્ઞાપ્રૌઢ શિષ્ય મળે તો સુવર્ણમાં સૌરભનો યોગ થાય.” અને આ વિચારને અમલમાં મૂકવા એમણે શપુરનગરથી થોડા દિવસ પહેલાં જ આર્ય વજને અવંતી તરફ ભદ્રગુપ્તસૂરિ પાસે રવાના કર્યા હતા. આર્ય વજ વિચરતાં વિચરતાં એ જ દિવસે અવંતી આવી પહોંચ્યા, અને સૂર્ય થોડોક ઊંચે ચઢ્યો ત્યાં એ મુનિ આચાર્ય ભદ્રગુપ્તનાં ચરણોમાં પહોંચી ગયા. આચાર્યને પોતાનું સ્વપ્ન તરત ફળ્યું લાગ્યું. આર્ય વજે વિનયપૂર્વક પોતાને પૂર્વનું જ્ઞાન આપવાની ભિક્ષા માગી. આચાર્ય ભદ્રગુપ્તની આંખો હર્ષાશ્રુથી ભીની થઈ; એ ફક્ત એટલું જ બોલ્યા : વત્સ ! તારી જ તો રાહ જોતો હતો !” આર્ય વજને તો ભૂખ્યાને ઘેબર મળ્યા જેવું થયું. એ તો સતત જાગ્રત રહીને જ્ઞાનસાધનામાં લીન બની ગયા. ગુરુ અને શિષ્ય જાણે એક આત્મરૂપ બની ગયા. ગુરુ જ્ઞાન આપતાં થાકતા નથી; શિષ્ય જ્ઞાન લેતાં ધરાતો નથી. ગુરુ પોતાની જાતને ધન્યધન્ય માને છે, શિષ્ય પોતાના જીવનને બડભાગી માને છે. અને એક દિવસ જ્ઞાની આર્ય વજ મહાજ્ઞાની દશપૂર્વધર બનીને, આચાર્ય ભદ્રગુપ્તને છેલ્લી ચરણવંદના કરીને, પોતાના ગુરુ આર્ય સિંહગિરિ પાસે જવા રવાના થયા. સંઘે મહાજ્ઞાની આર્ય વજને આચાર્યપદે સ્થાપી પોતાના નાયક બનાવ્યા. દુનિયા પણ ભારે અજબ અને દોરંગી છે. કોઈ ભોગ-વિલાસને માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૦ અભિષેક કોઈ ત્યાગને માટે સર્વસ્વનો ત્યાગ કરે છે. કોઈ ભોગની માળા જપ્યા કરે છે, તો કોઈ ત્યાગનું સ્વાગત કરે છે, કોઈને સંસાર ગમે છે, તો કોઈ સંસારના વિરહને ઝંખ્યા કરે છે. પાટલીપુત્રમાં એક શ્રેષ્ઠી રહે. ધન એનું નામ. જેવું નામ એવા ગુણ. એના ઉપર લક્ષ્મીદેવીના ચારે હાથ. કરોડ રત્નોની તો એને મન કશી કિંમત નહીં. એ ધનશ્રેષ્ઠીને એક પુત્રી. રુકમિણી એનું નામ. યૌવનને ઉંબરે આવીને ઊભેલી ઃ જેવી રૂપવતી એવી જ ગુણવતી. આ રુકમિણીએ અધ્વીઓને મુખેથી આર્ય વજસૂરિનાં રૂપ, ગુણ અને જ્ઞાનની ખૂબ પ્રશંસા સાંભળી. યૌવન તો થનગનાટ કરતું જ હતું. તન અને મન જાણે કોઈ પ્રીતમને માટે ઝંખી રહ્યાં હતાં. એને થયું : “આર્ય વજ જેવો રૂપ-ગુણ-જ્ઞાનભર્યો નાથ મળી જાય તો આ જીવન કૃતાર્થ બની જાય.' અને એણે મનમાં સંકલ્પ કર્યો કે પરણું તો આર્ય વજને જ પરણું ! બિચારી ભોળી મુગ્ધા નારી ! રુકમિણીએ પોતાના મનની વાત સખી દ્વારા પિતાને કહી. પિતાએ એ વાતનો સ્વીકાર કર્યો. એક દિવસ સમાચાર આવ્યા કે આર્ય વજ નગરમાં પધાર્યા છે. રૂકમિણી તો ગાંડી-ઘેલી બની ગઈ ? મનનો પ્રીતમ આવ્યો હતો ને ! ભોળા ધનશ્રેષ્ઠીએ આર્ય વજને વાત કરી : “ મારી સુલક્ષણી પુત્રી અને એક કોટી રત્નનો સ્વીકાર કરીને અમારા ઉપર અનુગ્રહ કરો, અને આપનું જીવન કૃતાર્થ કરો ! મારી પુત્રી દિનરાત આપને ઝંખી રહી આર્ય વજ તો સાંભળી જ રહ્યા. આમાં બોલવા જેવું જ શું હતું? ધનશ્રેષ્ઠીને હતું કે આવી કામિની અને આટલા કંચન આગળ કોણ પુરુષ ન પીગળે? આનો નકાર ભણનાર તો હજી આ ધરતી ઉપર જન્મવો બાકી છે ! એણે પોતાની વાતનું ફરી વાર ઉચ્ચારણ કર્યું અને Page #124 -------------------------------------------------------------------------- ________________ જાગૃત આત્મા = ૧૧૧ અનેક પ્રલોભનો બતાવ્યાં. પણ આર્ય વજ તો સતત જાગ્રત આત્મા; આ મોહ અને આ લોભમાં એ કેમ કરી ફસાય ? એમના મન ઉપરથી તો આ બધી વાતો, પથ્થર ઉપરથી પાણી સરી પડે એમ, સરી પડી. એમણે શ્રેષ્ઠીને કહ્યું : “મહાનુભાવ ! અમે તો કંચન અને કામિનીના ત્યાગી ! આ ભોગ-વિલાસ અને આ સંપત્તિનું અમારે શું કામ ? ત્યાગ, તપ અને સંયમ એ અમારો વેપાર ! એમાં ઉપકારક થાય એવું કંઈક કરો. તમે અને તમારી પુત્રી પણ એ ત્રિવેણી સંગમને આરે આવો અને તમારા જીવનને પણ ઊજળું બનાવો !” ધનશ્રેષ્ઠીનું માથું નીચું નમી ગયું. અને કોઈ ગાડી નાગનું વિષ ઉતારી નાખે એમ, આર્ય વજે રુકમિણીના અંતરમાંથી વિલાસની વાસનાનું ઝેર ઉતારી નાખ્યું. આર્ય વજની જાગૃતિએ રૂકમિણીના આત્માને જાગ્રત બનાવી દીધો. વિલાસને ઝંખતી તરુણી ત્યાગમાર્ગની ભિક્ષુણી બની ગઈ. આર્ય વજ ચાર વશી વટાવી ચૂક્યા હતા. અદ્યાશી વર્ષની ઉમ્મરે પણ જાગૃતિ તો એવી ને એવી જ અખંડ હતી : ન આળસ, ન પ્રમાદ ! પણ હવે કાયાનો ડુંગર ડોલવા લાગ્યો હતો. એક વાર સૂરિજી દક્ષિણ દેશમાં વિચરતા હતા. એમને શરદીનો ઉપદ્રવ થઈ આવ્યો. એના ઉપચાર માટે ભિક્ષામાં સૂંઠનો ગાંઠિયો મંગાવ્યો હતો. ગોચરી પછી સૂંઠનો ઉપયોગ કરવા માટે સૂંઠની નાની સરખી ગાંઠ એમણે કાન ઉપર ચડાવી રાખી. પણ એનો ઉપયોગ કરવાનું એ વીસરી જ ગયા. રાત્રે પ્રતિક્રમણની ક્રિયા કરતાં કાને હાથ અડ્યો અને પેલો ગાંઠિયો આસન ઉપર દડી પડ્યો. સૂરિજીનું ચિત્ત તરત જ જાગી ઊઠ્યઃ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૦ અભિષેક “અરે, ઔષધનો ઉપયોગ ન થયો, અને આવી વિસ્મૃતિ થઈ ગઈ ! આ તો ભારે પ્રમાદ થયો કહેવાય ! સાધુ-જીવનનો મોટો દોષ!' અને પછી તો આર્ય વજ વિચારે ચડી ગયા : “આવી વિસ્મૃતિ એ તો કાળદેવતાની હાકલ ! એની ઉપેક્ષા કેમ કરાય ! આ વિસ્મૃતિને બહાને કાળ નજીક આવ્યાની ચેતવણી મળી ! આ વિસ્મૃતિનો પણ એટલો ઉપકાર ! હવે તો નવા પ્રવાસની તૈયારી જ કરવી ઘટે.” કહે છે કે દેવોને પોતાના મૃત્યુની છ માસ પહેલાં સૂચના મળે છે, અને એ બિચારા ભારે દુઃખમાં અને શોકમાં દિવસો કાઢે છે; અપાર ધનવૈભવ અને વિલાસને છોડવાનું કોને ગમે ? પણ અહીં આર્ય વજને તો ન કશો શોક, ન કશો સંતાપ. એમને મન તો આ પ્રસંગ કોઈ વધારે સારે સ્થાને જવાનું હોય એવો આનંદનો પ્રસંગ બની ગયો : જીર્ણ કલેવર તજવાનું, નવું કલેવર મેળવવાનું ! ' સૂરિજીએ ભિક્ષુસંઘને પોતાનો કાળ પાકી ગયાની વાત કરી : “ભિક્ષુઓ, કાળનાં એંધાણ કળાઈ ગયાં. અત્યાર સુધી જીવતર ઉજાળ્યું, હવે મૃત્યુને ઉજાળી લેવાની ઘડી આવી પહોંચી છે.” પછી એ જ્ઞાની આચાર્યે આવતા દુષ્કાળની મુસીબત સામે સંઘને સાવચેત બનાવ્યો, પોતાના જ્ઞાનનું થઈ શકે તેટલું વિતરણ કર્યું અને પૂર્ણ આત્મજાગૃતિ સાથે અંતિમ અનશનનો નિર્ણય કર્યો. ભિક્ષુ-ભિક્ષુણી-સંઘ ગદ્ગદ બની આર્ય વજનો નિર્ણય સાંભળી રહ્યો ! આર્ય વજે પહાડ ઉપર જઈ અંતિમ અનશન આદર્યું, ન ક્લેશ, ન સંતાપ ઃ સદા કાળ શાંતિ, સમતા અને સંપૂર્ણ આત્મજાગૃતિ. એ રીતે સમાધિપૂર્વક આર્ય વજે પરલોક-પ્રયાણ આદર્યું. સમસ્ત સંઘ એ જાગૃત આત્માને વંદી રહ્યો : જય જય નંદા ! જય જય ભદ્દા ! Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાજકુમાર - it ક ક , , નગરથી દૂર એક આશ્રમ હતો. ઘેરી ઘેરી વૃક્ષઘટાઓ, મનોહર લતામંડપો, કલકલ રવ કરતું ઝરણું, સ્વચ્છેદે નાચતાં ફરતાં નિર્દોષ હરણાંઓ અને નિર્ભયપણે વ્યોમવિહાર કરતાં પક્ષીઓથી સભર એ આશ્રમ જતા-આવતા સહુ કોઈનું મન હરી લેતો ! એ આશ્રમની નાની મોટી પર્ણકુટીઓમાં તાપસી અને બાળતાપસી રહેતા. તેઓ અધ્યયન-અધ્યાપન. કરી પોતાનો કાળ નિર્ગમન કરતા. લોકો એ સ્થળને તાપસીનો આશ્રમ કહેતા. વનવગડાના વાસી આ તાપસો પશુ-પંખીઓને પણ પોતાનાં બાળકો જેવાં જ પ્યારાં ગણતા. પશુ અને માનવનો ભેદ ત્યાં નહોતો પ્રવર્તતો. આ જ સ્નેહ અને મમતાભરી લાગણીથી તાપસોએ એક નમાયા હાથીના બચ્ચાને પોતાના આશ્રમમાં આશરો આપ્યો હતો. જન્મથી જ તાપસોની મમતાભરી ચૂંફમાં ઊછરેલું એ મદનિયું ( હાથીનું બચ્ચું ) બાળતાપસો સાથે ખૂબ હળીમળી ગયું હતું. સૂંઢમાં પાણી ભરી ભરીને એ હમેશાં બકુલવૃક્ષો અને નવમલિકાની વેલોને સીંઆ કરતું, એટલે તાપસોએ એનું નામ “સેચનક ' રાખ્યું હતું. સેચનકને અહીં કશી વાતની ખામી ન હતી. પણ જેમ જેમ એની વય વધતી હતી તેમ તેમ તેના સ્વભાવમાં પણ ફેરફાર થતો જતો હતો. હવે તો જાણે સેચનકને તાપસો અને પોતાની વચ્ચેનો ભેદ સમજાવા લાગ્યો હતો ! હું પશુ, એ માનવ – એવો વિભેદ પાડતાં એ શીખ્યો હતો. ધીમે ધીમે બાળતાપસો સાથેનો એનો આનંદવિનોદ ઓછો થવા લાગ્યો Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૦ અભિષેક હતો, અને પોતાના પશુસુલભ સ્વભાવનો ધીમે ધીમે તેને અનુભવ થવા લાગ્યો હતો. અને એક દિવસ તો એ પોતાનો નિર્દોષ સ્વભાવ વીસરી જઈને સાચેસાચો પશુ બની ગયો ! પૂર્વની ક્ષિતિજમાં રંગોળી પૂરી અરુણે જ્યારે પોતાની સવારી આગળ વધારી ત્યારે, બાળતાપસી પોતાના નિત્યકર્મથી પરવારી ચૂક્યા હતા અને હમેશની માફક આજે પણ તેઓ પોતાના સાથીદાર સેચનક સાથે રમવા તેના ખીલા પાસે દોડી ગયા. પણ તેમણે જોયું કે મેચનક ત્યાં ન હતો, અને ખીલો જમીનમાંથી ઊખડી ગયો હતો. એ લહેરી જુવાન પાસેના કોઈ ઝરણામાં સ્નાન કરવા ગયો હશે, એમ સમજીને સહુ ત્યાં ગયા. પણ તેમનો દોસ્ત ત્યાં પણ નહોતો. આસપાસ બહુ બહુ તપાસ કરી તો તેમણે જોયું, કે થોડીક લતાઓ અને વૃક્ષોની ઘટા વચ્ચે સેચનક મદમત્ત થઈને ચોતરફ ઘૂમતો ફરતો હતો. બાળકોને લાગ્યું, જૂની રમતોથી કંટાળીને સેચનકે આજે આ નવી રમત શોધી કાઢી લાગે છે. બાળકો પોતાના સાથીને મળવા એ તરફ દોડી ગયાં. જેવાં તેઓ પાસે પહોંચ્યાં તેવાં જ થંભી ગયાં ! તેમને જણાયું કે સેચનક કંઈ રમત કરતો ન હતો, એના મુખ પર રમતિયાળપણાની રેખાઓના બદલે ક્રોધ, આવેશ અને ઉન્માદના ભાવો અંકિત થયા હતા. તે તો ગંડસ્થળથી ટેકરાઓ સાથે ટક્કર લેતો, સૂંઢથી તોતિંગ વૃક્ષોને ધરાશાયી કરતો, દતૂશળથી નાની-મોટી વનલતાઓને જડમૂળથી ઉખેડી નાખતો અને નાનામોટા છોડવાઓને પોતાના થાંભલા જેવા પગ નીચે છુંદી કચ્ચરઘાણ કરતો પાગલની જેમ ચોતરફ ઘૂમી રહ્યો હતો. બાળતાપસી પોતાની સામે આવીને ઊભા હતા, પણ તેનું જાણે. પોતાને ભાન જ ન હોય તેમ એ બેપરવા ઊભો હતો. દિવો અને મહિનાઓ સુધી સાથે રમેલી રમતો જાણે એ ભૂલી જ ગયો. અને આટલું જ શા માટે ? પોતાના બાળસ્નેહીઓને જોઈને, આનંદમાં આવવાના Page #128 -------------------------------------------------------------------------- ________________ રાજકુમાર ૦ ૧૧૫ બદલે જાણે પોતાનું કોઈ વેર સાંભરી આવ્યું હોય એમ, તે વધુ આવેશમાં આવી ગયો ! તેણે ક્રોધભરેલી પીંગળી આંખો ઘુમાવતાં ક્રોધની કિકિયારીઓ શરૂ કરી, શેષનાગની ફણા જેવી સૂંઢ ઊંચી કરી ને હિંમત કરીને નજીક આવી રહેલા બાળતાપસો તરફ ઝાવું નાખ્યું ! માય બાપ રે! કહીને બાળતાપસો કંપી ઊઠ્યા ને નાઠા. તેમણે જોયું કે તેમનો ભેરુ આજે કાબૂ-બહાર થયો હતો. બાળતાપસીને નાસતા જોઈને સેચનકના આવેશમાં પણ જાણે ઊભરો આવ્યો ! હવે તો એ સાનભાન ભૂલીને આખા આશ્રમમાં આમથી તેમ મદમત્ત બનીને ઘૂમવા લાગ્યો. જોતજોતાંમાં અનેક વૃક્ષો, વેલાડીઓ અને પર્ણકુટીઓ એણે ધરાશાયી બનાવી દીધી. ચારેકોર જાણે પ્રલયકાળ પ્રસરી રહ્યો ! બાળકોની રાવ સાંભળી યુવાન અને વૃદ્ધ તાપસોએ સેચનકને શાંત કરવાના અનેક ઉપાયો આદર્યા, કંઈ કંઈ યુક્તિઓ અજમાવી, કંઈ કંઈ પ્રયત્નો કર્યા, પણ એમનો એક ઉપાય સફળ ન થયો. વર્ષોથી માનવો અને પશુઓ સાથે માયા-મમતાથી રહેતા તાપસોને આજે પોતાની સાધના અધૂરી લાગી. તેમણે જોયું કે સેચનકને કાબૂમાં લેવો એમની શક્તિ બહારનું કામ હતું. એટલે તેમણે રાજદરબારે જઈને એ તોફાની હાથીને કાબૂમાં લેવાની વિનંતી કરી. રાજપુરુષોને રાજઆજ્ઞા મળી : “ ગમે તે ઉપાયે એ હાથીને વશ કરો !” અને તરત જ અનેક હસ્તીવિદ્યાના વિશારદો અને બળવાન યોદ્ધાઓ હાથીને વશ કરવા અનેક પ્રકારનાં શસ્ત્ર-અસ્ત્ર સાથે રવાના થયા. તે બધાએ અથાક પ્રયત્નો કર્યા, પણ કોઈ એ તોફાને ચડેલા બાળહાથીને વશ ન કરી શક્યું. મોટાઓને વાતવાતમાં વશ કરી લેતા પુરુષો બાળકોને રીઝવવામાં ઘણી વખત ક્યાં નિષ્ફળ નથી નીવડતા ? રાજપુરુષોની શરમનો પાર ન હતો ? પોતાની કીર્તિ અને આવડત આજે પાણી થઈ જતી હોય એમ તેમને લાગ્યું. રાજાજી પણ મૂંઝવણમાં પડ્યા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૦ અભિષેક રાજાજીની – પોતાના પિતાની – મૂંઝવણ જોઈને, અંતરમાં રહેલા કોઈ જુગજુગ જૂના સંસ્કારો બોલાવતા હોય એમ, એક રાજકુમારે કહ્યું : “પિતાજી, જ્યારે હવે વાત આટલે આવી છે, તો મને પણ એક વખત મારું બળ અજમાવી જોવાની આજ્ઞા આપો ! સંભવ છે, જે રાજકર્મચારીઓ કે આપણા જોદ્ધાઓ ન કરી શક્યા એ મારાથી થઈ શકે !” રાજાજી રાજકુમાર નંદીષેણના શબ્દો ગર્વભેર સાંભળી રહ્યા. પણ આવા તોફાની હાથીને વશ કરવા જવાનું દુઃસાહસ કરવાની આજ્ઞા આપતાં એમનું પિતૃહૃદય કંપી ઊઠ્યું. પણ છેવટે રાજકુમારની વિનતિ એમને સ્વીકારવી પડી. રાજકુમાર જંગલમાં ગયો અને હાથીની શોધ ચલાવી. થોડી વારમાં હાથી અને રાજકુમાર સામસામે આવી ગયા. પશુ અને માનવ વચ્ચે ભયંકર ઠંદ્ધ થવાની ઘડીઓ આવી ઊભી. પણ જાણે કોઈ મહાયોગીએ મંત્રપ્રયોગ કર્યો હોય એમ. બન્નેની આંખો ભેગી થતાંની સાથે ક્ષણમાત્રમાં એ તોફાની હાથી નમી પડ્યો ! રાજા અને તાપસો આ જોઈને નવાઈ પામ્યા. રાજકુમાર પણ આ અણધારી સફળતા જોઈને ભારે વિચારમાં પડી ગયો. રાજાજીએ હાથીને પોતાનો પટ્ટહસ્તી બનાવ્યો ! સર્વત્ર રાજકુમાર નંદીષણનો જયજયકાર ગાજી રહ્યો ! [૨] મહારાજા શ્રેણિકની લાડકવાયી રાજગૃહી નગરી ત્યારે મગધની રાજધાની હતી. ભોગીઓ અને વિલાસીઓના ધામ સમી રાજગૃહીના વૈભવનો પાર ન હતો. દેશ-પરદેશમાં રાજગૃહીના વૈભવ-વિલાસની તરેહ તરેહની વાતો થતી, અને મોટા મોટા વેપારીઓ પોતાની મહામૂલી ચીજો રાજગૃહીના સૂટમાં ઠાલવતા. કોઈ વેપારી નિરાશ થઈને પાછા ફર્યાનું કલંક રાજગૃહી ઉપર નહોતું લાગતું ! Page #130 -------------------------------------------------------------------------- ________________ રાજકુમાર • ૧૧૭ અને અત્યારે તો જ્ઞાતપુત્ર મહાવીરના સત્સંગે ભોગી અને વિલાસી રાજગૃહીમાં ત્યાગ અને તપસ્યાના પણ ઓઘ ઊભરાવા લાગ્યા હતા. વાતવાતમાં મગધના રાજકુમારી સુધ્ધાં સંસાર છોડીને ચાલી નીકળતા ! ત્યાગધર્મ જાણે સજીવન થવા લાગ્યો હતો ! સેચનક હાથીને વશ કરનાર રાજકુમાર તે મગધપતિ મહારાજા શ્રેણિકનો લાડકવાયો પુત્ર નદીષેણ ! મહારાજાએ તેને અનેક લાડકોડમાં ઉછેર્યો હતો અને યોગ્ય વય થતાં અનેક રાજકન્યાઓ પરણાવી હતી. કુમારની દૃષ્ટિમાત્રના સ્પર્શથી પ્રલયદેવ જેવો સેચનક અધીન બની ગયો. એ ઘટના મહારાજા અને કુમાર બન્નેને કોયડા જેવી લાગતી હતી. એટલામાં એક દિવસ ઉદ્યાનપાળે આવી ખબર આપી : “સ્વામી, જ્ઞાતપુત્ર મહાવીરદેવ ઉદ્યાનમાં પધાર્યા છે.” વધુ ને વધુ ધર્મપરાયણ થતા જતા મહારાજા શ્રેણિકને મન આ અણમૂલો અવસર હતો. તેમણે મનથી ત્યાં રહ્યાં રહ્યાં પ્રભુને નમસ્કાર કર્યા અને પ્રભુનંદન માટે જવાની તૈયારી કરવાની આજ્ઞા આપી. મહારાજા પરિવાર સહિત પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા. કુમાર નંદીષેણ સાથે જ હતા. પ્રભુએ મેઘગંભીર વાણીથી દેશના આપી. ભલભલા ભોગીને પણ સંસાર ત્યાગવાનું મન થઈ જાય એવી એ દેશના હતી. કુમાર નંદીષણનું મન ગળગળું થઈ રહ્યું હતું ! દેશના પૂરી થતાં શ્રેણિક અને નંદીષેણે પ્રભુને સેચનક હાથીની વાત પૂછી. પ્રભુ બોલ્યા : “મહાનુભાવ ! એવા કેટલા ય સંસ્કારો જીવને વળગેલા હોય છે જેને જીવ જાણતો ય નથી અને છતાં સમય આવે ત્યારે એ સંસ્કારો અચૂક રીતે પોતાનો ભાવ ભજવે છે. આ સંસ્કારો કંઈ આ જન્મમાં જ ઉપાર્જેલા નથી હોતા. કુમાર નંદીષેણ અને સેચનકનું પણ એમ જ છે. પૂર્વભવમાં એ બન્ને વચ્ચે સ્વામી-સેવકનો સંબંધ હતો. બન્ને વચ્ચે સ્નેહની ગાંઠ હતી. સેવકપણું હોવા છતાં સુપાત્રદાન આપવાથી સેવકનો જીવ રાજકુમાર નંદીષેણ તરીકે ઉત્પન્ન થયો અને વિવેક વગરના દાનથી સ્વામીનો જીવ સેચનક હાથી થયો. નંદીષણને જોતાં જ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૦ અભિષેક પૂર્વના સંબંધની ભાવના જાગૃત થવાથી સેચનક શાંત થઈ ગયો હતો.” પ્રભુની દેશના સાંભળીને જ કુમાર નંદીષણનું હૃદય ગળગળું થઈ ગયું હતું, તેમાં આ ઘટનાએ ઉમેરો કર્યો. તે વિચારવા લાગ્યો : “એક સામાન્ય સુપાત્રદાને મને આટલી રાજદ્ધિ અપાવી તો જો હું સંપૂર્ણ ધર્મનો સ્વીકાર કરું તો મારું દુઃખમાત્ર ટળી જાય !' તેનું મન ધીમે ધીમે વધુ અંતર્મુખ બનતું જતું હતું. તેની વિચારધારા વધુ ને વધુ સૂક્ષ્મ બનતી જતી હતી ! જાણે હવે અહીં જ પ્રભુચરણમાં જ રહેવાનું હોય અને રાજમહેલે પાછા ફરીને વાસનાના કાદવમાં ન પડવાનું હોય તો કેવું સારું ! અને થોડી વારમાં જ તેણે મન સાથે નિર્ણય કરી લીધો હોય એમ તે બોલ્યો : “પ્રભુ ! મારે હવે ઘેર જવું ન ખપે ! હું તો આપના ચરણમાં જ રહીશ ! મને દીક્ષા આપો ! આ ઘોર સંસારસાગરથી મારો વિસ્તાર કરો !” મહારાજા શ્રેણિકનું પિતૃહૃદય વિહ્વળ બની ગયું. પ્રભુએ સમજાવ્યું: “કુમાર, વૈરાગ્ય સમજવો જેટલો સહેલો છે, તેટલો પાળવો સહેલો નથી ! તારે લલાટે તો હજુ ભોગો ભોગવવા લખ્યા છે, તે ભોગવ્યા વગર છૂટકો નથી. એ ભોગોના અંત વગર વાસનાઓ શાંત થવી શકય નથી. દબાયેલી વાસના ક્યારે મનને અવળે માર્ગે દોરી જાય એનું શું ઠેકાણું ? માટે મહાનુભાવ, થોડો વખત થોભી જા !” પણ નંદીષેણ એકનો બે ન થયો ! ભોગ-વિલાસમાં મગ્ન થયેલું એનું યૌવન આજે ત્યાગના માર્ગે છલંગો મારવા તલસી રહ્યું હતું. ભવિષ્યમાં શું થવાનું છે તેની એને ચિંતા ન હતી. આજ જો સુધરતી હોય તો આવતી કાલની એને પરવા ન હતી. પ્રભુએ જોયું કે ભાવિભાવ જ એવો છે. અને વળી આ તો અમૃતનો અખતરો હતો – કદાચ સફળ ન થવાય તોય શું હાનિ હતી ? અને મહારાજા શ્રેણિક ? એમણે પણ પુત્રમોહનો ત્યાગ કરી વિચાર્યું : “એક ભવને સુધરેલો જોવાની લાલસાથી અનેક ભવ હારી Page #132 -------------------------------------------------------------------------- ________________ રાજકુમાર ૧૧૯ જવાય એવું શા માટે કરવું ? છેવટે તો સૌ આત્મા એકલા આવે છે ને એકલા જ જાય છે. કોઈ કોઈનું નથી. ભલે નંદીષેણ પોતાનું શ્રેય સાધે !' અને નંદીષેણને પ્રભુચરણમાં સ્થાન મળી ગયું. [૩] - સ્થવિર મુનિઓની દેખરેખમાં પ્રભુની સાથે વિચરતા નંદીષેણ મુનિના કાનમાં પ્રભુએ ઉચ્ચારેલા – “મહાનુભાવ ! તારે લલાટે તો હજુ ભોગો ભોગવવા લખ્યા છે ” એ શબ્દો રાતદિવસ ગુંજ્યા કરતા. રખેને પોતાનો આત્મા વાસનાની સુંવાળી જમીન ઉપર લપસી જાય એ ભયથી નંદીષેણ મુનિ સદાકાળ ઉગ્ર તપસ્યા અને સતત પરિશીલન કર્યા કરતા. tr પણ કેટલીક વાર કર્મ આગળ પુરુષાર્થને રાંક બનવું પડે છે. આટઆટલું ઉગ્ર તપશ્ચરણ અને આટલું સતત પરિશીલન; છતાં નંદીષેણ મુનિની વાસનાના અગ્નિ ઉપર જલછંટકાવ ન થયો. ઉગ્ર તપશ્ચર્યા અને સતત પરિશીલને એ વાસનાના અંગારાને શાંત કરવાના બદલે એની આસપાસ રાખનું પડ માત્ર ચડાવી દીધું. એટલે, બહારથી જોતાં વાસનાનો અગ્નિ શમી ગયો લાગવા છતાં, અંદરથી તો એ એટલો ને એટલો જ સળગતો હતો ! સહેજ પણ મોહકતાનો પવન લાગે કે તરત એ રાખ ઊડી જતી અને નંદીષેણ મુનિને વાસનાનો અનુભવ થઈ આવતો. એક વાર તો આ અનુભવ એટલો બધો અસહ્ય થઈ પડ્યો કે તેનાથી સદાને માટે છુટકારો મેળવવા સારુ નંદીષેણ મુનિએ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને જીવનનો અંત આણવાનો નિશ્ચય કર્યો ! 46 નંદીષેણ મુનિ પર્વતની ટોચે જઈ પહોંચ્યા અને ઝંપાપાત કરવાનો વિચાર કરવા લાગ્યા; ત્યાં જાણે અંતરના ઊંડાણમાંથી કોઈ બોલતું હોય તેમ તેમને લાગ્યું; જાણે એ અવાજ કહેતો હતો : ‘આત્મઘાત ! આપઘાત ! કેવો અધઃપાત ! શું આટલા માટે રાજવૈભવનો ત્યાગ કરીને મુનિવેષ ધર્યો હતો ? આત્મઘાત કરીને શી આત્મસિદ્ધિ મળવાની છે ? Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૦ અભિષેક આપઘાતનું પાતક વહોરવાથી વાસનાનાં ભૂત કદી શાંત થયાં છે ખરાં? પાપ કરવાથી પાપની શાંતિ થાય ખરી ? અગ્નિમાં ઘી હોમીને અગ્નિ કોઈએ શાંત કર્યો જાણ્યો છે ? મૂર્ખ નંદીષેણ ! વાસનાઓ જો આ ભવે શાંત નથી કરી તો આવા સેંકડો આત્મઘાત પણ તેને શાંત નહીં કરી શકે ! સળગતી વાસનાઓ તો તારા સેંકડો જન્મોને ભસ્મીભૂત કરશે ! એને શાંત થવા દે, એટલે આપોઆપ તારો વિસ્તાર તને સૂઝશે !” નંદીષેણ મુનિને જાણે અંતરનો આદેશ મળ્યો હોય એમ એ પાછા ફર્યા અને ફરી પાછા ઉગ્ર તપશ્ચરણ અને સતત અધ્યયનમાં લીન રહેવા લાગ્યા. પણ વિધાતાએ તો એના માટે જુદો જ માર્ગ નિર્માણ કર્યો હતો ! [૪] ભિક્ષુ તરીકે ગામેગામ ફરતા નંદીષેણ મુનિ એક દિવસ ભિક્ષા લેવા ગયા, અને ભાવિના દોય અજાણપણે એક ગુણિકાના આવાસે જઈ ચડ્યા. મુનિ ધર્મલાભનો આશીર્વાદ ઉચ્ચારી ભિક્ષા માટે ઊભા રહ્યા ! ગણિકા મહેણું મારતી હોય એમ બોલીઃ “મહારાજ ! માર્ગ ભૂલ્યા લાગો છો. અહીં ધર્મલાભનું શું કામ? અહીં તો અર્થલાભ ખપે !” વિધાતાએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું. મુનિરાજથી આ મહેણું સહન ન થયું. તેમણે પોતાની લબ્ધિના બળે ગણિકાના મહેલમાં ધનનો ઢગલો ખડો કરી દીધો. - ગણિકા તો આભી જ બની ગઈ. તેને થયું : “આવું રાજકુમાર જેવું સુંદર રૂપ, આ ભરયૌવન વય અને ધન મેળવવાની આવી વિદ્યા ! ભલભલાને કામણ કરનારી હું જો આ અવસર હારી ગઈ તો મારી કળા બધી નકામી ગઈ સમજવી! મારી જીવનભરની કળાની આજે જ કસોટી એ જાણે મુનિરાજ ઉપર પોતાનો વિજય મેળવવા નીકળી હોય Page #134 -------------------------------------------------------------------------- ________________ રાજકુમાર ૧૨૧ 46 * તેમ, પાછા ફરતા મુનિરાજ આડે બારણામાં ઊભી રહીને, કામણગારું હાસ્ય વેરતી એ બોલી ઃ “મહારાજ, આ ધનને આમ અહીં મૂકીને ક્યાં ચાલ્યા ? મુનિરાજ ! આનો ઉપયોગ કોણ કરશે ? શું ભરયૌવન વય આમ જ વેડફી નાખશો ? પધારો, આ મહેલ અને આ દા આપના ચરણે સમર્પિત છે ! આપ એના સ્વામી છો ! નાથ ! ફરમાવો દાસીને શી આશા છે ?” આ મઘમઘી રહેલી માદક સુગંધ, શૃંગારભર્યાં ભિત્તિચિત્રો અને ચોતરફ ઊભરાતી વિલાસની સામગ્રી; એમાં ગણિકાના મોહક હાસ્યભર્યાં આ શબ્દો ભળ્યા ! બસ ! નંદીષેણની વાસનાના અગ્નિ ઉપરની રાખ હવાની લહરીના આછા સપાટે ઊડી ગઈ ! વાસનાનો અગ્નિ ફરીને ધખધખી ઊઠ્યો. નંદીષેણ મુનિ લપસ્યા ! વારાંગનાનો વિજય થયો. [ પ ] અનેક ભોગ-વિલાસોમાં ફરીથી મગ્ન થવા છતાં નંદીષેણે એક નિયમ રાખ્યો હતો, કે રોજ દશ માનવીઓને સંસારની અસારતાનો ઉપદેશ આપી ત્યાગના પંથે વળાવ્યા પછી જ ભોજન કરવું. રોજ સૂરજ ઊગતો અને નંદીષેણ દસ માનવીઓને ત્યાગી બનાવતા. આ નિયમ અચૂક રીતે પળાતો. વારાંગનાની મોહકતા, વિલાસની માદકતા કે મોજ-મજાની તાલાવેલી નિયમનો કદી ભંગ ન કરાવી શકતી. કાળદેવતાનો રથ વણથંભ્યો ચાલ્યો જાય છે અને બાર બાર વર્ષના સૂરજ ઊગીને આથમી ગયા છે. નંદીષેણ કુમાર ભોગ-વિલાસમાં એવા તો તરબોળ થઈ ગયા છે, જાણે ત્યાગનો માર્ગ કદી સ્વીકાર્યો કે અનુભવ્યો જ નથી ! પણ વખત આવ્યે આંબો ફળ્યા વગર નથી રહેતો. એક દિવસ નંદીષેણ કુમારે નવ જણને દીક્ષાના માર્ગે વળાવી દીધા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અભિષેક હતા. ભોજન-સમય વીતી ગયો છે, પણ દશમો જણ કોઈ મળતો નથી. ગણિકા અને કુમાર બન્ને અકળાતાં હતાં. બપોરાં થયાં, પણ કોઈ ન મળ્યું. ભૂખથી બન્ને ક્લાન્ત થઈ ગયાં હતાં. ત્યાં કંઈક વિનોદ કરીને આનંદ મેળવવા માટે ગણિકા હસતી હસતી બોલી : કુમાર, દસમા દીક્ષાર્થીની રાહમાં આટલો બધો વખત શું ગુમાવો છે ? બીજો કોઈ ન મળે તો તમે પોતે ક્યાં દૂર છો. દસમા દીક્ષાર્થી તમે પોતે થાઓ એટલે પત્યું !” અને, જાણે સૂતેલા સિંહને કોઈએ જોરથી ફટકો માર્યો હોય તેમ, નંદીષેણનો સૂઈ ગયેલો ત્યાગી આત્મા ફરીને જાગી ઊઠ્યો. તેને થયું : ‘ત્યાગમાર્ગનો ઉપદેશ આપીને હજારો માનવીઓને ત્યાગના માર્ગે દોરનાર હું આ વાસનામાં શું જોઈને ફસાયો હોઈશ ? ત્યાગને પોતાના આત્મામાં ઉતાર્યા વગર બીજાને એનો ઉપદેશ શા ખપનો ?' અને નંદીષેણ વધુ ને વધુ વિચારમગ્ન થવા લાગ્યા ! . જે વારાંગનાના કામણભર્યા હાસ્ય નંદીષેણ મુનિને ભોગી ભ્રમર બનાવ્યા હતા, તે જ વારાંગનાના ટોળભર્યા ઉપહાસમાંથી નંદીષેણ કુમારને ત્યાગી મુનિનો માર્ગ લાધી ગયો ! માર્ગભૂલ્યા મુસાફરને જાણે માર્ગ મળી ગયો ! અને પછી તો ગણિકાનાં સેંકડો વિનંતીઓ, હજારો કાકલૂદીઓ અને લાખ લાખ આંસુઓ નંદીષેણ કુમારને ન રોકી શક્યાં ! કમળપત્ર ઉપરથી જળબિંદુ સરી જાય એમ એ બધું એના અંતર ઉપરથી સરી ગયું. લેપાયેલ નંદીષેણ આજે જાણે સાવ નિર્લેપ બની બેઠા હતા. અને તે જ દિવસે નંદીષેણ કુમાર કામવાસના ઉપર વિજય મેળવી ફરી પ્રભુચરણમાં જઈ પહોંચ્યા ! મહામુનિ નંદીષેણનો ફરી જયજયકા૨ ગાજી રહ્યો ! Page #136 -------------------------------------------------------------------------- ________________ પાંચ જનમની પ્રીત ભમરો પુષ્પોમાં આળોટ્યા જ કરે, પરાગને લૂંટ્યા જ કરે, રસને ચૂસ્યા જ કરે, અને છતાં કદી ન ધરાય. વિલાસલાલસા પણ એવી જ ચીજ છે. ભારત ચક્રવર્તી બ્રહ્મદત્તને આ વાતનો પાકે પાયે અનુભવ થઈ ચૂક્યો હતો. ભરપૂર ભોગ મળ્યા છતાં એ લાલસા સર્વદા અસંતુષ્ટ જ રહેતી. વડવાનલ સંતોષાય તો એ વિલાસ-લાલસાનો આતશ શાંત થાય ! કંઈ કંઈ વિલાસ અને વૈભવની સામગ્રી સ્વાહા થઈ જતી, છતાં ય એ આતશ તો સદા અશાંત ને અશાંત જ રહેતો, ને નિત્ય પ્રભાતે, ને નિત્ય નવી રાત્રીએ નવી નવી ભોગસામગ્રી માટે વલખાં માર્યા જ કરતો ! બંધનથી. અગ્નિ કદી શાંત થયો છે કે આજે થાય? બ્રહ્મદત્ત ચક્રવર્તીની પાટનગરી કાંપિલ્યનગરી પણ પોતાના સ્વામીની વિલાસપ્રિયતાના પ્રતીક સમી, સોળે શણગાર સજેલ સુંદરીના જેવું નમણું રૂપ ધારીને ખડી હતી. એની ગગનચુંબી હવેલીઓ અને એનાં વિશાળ હર્યો. પહોળા પહોળા રાજમાર્ગો અને સીધી સીધી વિથિકાઓ, ભભકભય બજારો અને વિધવિધ સામગ્રીથી ભયભય હાદો જાણે આગન્તુકના અંતર ઉપર કામણ કરી જતાં. ચક્રવર્તીના પ્રાસાદોમાં અને અંતપુરમાં તો આ પાર્થિવતા પણ ભુલાઈ જતી – જાણે સ્વર્ગલોક જ ધરતી ઉપર ઊતરી આવ્યો ! શું એની શોભા ! અને શો એનો વૈભવ ! આવા વૈભવશાળી પ્રાસાદોમાં અને રૂપરાણીઓથી ઊભરાતાં અંતઃપુરોમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી જાતજાતનાં વિલાસ-સુખો અનુભવતા. પુષ્પકોમળ પર્યકાસનો, પડ્યો બોલ ઝીલનારી મનહર પરિચારિકાઓ WWW.jainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૦ અભિષેક અને વિલાસની ચરમ સીમા સમી રૂપસુંદરીઓ ચક્રવર્તીની વાસનાને માટે ત્યાં ખડે પગે તૈયાર રહેતી ! અને છતાં ય કોઈક દિવસ એવો પણ ઊગતો, જ્યારે ચક્રવર્તીને મન આ બધું અકારું થઈ પડતું, અને એમનું અંતર વનવિહાર કે ઉદ્યાનકડા માટે તલસી ઊઠતું. આજે ચક્રવર્તી ઉદ્યાનકડા માટે સંચય હતા. સર્વત્ર હાસ્ય-વિનોદ વ્યાપી રહ્યો હતો. ઝંકારનૃત્ય આંખોને અને કાનને આનંદ આપી રહ્યું હતું. કંદુકકીડા ચાલી રહી હતી. રમણીઓ ફૂલદડા ફેંકી ફંકીને ચક્રવર્તીને મૂંઝવવા મથી રહી હતી. ચક્રવર્તી પણ એ મારથી જાણે મૂંઝાઈ ગયા હોય એવો ડોળ કરી રહ્યા હતા. જીવનની અસંખ્ય પળોમાંથી જેમ એક નાનીશી પળ માણસના મનને ફેરવી નાખે તેમ એક વધુ ફૂલદડો ચક્રવર્તીના દેહ સાથે અથડાયો. અને ચકવર્તીનું હાસ્ય ગંભીરતામાં ફેરવાઈ ગયું. ફૂલદડો શરીર ઉપર નહીં પણ જાણે અંતરના કોઈ આળા પટ ઉપર અથડાયો. એમાંથી વિચારમાળા જન્મી – કોઈ પાષાણના હૈયામાંથી શીતળ ઝરણ ફૂટી નીકળે તેમ. ચક્રવર્તી વિચાર કરવા લાગ્યા ઃ આવા નૃત્યનો અને આવા ફૂલદડાનો અનુભવ એ કંઈ આજનો નવો અનુભવ નથી; કેવળ આ જન્મનો પણ એ અનુભવ નથી; એ અનુભવનાં મૂળ તો કો'ક જૂના કાળની ધરતીમાં રોપાયેલાં લાગે છે. અંતર તો કહે છે કે કોઈ દૂર દૂરના કાળમાં, કોઈ જૂના બની ગયેલા અવતારમાં આ રસ જાણ્યો અને માણ્યો હતો. પણ ક્યારે અને ક્યાં ? ચક્રવર્તીનું અંતર વધારે ને વધારે ઊંડે ઊતરતું ચાલ્યું. એનો સળંગ દોર અંતરને લાધતો નથી, મનોમંથન વધુ ને વધુ ઘેરું બનતું જાય છે. અને એ મનોમંથન મુખ ઉપર હાસ્ય-વિનોદની રેખાઓને બદલે ગંભીરતાની ઘેરી છાયાને ઢાળી દે છે. ક્ષણ પહેલાંનો કિલકિલાટ અદૃશ્ય થઈ ગયો. એકની ગંભીરતાએ અનેકનાં મુખોને ગંભીર બનાવી દીધાં. Page #138 -------------------------------------------------------------------------- ________________ પાંચ જનમની પ્રીત ૧૨૫ સ આથમતી સંધ્યાએ જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તી ઉઘાનક્રીડાએથી પાછા ફર્યા ત્યારે એમનાં નેત્રો ઢળી ગયાં હતાં. વનની મનોહારિણી શોભા નીરખવાનો એમને અવકાશ ન હતો. નેત્રો નીચાં ઢાળીને જાણે એ અંતરમાં કંઈક શોધ ચલાવી રહ્યા હતા. ચક્રવર્તીને આજે કોઈનો સહવાસ ગમતો નથી. એમનું દિલ એકાંતને ઝંખી રહ્યું છે. રાજમહાલયના એકાંત ઓરડામાં જઈને એ અંતરના પટ ઉખેળવા મથી રહ્યા છે. એક પછી એક પટ ભેદાતો જાય છે, અને કોઈ કાળજૂની ઘટનાની નજીક ને નજીક એ સરતા જાય છે. છેવટે એ ધન્ય ઘડી આવી લાગે છે, અંતરમાં તેજ-ઝબકારો થાય છે અને જુગજુગજૂની ઘટનાનો ક્રમ જાણે એમના અંતરપટ ઉપર અંકિત બની જાય છે. ચક્રવર્તી શું જુએ છે ? એમનાં અંતરચક્ષુ કાળના અમાપ પટ ઉપર ફરી વળે છે અને ત્યાં એ જુએ છે કે એ પટ ઉપર એક બાંધવ-બેલડી સાથે ને સાથે જ ફર્યા કરે છે; સુખમાં પણ સાથે અને દુઃખમાં પણ સાથે, આનંદમાં પણ એકરૂપ અને આફતમાં એકરૂપ. ખેલ-કૂદમાં અને તપ-જપમાં પણ એમની જોડ અખંડ જ રહે છે ! કાયા બે છે, પણ જીવ તો જાણે એક જ છે ! અને આ પ્રીત પણ કેવી પુરાણી છે ! ચક્રવર્તીનાં અંતરચક્ષુ જાણે ભવોભવના પડદા વીંધવા લાગે છે. એ બે ભાઈની જોડી. બે જીવની જનમપ્રીત. અને તે પણ એક જનમની નહીં, બે જનમની નહીં, ત્રણ કે ચારની પણ નહીં, પાંચ-પાંચ જનમની એ પ્રીત ! પાંચ પાંચ જનમ લગી બે ય સદા સાથે ને સાથે જ. વાહ રે વિધિ, તારા ખેલ ! ચક્રવર્તીની વિચારમાળા વધુ ઘેરી બનતી જાય છે અને એક એક ઘટના અંતરપટ ઉપર હૂબહૂ રૂપ ધારીને જાણે સજીવન બની જાય છે. [૨] ચક્રવર્તી જુએ છે પહેલો જનમ. દશાર્ણ નામનો દેશ છે, ત્યાં બે ય ભાઈ દાસરૂપે જન્મે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અભિષેક ગુલામોના જેવી એમની હાલત છે. દીન-હીન-કંગાલ એમની સ્થિતિ છે. દુઃખની અંધારી રાત એમને ઘેરી બેઠી છે. સુખનો સૂરજ એમનાથી સદા ય આઘો ને આઘો જ રહે છે. પણ બે બાંધવની પ્રીત એવી છે કે એ દુઃખના વિષને ય મીઠા અમૃતની જેમ પચાવી જાય છે. એમનો અવતાર આનંદ અને સુખમાં વીતી જાય છે. : પછી એ નિહાળે છે બીજો ભવ; જાણે રંગભૂમિનું બીજું દૃશ્ય શરૂ થાય છે ઃ કલિંજર નામનો પર્વત છે. ઊંડી ઊંડી કંદરાઓ અને ઊંચાં ઊંચાં શિખરોથી એ સોહે છે. વિકરાળ પશુઓ, ઘેરી ઘેરી વનજિ ખળખળ વહેતાં ઝરણાં એનો વૈભવ છે. ત્યાં બે મૃગલાં મોજથી ફરે છે, ચરે છે ને આનંદ કરે છે. એ મીઠાંમધ ઘાસ ચરે છે અને અમૃત સરખાં નીર પીએ છે. કદીક એ એકબીજા સાથે ગેલ કરે છે, તો કદીક ચારે પગે ઊછળી ઊછળીને છલંગો ભરતા ભરતા ગિરિકંદરાઓમાં ઘૂમી વળે છે. થાકે ત્યારે એકબીજાની ડોકમાં ડોક ભેરવી એ આરામ કરે છે. સંગીતના એ ભારે રસિયા છે, અને છેવટે સંગીતના ચરણે જ પોતાનું જીવન સમર્પી દે છે. વાત આગળ ચાલે છે; ત્રીજા ભવની નાટ્યભૂમિ અંતરચક્ષુ આગળ સ્પષ્ટ થાય છે : ળિયામણી મૃતગંગા ખળખળ નાદે વહી રહી છે. અમૃત સરખાં એનાં નીર છે અને સદા ય શીતળ અને સોહામણા એના તીર છે. એ તીરે બે હંસલા ફર્યા કરે છે. એ હેત-પ્રીતમાં મસ્ત રહે છે. જેવો સુંદર એ પ્રદેશ છે, એવા મનહર એમના દેહ છે. વખત પૂરો થાય છે અને બન્ને ત્યાંથી વિદાય થાય છે. ; વળી પાછું ચિત્ર બદલાય છે ચોથા ભવની ચમત્કૃતિ મનને આકર્ષી રહે છે ઃ કાશી નામનો દેશ છે. એક ચાંડાલને ત્યાં બે ય ભાઈ અવતાર લે છે. એકનું નામ ચિત્ર અને બીજાનું નામ સંભૂતિ. સંગીતવિદ્યામાં એ ભારે પાવરધા છે. એમની કથા તો ભારે લાંબી અને રંગરંગીલી છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ પાંચ જનમની પ્રીત ૧૨૭ ચક્રવર્તી જાણે એ ભવને તાદૃશ નીરખે છે. સાંભળો ત્યારે એ રોમાંચક કથા. [૩] કાશીનગરીમાં આજે ઠેર ઠેર એક જ વાત ચર્ચાતી હતી : મહારાજના ન્યાયાસને રાજમંત્રી જેવા રાજમંત્રી નમુચિને ય મોતની સજા ફરમાવી હતી ! મહામંત્રી નમુચિ બુદ્ધિના ભંડાર અને સંગીત-વિઘાના પારગામી હતા. રાજકાજમાં એમનો નિર્ણય આખરી લેખાતો. એમના બોલને અવગણનારનું મસ્તક સલામત ન રહેતું. પણ આજે એક આળ એમના માથે આવ્યું હતું. દુરાચારના ગુના આગળ રાજમંત્રી પણ રાંક બની ગયા હતા. પ્રજાએ જોયું કે આવા સમર્થ પુરુષને પણ પોતાના ગુનાની સજા શિર ઝુકાવીને સાંભળવી પડી હતી. નમુચિને ફાંસીને માંચડે ચડાવી દેવાની રાજાના ચાંડાલને આજ્ઞા પણ મળી ચૂકી હતી, અને હવે તો રાજમંત્રીના મોતની ફક્ત ઘડીઓ જ ગણાતી હતી. ફાંસીનો માંચડો તૈયાર થયો છે. ચાંડાલ પણ રાજઆજ્ઞાના પાલન માટે તૈયાર ખડો છે. પણ રે ! જરા ય વેદના અનુભવ્યા વિના સેંકડો માનવીઓને મોતના મુખમાં ધકેલી દેનાર ચાંડાલનું હૈયું આજે પાછું કાં પડે ? દોરી ખેંચવાનો વળી વળી વિચાર કરે છે અને એનું મન વળી વળી પાછું પડે છે. એ આમ ફરે છે અને તેમ ફરે છે, પણ એનું મન જાણે આજે એને સાથ આપવા માગતું નથી. પથ્થરમાં ઝરણું ફૂટી નીકળે એમ એના કઠોર અંતરમાં આજે કરુણાનો ઝરો વહી નીકળ્યો છે. ચાંડાલ ચાલાકી ખેલે છે. રાજઆજ્ઞાનું પાલન કરવાનો દેખાવ કરી તરકીબથી નમુચિને પોતાને ત્યાં લઈ જાય છે. ચાંડાલને બે દીકરા છે : એકનું નામ ચિત્ર અને બીજાનું નામ સંભૂતિ ; જાણે બે દેવકુમારો જ જોઈ લો, રૂપે-રંગે સૌનું મન હરી લે એવા છે. રાંકને ત્યાં જાણે રતન છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૦ અભિષેક મહામંત્રી નમુચિ પ્રખર સંગીતવેત્તા છે. પોતાના જીવનદાતા ચાંડાલની પોતે શી સેવા કરી શકે ? એણે બંને ચાંડાલકુમારોને સંગીત શીખવાનો આગ્રહ કર્યો. બે ય ભાઈ નમુચિ પાસે સંગીત શીખવા લાગ્યા. થોડા જ સમયમાં બંને સંગીત-વિદ્યામાં નિપુણ બની ગયા. શું એમના કંઠ, અને શું એમનું સંગીતજ્ઞાન ! એ ગાવા લાગે છે ત્યારે જાણે સૃષ્ટિ આખી થંભી જાય છે ! સ્વરોની દેવીનું જ જાણે સર્વત્ર સામ્રાજ્ય સ્થપાઈ જાય છે. ગુરુથી ચેલા સવાયા નીવડ્યા. પણ નમુચિનાં ભાગ્ય અહીં પણ ફૂટેલાં નીકળ્યાં. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહી ! અહીં પણ એ સદાચારનો માર્ગ ચૂક્યો અને એને રાત માથે લઈને નાસવું પડ્યું. ચિત્ર અને સંભૂતિ હવે સંગીતના બળે પોતાની આજીવિકા રળે છે. એ જ્યાં ગાવાનું શરૂ કરે છે ત્યાં માણસોની ભારે ઠઠ જામી જાય છે, કાશીનગરીના પહોળા રાજમાર્ગો અને મોટામોટા ચૌટા ને ચોકો પણ જાણે સાંકડા બની જાય છે. આખી માનવ-મેદની ત્યારે એ સ્વરમાધુર્યમાં મસ્ત બનીને ડોલવા લાગે છે. સ્થળ અને કાળના ભેદ પણ ત્યાં ભુલાઈ જાય છે. સંગીતની સરિતાનાં અમૃત બધે રેલાવા લાગે પણ કાશીની પ્રજામાં આની સામે કચવાટ જાગ્યો. પંડિતો અને સંગીતશાસ્ત્રીઓને આમાં પોતાની હીણપત લાગી. વિદ્યા અને કળા તો ઊંચ કુળનો વારસો: આવા અધમોને ત્યાં એ જાય, તો તો હળાહળ કળિયુગ વ્યાપી જાય ! ગમે તેવા નિપુણ હોય તો ય આ તો ચાંડાલ ! એમને તે વળી આવી વિદ્યા અને આવી ખુમારી કેવી ? એમને તો ભલો એમનો ધંધો અને ભલાં એમનાં અધમ કાર્યો. ગધેડા ઉપર તે વળી અંબાડી હોય ? અને વાત વધતી વધતી ઠેઠ કાશીરાજની પાસે પહોંચી ગઈ. પંડિતો અને શાસ્ત્રીઓએ રાજાજી પાસે દાદ માગી : “ આ અધમોને આવું કૃત્ય કરવા માટે સજા કરો અને એમની વિદ્યાને રાજઆજ્ઞાનાં Page #142 -------------------------------------------------------------------------- ________________ પાંચ જનમની પ્રીત ૦ ૧૨૯ એવાં તાળાં વાસી દો કે ભવિષ્યમાં એ બહાર નીકળવા જ ન પામે.” રાજસેવકો દોડ્યા. બંને કુમારોને પકડી કાશીરાજની સમક્ષ ખડા કરવામાં આવ્યા. કાશીરાજે ફરમાવ્યું : “બાળકો ! તમે ઉચ્ચ વર્ણને યોગ્ય કળા હાંસલ કરવાનો ભારે ગુનો કર્યો છે. આ ગુનાની સજા ભારે આકરી છે. પણ તમે ય મારા પ્રજાજનો છો, એટલે તમે તમારી કળાને છોડીને તમારા ચાંડાલના કામમાં લાગી જાઓ! તમારી ઉંમર જોઈને અત્યારે તો તમને ન્યાયાસન આટલી જ સજા ફરમાવે છે.” બંને ભાઈ ક્ષણભર વિચારમાં પડી ગયા. રાજસભા પણ શું થાય છે એ જોવા ઉત્સુક્તા અનુભવી રહી. પણ કળાના લાડકવાયાઓ દીવાના હોય છે. પોતાના મનોરાજ્યમાં એ કોઈની દખલ સહન કરી શકતા નથી. - ચિને જવાબ આપ્યો : “મહારાજ ! સંગીતકલા તો અમારા શ્વાસ અને પ્રાણ છે. ઊંચ કુળને અને કળાને જો સાચું સગપણ હોત તો અમે ગરીબના દ્વારે એ સંગીતદેવી આવત જ શા માટે ? એના દરબારમાં તો ગરીબ કે અમીરના કોઈ ભેદ છે જ નહીં. કળાદેવીની આ ભેટને અમે કેમ કરી તજી શકીએ ? રાજન્ ! આપની આજ્ઞાનું પાલન અમારા ગજા બહારની વાત છે.” કાશીરાજનો ચહેરો કંઈક સખત થયો. એમણે જરા સત્તાભર્યા અવાજે કહ્યું : “છોકરાઓ ! આ સ્થાન દલીલો કરવાનું નહીં, આજ્ઞાને શિરોમાન્ય કરવાનું છે. તમને ફરી વિચાર કરીને કહેવાની તક આપવામાં આવે છે. કહો, રાજઆજ્ઞા તમને મંજૂર છે કે નહીં ?” કુમાર સંભૂતિ જરાક આકરો થઈ ગયો. કાશીરાજ જો દેશના રાજા હતા તો એ પોતે પણ ક્યાં કળાના રાજા નહોતા ? રાજા તો કેવળ પોતાના દેશમાં જ પૂજાય, પણ કળાકાર તો આખા વિશ્વમાં પૂજાય. તો પછી દબાવાનું કે શિર ઝુકાવવાનું કેવું ? એણે કહ્યું : “અમને અમારે માર્ગે જવા દ્યો. એ માર્ગ તજવો Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૦ અભિષેક અમારા માટે અશક્ય છે. ભલે પછી રાજઆજ્ઞા પોતાને ગમતો રાહ લે.” રાજદંડ કઠોર થયો : રાજઆજ્ઞા છૂટી કે બંને ભાઈઓએ કાશીનગરીનો જ નહીં, કાશી દેશનો પણ ત્યાગ કરવો. અને જ્યારે દેવમંદિરોમાં સંધ્યાની આરતીના ઘંટારવ બજી રહ્યા હતા, ત્યારે ચિત્ર અને સંભૂતિ પોતાના સ્વજનો, અને પ્રાણ-પ્યારી ઝૂંપડીને આખરી સલામ કરીને વિદાય લઈ રહ્યા. પણ નીચ કુળના દોષે એમને પરભોમમાં પણ જંપ વળવા ન દીધો. એ જ્યાં જાય ત્યાં એમની કળા ઉપર તો બધાં ય મુગ્ધ બની જાય, પણ જ્યાં ખબર પડે કે એ ચાંડાલ કુળના છે એટલે એમને અપમાન અને તિરસ્કાર જ નસીબમાં રહે ! કળાના સ્વામીઓને પોતાનો આ તિરસ્કાર ભારે અકારો થઈ પડ્યો. કળાદેવીની આટઆટલી કૃપા છતાં, જે વાત પોતાના હાથની ન હતી, એ ચાંડાળ કુળમાં જન્મ લેવા માત્રથી જ લોકો પોતાની આવી અવહેલના કરે એ એમને માટે અસહ્ય થઈ પડ્યું. એમને થયું ઃ રે જીવ ! આવું અપમાન સહીને જીવવા કરતાં આત્મહત્યા કરીને મરવું શું ખોટું ? જીવવામાં ડગલે ને પગલે દુઃખ ને અપમાન છે, અને મારવામાં તો કેવળ એક જ વાર દુઃખ છે ! પછી ન દેખવું, ન દાઝવું ! પછી ન કોઈનો તિરસ્કાર, ન કોઈની અવહેલના ! આમ બંને ભાઈઓ બહાવરા થઈને ભમે છે. એના જીવને ક્યાંય ચેન નથી. એમના મનને ક્યાંય નિરાંત નથી. એમનું મન તો જાણે આત્મહત્યાની જ માળા રટે છે. ન એ સુખે ખાય છે, ન સુખે સૂએ છે. અને છેવટે એક દિવસ પર્વતશૃંગ ઉપરથી ઝંપાપાત કરવા તૈયાર થઈ જાય છે. પર્વતની ભયંકર કરાડ ઉપર બંનેના દેહ તોળાઈ રહ્યા છે. જાણે ગિરિકંદરા એમને માતાની ગોદ જેવી પ્યારી બની ગઈ છે. મોતને અને એમને ચાર આંગળનું જ છેટું છે. એક કદમ આગળ અને પળમાત્રમાં Page #144 -------------------------------------------------------------------------- ________________ પાંચ જનમની પ્રીત ૦ ૧૩૧ બધું ખલાસ સમજો ! હૈયું થંભી જાય અને લોહી થીજી જાય એવી કટોકટીની પળ છેઃ આ પડ્યા અને આ ગયા ! ત્યાં દૂરથી કોઈ ગેબી અવાજ સંભળાય છે : “થોભો ! થોભો ! મહાનુભાવો, જરા થોભી જાઓ ! થોભી જાઓ ! સબૂર કરો. રખે ઉતાવળા થતા. મૃત્યુ તમારાં દુઃખોનું મારણ નથી. જીવન જ તમારાં દુઃખોને દૂર કરશે.” બંને ભાઈ ચમકી ગયા ? અહીં વળી આવી આજ્ઞા દેનાર કોણ હશે ? એ પાછું વાળીને જુએ છે તો એક મુનિવર ઉતાવળા ઉતાવળા એમની તરફ ચાલ્યા આવે છે, અને હાથ ઊંચો કરીને થોભી જવાની ઇશારત કરી રહ્યા છે. | મુનિવર નિકટ આવી પહોંચ્યા. ચિત્ર અને સંભૂતિ સ્તબ્ધ બનીને એમની સામે જોઈ રહ્યા. મુનિવરની પ્રશાંત મુખમુદ્રા શાંતિનો સ્રોત વહાવી રહી છે. મુનિવર કરુણાભર્યા સ્વરે બોલ્યા : “મહાનુભાવો, આવી નવજુવાન વયે તમને એવા તે કોણે દૂભવ્યા કે આપઘાત માટે તૈયાર થયા છો ? આપઘાતથી દુઃખનો ઉકેલ કદી નથી મળતો. પળવાર એ દુઃખ ટળ્યું લાગે, પણ ફરી પાછું બમણા જોરથી આપણા માથે ત્રાટકે ! વળી, મુસીબતોના પોટલાને માથેથી પછાડી ફેંકવાની લાલચે મોતને માર્ગે ચાલી નીકળવું એમાં શાબાશી પણ શી ? ખરી શાબાશી તો એ પોટલાને માથે લઈને સ્વસ્થપણે જીવનના પંથે આગળ વધવામાં છે. માટે બાળકો ! આ અવળા રાહથી પાછા વળો ! કર્મનાં બંધનો ને કર્મની નિર્જરાને પિછાણો. આ તો ઊલટાં પાપનાં વાવેતર છે !” દુખિયાને દિલાસો દેનાર મળી ગયા, અને બન્ને ભાઈઓનાં નેત્રો શ્રાવણ-ભાદરવો વરસાવવા લાગ્યાં. છેવટે ચિત્ર બોલ્યોઃ “મુનિવર ! આ ચાંડાળકુળના દેહને ધારણ કરવાથી અમે ઠેરઠેર તિરસ્કારો સહ્યા ! સ્વામી! ન કોઈ અમારું ઘણી છે, ન અમારું ધોરી છે. અમારા માટે તો જાણે આ જગતમાં સર્વત્ર અપમાન આપઘાત મુસીબતો પણ કરી શg ઉકેલ કા Page #145 -------------------------------------------------------------------------- ________________ i ૧૩૨ અભિષેક અને અવહેલનાના અખૂટ ભંડાર જ ભર્યા છે ઃ જ્યાં જઈએ ત્યાં એ આગળ ને આગળ જ ! અમારી સંગીતકળા પણ અમને આ વેદનામાંથી છુટકારો નથી અપાવી શકતી; ઊલટું એ પણ એક મુસીબતનું કારણ બની બેસે છે – વાછરડાને એની માતાનો પગ જ થાંભલાની ગરજ સારે છે એમ ! તો પછી આવો ચાંડાળજન્મ વેઠીને જીવવા કરતાં ઝંપાપાત કરીને મોતને ભેટવું શું ખોટું ?” ** મુનિવર બોલ્યા “ મહાનુભાવો ! આત્મા ન ચાંડાલ છે, ન બ્રાહ્મણ. જે દેહને તમે મૃત્યુને સોંપવા તૈયાર થયા છો, એ દેહ મને સોંપી દો ! યુવાનો, મારી પાસે ચાલ્યા આવો ! સંસારના દુભાયેલા તમને ભગવાનનો માર્ગ શાંતિ આપશે, શાતા આપશે, સુખ આપશે. ન ત્યાં તિરસ્કાર હશે, ન અપમાન. આત્મા, ગુરુ અને ઈશ્વરની સાક્ષીએ ત્યાં નર્યો આત્મરમણનો આનંદ જ તમને મળશે ! ચાલ્યા આવો જુવાનો, ચાલ્યા આવો મારી પાસે ! હું તમને પ્રભુના માર્ગની ભેટ આપીશ. બન્ને ભાઈઓ તો સ્તબ્ધ થઈ ગયા. એમને થયું : આ તે સ્વપ્ન હતું કે સત્ય ? આખી દુનિયા જેમને હડધૂત કરે છે એવા અમ ચાંડાલને આ મુનિવર હૈયે ચાંપશે ? પ્રભુનો માર્ગ આપશે ? પોતાના કરીને રાખશે ? પણ બીજી જ પળે જ્યારે મુનિવરે પોતાની કરુણાની પાંખમાં બન્ને ભાઈઓને સમાવી દીધા, ત્યારે તેમનું સ્વપ્ન સત્યરૂપે ખડું થયું. દુનિયાએ જેમને ચાંડાલ કહીને તિરસ્કાર્યા તેમને મુનિવરે પોતાના કહીને અપનાવી લીધા. અણીની પળ વીતી ગઈ જાણે કાળઘડી વીતી ગઈ; અને આપઘાત માટે ઉઘુક્ત થયેલા બે જુવાનો આત્મસાધના માટે ચિરંજીવી બની ગયા ! [3] ચિત્ર અને સંભૂતિનો દેહ મુનિવેશથી શોભી રહ્યો છે. બંને ભાઈ અહિંસા, સંયમ અને તપના પાલનમાં લીન રહે છે; ધ્યાન અને યોગના અભ્યાસમાં મગ્ન રહે છે, અને કોઈ અનેરી દુનિયાના મુસાફરો હોય Page #146 -------------------------------------------------------------------------- ________________ પાંચ જનમની પ્રીત ૦ ૧૩૩ એમ એમનો આત્મા સદા સ્વાધ્યાયમાં અને નિજાનંદમાં મસ્ત રહે છે. દુનિયાની દુવિધા માત્ર જાણે એમના મનમાંથી સરી ગઈ છે. કાયા અને છાયાની જેમ એ કદી એકબીજાથી જુદા પડતા નથી – જ્યારે જુઓ ત્યારે સાથે ને સાથે જ ! ગુરુની પણ એ અનન્યભાવે સેવા કરે છે. અને એમ ને એમ થોડો કાળ વહી જાય છે. વસંત આવે અને આંબો મ્હોરે એમ સમય પાકયો અને બન્ને મુનિઓ જ્ઞાનગંભીર બની ગયા. બન્નેની યોગ્યતાને પિછાણીને સમય. પારખુ ગુરુએ બંનેને સ્વતંત્ર વિહારની અનુજ્ઞા આપી. અને એક કાળે જેમ એમની સંગીતવિદ્યા ખીલી ઊઠી હતી એમ, અત્યારે એમની સાધુતા સોળે કળાએ ખીલી નીકળી. પણ કંચન અને કામિનીના ત્યાગીને પણ ઘણી વાર કીર્તિના મોહથી બચવું મુશ્કેલ બની જાય છે. ચિત્રનું ચિત્ત સ્થિર હતું અને વધુ ને વધુ અંતર્મુખ બનતું જતું હતું, પણ સંભૂતિને માટે સાધુતાની કીર્તિનો કૈફ જીરવવો મુશ્કેલ બની ગયો. એનું મન કોઈ કોઈ કાળે ચલ-વિચલ બનવા લાગ્યું, આસક્તિના સુંવાળા માર્ગે વળવા લાગ્યું. એક વારની વાત છેઃ બંને મુનિઓ હસ્તિનાપુરમાં આવ્યા છે. ત્યાં સનકુમાર ચક્રવર્તી પોતાના અપાર વૈભવ અને દેવાંગના સમી પટરાણી સાથે મુનિવરો પાસે આવે છે. બંને જણાં મુનિવરોને ભાવપૂર્વક વંદન કરે છે, એમનાં જ્ઞાન અને સાધુતાને પ્રશંસી રહે છે. ચિત્રના મન ઉપરથી તો એ બધું, પથ્થર ઉપરથી પાણીની જેમ, સરી જાય છે, પણ સંભૂતિનું મન હવે કાબૂ બહાર જવા લાગે છે. બનવા કાળ તે વંદન કરતી પટરાણીની એક અલકલટ સંભૂતિના ચરણને સ્પર્શી જાય છે. એ અલકલટ શું હતી, જાણે કામદેવનો કે મોહરાજાનો છૂપો માર હતો. સંભૂતિનું મન તો હવે કોઈ પ્રતિબંધ સ્વીકારવા તૈયાર ન હતું. સંયમનો બંધ તૂટી ચૂક્યો હતો. અને આસક્તિનાં નીર ખળખળ વહી નીકળ્યાં હતાં. કીર્તિની થોડીક લપસણી ભૂમિ ઉપર ચાલતા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૦ અભિષેક સંભૂતિમુનિ કંચન અને કામિનીમાં આસક્ત બની ગયા. એને થયું કેવી સુંદર નારી અને કેવો રૂડો વૈભવ! જો આવી નારી અને આવો વૈભવ ભોગવવા મળે તો જીવન કૃતાર્થ થઈ જાય ! ચિત્ર સંભૂતિની વિહ્વળ મનોદશા પારખી લીધી. એણે એને વારવાનો પ્રયત્ન કર્યો, ઘણી આજીજીઓ કરી, પણ ચિત્રની વિનવણી કારગત થાય એ પહેલાં તો સંભૂતિએ પોતાના સંયમ અને તપનું ફળ માગી લીધું હતું ઃ જો મારા તપ અને સંયમનું ફળ મને મળવાનું હોય તો આવી ઋદ્ધિસિદ્ધિ અને આવી રમણીનો સ્વામી બનવા માટે હું નવા જન્મે ચક્રવર્તી બનું ! બંને ભાઈઓના અંતરના માગોં અહીંથી ફંટાતા હતા : ચિત્રનું ચિત્ત નરી અનાસક્તિમાં જ લીન હતું, અને દુનિયાની કોઈ મોહમાયા સ્પર્શતી ન હતી. સંભૂતિનું મન કેવળ આસક્તિમાં જ ગરકાવ બન્યું હતું; એ તો હવે ચક્રવર્તીપદનું જ રટન કરતું હતું. આયુષ્ય પૂરું કરી બન્ને દેવપણે અવતરે છે. | [૪] ચક્રવર્તી વિચારે છે : પહેલો જન્મ દાસનો, બીજો મૃગયુગલનો; ત્રીજો હંસયુગલનો; ચોથો ચાંડાલ-પુત્રનો, હવે બન્ને જણા ચમો જનમ ધારણ કરે છે. પાંચમો અવતાર દેવનો છે. સુંદર દેવલોક છે. બે ય ભાઈ દેવલોકના અપાર સુખો ભોગવી રહ્યા છે. વૈભવ-વિલાસનાં સાધનોનો ત્યાં કોઈ પાર નથી. સદા સુખની બંસરી ત્યાં બજી રહી છે. ન કોઈ ચિંતા. ન કશી ઉપાધિ. જરા અને મરણ ત્યાં વીસરી જવાય છે. દુઃખ કે ગ્લાનિનું તો જાણે ત્યાં નામ નથી. સદા આનંદ, આનંદ ને આનંદ જ ત્યાં પ્રવત્ય કરે છે. પણ કાળદેવતા તો એને ય છોડતા નથી. એના કાળ-ઝપાટા તો સ્વર્ગલોકમાં ય ફરી વળે છે અને બન્ને દેવો ત્યાંથી અદ્રશ્ય થાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ પાંચ જનમની પ્રીત ૧૩૫ એક ભાઈ તો પોતે, પણ બીજો ભાઈ ક્યાં ? ચક્રવર્તી વિચારનિદ્રામાંથી જાગી ગયા. પોતાના બાંધવને જોવા એમણે ચારે તરફ નજર ફેરવી. અરે, પાંચ પાંચ ભવથી અમે સાથે ને સાથે હતા, ને અત્યારે ક્યાં ગયો પોતાનો સાથી ! ચક્રવર્તીની વિચારમાળા ત્યાં થંભી ગઈ. આગળનો મણકો એમને સાંપડતો નથી. પાંચ પાંચ જનમનો સાથી બાંધવ જાણે અલોપ થઈ ગયો છે. એની ભાળ એને લાધતી નથી. એનું અંતર ભાઈને માટે તલસી ઊઠે છે; એનું હૈયું પોકાર કરે છે : પાંચ જનમનો સાથી મારો ભાઈ ક્યાં ? પાંચ જનમની અમારી અખંડ પ્રીત કેમ કરી નંદવાણી ? અને બાંધવના વિરહમાં ચક્રવર્તીપણાનાં સુખો ખારાં ધૂ થઈ ગયાં ! - - બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાના પાંચ પૂર્વજન્મના સાથીનો આટલો દોર તો પકડી શક્યા, પણ પોતાની પાંચ જન્મની પ્રીતમાં ભંગ ક્યાં પડ્યો એનું દર્શન એમને લાધતું નથી. એ વધુ ને વધુ ચિંતનપરાયણ બને છે. [u] બ્રહ્મદત્ત ચક્રવર્તીને છેવટે પાંચ જન્મની પ્રીતિના ભંગનો દોર સાંપડતો લાગ્યો. એમણે જોયું કે અનાસક્તિ અને આસક્તિના જુદા પડેલા રાહે પાંચ જનમ લગી સાથે ને સાથે રહેતી બાંધવ-બેલડીને જુદી પાડી દીધી હતી; અને એમની પાંચ જનમ પુરાણી પ્રીતને તોડી નાખી હતી. પ્રીતિભંગનું કારણ લાધી ગયું. અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દિલ પોતાના ભાઈ માટે ખૂબ અધીરું બની બેઠું. એમના મનમાં તો હવે ‘મારો ભાઈ ક્યાં ? મારો બાંધવ ક્યાં ?'ની જ રટના ચાલી રહી. પોતાના વિખૂટા પડેલા ભાઈને શોધ્યા વિના હવે એમને જંપ વળવાનો ન હતો. ભાઈની શોધ માટે ચક્રવર્તીએ ઢંઢેરો પિટાવ્યો. જાણે બંધુપ્રેમનો નાદ રેલાવતા ઢંઢેરાના શબ્દો ગામેગામ ગાજતા થયા : Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૯ અભિષેક “ “જન્મા દાસો, મૃગો, હંસો, ચાંડાલો, દેવ સાથમાં; ' – આ અડધા શ્લોકનું બાકીનું અડધિયું મેળવીને આખો શ્લોક પૂરો કરી આપે એવા નરને જે શોધી આપશે તેને મહારાજ બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાનું અરધું રાજ્ય આપશે.” ઢંઢેરાનો ભાવ એ હતો કે “દાસરૂપે, મૃગરૂપે, હંસરૂપે, ચાંડાલપુત્રરૂપે અને દેવરૂપે – એમ પાંચ જનમ સુધી મારી સાથે ને સાથે રહેનારે મારો ભાઈ આ જન્મે વિખૂટો પડી ગયો છે. એ વિખૂટો પડેલો મારો ભાઈ જ્યાં હોય ત્યાંથી મારી પાસે આવી હાજર થાય અને મારા દુઃખી મનને સુખ-શાંતિ આપે ! મારા ભાઈને શોધી આપનારને હું મારા અરધા રાજ્યનો માલિક બનાવીશ.” ચક્રવર્તીનો ઢંઢેરો અને આવડું મોટું ઈનામ ! પછી તો પૂછવું જ શું ? એ અડધો શ્લોક તો શહેર શહેર, ગામે ગામ અને ગલીએ ગલીએ માનવીનાં મુખે ગવાવા લાગ્યો – જાણે કોઈ મહાસિદ્ધિમંત્ર ન હોય ! જાણે સૌને એનું ઘેલું લાગ્યું ન હોય ! એક દિવસની વાત છે : ચિત્રમુનિ* ગામેગામ ફરતા ફરતા. કાંડિલ્ય નગરના ઉદ્યાનમાં આવીને ઊતર્યા હતા. ઉદ્યાનનો માળી છોડવાને પાણી પાતાં પાતાં પેલો અરધો શ્લોક ગણગણી રહ્યો હતો. ચિત્રમુનિના કાને એ શબ્દો આવ્યા, અને એ ઊંડા વિચારમાં ઊતરી ગયા. વિચાર કરતાં કરતાં એમના અંતરમાં પ્રકાશ પથરાય, મને સમજાયું ઃ અરે, આ તો અમારા જ પૂર્વજન્મોની કથા! મારો ભાઈ જ મને શોધતો લાગે છે ! મુનિએ માળીને પોતાની પાસે બોલાવીને એ વાતનું રહસ્ય પૂછ્યું. માળીએ બધી વાત માંડીને કહી સંભળાવી ત્યારે ચિત્રમુનિએ એને કહ્યું : “એ અડધા શ્લોકનું બાકીનું અડધિયું મારી પાસે છે, હું એ અધૂરા શ્લોકને પૂરો કરી આપું છું. જો આ રહ્યો એનો બાકીનો * છઠ્ઠા ભાવમાં પણ ચોથા ભવનું આ નામ જ મળે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ પાંચ જનમની પ્રીત ૦ ૧૩૭ ભાગ : આસક્તિદોષથી છકે, જન્મ જન્મ્યા જુદા જુદા.” “ જા, તારા મહારાજને એ આપજે, તું ન્યાલ થઈ જઈશ !” માળી તો રાજી રાજી થઈ ગયો. હર્ષાવેશમાં એ વિચારતો હતો ? ક્યારે મહારાજા પાસે પહોંચું, કયારે આ આખો શ્લોક સંભળાવું અને ક્યારે મારું ઈનામ મેળવું ! ઉત્સુકતાના આવેશમાં ટૂંકો માર્ગ પણ એને જોજન જેવો લાંબો. થઈ પડ્યો. છેવટે એ મહારાજા પાસે પહોંચ્યો અને આખો શ્લોક એણે ગાઈ સંભળાવ્યો : “જન્મ્યા દાસો, મૃગો, હંસો, ચાંડાલો દેવ સાથમાં; - આસક્તિદોષથી છä જન્મે જન્મ્યા જુદા જુદા. * ચક્રવર્તી આખો શ્લોક સાંભળીને હરખાઈ ગયા ? છેવટે મને મારો ભાઈ મળ્યો ખરો ! પણ એ તો ઉતાવળમાં એ માળીને જ પોતાનો ભાઈ માનીને એની આવી દુઃખી હાલત જોઈને દુઃખી દુઃખી થઈ ગયા. એમને મૂછ આવી ગઈ. એમને મૂછ વળતાં માળીની પાસેથી સાચી વાત જાણીને ચક્રવર્તી બહુ રાજી થયા, અને મહામુનિ ચિત્રને ભારે આદરપૂર્વક પોતાને ત્યાં તેડી લાવ્યા. બન્ને ભાઈએ ખૂબ વાતવિનોદ કર્યો. ચિત્રમુનિએ ખૂબ લાગણીથી ચક્રવર્તીને ત્યાગ અને સંયમનો મહિમા સમજાવ્યો. ચક્રવર્તીને પણ એવી વાતો ગમી તો ખરી, પણ ચીકણા પાષાણ ઉપરથી પાણી સરી પડે એમ એના વિલાસઘેલા મન ઉપરથી એ બધી વાતો સરી પડી. એમનું મન તો હજી પણ આસક્તિમાં જ લીન રહ્યું. *મૂળ ગાથા આ પ્રમાણે છે – आसि दासा मिगाहंसी चांडाला अमरा जहा । इमा णो छट्ठिया जाई अन्नमन्त्रेण जा विणा ।। Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અભિષેક ચિત્ર મુનિ ચક્રવર્તીની આ સ્થિતિ વિમાસી રહ્યા અને એને બચાવી લેવા એ પુનઃ પુનઃ પુરુષાર્થ કરવા લાગ્યા. પણ બધું રેતીને પીલવા જેવું જ નીવડ્યું ! વાતો તો બહુ બહુ થઈ, પણ એમાંથી થયેલ પ્રીતિભંગનું સાંધણ ન મળ્યું તે ન જ મળ્યું ! પળભર ભાસ થયો કે હવે એ પ્રીતિભંગનો અંત આવવાનો. પણ બન્નેનાં મનનાં વહેણ એવા જુદા માર્ગે વહેતાં થયાં હતાં કે એનો ચિર સંગમ હવે અસંભવ હતો. આસક્તિદોષે જુદા કરેલ બન્ને ભાઈના માર્ગો સદા કાળને માટે જુદા થઈ ગયા હતા. આ મિલન જાણે સ્વપ્ન બની ગયું. અને જ્યારે ચિત્ર મુનિ ચક્રવર્તીના મહેલમાંથી વિદાય થયા ત્યારે સદાકાળને માટે એમની પાંચ જનમની પ્રીતનો અંત આવી ગયો ! રે આસક્તિ ! તારો પ્રભાવ !* ઉત્તરાધ્યયન-સૂત્રના આધારે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨ એ રાત ને એ પ્રકાશ અજવાળાં હોય ત્યાં અંધારાં આવે છે, અંધારાં હોય ત્યાં અજવાળાં પ્રગટે છે ઃ સંસારનો આ અફર નિયમ છે. જે શાસનનો સૂર્ય એક વેળા સહસ્ર કળાએ પ્રકાશતો હતો ત્યાં મેઘલી રાત બેઠી હતી. ધર્મના ધ્વજધારી સાધુઓ શિથિલાચારી બન્યા હતા. દેવમંદિરો માયાનાં ધામ બન્યાં હતાં. ગૃહસ્થો સગવડમાં સંયમ શોધવા લાગ્યા હતા. એ અંધારી રાતમાં સહુ દિન-દિશા ભૂલી બેઠા હતા, છતાં એ વખતે પણ કેટલાક દીપકો પોતાનો સૌમ્ય પ્રકાશ વેરી રહ્યા હતા. એ રાત અને એ પ્રકાશની આ વાત છે. ગરવો ગૂર્જર દેશ છે. ગામ અણહિલપુર પાટણ છે. રાજ રાજા સિદ્ધરાજનું . સોલંકી રાજાઓએ રાજમાં સુવર્ણયુગ પ્રગટાવ્યો છે. વાઘબકરી એક તારે પાણી પીએ છે ! ગુજરાતમાં બે ધર્મો મુખ્ય છે ઃ શૈવ અને જૈન ! પ્રજા બંને ધર્મને આદરની નજરે નીરખે છે. રાજા બંને ધર્મ પર સમભાવ રાખે છે. એ વેળા જૈન ધર્મની ખ્યાતિ દેશોદેશમાં છે. જૈનો કર્મવીર ને ધર્મવીર બંને છે. એ કેડે સમશેર બાંધી સમરાંણ ખેલે છે, અને સાધકને શોભતાં માત્ર બે વસ્ત્ર પહેરી અડવાણે પગે ને ઉઘાડે મસ્તકે સંઘયાત્રાઓ પણ કરે છે. હિસાબ કોડીનો રાખે છે, દાન કોટિનું કરે છે ! એ વખતે અણહિલપુર પાટણમાં સાન્તુ મંત્રીનો વહીવટ ચાલે છે. ગુજરાતનો મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહ હજી બાળક છે. ધાર્યું સાન્ત મહેતાનું થાય છે. સામ, દામ, દંડ ને ભેદ એ ચાર પ્રકારની Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અભિષેક રાજનીતિથી રાજકાજ ચાલે છે.* એક દિવસનો સમો છે. મંત્રીશ્વર સાન્તુ મહેતા હાથી ઉપર બેસી ૨૫વાડીએથી પાછા ફરી રહ્યા છે. માર્ગમાં સાન્રુવસહિકા જિનમંદિર આવ્યું. મંત્રીશ્વરે પોતાના ન્યાયસંપન્ન દ્રવ્યથી આ દેવમંદિર બંધાવ્યું હતું. મંત્રીશ્વરને દેવાધિદેવ વીતરાગ જિનેશ્વરને નમસ્કાર કરવાની ભાવના થઈ આવી. એ હાથીના હોદ્દેથી નીચે ઊતર્યા અને વિધિપૂર્વક દેવમંદિરમાં દાખલ થયા. પણ અંદર પ્રવેશ કરતાં જ, એમણે જે દૃશ્ય નજરે નિહાળ્યું એથી એ ક્ષણભર સ્તબ્ધ થઈ ગયા. એમણે જોયું કે એક શ્વેત વસ્ત્રધારી ચૈત્યવાસી યતિ, એક હલકી સ્ત્રી સાથે કામમુકતાભર્યા પ્રેમના આલાપ-સંલાપમાં ભાન ભૂલી ઊભો છે ! એ અશ્લીલ ચેષ્ટાઓ પણ કરે છે ! ઓહ ! આ પતિત દૃશ્ય પોતાની નજરે નિહાળવાનું અને તે પણ જિનેશ્વરના પવિત્ર મંદિરમાં ! મંત્રીશ્વરની વિમાસણનો કોઈ પાર ન રહ્યો ! એમને થયું કે ભગવાન મહાવીરે સંઘવ્યવસ્થા કરતી વેળા જેના ઉપર શાસનની ધુરાને વહન કરવાની જવાબદારી મૂકી હતી, એ યતિસમુદાયની આવી અધોગતિ થા તો પછી એ શાસનની ધુરાના કેવા બેહાલ થવાના ! જેમ નાગણી પોતાનાં જ બચ્ચાંને ખાઈ જાય છે તેમ ધર્મના પાલણહાર અને રાખણહાર ગણાતા ગુરુ જ જો ધર્મનું આવું ભક્ષણ કરે તો પછી ધર્મમાર્ગનું રક્ષણ થાય જ શી રીતે ? * મંત્રીશ્વરે જો બીજે કોઈ સ્થળે આ દૃશ્ય જોયું હોત તો તો એક ઘા અને બે કટકા કરે, એવી એમની મનોદશા હતી ! જોયેલું દૃશ્ય એવું કારમું હતું કે મંત્રીશ્વરના દુઃખનો કંઈ પાર ન રહ્યો. પણ દુઃખમાં ભાન ભૂલે એમાંના એ મંત્રીશ્વર ન હતા. ઇતિહાસમાં ગુજરાતના સુપ્રસિદ્ધ મહામંત્રી તરીકે સાન્ત મહેતાનું નામ છે. શ્રી ક. મા. મુનશીએ પોતાની નવલકથામાં પહેલાં સાન્ત મહેતાનું જ મુખ્ય પાત્ર રાખેલું; પછી બદલીને મુંજાલ મૂક્યું. Page #154 -------------------------------------------------------------------------- ________________ એ રાત ને એ પ્રકાશ સમયસૂચકતા અને વિચક્ષણતા એ સાન્તુ મહેતાના ખાસ ગુણો હતા. એમણે ધર્મના લાભાલાભનો વિચાર કર્યો, અને ઝેર જેવો કડવો ઘૂંટડો ગળે ઉતારતા હોય એમ, પોતાના હૃદયને સ્વસ્થ બનાવી દીધું. એમણે બળના બદલે કળથી અને આવેશના બદલે શાંતિથી કામ લેવાનો નિશ્ચય કર્યો. બીજી બાજુ પેલા ચૈત્યવાસી યતિની ભોંઠપનો પણ કોઈ પાર ન હતો. સાન્ત મહેતા જેવા ગુજરાતના નાથે એને નીરખ્યો હતો ! એને થયું : રે ! પોતાના જેવા અધર્મીના આ ધર્મરાજના હાથે ન જાણે કેવા હલ થશે ! આખરે તો એ પણ એક માનવી જ હતો ને ! અને ત્યાગમાર્ગના પ્રતીક સમા સાધુજીવનનાં વસ્ત્રો એની કાયાને શોભાવતાં હતાં ને ! આવી અશ્લીલ પ્રેમચેષ્ટા કરતાં પકડાઈ જવા કોઈ પણ માનવી તૈયાર ન જ હોય ! એ પણ મનમાં ને મનમાં લાજી મરતો હતો. ૧૪૧ શરમના માર્યા એની આંખો જમીન ઉપર જડાઈ ગઈ, અને નિશ્ચેતન પૂતળા જેવો બનીને એ સ્થિર ઊભો રહી ગયો. ચારે તરફ સ્તબ્ધતાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું. વાણીનો પ્રવાહ ઘડીભર થંભી ગયો ન કોઈ બોલે કે ન કોઈ ચાલે ! પણ સ્તબ્ધ દેખાતા સાન્ત મહેતાનું મન જાગ્રત હતું. એમણે આ મહાવ્યાધિનો ઉપાય શોધી કાઢ્યો, અને એ ઉપાય એમણે બિલકુલ સહજ ભાવે, તદ્દન સ્વસ્થ ચિત્તે અને મનમાં કોઈ પણ જાતનો દુર્ભાવ રાખ્યા વગર અજમાવ્યો. પોતાની સામે કોઈ મોહાંધ બનેલા પતિત સાધુ નહીં, પણ ગુરુ ગૌતમના અવતાર સમા તપ, ત્યાગ અને સંયમના પાળનાર સાચા સાધુ ઊભા હોય એમ માની એ યતિની સામે મંત્રીરાજ ખડા રહ્યા – નત મસ્તકે ને નત દેહે. પછી એમણે પોતાનું ઉત્તરીય હાથમાં લઈ, પંચાંગ પ્રણિપાત કરી, વિધિપૂર્વક એમને વંદન કર્યું, અને સુખસાતા પૂછી. આમ ક્ષણ-બે ક્ષણ એ ત્યાં ઊભા રહ્યા અને પછી પોતાના માર્ગે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૦ અભિષેક સ્વસ્થપણે ચાલતા થયા – જાણે પોતે કશું જ દુઃખકર દૃશ્ય જોયું ન હોય એવી સ્વસ્થતા એ ચાલમાં ભરી હતી. પણ પેલા પતિત ચૈત્યવાસી ઉપર એ સ્વસ્થતા જાણે જાદુઈ ચમત્કાર કરી ગઈ. કોઈ ગારુડી મહામંત્રનો પ્રયોગ કરી મોટા ભોરિંગને વશ કરે એમ, એ ચૈત્યવાસી યતિ સાન્ત મહેતાના આ વર્તનથી એકદમ અંતર્મુખ બની પોતાની અધોગતિ નીરખવા લાગ્યો. એનું વાનર-મન એકાગ્રતાને ખીલે બંધાઈ ગયું. એના અંતરમાં જાણે હાકલ થવા લાગી રે મૂરખ ! કોની પાટે અને કોનો વેશ પહેરીને તું ખડો છે છે? વિચાર તો ખરો ! હવે તો ન એની આંખો ઊંચી થાય છે, ન એ એની પ્રેમિકા તરફ ડોકિયું ય કરે છે. એ તો અંતરના ઊંડાણમાં જ ડૂબી જઈને બહારની દુનિયાને વીસરી ગયો છે ! અને એ અંતરના ઊંડાણની ડૂબકીએ તો ક્ષણવારમાં એનાં જુગજુગજૂનાં પાપો, આવેશો અને વાસનાઓના મળને પખાળીને દૂર કરી દીધો ! પશ્ચાત્તાપના પુનિત ઝરણામાં એ યતિરાજના હૃદયનો પલટો થઈ ગયો. મંત્રીશ્વરનું મૌન અને સન્માન યતિ માટે ગુરુઉપદેશામૃત બની ગયું. અને એ એક ધન્યપળે એ પતિત ચૈત્યવાસી યતિ સાચા વૈરાગ્યરસનો આશક બની ગયો. અને પોતાની સર્વ સંપત્તિનો ત્યાગ કરીને એ તે વખતના સમર્થ આચાર્ય માલધારી હેમચંદ્રસૂરિના શરણે જઈ બેઠો. ત્યાગી ગુરુદેવ પાસેથી આત્મસાધનાનો ગુરુમંત્ર લઈને અનંત આત્માઓના તારણહાર તીથાધિરાજ શત્રુંજયની છાયામાં એ ઉગ્ર તપ તપવા લાગ્યો. સંચિત કરેલા કર્મમળને દૂર કરવાનો પુરુષાર્થ ફોરવવા લાગ્યો. પતિત યતિ ઘડીના છઠ્ઠા ભાગમાં સાચો સાધુ બની ગયો ! મંત્રીશ્વર સાન્ત મહેતાનું વિવેક-વૃક્ષ જાણે અમરફળોથી પાંગરી ઊઠ્યું. જૂના પણ અતરના ઊંડાઈને બહારની વતિરાળી દૂર આત્માને પંથે પળેલ સાધુરાજ આકરી તપસ્યા કરીને પોતાની આત્મસાધનામાં આગળ ને આગળ વધી રહ્યા છે. હવે તો ન એમને Page #156 -------------------------------------------------------------------------- ________________ એ રાત ને એ પ્રકાશ ૦ ૧૪૩ કાયાનો મોહ છે, ન વાસનાની તમન્ના છે, હવે ન એમને આવેશો સતાવે છે કે ન કામનાઓ પીડે છે. એ તો સદાકાળ પોતાના આત્માની સાક્ષીએ ધર્મમાર્ગમાં જ મગ્ન રહે છે. આમ કરતાં બાર બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં ! એક દિવસનો સમો છે. સાન્ત મહેતાના હૈયામાં યુગાદિદેવનાં દર્શનની તાલાવેલી જાગી, અને એ શત્રુંજય તીર્થમાં આવી પહોંચ્યા છે. ભગવાન ઋષભદેવની યાત્રા કરતાં એમના ઉલ્લાસને જાણે કોઈ સીમા નથી. યાત્રા કરતાં કરતાં એક દિવસ મંત્રીશ્વર તપ અને ત્યાગની મૂર્તિ સમા એક મુનિવરને નીરખે છે, અને એમનું મસ્તક નમી પડે છે. મુનિની સાધુતા, મૃદુતા અને આર્જવ એમને મુનિનો વધુ સંગ કરવા પ્રેરે છે. મુનિવરના ગુરુ વગેરેની મંત્રીશ્વર પૂછપરછ કરે છે. ગુરુનું નામ પૂછતાં પેલા મુનિવર વિનમ્ર બનીને હસતું વદને બોલ્યા : “મંત્રીવર ! ખરું પૂછો તો તમે જ મારા ગુરુ છો, તમે જ મારા ઉદ્ધારક છે. મારી આ આત્મસાધનાના યશના સાચા ભાગી તમે જ છો !” જૈન ધર્મની પ્રણાલિકાના જાણકાર સાન્ત મહેતા મુનિવરના આ શબ્દો સાંભળી શરમાઈ ગયા, અને કાને હાથ દઈને બોલ્યા : મુનિવર ! એવું ન બોલો ! મારા હાથે આપ જેવા મુનિવરની આશાતના ન થાઓ ! કયાં આપ જેવા ગુરુ અને ક્યાં મારા જેવો સામાન્ય શ્રાવક !” પણ મુનિવર તો સાચું જ કહેતા હતા. એમણે પાટણમાં સાન્તવસહિકા મંદિરમાં બનેલો આખો પ્રસંગ યાદ કરી આપ્યો, અને કહ્યું: “એક કાળે માર્ગ ભૂલેલા એવા મને ધર્મમાં સ્થિર તમે જ કર્યો. માટે તમે જ મારા ગુરુ ! આહ, કેવાં યાદ આવે છે એ રાત અને મને લાધેલો એ પ્રકાશ !” મુનિવરના મુખ પર કૃતજ્ઞતાનો ભાવ ચમકી રહ્યો હતો. મુનિના હૈયામાં તો સાન્ત મહેતાની છબી સદાકાળ માટે જડાઈ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ૦ અભિષેક ગઈ છે. પણ સાન્ત મહેતાને મન તો એ કોઈ અજાણ્યા જ મુનિવર છે; એ તો પેલા ચૈત્યવાસી પતિત યતિને સાવ વીસરી જ ગયા છે ગુરુના ગુરુ થનાર મંત્રીશ્વરના મુખ પર ધર્મનો જય થયાનો સંતોષ પ્રસરી રહ્યો હતો. ધન્ય એ ગુરુ અને ધન્ય એ ચેલા!* * શ્રી મેરૂતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણિના આધારે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સંતોની ભિક્ષા સૂરિજી મહારાજ ! ફતેહપુર સિક્રીથી અકબર બાદશાહનો સંદેશો આવ્યો છે. તેઓ આપને મળવા ઝંખે છે, અને એટલા માટે આપ ફતેહપુર સિક્રી પધારો એમ ઇચ્છે છે. આ માટે એમણે ખાસ બે કાસદ મોકલ્યા છે,” આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને અમદાવાદના જૈન સંઘના આગેવાનોએ વિનંતી કરતાં કહ્યું. સૂરિજી એ વખતે ગંધાર બંદરમાં ચોમાસું બિરાજતા હતા. પળવાર તો તેઓ વિચારમાં પડી ગયા : “ક્યાં ગુજરાત અને ક્યાં ફતેહપુર સિક્રી !” પણ તેઓ ભારે સમયપારખુ અને વિચક્ષણ ધર્મપુરુષ હતા. ભગવાન તીર્થંકરના અહિંસાધર્મનો અને વિશ્વમત્રીના પૈગામનો પ્રસાર કરવાનો વેપાર વધતો હોય, તો તેઓ ગમે ત્યાં જવા તૈયાર હતા. અને શ્રાવકોએ પણ બાદશાહનું આમંત્રણ સ્વીકારવા આગ્રહપૂર્વક વિનંતી કરી. - આચાર્યશ્રીએ વિચાર્યું : “એક બાદશાહના હૈયે ધર્મની વાત વસે તો ધર્મની વિશેષ પ્રભાવના થાય અને માનવસમૂહનું પણ કલ્યાણ થાય. ' તેઓએ ચોમાસું પૂરું થયે ફતેહપુર સિક્રી તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો. વાત આમ બની હતી ? સમ્રાટ અકબરનું વ્યક્તિત્વ ભારે વિલક્ષણ હતું. એક બાજુ એની વિલાસ-પ્રિયતાની કંઈ કંઈ વાતો અને દંતકથાઓ પ્રજામાં બોલાતી હતી; તો બીજી બાજુ એની ધર્મજિજ્ઞાસા પણ ખૂબ પંકાતી હતી. વળી એની રાજ કરવાની નીતિ એવી ઉદાર હતી કે બધા એને ૫ નો માનતા. તેથી તો ઈતિહાસકારોએ મુગલ સમ્રાટ અકબરની સરખામણી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ૦ અભિષેક મૌર્ય સમ્રાટ અશોક સાથે કરી છે. પોતાની ધર્મજિજ્ઞાસાને સંતોષવા બાદશાહ અકબર, રાજસભાની જેમ, નિયમિત ધર્મસભા ભરતા, અને એમાં પધારવા જુદા જુદા ધર્મના વિદ્વાન ગુરૂઓને આમંત્રણ આપતા. સમ્રાટ વિક્રમાદિત્ય અને રાજા ભોજની પંડિતસભાની જેમ, બાદશાહ અકબરની ધર્મસભાની પણ ચોમેર ખૂબ નામના હતી. થોડા દિવસ પહેલાં જ બાદશાહ અકબર કાબૂલના પ્રવાસેથી પાછા ફર્યા હતા, અને ત્યાંના કંઈ કંઈ પ્રસંગો અને ત્યાં થયેલ ઓલિયા જેવા સંતોની મુલાકાતોનાં કંઈ કંઈ સ્મરણો એમના અંતરમાં રમી રહ્યાં હતાં. એક દિવસ આવા જ કોઈ વિચારમાં તેઓ આગરાના રાજમહેલના ઝરૂખામાંથી નગરને નિહાળી રહ્યા હતા. ત્યાં એમણે જોયું, કે નગરના રાજમાર્ગ ઉપરથી એક વરઘોડો જઈ રહ્યો હતો. વરઘોડામાં એક બાઈ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને અને પૂજાની સામગ્રી લઈને પાનામાં બેઠી હતી. અને લોકો ઉમંગથી ધર્મનો જયજયકાર બોલાવતાં ચાલી રહ્યા હતા. એ જોઈને બાદશાહને કુતૂહલ થયું: “આ શું?” એમણે પોતાના પરિચારકને પૂછ્યું. પરિચારકે કહ્યું : “બાદશાહ સલામત, આ જુલૂસ સેવડા (શ્રાવક) કોમનું છે. કહે છે કે, આ માનામાં બેઠેલી બાઈએ છ મહિનાના ફાકા (ઉપવાસ) કર્યા છે અને એ પોતાના દેવનાં દર્શન કરવા જુલૂસ સાથે જઈ રહી છે. એ બાઈ આપણા શ્રેષ્ઠી માનસિંહની કંઈક સગી થાય છે. અજબ છે આ સેવડા લોકોનો મજહબ !” છ મહિનાના ઉપવાસ ! ન માની શકાય એવી વાત ! સમ્રાટ તો વિચારમાં જ પડી ગયા. પણ એ ખરા જિજ્ઞાસુ અને સત્યના ચાહક માનવી હતા. એમણે બાઈને જઈને પૂછ્યું. બાઈએ નમ્રતાપૂર્વક પોતાના તપની વાત કરી અને આ બધો પ્રતાપ પોતાના ઈષ્ટદેવની અને ગુરુની કૃપાનો જ હોવાનું કહ્યું. - છ પડી ગયા. અને પૂછવું. બાઈની અને ગુરુની Page #160 -------------------------------------------------------------------------- ________________ સંતોની ભિક્ષા ૧૪૭ અકબર બાદશાહ તો શાની અને પ્રતાપી ધર્મગુરુઓને હંમેશાં ઝંખ્યા જ કરતા હતા. બાઈ પાસેથી એના ગુરુ હીરવિજયસૂરિનું નામ સાંભળ્યું, અને તરત જ શહેનશાહે એમને ફતેહપુર સિક્રી પધારવા, ગુજરાતના સૂબેદાર શહાબુદ્દીન અહમદખાં મારફત, આમંત્રણ મોકલ્યું. એ આમંત્રણ લઈને અમદાવાદના શ્રાવકો આચાર્યશ્રી પાસે ગંધાર બંદરમાં આવ્યા હતા અને આચાર્યશ્રીએ એ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. ધર્મના કામમાં ઢીલ નહીં એમ વિચારીને ચોમાસું પૂરું થયું એટલે આચાર્ય હીરવિજયસૂરિજીએ ફતેહપુર સિક્રી તરફ વિહાર કર્યો. પંથ લાંબો હતો, ઉંમર પણ પંચાવન વર્ષ જેટલી થઈ હતી, અને બધી મજલ પગપાળા જ પૂરી કરવાની હતી. પણ વિશ્વકલ્યાણના ધર્મકાર્યમાં આળસ કેવી ? કાયા તો આજે છે અને કાલે નહીં હોય; એના દ્વારા સાધી લીધેલ સુકૃત જ એનો સાચો સાર છે. આચાર્યની સાથે અનેક જીવનસાધક અને વિદ્વાન મુનિવરોનું જૂથ હતું. આ તો હતી સંતપુરુષની પદયાત્રા. જગત પાસેથી જીવનચર્યા માટે જરૂરી હોય એવી અને એટલી જ સામગ્રી સિવાય બીજી વસ્તુઓ નહીં સ્વીકારવાનું અને નહીં સંઘરવાનું એમનું વ્રત હતું. અને વિશ્વમાં મૈત્રીભાવની સુવાસ પ્રસરાવવાનો એમની આ સાધનાનો મંગળ હેતુ હતો. એમને માટે તો આખું વિશ્વ પોતાનું હતું. અમીવર્ષણ મેઘની જેમ એ જ્યાં જતા ત્યાં ધર્મામૃતની વર્ષા કરીને જનસમૂહના અંતરને, કમળની જેમ, વિકસિત કરતા; અને અધર્મ, અન્યાય, અત્યાચાર અને અનાચારનાં પાપજાળાંને દૂર કરવા સદા સૌને જગાડતા રહેતા. સૂરિજીના વિહારના માર્ગમાં એક નાનીસરખી જાગીરનું ‘સરોતર ' નામે ગામ આવે. ત્યાંનો ઠાકોર અર્જુનસિંગ ભારે જોરાવર અને ખૂબ માથાભારે માણસ હતો. લોકોને રંજાડવા, ખાતર પાડવાં અને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૦ અભિષેક વખત આવ્યે માનવીનું ખૂન કરવું એ તો એને મન રમતવાત હતી ! હતો. તો એ નાનો સરખો ઠાકોર, પણ એની નામના ભયંકર બહારવટિયાની હતી. કોઈ વ્યસન એવું નહીં કે જે એને વળગ્યું ન હોય ! ' સૂરિજીના કાને આ ઠાકોરની રંજાડની વાત પહોંચી ગઈ હતી. એમને થયું કે આવો કર્મચૂર માનવી સુધરી જાય તો કેવું સારું ! ચંડકૌશિક જેવા વિષધરનો ઉદ્ધાર કરનાર ભગવાન મહાવીરના ધર્મના ભેખધારી સૂરિજી કંઈક આવી જ ભાવના ભાવી રહ્યા. જેમને દિલ્લીના બાદશાહે સામે ચાલીને તેડું મોકલ્યું હતું, એવા મોટા સંત પુરુષ પોતાના ગામમાં પધારે, અને પોતે વિવેક ખાતર પણ એમનાં દર્શને ન જાય તો એ કેવું કહેવાય ? જાણે અર્જુનસિંગનો આત્મા જાગી ઊઠ્યો હોય, એમ એને આવો વિચાર આવ્યો. અર્જુનસિંગ સૂરિજીની પાસે પહોંચ્યો. સૂરિજીની પ્રશાંત આકૃતિ અને વાત્સલ્યસભર તથા સમતારસ વરસાવતી વાણી જાણે અર્જુનસિંગના અંતરને કામણ કરી ગઈ ! એણે આચાર્યશ્રીને વિનંતી કરી, “મહારાજ ! મારા ઘરે ભિક્ષા લેવા પધારીને મારું આંગણું પાવન કરવાની કૃપા કરો !” લાગ જોઈને સૂરિજીએ કહ્યું: “મu• કવ ! અન્ન-જળની ભિક્ષા તો ઘડી-બે ઘડી જ કામ લાગે અને પછી તો એ ભુલાઈ પણ જાય ! એટલે અમારે તો તમારી પાસેથી અમને, તમને અને સૌને સદાકાળ કામ લાગે એવી ભિક્ષા જોઈએ છે !” ઠાકોરે લાગણીભમાં સ્વરે એટલું જ કહ્યું : “આજ્ઞા કરો મહારાજ ! આપ માગો તે આપવા હું તૈયાર છું.” સૂરિજીએ કહ્યું : “ઠાકોર, ધર્મસાધનાને અર્પણ થયેલ અમારા સાધુજીવનનો સાચો આંહાર તો છે અહિંસા, સત્ય અને સદાચાર. જ્યાં અમને આવી દિવ્ય ભિક્ષા મળે છે, ત્યાં અમારો અને આપનારનો બંનેનો આત્મા કૃતાર્થ થઈ જાય છે. કોઈ દુર્વ્યસનોનો ત્યાગ કરવાની ભિક્ષા આપે તો અમારું રોમ રોમ ખીલી ઊઠે છે. તમે અમને આજે કંઈક આવી Page #162 -------------------------------------------------------------------------- ________________ સંતોની ભિક્ષા ૦ ૧૪૯ ભિક્ષા ન આપો?” અર્જુનસિંગની આંખોમાં લાગણીનાં અમી ઊભરાઈ આવ્યાં. એણે સૂરિજીનો ચરણસ્પર્શ કરીને કહ્યું : “ગુરુ મહારાજ ! હું રેક માનવી આપ જેવા સંતની ભિક્ષા-ઝોળી તો શી રીતે ભરી શકું? પણ આજથી આપની આજ્ઞા શિરે ધરું છું અને હવેથી બહારવટું નહીં ખેડવાની, લોકોની રંજાડ બંધ કરવાની અને શિકારમાં નિર્દોષ પશુઓના પ્રાણ નહીં હરવાની હું પ્રતિજ્ઞા લઉં છું. હું હવે વ્યસનોમાંથી મારી જાતને બહાર કાઢવાનો હંમેશાં પ્રયત્ન કરીશ. મને આશીર્વાદ આપો કે હું મારી પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરી શકું !” સંતમહાત્માની ભિક્ષા-ઝોળી તે દિવસે લોકોપકારક સત્કાર્યથી ભરાઈ ગઈ. સમ્રાટને પ્રતિબોધવાના શુભકાર્યને જાણે તે દિવસે શુભ શુકન થયાં. પાંચ-છ મહિનાના વિહાર પછી સૂરિજી ફતેહપુર સિક્રી પહોંચી ગયા. અને બીજે દિવસે સમ્રાટનું અને સૂરિજીનું મિલન થયું. સમ્રાટના. પ્રિય સાથી અને વિદ્યાના સાચા ચાહક અબુલ ફજલ એ વખતે હાજર હતા. - સંતમિલનની પોતાની ઝંખના પૂરી થઈ તેથી બાદશાહ અકબર ખૂબ પ્રસન્ન થયા. સંતનાં નિર્મળ જીવન, નિખાલસ સ્વભાવ અને પારદર્શી વિદ્વત્તા તેમ જ એમના ત્યાગ-વૈરાગ્યથી શોભતા વ્યક્તિત્વથી સમ્રાટ ખૂબ પ્રભાવિત થયા. જાણે પોતાની જિજ્ઞાસા કે જ્ઞાનતૃષાને છિપાવવાનો સોનેરી અવસર મળ્યો હોય એમ સમ્રાટે શ્રી હીરવિજયસૂરિજીને કંઈ કંઈ સવાલો કર્યા. સૂરિજીએ પણ સમ્રાટની જિજ્ઞાસા સંતોષાય એવા સહજ-સરળ જવાબો આપ્યા. વાતમાં ને વાતમાં બાદશાહ પોતાની જન્મકુંડળીના ફળની વાત પૂછી બેઠા. નિરા તે જાણે છે પરથી જ સ્વભાવભર Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અભિષેક " સૂરિજીએ કહ્યું : બાદશાહ ! કુંડળીઓ જોવી, એના ફલાદેશ કહેવા, એ તો અર્થના ચાહક સંસારીઓનું કામ ! ત્યાગ-વૈરાગ્યના ધર્મને વરેલા સાધુઓને એમાં પડવું ન શોભે; એવી માયાજાળમાં પડીએ તો. અમારો ધર્મ દૂષિત થાય. અમારે તો એનાથી સદા દૂર જ રહેવાનું હોય. અમારા પવિત્ર ધર્મનું અમને આવું ફરમાન છે. ” 23 સૂરિજીના ત્યાગ-વૈરાગ્યને અને એમની સાચી સાધુતાને સમ્રાટ અભિનંદી રહ્યા. મુલાકાત પૂરી થતાં બાદશાહે કહ્યું : “મહારાજ ! આપ આટલી તકલીફ લઈને ગુજરાત જેટલે દૂરથી પગે ચાલીને અહીં આવ્યા, એ માટે હું આપનો અહેસાન કયા શબ્દોમાં માની શકું ! આપના આ અહેસાનના બદલામાં તો હું આપને શું આપી શકું ? પણ આપના મજહબના એક પદ્મસુંદરજી નામે યતિજીનો ગ્રંથભંડાર અમારી પાસે છે. આપની આજની મુલાકાતની યાદમાં આપ એ ગ્રંથભંડારનો સ્વીકાર કરવાની કૃપા કરો ! ” : સૂરિજીએ કહ્યું “ અપરિગ્રહ એ અમારું મહાવ્રત અને “ નિગ્રંથપણું એ અમારો ધર્મ, એટલે પછી આવો ગ્રંથનો પરિગ્રહ લઈને અમે શું કરીએ ? એથી તો ઊલટું અમે મોહ-માયાનાં બંધનમાં પડી જઈએ અને અમારા ત્યાગધર્મને દૂષિત કરી બેસીએ; એટલા માટે એ ભંડાર આપની પાસે જ ભલે રહ્યો. 33 પણ સમ્રાટ કોઈ વાતે માન્યા નહીં; સૂરિજીને એમની માગણીનો સ્વીકાર કરવો પડ્યો. પણ સૂરિજી તો જળકમળ જેવું જીવન જીવવાની કળાના સાચા કસબી હતા. એમણે એ ગ્રંથભંડારનો નામપૂરતો સ્વીકાર કરીને એ આગરાના જૈનસંઘને અર્પણ કરી દીધો. અને નામપૂરતું એની સાથે પોતાને વળગણ ન રહે, એટલા માટે એ ગ્રંથભંડારનું નામ ‘અકબરીય જ્ઞાનભંડાર' રાખવાનો આદેશ આપ્યો. સમ્રાટ, સંઘ અને પ્રજાજનો સૂરિજીની આવી ઉત્કટ અનાસક્તિને Page #164 -------------------------------------------------------------------------- ________________ સંતોની ભિક્ષા ૧૫૧ પ્રશંસી રહ્યા : કેવા સાચા સાધુ ! સાચા ફકીર ! સાચા ઓલિયા ! સાચા ત્યાગી ! એકાદ વર્ષ પછી સૂરિજી ફરી વાર નિરાંતે શહેનશાહ અકબરને મળ્યા ત્યારે સમ્રાટ ખૂબ પ્રસન્ન હતા. બંને વચ્ચે મન ભરીને ખૂબ વાતો થઈ. છૂટા પડતી વખતે શહેનશાહે કંઈક માગવા વિનંતી કરી. સૂરિજીએ કહ્યું : “ ત્યાગધર્મના ઉપાસકોને શી વાતની ખોટ છે કે જેને માટે અમારે માગણી કરવાની હોય ? અમારી તો એક જ ઝંખના હોય છે, કે અમારા ધર્મનું પાલન અને એનો પ્રસાર થાય, અને જગતના જીવોને અહિંસા અને વિશ્વમૈત્રીની ભાવનાનો લાભ મળે. ” સમ્રાટે કહ્યું : “મહારાજ ! તો એવું કંઈક માગીને અમને લાભ આપો !” સૂરિજીએ પ્રસન્ન વદને કહ્યું : “ બાદશાહ ! જો એવી કંઈક ભિક્ષા અમને મળતી હોય તો, એ માટે અમારું પાત્ર સદા તૈયાર જ હોય છે. અને એ પાત્ર તો એટલું વિશાળ છે, કે આપનાર થાકે તો ય લેનાર ન થાકે ! કરુણાને ક્યારે ય અવિધ હોતી નથી. કહો, અમને આપની પાસેથી અહિંસા અને કરુણાની એવી ભિક્ષાનો લાભ મળશે ખરો ?” શહેનશાહે કહ્યું : “જરૂર. સૂરિજીએ કહ્યું : “તો આપો, શહેનશાહ, અમને આજે આપના બધા કેદીઓની મુક્તિની, બંધનમાં રખાયેલાં બધાં પશુઓ અને પક્ષીઓની મુક્તિની, વિશાળ ડાબર સરોવરનાં માછલાં વગેરે જીવો માટે જાળબંધીની અને અમારા પવિત્ર પર્યુષણ મહાપર્વના આઠ દિવસો દરમિયાન કતલખાનાં બંધ રખાવીને જીવોના અભયદાનની ભિક્ષા ! આવી ભિક્ષા લેવા માટે તો અમે સદા તૈયા૨ જ હોઈએ છીએ; અને એમાં અમને સ્થળ, કાળ કે વ્યક્તિના કોઈ સીમાડા નડતા નથી. ” સમ્રાટે એવી જ પ્રસન્નતાપૂર્વક સૂરિજીની ભિક્ષાઝોળી ભરી દીધી. 29 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ૦ અભિષેક અને તેઓએ જાણે પોતાની આવી ઉદાર ભાવનાના મંદિર ઉપર સુવર્ણકળશ ચડાવતા હોય એમ, પજુસણના આઠ દિવસના બદલે બાર દિવસ કતલખાના બંધ રાખવાનું અને તીથમાં લેવાતો યાત્રિક વેરો બંધ કરવાનું ફરમાન પણ સૂરિજીને લખી આપ્યું. આજે તો બાદશાહનું અંતર કૃપણતાનાં કોઈ બંધન સ્વીકારવા તૈયાર ન હતું. આટલી ભિક્ષા ઓછી હોય એમ એમણે સૂરિજીને વિનંતી કરી : “આ તો બધું આપે જગતની અને જીવોની ભલાઈ માટે માગ્યું. પણ હવે આપ આપના પોતાના માટે કંઈક તો માગો !” ' સૂરિજીએ કહ્યું : “અકબરશાહ, જગતની ભલાઈમાં જ અમારી બધી ભલાઈ સમાઈ જાય છે, એટલે જગતની ભલાઈ સિવાય અમારે બીજું માગવાનું શું હોય ?” અકબર બાદશાહ સૂરિજીની નિર્મોહવૃત્તિને મનોમન વંદી રહ્યા. એમણે કહ્યું : “સાચે જ, આપ તો જગગુરુ છો !” ન સમ્રાટની ભક્તિનો મોહ કે ન નામનાની ઝંખના સૂરિજીને સ્પર્શી શક્યાં. કર્તવ્યનો સાદ થયો અને શ્રી હીરવિજયસૂરિજી, આકાશી વાદળીની જેમ, ગુજરાત તરફ વિહાર કરી ગયા અને પોતાની પાછળ, સમ્રાટની પ્રાર્થનાથી, શાંતિચંદ્ર ઉપાધ્યાયને મૂકતા ગયા. * શાંતિચંદ્ર ઉપાધ્યાય પણ મોટા વિદ્વાન અને પ્રભાવશાળી સાધુ હતા. સાથે સાથે એકસો આઠ અવધાનની સિદ્ધિ પણ એમણે મેળવી હતી. એમની પ્રેરણાથી પણ બાદશાહ અકબરે અનેક સુકૃત્યો કર્યા, કારણ કે, એ સંતપુરુષે પણ લોકોનું કલ્યાણ થાય એવાં કાર્યો કરવાની જ ભિક્ષા માગી હતી. કેટલાક વખત પછી તેઓએ પણ શ્રી હીરવિજયસૂરિજીની સેવા માટે ગુજરાત તરફ વિહાર કર્યો. પણ અકબરશાહને તો આવા શ્રમણોના સત્સંગનું અને એમની સાથે ધર્મચર્ચા કરવાનું તેમ જ એમની ધર્મવાણી સાંભળવાનું જાણે Page #166 -------------------------------------------------------------------------- ________________ સંતોની ભિક્ષા ૧૫૩ વ્યસન જ પડી ગયું હતું. એટલે એમના કહેવાથી ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર નામે બે જૈન મુનિઓ ત્યાં રોકાઈ ગયા. ત્યાગની ફૂલવેલ ઉપર તો સદા વૈરાગ્યનાં જ ફૂલડાં ખીલે. એવા જ ત્યાગી, વૈરાગી અને સંયમી હતા મુનિ ભાનુચંદ્ર અને એમના શિષ્ય મુનિ સિદ્ધિચંદ્ર, અને સાધુતાની સાથે સાથે વિદ્વત્તાનો યોગ થવાથી, એમનું વ્યક્તિત્વ વિશેષ પ્રભાવશાળી બન્યું હતું. બાણભટ્ટે શરૂ કરેલી અને એમના પુત્ર પુલિનભટ્ટે પૂરી કરેલી કાદંબરી નામે સંસ્કૃત મહાકથાની સરળ, સુંદર ટીકા ગુરુ-શિષ્યની આ બેલડીએ જ રચી હતી. સમ્રાટ અકબર આ બંને મુનિવરોથી ચિરપરિચિત હતા. તેમાં ય મુનિ સિદ્ધચંદ્રને તો સાધુતા અને વિદ્વત્તાની સાથે દેવકુમાર જેવું રૂપ પણ મળ્યું હતું. એમની વાણી પણ ફૂલ જેવી મુલાયમ હતી. આ બાળસાધુને જોઈને અકબરશાહ એમના પર ખુશ ખુશ થઈ જતા અને જાણે એ પોતાનું જ સંતાન હોય એવું વહાલ શહેનશાહ એમના ઉપર વરસાવતા. આ મુનિની આવી ભવ્યતા અને તેજસ્વી બુદ્ધિ જોઈને અકબર બાદશાહે એમને પોતાના પૌત્રો સાથે એમના ઉસ્તાદો પાસે, ભણાવવાની ગોઠવણ કરી આપી હતી. સિદ્ધિચંદ્ર સંસ્કૃત અને પ્રાકૃતની જેમ પર્શિયન ભાષાના પણ વિદ્વાન હતા અને એ ભાષામાં એમણે ગ્રંથની રચના પણ કરી હતી. મુનિ ભાનુચંદ્ર ઉપર સમ્રાટ અકબરને ઘણો જ વિશ્વાસ હતો. પોતાના પુત્રો – રાજકુમારોને શિક્ષણ આપવામાં પણ બાદશાહે એમનો ઉપયોગ કર્યો હતો રાજ ચલાવવાના ઇલમની સાથે એમનામાં સદાચારના સંસ્કાર પડે એટલા માટે. એક વાર અકબરના ઇતિહાસકાર અને વિશ્વાસુ વિદ્વાન સાથી અબુલ ફજલને ભારતનાં બધાં દર્શનોનાં મૂળતત્ત્વો જાણવાની ઇચ્છા થઈ. આ માટે એમને મુનિ ભાનુચંદ્રજી યોગ્ય વિદ્વાન લાગ્યા. મુનિવરે મહાન આચાર્ય હરિભદ્રસૂરિએ રચેલ છ દર્શનની સમજૂતી આપતો (‘ ષડ્ગર્શનસમુચ્ચય ' નામનો ) ગ્રંથ અબુલ ફજલને ભણાવ્યો. એક Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અભિષેક જૈન આચાર્યે બધાં ય દર્શનો તરફ દર્શાવેલ સમભાવથી અબુલ ફ્લલ તો ખુશ ખુશ થઈ ગયો. એણે જોયું કે, બીજા ધર્મો અને દર્શનો તો પોતપોતાની શ્રેષ્ઠતા દર્શાવવા બીજાની નિંદા-કૂથલી અને ખંડન-મંડનની સાઠમારી કરતાં થાકતા જ નથી; અને અહીં તો બધાં યે દર્શનોનું સારતત્ત્વ સ્વીકારવામાં આવે છે ! મુનિ ભાનુચંદ્રજી અને એમના ધર્મ પ્રત્યેની અબુલ જલની ભક્તિ વધુ દૃઢ બની. અને અબુલ ફજલે કરેલી શ્રમણધર્મ અને એના સાધુઓની પ્રશંસાથી બાદશાહ અકબર પણ વધુ પ્રભાવિત થયા. પછી તો જરાક પણ કોઈ પ્રશ્ન ઊભો થાય કે એના ઉકેલ માટે બાદશાહ મુનિ ભાનુચંદ્રને જ પૂછવા લાગ્યા. એક વાર કોઈકે અકબર બાદશાહને કહ્યું કે સૂર્યનાં એક હજાર નામનો જાપ કરવાથી વિઘ્નો ટળી જાય છે, અને જિંદગી સુખ-ચેનમાં વીતે છે. બાદશાહે પંડિતોને ભેગા કરીને આ માટે પૂછ્યું; પણ કોઈએ બાદશાહની માગણીને સંતોષી નહીં. છેવટે મુનિ ભાનુચંદ્રે ‘સૂર્યસહસ્ર નામ ' નામનું નવું સ્તોત્ર રચીને બાદશાહને સંભળાવ્યું. બાદશાહ મુનિની વિદ્વત્તા અને શક્તિ ઉપર આફરીન થઈ ગયા. પછી તો બાદશાહ લાહોર ગયા તો આ ગુરુ-શિષ્યની બેલડીને પણ પોતાની સાથે જ લેતા ગયા. રોજ સવારમાં મુનિ ભાનુચંદ્રના મુખે ‘સૂર્યસહસ્રનામ ' સ્તોત્રનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવું એ બાદશાહનો નિત્યક્રમ બની ગયો. આમ તો એક બાજુ સમ્રાટનો અને સમ્રાટના કુટુંબનો સંપર્ક વધતો જતો હતો, અને બીજી બાજુ કામદેવ જેવું સૌંદર્ય ધરાવતા મુનિ સિદ્ધિચંદ્રનું યૌવન, કમળની જેમ, પાંગરતું જતુ હતું. મુનિ ભાનુચંદ્રને ક્યારેક ચિંતા થઈ આવતી, કે ક્યાંક આ રાજસંપર્ક સિદ્ધિચંદ્રના ત્યાગમાર્ગને અભડાવી ન દે ! અને તેઓ મુનિ સિદ્ધિચંદ્રના સંયમજીવનની રક્ષા માટે જીવતી વાડ બની રહેતા અને યુવાન મુનિને વૈરાગ્યમાર્ગમાં સ્થિર રાખવા સદા જાગ્રત રહેતા. પણ થોડા જ વખતમાં ગુરુને ખાતરી થઈ ગઈ કે શિષ્યના સંયમને માટે આવી ચિંતા સેવવાની Page #168 -------------------------------------------------------------------------- ________________ સંતોની ભિક્ષા ૧૫૫ જરૂર નથી. શિષ્યના ત્યાગ-વૈરાગ્યનો રંગ પાકો છે; અને એની જીવનસાધના કુંદન જેવી નિર્મળ અને સાચા મોતી જેવી સુદૃઢ અને મોહ-માયાની ગમે તેવી અગ્નિપરીક્ષામાં એ વધારે પ્રકાશી ઊઠે એવી અને ભોગવિલાસના હથોડાના પ્રહારને પણ પાછો પાડી દે એવી છે. સિદ્ધિચંદ્ર તો સાચે જ, આત્મસાધનાની સિદ્ધિના સ્વામી બની ગયા હતા. શાસ્ત્રો અને શાનના સાચા ઉપાસક એ ગુરુ અને શિષ્ય પોતાની જીવનસાધનામાં સદા જાગ્રત રહેતા; અને તેથી આવા મોટા સમ્રાટની પોતા તરફની ભક્તિનો ગર્વ કે મોહ એમને સ્પર્શી પણ ન શકતો. અને આવી ભક્તિનો ઉપયોગ પણ તેઓ ધર્મકાર્યને વધારવામાં જ કરતા. વળી અવસર મળ્યે, સમ્રાટને સત્યની સમજણ આપવી, એને પણ તેઓ પોતાનું કર્તવ્ય માનતા; અને નાના-મોટા બધા માનવીઓનું અને જીવોનું કલ્યાણ થાય એવો જ હમેશાં પ્રયત્ન કરતા રહેતા. અકબર બાદશાહ જાનવરોની સાઠમારી અને એવી એવી રમતો યોજતા. એક વાર તેઓ ચિત્તાની લડાઈ જોતા હતા. એવામાં એક ચમકેલ હરણ બાદશાહ તરફ દોડી આવ્યું અને, બાદશાહ સાવધાન થાય એ પહેલાં તો, હરણનું અણીદાર શિંગડું એમની સાથળમાં પેસી ગયું ! એ પીડા લાંબો વખત ચાલી. બાદશાહને પચાસ દિવસ સુધી પથારીમાં જ રહેવું પડ્યું. એ વખતે બાદશાહની પાસે બે જ વ્યક્તિઓને જ્વાની પરવાનગી હતી : એક અબુલ ફજલ, અને બીજા મુનિ ભાનુચંદ્રજી, બંને વિદ્યાના ઉપાસકો હતા એટલે એમની વિદ્વત્તાભરી વાતો બાદશાહના મનને બહેલાવતી અને એમની પીડાને હળવી કરતી. અને આવો યોગ એ તો મુનિ ભાનુચંદ્રને ધર્મપ્રભાવના માટે સોનેરી યોગ લાગતો. આવે વખતે પીડાગ્રસ્ત માનવી પારકાની પીડાને વધારે સારી રીતે સમજી શકે છે અને અહિંસા-કરુણાની ભાવનાને વધારે સહાનુભૂતિપૂર્વક ઝીલી શકે છે. અવસરે મુનિ શહેનશાહને આવી આવી વાતો કરવાનું ન ચૂકતાં. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અભિષેક ધર્મનો ખેડૂત દિલ દઈને ધર્મનું વાવેતર કરી રહ્યો હતો. એનો મોલ વહેલો કે મોડો અવશ્ય ઊતરવાનો જ. એની એમને ખાતરી હતી, પણ એ ક્યારે અને કેવો ઊતરશે એની ચિંતા એમના શાંત મનને સતાવતી ન હતી. એમ ને એમ દિવસો વહી રહ્યા. મુનિ તો સર્વ જીવોના કલ્યાણના વાંછુ સંત હતા. દીનદુખિયાનાં દુખો જોઈ એમનું દિલ દ્રવી જતું. ગરીબોની ગરીબી એમના કરુણાભીના અંતરને બેચેન બનાવી મૂકતી. એમને થતું, એક બાજુ બાદશાહના ખજાનામાં કેટલું અઢળક ધન ભર્યું છે અને બીજી બાજુ ગરીબ માનવીઓ કેવી કારમી ગરીબીમાં પિલાઈ રહ્યા છે ! ન પેટ ભરવા પૂરતું અન્ન છે, ને ન તન ઢાંકવા પૂરતાં વસ્ત્ર છે; જીવતી-જાગતી કંગાલિયત જ જોઈ લ્યો ! આવા દુખિયા માનવીઓ માટે રાજના ખજાના ક્યારેક ખુલ્લા થાય તો કેવું સારું! એમ થાય તો રાજા અને પ્રજા બંનેનું કલ્યાણ થઈ જાય ! તેઓ આવા કોઈક અવસરની રાહ જોઈ રહ્યા હતા. અને જાણે ધર્મખેડૂતની ધર્મખેતીનો બહુમૂલો મોલ ઊતરવાનો વખત પાકી ગયો. પર્યુષણના મહાપર્વના દિવસો હતા. મુનિ ભાનુચંદ્ર બાદશાહ અકબરને દાનધર્મનો મહિમા સમજાવ્યો. બાદશાહે ભય દરબારમાં દીન-દુઃખી-ગરીબ માનવીઓને પોતાના હાથે. હજારો સોનામહોરોનું દાન કર્યું. અકબરશાહનું અંતર આનંદથી છલકાઈ ગયું. ગુરુ ભાનુચંદ્ર પણ ઘણો આહલાદ અનુભવી રહ્યા હતા. પછી બાદશાહે મુનિ ભાનુચંદ્રજી આગળ સોનામહોરોનો થાળ ધરીને એનો સ્વીકાર કરવા આગ્રહ કર્યો. મુનિએ કહ્યું: “બાદશાહ, અમારો ધર્મ આપ કયાં નથી જાણતા? આવી દુન્યવી વસ્તુઓનો સ્વીકાર અમારાથી ન થઈ શકે. જે વસ્તુઓનો અમે બીજાઓ માટે ત્યાગ કરાવીએ, તેનો જો અમે પોતે જ સ્વીકાર કરીએ, તો એથી અમારો ધર્મ દૂષિત થઈ જાય. આપ પોતે એનો વધુ Page #170 -------------------------------------------------------------------------- ________________ સંતોની ભિક્ષા ત્યાગ કરશો તો તેથી અમને વધુ ખુશી થશે. બાકી અહિંસા-કરુણાની ભિક્ષા માગવાનો કોઈ અવસર મળે, તો એ વખતે, અમે પાછા નહીં પડીએ. અત્યારે તો આ ધનનો આપ આપના હાથે જ સદુપયોગ કરો! બાદશાહે એ ધન પણ ગરીબોને વહેંચી દીધું, અને કાળને કરવું, તે એ આનંદના પ્રસંગે જ સંતને ભિક્ષા માગવાનો ઉત્તમ અવસર મળી ગયો. ૧૫૭ જાણે શહેનશાહ અકબરનું પુણ્ય તરત જ ફળ્યું હોય એમ, એ આનંદના પ્રસંગે જ, ગુજરાતના સૂબા અઝીઝ કોકા તરફથી સમાચાર આવ્યા, કે જામનગરના જામ સતોજી ઉર્ફે સત્રસાલ કે શત્રુશલ્ય સાથેની લડાઈમાં આપણને તેહ મળી છે; અને જામને અને એના સાથીઓને કેદ કરી લેવામાં આવ્યા છે. 33 આ સમાચારથી રાજ્યસભામાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. શહેનશાહ અકબરે મુનિ ભાનુચંદ્રને વિનંતી કરી : “મુનિરાજ, હવે તો આપ કંઈક માગીને અમને કૃતાર્થ કરો !” શ્રમણધર્મનો ઉપાસક તો સદા શાંતિનો ચાહક જ હોય. મુનિ ભાનુચંદ્રે વિચાર્યું : ‘મારે આ ક્ષણે કંઈક એવી ભિક્ષા માગવી ઘટે કે જેથી વેર-ઝેરની પરંપરાની આ વિષવેલનો નાશ થાય અને મૈત્રીભાવની અમૃતવેલી પાંગરી ઊઠે. ' પણ સમયજ્ઞ મુનિ તો મૌન જ રહ્યા. બાદશાહે ફરી આગ્રહપૂર્વક કહ્યું : “આજની અમારી ફતેહની ખુશાલીમાં આપ ચાહે તે માગી શકો છો. આપના વચનનું પૂરું માન કરવામાં આવશે. આવો અવસર વારે વારે નથી આવતો.' "1 વિચક્ષણ સંતપુરુષે અવસર પારખી લીધો. એમણે સમભાવપૂર્વક કહ્યું : “ શહેનશાહ, આપનું કહેવું સાચું છે : સારા અવસ૨ વારે વારે આવતા નથી. હું પણ ઇચ્છું છું કે આજનો અવસર આપની અને મારી જિંદગીમાં યાદગાર બની જાય. અને એટલા માટે હું આપની પાસે ભિક્ષા માગું છું કે આ લડાઈમાં કેદ કરવામાં આવેલ રાજા જામને અને એમના Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૦ અભિષેક બધા સાથીઓને છોડી મૂકવામાં આવે.” રાજસભામાં ક્ષણવાર સ્તબ્ધતા છવાઈ ગઈ ? આ મુનિ આ શું માગી રહ્યા હતા ? શું જીતેલી બાજીને હાથે કરીને હારમાં પલટાવી દેવી ? બાદશાહ અકબર પણ પળવાર વિમાસણમાં પડી ગયા. પણ પછી શહેનશાહનું અંતર જાગી ઊઠ્યું અને એમની દુવિધા શમી ગઈ. એમણે વિચાર્યું કે આ તો સંતને આપેલું વચન ! એનું પાલન તો હરહાલતમાં થવું જ જોઈએ. અને જાણે સંતનું ભિક્ષાપાત્ર ભરી દેતા હોય એમ, શહેનશાહ અકબરે તરત જ એ બધા યુદ્ધકેદીઓને મુક્ત કરવાનું ફરમાન કાઢી આપ્યું. સંતની એ ભિક્ષા પણ સફળ થઈ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચારિત્ર ખાંડાની ધારો જી ! ziczki 2 A 2 1 2 તગરા નગરીના વ્યવહારિયા દત્ત શ્રેષ્ઠી અને ભદ્રા શેઠાણીના અંતરમાં એક દિવસ ઊર્મિના ઓઘ ઊભરાયા. પણ ઊર્મિના એ ઓઘ રંગરાગ, વૈભવવિલાસ કે ભોગશૃંગારના ન હતા, એમાં તો તપ, ત્યાગ અને સંયમનો થનગનાટ જાગી ગયો હતો. સુખ અને વૈભવભર્યું જીવન માણતાં દત્ત અને ભદ્રા હજી યૌવનનો માર્ગ વટાવી ન ગયાં. ત્યાં તો અમર ધર્મ-વસંતના અનોખા વાયરા એમનાં અંતરને સ્પર્શી ગયા. એ વાયરાએ એમનાં અંતરમાં કંઈ કંઈ ફૂલો ખીલવી દીધાં. એ ફૂલો હતાં ત્યાગનાં, તપનાં, સંયમનાં, તિતિક્ષાનાં, વૈરાગ્યનાં. પતિ-પત્ની વિચારતાં હતાં : “આટઆટલાં સુખવૈભવ માણ્યાં છતાં મનને સંતોષ ન થયો. હવે પછી પણ, ગમે તેટલા વૈભવવિલાસ માણીશું છતાં, એને સંતોષ થશે અને એ દિશામાંથી એ પોતાનું મુખ આનંદપૂર્વક ફેરવી લેશે, એની ખાતરી પણ ક્યાં છે ? તો પછી પાતાળકૂવા જેવા મનને ભર ભર કરવાથી શો લાભ ? સર્યું આ વૈભવ-વિલાસથી, અને સર્યું આ ધન-સંપત્તિથી ! “એ સંપત્તિ કદી કોઈની થઈ નથી કે કોઈની સાથે કદી ગઈ નથી ! તો પછી એની પાછળ જ આખી જિંદગી શા માટે ખરચી. દેવી? કંઈક એવું કાર્ય ન કરવું કે જે આ જિંદગીના સંકેલાયા પછી પણ સાથે આવે ? અને પતિ-પત્નીએ એક દિવસ સંસારને તજીને વૈરાગ્યનાં ચરણ સેવવાનો સંકલ્પ કર્યો. પણ એ સંકલ્પ પાર પાડવામાં એક મોટો અંતરાય હતો એમનો Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અભિષેક એકનો એક પુત્ર અરણિક હજી સાવ બાળ હતો. કાળજાની કોર જેવા આવા લાડકવાયા પુત્રને બાલ વયે તજવા ક્યાં માબાપ તૈયાર થાય ? વાત્સલ્યનાં આવાં બંધનોને દૂર કરવાં એ કંઈ સહેલું નથી. માતાપિતા ભારે વિમાસણમાં પડી ગયાં. એક બાજુ વૈરાગ્યનો સાદ ગાજી રહ્યો હતો, બીજી બાજુ વાત્સલ્યનો નાદ ગાજી રહ્યો હતો. આમ વૈરાગ્ય અને વાત્સલ્ય પતિ-પત્નીના અંતરમાં ભારે મનોમંથન જગવી રહ્યાં હતાં. . એમાં ય ભદ્રા-માતાની સ્થિતિ તો કથી કથાય નહિ એવી હતી. એને થતું ઃ આવા ફૂલ જેવા બાળકને કોને ભરોસે તજી દેવો ? આટઆટલી સંપત્તિ કોને સોંપવી ? અને સંપત્તિની લાલચે એનું જતન કરવાનું વચન આપનાર પણ છેવટે છેતરી નહીં બેસે એની શી ખાતરી ?’ પણ પતિપત્નીનું મનોમંથન ભારે વેગીલું હતું. એમને ઘરમાં રહેવું હવે અસહ્ય બની ગયું. એટલે એ મનોમંથનમાંથી એમણે એક નવનીત શોધી કાઢ્યું : ‘જે માર્ગે માતાપિતા એ માર્ગે જ પુત્ર ! પોતે મુક્તિને માર્ગે જવું અને પુત્રને બંધનને માર્ગે વાળવો એ ન શોભે. બધાં ય સાથે જ સાચું !' અને એમણે વૈરાગ્ય અને વાત્સલ્ય, બેયનો સુમેળ સાધી લીધો અને એક દિવસ પતિ, પત્ની અને પુત્ર શ્રેષ્ઠી દત્ત, શેઠાણી ભદ્રા અને બાળક અણિક ત્રણે ઘર તજીને ગુરુને ચરણે જઈ બેઠાં ! - એમને મન હવે ધર્મના શરણ સિવાય બીજાં બધાં શરણ નિઃસાર બની ગયાં હતાં. બાળ મુનિ અણિકના અંતરમાં હજી સંસાર અને વૈરાગ્યના ભેદ નહોતા પ્રગટ્યા. એ તો પોતાનું બાળસહજ જીવન આનંદમાં વિતાવતો Page #174 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ખાંડાની ઘારો જી ! ૦ ૧૧ હતો. અને મુનિ દત્તે પણ મુનિવેશ ધારણ કર્યો હતો, પણ એમના અંતરમાંથી પુત્રવાત્સલ્યની મંગલ સરવાણી સુકાઈ ગઈ નહોતી. મસ્તકનું મુંડન ભલે થયું, મનનું મુંડન થવું સહેલી વાત ન હતી ! એટલે એમનું મન તો સદા સર્વદા અરણિકમાં જ લાગેલું રહેતું. મુનિજીવનના આચારો અને આચરણો તો પાળવાનાં હતાં જ, પણ એથી એમનો પુત્ર પ્રત્યેનો અનુરાગ ઓછો ન થતો. અરણિક પ્રસન્ન રહે, એને કોઈ વાતે ખામી ન આવે, એની બધી સગવડ સચવાય અને એનું મન મૂંઝાય નહીં, એ માટે દર મુનિ સદા સાવધાન રહેતા – જાણે બાળમુનિની સારસંભાળ એ જ એમનું જીવનધ્યેય ન હોય! ગમે તેમ તો યે પિતાનું મન હતું ને ! બાળમુનિ ઉંમરલાયક થવા આવ્યા તો ય પિતાને મન તો એ બાળ જ રહ્યા! આમ મુનિને કોઈ ગોચરી-ભિક્ષા લેવા જવાનું કહે તો દત્ત મુનિ પોતે જ એની વતી ભિક્ષા લેવા જાય ! એમને એમ કે રખે ને મારો અરણિક ભિક્ષા લેવા જતાં શરમાઈ જાય કાં કરમાઈ જાય ! ભિક્ષાવૃત્તિ તો આકાશવૃત્તિ છે. કોઈ કાંઈ બોલી જાય અને એના મનને કયાંક ઓછું આવી જાય ! અને સ્વતંત્ર રીતે ભિક્ષા લેવા જવાના એના દિવસો હજી ક્યાં વહી ગયા છે? સાધ્વી ભદ્રા પણ અરણિકને વિસરી ન શક્યાં. એનું અંતર તો જાણે “મારો અરણિક ! મારો અરણિક ! એ કેમ સૂતો હશે અને કેમ રહેતો હશે ? કેમ ભણતો હશે અને કેમ સાધુજીવન જીવતો હશે? એને કોઈ વાતની તકલીફ તો નહીં હો ?' એમ નિરંતર પુત્રને સંભાય જ કરતું. માતૃત્વની અમર ગંગા એવી તે અવિરત વહેતી રહી કે એને કોઈ ત્યાગ, કોઈ તપ, કોઈ સંયમ કે કોઈ વૈરાગ્યનો ઉગ્ર તાપ પણ સૂકવી ન શક્યો ! Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૦ અભિષેક કોઈક અવસર મળ્યું બને અરણિકને મન ભરીને નીરખી જતાં અને એને પ્રસન્ન જોઈને અંતરમાં અનેરી યઢક અનુભવતાં. આ રીતે લોહીના સગપણે બંધાયેલાં ત્રણ સાધકોનો સમય પસાર થતો હતો. એક વાર ત્રણે ય એક ગામમાં હતાં. ઉનાળાનો સમય હતો. દત્ત મુનિ વૈરાગ્ય અને પુત્રવાત્સલ્યમાં કાયાને ઘસીને એક દિવસે સ્વર્ગે સંચરી ગયા. યૌવનમાં ડગ માંડતા મુનિ અરણિકને માટે દુખના દહાડા આવી પહોંચ્યા. છતાં કોઈ કોઈ વાર માતાનું દર્શન એને આશ્વાસન આપી જતું અને સંયમમાં સ્થિર થવાની પ્રેરણા આપતું. હવે તો પિતા દત્તમુનિ નહોતા. એટલે વડીલ અને વૃદ્ધ શ્રમણોની શુશ્રુષા કરવાનું અને ગોચરી લાવવાનું કામ મુનિ અરણિકને માથે આવી પડ્યું. કદી કામ નહીં કરેલું એ કામ કરવાનું માથે આવ્યું. અને એમાં ય અંતરમાં નમ્રાતિનમ્ર ભાવ ધરીને – અરે, નામશેષ જેવા બનીને – ભિક્ષા લેવા જવાનું માથે આવ્યું ! મુનિ અરણિકને માટે તો એ કોઈ રાજકુમારને નોકરી કરવા જવું પડે એવું વસમું થઈ પડ્યું. પણ આ તો મણ જીવનઃ એમાં શરમ કરી ન ચાલે, પ્રમાદ સેવ્યો ન પાલવે ; કર્તવ્યનું અણીશુદ્ધ પાલન એ જ એનો એકમાત્ર માર્ગ, યુવાન મુનિએ એ માર્ગે પોતાના મનને પળોટવા પ્રયત્ન આદર્યો. નગરના એક માર્ગ ઉપર એક સુંદર હવેલી આવી રહી હતી. ભારે મોટી તો નહીં, પણ બે ઘડી જોઈ રહેવાનું મન થાય એવી નમણી ઃ જાણે યૌવનમાં ડગ માંડતી કોઈ નવોઢા જ જોઈ લ્યો ! 1 ઝીણી ઝીણી કોરણી, માપસરની માંડણી, નાજુક નાજુક એનાં છજાંઝરૂખા, ઠેર ઠેર દોરેલી સુરેખ ચિત્રાવલી અને રંગોની મિલાવટથી Page #176 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ખાંડાની ધારો જી ! શોભતી એ હવેલી જાણે એના માલિકના સુખી અને સમૃદ્ધિશાળી જીવનની શાખ પૂરતી હતી. કોઈ કોઈ વાર એ હવેલીમાંથી સંગીતની મધુર સૂરાવલીઓ રેલાતી અને ત્યાંથી પસાર થતા વટેમાર્ગુના મનને રોકી લેતી. વટેમાર્ગુ પળવાર ત્યાં થંભી જતો અને નયનમનોહર હવેલીને જોઈને અને કર્ણમધુર સૂરાવલીને સાંભળીને પ્રસન્ન પ્રસન્ન થઈ જતો. એ ક્યારેક વિચારતો : ‘કેવાં સુખી હશે આ હવેલીનાં વસનારાં !' પણ ઊજળું એટલું બધું દૂધ નહીં, અને પીળું એટલું બધું સોનું નહીં ! હવેલી યે ભવ્ય હતી અને સંપત્તિ યે અઢળક હતી; પણ ભર્યા સરોવર વચ્ચે ય ચાતકનું ભાગ્ય તરસે મરવાનું હોય, એવું આ હવેલીને થયું હતું. એ હવેલીમાં વસતી હતી માત્ર એક જ નારી. દાસ-દાસી તો ઘણાં હતાં, પણ ઘરનું સ્વામીપણું તો માત્ર એ એક નારીનું જ હતું. એ નારી પણ કેવી ! જાણે અપ્સરાનું રૂપ જ જોઈ લ્યો. એવી જ પાતળી દેહયષ્ટિ, એવું જ લાવણ્યભર્યું મુખ, એવો જ ઓજસભર્યો વર્ણ ! જાણે કોઈ શિલ્પીએ સંગેમરમરમાં કોતરેલી કોઈ દેવાંગના જ ! એને તે નારા કહીએ, માનુની કહીએ, ભામિની કહીએ કે કામિની કહીએ એ બધું ય જાણે એમાં સાકાર થતું હતું. એના બોલ પણ એવા મીઠા ! એની ચાલ પણ એવી મોહક ! ખાવાપીવાની એને ત્યાં કોઈ કમીના ન હતી. સોનારૂપાનાં સોગઠે એ રમતી. અને હીરા-માણેક અને મણિમુક્તાફળનાં આભૂષણોનો એને ત્યાં કોઈ પાર ન હતો ! હીરચીર તો એને ત્યાં જાણે અભરે ભરાતાં. આ બધું ય હતું, છતાં એની દશા વનવગડામાં રૂપબાઈ એ...ક...લી ' જેવી હતી ! • 6 ૧૬૩ એ પ્રોષિતભર્તૃકા હતી. એના અંતરનો સ્વામી વર્ષોથી પરદેશ સિધાવ્યો હતો. પિયુના વિયોગમાં એ ઝૂરતી હતી, અને એનું યૌવન તો Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૦ અભિષેક હિલોળે ચડ્યું હતું. પિયુ હોય કે ન હોય, યૌવન તો પોતાની પાંખો. પસારવામાં કોઈની વાટ જોતું નથી. એ સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતી અને એનું મન બેકાબૂ બની જતું. એ સાદાં વસ્ત્રો પહેરતી અને એની કાયા વધારે રૂપ કાઢી બેસતી. એનું દિલ પ્રિયજનના કંઠાશ્લેષ માટે તલસી રહ્યું હતું. ભર્યા સરોવર વચ્ચે જાણે ચાતકી તૃષામાં તરફડતી હતી. છતાં યૌવનને તો કશી જ શરમ ન હતી ! ઘીનો ઘડો જાણે એના ઓગાળનાર અગ્નિની રાહ જોતો હતો ! બિચારી પ્રોષિતભર્તૃકા ! અરણિક મુનિએ હજી ભિક્ષા માટે નીકળવાનો પ્રારંભ જ કર્યો હતો. મન તો કોઈ રીતે માનતું જ નહીં, પણ સાધુજીવનનો ધર્મ તો પાળવો જ પડતો ! એક દિવસની વાત છે. બે પ્રહર દિવસ વીતી ગયો હતો. ગ્રીષ્મ ઋતુનો સમય હતો. સૂર્ય બરાબર મધ્યાä આવ્યો અને અરણિક મુનિ અને બીજા શ્રમણો ભિક્ષા માટે નીકળ્યા. બીજા શ્રમણો તો ટેવાયેલા અને કાબેલ, એટલે ઝટ પોતાના માર્ગે આગળ નીકળી ગયા. પણ મુનિ અરણિક પાછળ રહી ગયા અને એકલા પડી ગયા. ઉપર આકાશમાંથી જાણે આગ વરસતી હતી; ધરતી પણ તવાની જેમ તપી ગઈ હતી. હવામાંથી જાણે ઊની ઊની વરાળો ઊઠતી હતી. ઉઘાડા પગ અને ઉઘાડું માથું, અને શરીરે જીર્ણશીર્ણ આછાં વસ્ત્રો ! અરણિક મુનિની સુકોમળ કાયા જાણે આ પંચાગ્નિ પાસે ત્રાહ્ય ત્રાહ્ય પોકારી રહી હતી. આખી કાયા તપી ગઈ. બધાં અંગો પરસેવાથી રેબઝેબ થઈ ગયાં. ચહેરો તાંબા જેવો રક્તવર્ણી બની ગયો. સુકોમળ મુનિ અરણિકનું ચિત્ત આ અસહ્ય યાતના આગળ જાણે રાંક બની ગયું. અરે, Page #178 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ખાંડાની ઘારો જી ! ૦ ૧૫ હવે તો ભિક્ષાની ઝોળી પણ ભારરૂપ લાગવા લાગી, અને આ જીવન પણ ભારભૂત થઈ પડ્યું. મુનિ તો પાંચપચીસ ડગ માંડ ચાલે છે અને વળી પાછા છાંયો જોઈને ખડા રહી જાય છે, પણ રસ્તાનો છેડો આવતો જ નથી. એમનું ચિત્ત તો વધુ વિષાદઘેરું બનવા લાગ્યું. ચાલતાં ચાલતાં એ પેલી હવેલી નીચે આવી પહોંચ્યા. હવેલીનો લાંબો પડછાયો એમને શીતળ લાગ્યો. એ ત્યાં થોડી વાર રોકાઈ ગયા. પગ જાણે હવે આગળ વધવા ના કહેવા લાગ્યા. ચિત્ત તો જાણે ગળિયો બળદ બની ગયું છે ! કરમાયેલા કમળની જેમ શ્રમણ અરણિક ત્યાં ખિન્ન વદને ઊભા રહ્યા. એટલામાં એકાએક એમના કાને શબ્દો આવ્યા : “મુનિવર ! આપ અંદર પધારો ! આ હવેલીની સ્વામિની આપને આમંત્રે છે.” “ત્યાં ભિક્ષાલાભ થશે ?” “ત્યાં બધું તૈયાર છે.” મુનિનું મન જાણે શાતા અનુભવી રહ્યું.' મુનિ હવેલીમાં દાખલ થયા, હવેલીની સ્વામિનીએ સામે આવીને મુનિવરને ભારે આદરમાન દીધાં, ભારપૂર્વક અભિવાદન કર્યું. મુનિનો વિષાદ ધીમે ધીમે ઓસરવા લાગ્યો. માનુનીએ મુનિવરને ભાવપૂર્વક મોદક વહોરાવ્યા. મુનિવરનો સંતપ્ત આત્મા શાંત થયો. એમણે ધર્મલાભ આપીને પોતાની ઝોળી સંકેલી લીધી અને જવાની તૈયારી કરી. માનુની સામે આવીને ઊભી રહી અને કટાક્ષભર્યું હાસ્ય કરતી બોલી : “મુનિવર ! આવા ધોમધખતા બપોરે કેમ કરી ઉપાશ્રય પાછા જશો ? જરા આપની કાયા સામે તો જુઓ ! કેવો રૂપાળો યૌવનભર્યો દેહ ! અને કેવો કરમાઈ ગયો છે ! અહીં જગ્યાની ક્યાં કમી છે ? આપ સુખેથી એક ઓરડામાં બેસો, ગોચરી કરો, આરામ કરો ! ઉપાશ્રયે જવાની વેળા ક્યાં વીતી જવાની છે ?” Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૦ અભિષેક મુનિવરને તો રોતીને પિયરિયા મળ્યા જેવું કે દોડતાને ઢાળ મળ્યા જેવું થયું. પિતાનો સ્વર્ગવાસ અને રોજ ભિક્ષા માગવાની ઉપાધિ અને બીજી પણ કંઈ કેટલી માથાકૂટો ! એ બધાથી એ કંટાળી ગયા હતા. એમાં આવું સુખવૈભવભર્યો આરામ માણવાનું ભાવભર્યું આમંત્રણ મળ્યું. મનને ઊંડે ઊંડે જે જોઈતું હતું તે કહેનાર જાણે વૈદ્ય મળી ગયો. પછી તો માનુની અને મુનિવર વચ્ચે કંઈ કંઈ વાતચીત થઈ, અને વાતે વાતે મુનિવરનું મન, સુંવાળી ભૂમિ ઉપર પગ લપસવા લાગે એમ, આરામ અને આનંદ તરફ લપસવા લાગ્યું. પછી તો માનુની અને મુનિવરનાં મનડાંએ કંઈ કંઈ અબોલ બોલ બોલી લીધા. મુનિવરનું અપક્વ મન રમ્ય હવેલી અને મનહર માનુનીની છાયામાં આરામ શોધી રહ્યું. મુનિ અરણિકની ભિક્ષાઝોળી તે દિવસે ઉપાશ્રયે પાછી ન આવી ! ગોચરીનો સમય વીતી ગયો છતાં શ્રમણ અરણિક પાછા ના આવ્યા. બીજા શ્રમણોએ વિચાર્યું : “તાપને કારણે ક્યાંક રોકાઈ ગયા હશે, હમણાં આવી પહોંચશે.' બીજો એક પ્રહર વીત્યો, છતાં મુનિ તો ન જ આવ્યા. • બીજા શ્રમણોએ નગરમાં તપાસ કરી, પણ એનો પત્તો ન લાગ્યો. શ્રમણો વિમાસણમાં પડી ગયા; પણ એ કરે શું ? પછી તો વાત નગરમાં ચર્ચાનો વિષય બની ગઈ. આ રીતે મુનિ અદૃશ્ય થઈ જાય એમાં કોઈને અચંબો લાગ્યો, કોઈને કુતૂહલ થયું, કોઈને ધર્મની હાનિ થતી લાગી અને કોઈના મનમાં ગ્લાનિ અને કરુણાના ભાવ ઊભરાઈ આવ્યા. પણ બધા મનમાં ને મનમાં જ આવી લાગણીઓ અનુભવતા કોઈને હવે શું કરવું એ જાણે સૂઝતું જ ન હતું. Page #180 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ખાંડાની ઘારો જી ! ૦ ૧૭ વાત ચાલતી ચાલતી સાધ્વી ભદ્રાને કાને પહોંચી ગઈ. એ તો માતા! સાંભળીને એને થયું : “મારો અરણિક ખોવાઈ ગયો? અલોપ થઈ ગયો? પણ એવું બને ખરું ? માનવી જેવો માનવી, આમ ક્યાં ખોવાઈ જાય ?' ધીમે ધીમે એનું માતૃહૃદય જાગ્રત થવા લાગ્યું. સાધ્વીનો વેષ, સાધ્વીજીવનની અખંડ સાધના, આટલા લાંબા સમયનો વૈરાગ્ય અને તપ-ત્યાગ-સંયમની આવી ઉત્કટ આરાધના પણ એના હૃદયના માતૃભાવને ન દબાવી શક્યાં ! અરણિક ! પોતાનો એકનો એક પુત્ર! પોતાના પતિ મુનિ દત્તના સ્વર્ગગમન પછી પોતાને સોંપાયેલી અમૂલખ થાપણ તે મુનિ બનેલો અરણિક ! શું એ વગર મોતે મરી ગયો ?' એનું માતૃવાત્સલ્ય આજે કોઈ પ્રતિબંધને ગણકારવા તૈયાર ન હતું. એ તો પહોંચી ઉપાશ્રયે અને શ્રમણોને વિધવિધ પ્રશ્નો પૂછીને એણે એમને મૂંઝવી માય ! મુનિઓએ કંઈ કંઈ ખુલાસા આપ્યા, પણ એના હૈયાને સંતોષ ન થયો. એ પોતાના સાધ્વીજીવનને જાણે વીસરી ગઈ. એ શ્રમણોપાસકોને ઘેર ઘેર ફરવા લાગી અને પૂછવા લાગી, “મારો અરણિક તમારે ત્યાં ભિક્ષા લેવા આવ્યો હતો ?” પણ એને કયાંય સંતોષકારક ઉત્તર ન મળ્યો. એનું માતૃહૃદય વધારે ઉત્તેજિત થઈ ગયું. હવે તો એ બહાવરી બની ગઈ, અને રસ્તે ચાલતા જે તે માનવીને પૂછવા લાગી : “ભાઈ ! તમે કયાંય મારા અરણિકને જોયો ? મારા પુત્ર અરણિકને તમે ઓળખો છો ?” જવાબમાં એ “ના” સાંભળતી અને એનાં નેત્રો અશ્રુથી ઊભરાઈ જતાં. - એક તો પોતાનો પુત્ર અને એમાં ય ધર્મમાર્ગને વરેલો ! ભલા, એની અધોગતિ થવા દેવાય ખરી? એને થયું મેં કાચી ઉંમરે એને ત્યાગને Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અભિષેક માર્ગે વાળ્યો, એનું તો આ દુષ્પરિણામ નહીં હોય ? એ વિચારથી તો ભદ્રા પાગલ જેવી બની ગઈ ! એણે માનવીને પૂછવાનું પણ માંડી વાળ્યું અને ‘અરણિક !' ‘મારો અરણિક !’ ના પોકારો પાડતી એ શેરીઓ અને બજારોમાં, ચોરે અને ચૌટે ઘૂમવા લાગી. ભદ્રાના દુઃખનો કોઈ પાર ન હતો. એનું પુત્રઘેલું હૃદય લોકલાજને વીસરી ગયું અને એના રોમરોમમાંથી ‘અણિક ', · અરશિક'નો સાદ ઊઠી રહ્યો. લોકોને તો જાણે ભારે કૌતુકની વાત બની ગઈ. પાગલ બનીને અણિકના નામનો પોકાર પાડતી ભદ્રાની પાછળ લોક ટોળે વળ્યું અને ગોકીરો મચ વી રહ્યું. લોકોને મન તો આ એક તમાશો બની ગયો અને તમાશાને તેડાની જરૂર ન રહી. 68 શકે ? અરણિક, અરણિક કરતી મા ફિરે, ગલીએ ગલીએ બજારો જી ! કહો, કોણે દીઠો રે મારો અરણીલો, પૂંઠે લોક હજારો જી ! '' ભદ્રા ! ઘેલી ભદ્રા ! માતૃહૃદયનાં મૂલ પામર માનવીઓ શું પામી ભદ્રાના પોકાર તો ચાલુ જ રહ્યા. પેલી માનુની અને કુમાર અરણિક હવેલીના ઝરૂખામાં બેઠાં બેઠાં સોના-રૂપાને સોગઠે રમી રહ્યાં હતાં. દાસદાસીઓ પડતો બોલ ઝીલવા તૈયાર ખડાં હતાં. હાસ્ય અને વિનોદ ચાલી રહ્યાં હતાં; જાણે સાક્ષત્ સ્વર્ગનું સુખ ત્યાં વિલસી રહ્યું હતું. ન કોઈ દુઃખ, ન કોઈ અશાતા, ન કોઈ ચિંતા કે ન કોઈ ફિકર ! ત્યાં પોતાના નામનો પોકાર અણિકના કાને અથડાયો. પળભર તો એ સ્તબ્ધ બની ગયો. પણ ફરી પાછો માનુનીના મોહપાશમાં એ ડૂબી ગયો. એને થયું : 'આ તો માત્ર ભ્રમણા ! અહીં મારું નામ . Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચારનાર કોણ હોય ભલા ?' ફરી વાર એ જ અવાજ સંભળાયો, અને અણિક ચમકી ગયો. પણ વળી પાછો પાસા અને સોગઠાંની રમઝટમાં એને એ વીસરી ગયો. પણ પછી તો ‘અરણિક !' · અરણિક ! 'ના પોકારો નિરંતર આવવા લાગ્યા. જાણે આકાશના ગુંબજમાં એ નામ ગાજવા માંડ્યું હતું. હવે તો એ અવાજની ઉપેક્ષા કરવી અશક્ય હતી. કુમાર અણિક ઝરૂખામાં ઊભો થઈ ગયો અને અવાજની દિશામાં પોતાની નજરને દોડાવી રહ્યો. ચારિત્ર ખાંડાની ધારો જી ! ૧૬૯ એણે ત્યાં શું જોયું ? એણે જોયું કે સામેથી એક વૃદ્ધા ચાલી આવતી હતી. એની પાછળ ઘણા લોક ટોળે વળ્યા હતા. ઉજ્જડ એનો ચહેરો હતો, બહાવરી એની આંખો હતી, અસ્તવ્યસ્ત એનાં વસ્ત્રો હતાં, અને એના મુખમાંથી જાણે જાપની જેમ ‘અણિક ! મારો અરણિક !'ના શબ્દો નીકળી રહ્યા હતા. અરણિક તો વધારે તીણી નજરે તાકી રહ્યો : આ કોણ ભલા ? પેલી વૃદ્ધા વધુ નજીક આવી. એના છેલ્લા અવાજે અણિકના હૃદયનાં પડળને ભેદી નાખ્યાં. માતૃત્વનો સાદ એના હૃદયસોંસરવો ઊતરી ગયો. એણે જોયું : અરે ! આ તો ભદ્રા – મારી માતા ! મારી જનની ! અને એ તો, પેલી માનુનીને એક શબ્દ પણ કહેવા થોભ્યા વગર, માતાના ચરણોમાં આવીને ખડો થયો ! . માતાને પુત્રને ઓળખતાં વાર ન લાગી : “મળ્યો, છેવટે મારો પુત્ર મને મળ્યો ! મારો અરણિક ! વત્સ અરણિક ! ” અને એની આંખો માતૃવાત્સલ્યનાં અમી વર્ષાવીને પ્રણમતા પુત્રનો અભિષેક કરી રહી. એનું ગાંડપણ ક્યાંય ચાલ્યું ગયું. એનું બહાવરાપણું પણ ક્યાંય અદૃશ્ય થઈ ગયું ! એ સંપૂર્ણ સ્વસ્થ બનીને પુત્રને નીરખી રહી, એનાં અંગોને પંપાળી રહી : “મારો અણિક ! ” Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અભિષેક દેવને ય દુર્લભ એવું માતા-પુત્રનું એ મિલન જેમણે નિહાળ્યું એ ધન્ય બની ગયા. શરમ અને પશ્ચાત્તાપનાં આંસુ સારતા અરણિકને આશ્વાસન આપતાં સાધ્વી ભદ્રા બોલ્યાં : “વત્સ ! આત્માને અજવાળવાનો મારગ તારાથી તજાય ખરો ? તારા પિતાને તો સંભાર ! ક્યાં તારો ધર્મ અને ક્યાં તું ? ” વચ્છ ! તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવસુખ સારો જી ! '' અરણિક શરમાઈ ગયો. એની વાણી જાણે સિવાઈ ગઈ. સુંવાળપને માર્ગે ચાલવા ટેવાઈ ગયેલું એનું મન સંયમજીવનની કઠોરતાના વિચારથી વિહ્વળ બની ગયું. પણ માતાને શું જવાબ આપવો ? એક તરફ સાધ્વી માતા હતી, બીજી તરફ મદભર માનુની હતી ! એક તરફ ધગધગતી ધરતી હતી, બીજી તરફ શીતલતા અર્પતી હવેલી હતી ! એક તરફ વૈરાગી શ્રમણજીવનનાં આકરાં તપ, ત્યાગ અને સંયમ હતાં, બીજી તરફ સંસારનાં સુખ, વૈભવ અને વિલાસો હતા ! rr અરણિક વિમાસી રહ્યો ‘કયે મારગ જવું ? માતાને કે માનુનીને ?' પણ કઠોર માર્ગ અને રુચતો ન હતો. અજાણતાં જ એનાથી બોલાઈ જવાયું : tr કાયર છું રે, મારી માવડી ! ચારિત્ર ખાંડાની ધારો જી 45 * માડી ! માડી ! મને ક્ષમા કર ! ચારિત્રના ખાંડાની ધાર ઉપર ચાલવાનું મારું ગજું નથી !" "4 ભદ્રા તો સાંભળી જ રહી : મારો અણિક આ શું કહી રહ્યો છે ? એ શું આવો કાયર બની ગયો ?” પણ હવે વાણીનું કામ ન હતું. સાધ્વી ભદ્રાએ છેલ્લી નજર "" Page #184 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ખાંડાની ધારો જી ! ૦ ૧૭૧ અરણિક ઉપર સ્થિર કરી. એ નજરમાં જાણે વિદ્યુતની વેધક શક્તિ ભરી હતી. એમાં શું શું ભર્યું હતું ? એમાં અપાર વેદના ભરી હતી, અમાપ કરુણા ભરી હતી અને અસીમ છતાં અબોલ શિક્ષા ભરી હતી ! એ દૃષ્ટિ અરણિકના અંતરને સ્પર્શી ગઈ. અને એ માતાની ચરણરજ માથે ચડાવીને નત મસ્તકે એની સાથે ચાલી નીકળ્યો. રાગી મટી ફરી વૈરાગી બની ગયો. એ દિવસે માતૃત્વનો અપૂર્વ વિજય થયો ! Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નિર્મોહી ગુરુ * -- - - ગાગ્ય નામના આચાર્ય જેમ વયોવૃદ્ધ હતા તેમ જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર્યવૃદ્ધ પણ હતા. સુપથ્ય આહાર જેમ તનને તંદુરસ્ત અને મનને સ્વસ્થ બનાવે એમ જ્ઞાન અને વૈરાગ્ય એમના અંતરમાં વ્યાપી ગયાં હતાં અને એમના જીવનને નિર્મળ તેમ જ આત્માને દીપ્તિમંત બનાવી રહ્યાં હતાં. તપ, ત્યાગ અને તિતિક્ષારૂપી ત્રિવેણીસંગમને આરે એ સદાકાળ વસવાટ કરતા અને આત્મનિમજ્જનનો અપૂર્વ આલાદ અનુભવ્યા કરતા. એમનું તપ અંત સ્પર્શી હતું, બાહ્ય આડંબર, વાહવાહની અપેક્ષા કે લોકૈષણાનું એમાં નામનિશાન ન હતું. આત્મમળને દૂર કરવો એ એનો ઉદ્દેશ હતો. એમનો ત્યાગ સંયમ અને વૈરાગ્યને પ્રેરનારો હતો. થોડું ત્યજીને ઝાઝું મેળવવાની એમાં આકાંક્ષા ન હતી. અસહ્ય ભાર-બોજથી દબાઈ રહેતો માનવી એક એક વસ્તુનો બોજ દૂર થવાથી જે નિરાંત અને આનંદ અનુભવી રહે એવી શાતા તેઓ અનુભવી રહ્યા હતા. અને તિતિક્ષાને તો એ આત્મતેજને પ્રગટાવવાનું અપૂર્વ સાધન જ માનતા. જેમ જેમ કષ્ટો સહન કરતા જઈએ, તેમ તેમ આત્માનાં ઓજસ જાગતાં જાય એમ તેઓ માનતા હતા. એટલે એ તિતિક્ષાની પાછળ કીર્તિ અને નામનાની કામનાનો લવલેશ પણ અંશ ન હતો – જેને બહુમૂલાં રત્નોનો નાદ લાગ્યો હોય એ ક્ષણભર ભારે ચળકાટ મારતા કાચમણિ પાછળ કદી પણ દોડે ખરો ? એટલે સુખ-દુઃખમાં, સારા-નરસામાં અને સ્વ-પરમાં સમભાવ Page #186 -------------------------------------------------------------------------- ________________ નિર્મોહી ગુરુ ધારણ કરી એ આચાર્યપ્રવર, કૌ આત્મયોગીની જેમ સદાકાળ નિજાનંદમાં મસ્ત રહેતા; અને વિશ્વના માયાવી લોભામણા પ્રપંચમાં જરા ય અટવાયા વગર પોતાની આત્મસાધનાની યાત્રા આગળ વધારતા રહેતા. કષાયો, વાસનાઓ અને દોષોને ધમીધમીને આત્માના કુંદનને સ્વચ્છ અને શુદ્ધ બનાવવા એ સદાસર્વદા જાગ્રત રહેતા અને પ્રમાદને પાસે ફૂંકવા પણ ન દેતા. પળમાત્રની પણ અસાવધાની આત્મસાધનાના દોરને ખંડિત બનાવી દે છે અને આત્માને પતનના ઊંડા ખાડામાં ફંગોળી દે છે, એ વાત તેઓ બરાબર જાણતા હતા. આવા હતા શીલ અને પ્રજ્ઞાથી સદા શોભતા આચાર્ય ગાગ્યું. વડલો મોટો થાય અને અનેક વડવાઈઓથી શોભી ઊઠે એમ આચાર્ય ગાર્ગી સેંકડો શિષ્યોના પરિવારથી વીંટળાયેલા રહેતા. ૧૭૩ સૂર્યની આસપાસ અસંખ્ય તારાઓ અને ગ્રહો ફર્યા કરે એમ સંતોને, સાધકોને અને ત્યાગી-જ્ઞાની ગુરુઓને શિષ્યો અને ભક્તો શોધતા આવે છે. ધર્મશ્રદ્ધાના પ્રેર્યા કેટલા ય આત્માઓ આચાર્યનું શિષ્યત્વ સ્વીકારીને કૃતાર્થ થયા હતા. જ્ઞાનામૃતના પિપાસુ સેંકડો માનવીઓ આચાર્યના ચરણે આવીને બેસી ગયા હતા અને શાસ્ત્ર-અધ્યયનમાં પોતાનો કાળ નિર્ગમન કરીને પોતાનું જીવન અજવાળતા હતા. તો વળી આત્માના આશકો બનીને અહિંસા, સંયમ અને તપને માર્ગે આત્મશુદ્ધિ અને આત્મસાધના કરવા ઇચ્છનારાઓનો પણ ત્યાં કંઈ તોટો ન હતો. આમ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્ય દ્વારા મોક્ષમાર્ગની સાધનાની નિર્મળ અખંડ ધાચ ત્યાં ચાલ્યા કરતી; અને અનેક પાપી માનવીઓને પણ પુણ્યને પંથે પ્રેર્યા કરતી. આમ આચાર્ય ગાર્થ જેમ આત્મસાધક હતા તેમ લોકજીવનના ઉપકારક બનીને હજારો આત્માઓના ઉદ્ધારક પણ બન્યા હતા. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૦ અભિષેક સંયમસાધના અને અનિવાર્ય દેહચિંતાને મૂકીને બાકીનો બધો વખત આચાર્ય શિષ્યોના અધ્યાપનમાં અને એમની સંયમયાત્રા નિરાકુલ બની રહે એની ચિંતામાં આપતા. આચાર્ય જેમ જબરા સાધક હતા એમ એમનું જ્ઞાન પણ ખૂબ વિશાળ અને ખૂબ ઊંડું હતું, જાણે બધાં ય શાસ્ત્રો એમના કોઠામાં આવીને વસી ગયાં હતાં. જ્યારે આચાર્ય શિષ્યોને અધ્યયન કરાવતા હોય અને શિષ્યો પણ વિદ્યાની વિવિધ શાખાઓનું અધ્યયન કરીને પોતાની જિજ્ઞાસાને સંતોષવા પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂત્રે જતા હોય અને આચાર્ય એના સંતોષપ્રદ ઉત્તરો આપ્ટે જતા હોય ત્યારે તો ગાર્ગ્યુસૂરિ સાચેસાચ સરસ્વતીના જ અવતાર લાગતા. અધ્યયન-અધ્યાપન એ તો એમનું પ્રાણપ્રિય કાર્ય બની ગયું હતું – એ સમજતા કે માનવીની પાસે જો જ્ઞાનનો દીવો હશે તો આત્માને મલિન કરતો કચરો અને આત્માને અજવાળતાં સદ્ગુણરૂપી રત્નો શોધી કાઢતાં વાર નહીં લાગે, અને જ્ઞાનદીપને ઉવેખીને બીજી હજાર વાતો હશે તો પણ છેવટે એ બધી એકડા વિનાનાં મીંડાં જેવી અર્થહીન સાબિત થવાની છે. પ્રમાદમાં લપસી પડતા, કષાયમાં સરકી પડતા અને મોહમાયામાં ફાઈને સંયમમાં શિથિલ બનતા શિષ્યો પ્રત્યે આચાર્યનું અંતર વજસમેં કઠોર બની જતું : એવા માર્ગભૂલ્યા શિષ્યોને એક સેનાપતિની મક્કમતાથી તેઓ અનુશાસન આપતા અને એમને સાચે માર્ગે આવવાની ફરજ પાડતા. શિષ્યોને અવળે માર્ગે પ્રેરનારો શિષ્યમોહ એમને સ્પર્શ પણ ન કરી શકતો. અને જેઓ જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન બની આત્માની સાધના કરતા એમના ઉપર તો એમનું અંતર એક પિતાના જેવો સ્નેહ વરસાવતું અને કમળ સમું સુકોમળ બની જતું. વજસમા કઠોર બનવામાં ન તો દ્વેષ કામ કરતો કે કમળ સમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ નિર્મોહી ગુરુ સુકોમળ બનવામાં ન રાગ કામ કરતો. દ્વેષ અને રાગને સદા અળગા રાખીને એ તો નિરંતર ગુણના જ ચાહક અને અવગુણના વિરોધી બની રહેતા. આચાર્ય પોતે સદા જાગતા રહેતા અને શિષ્યોને જાગ્રત રખવામાં માનતા. આવા હતા આચાર્ય ગાગ્ય -- ૧૭૫ સદા અપ્રમત્ત, સદા સાવધાન. કાળ કાળનું કામ કરતો હતો. વૃદ્ધ આચાર્ય વધારે વૃદ્ધ થયા, ઊછરતી વયના શિષ્યો યૌવનના મધદરિયે આવી પહોંચ્યા. પાંખો આવતાં પંખીઓ ઊડી નીકળે એમ ગજા પ્રમાણે જ્ઞાન અને ચારિત્ર્યની સાધના કરતા પ્રૌઢ મુનિવરો ગુરુની અનુજ્ઞાથી સ્વતંત્ર વિહરવા લાગ્યા. એક બાજુ રહ્યા વૃદ્ધ ગાચિાર્ય, બીજી બાજુ રહ્યા યૌવનમાં થનગનતા સાધુઓ. બેનાં મનનો મેળ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. ગુરુ તો એ ના એ હતા; ઊલટો શાન અને શીલની સાધનાનો રંગ વધારે ઘેરો બન્યો હતો અને સમતારસ પણ વધારે સ્થિર થયો હતો. પણ, તલવારની ધાર ઉપર ચાલવું મુશ્કેલ હોય છે, એમ શિષ્યોને માટે ગુરુઆજ્ઞાનું પાલન અને સંયમનું અણીશુદ્ધ આરાધન ધીમે ધીમે મુશ્કેલ બનતું જતું હતું. એક દિવસની વાત છે. ગુરુએ જોયું કે કેટલાક શિષ્યો અધ્યયનમાં તો ભારે હોશિયાર હતા, પણ એમની વિદ્યા હૈયામાં ઊતરવાને બદલે માથે ચડી બેઠી હતી. એ વિદ્યાથી વિનમ્ર બનવાને બદલે અહંકારથી મદમાતા બની ગયા હતા. ગુરુએ એમને ચેતવ્યા, અને જ્ઞાનનું ફળ વિરતિરૂપે ચરિતાર્થ કરી બતાવવા કહ્યું, તો એમનાં મોઢાં ચડી ગયાં; એટલું જ નહિ, કેટલાક તો સામો ઉત્તર પણ આપી બેઠા ! વિદ્યાનું રસાયણ એ બિચારા ન પચાવી શક્યા ! કેટલાક શિષ્યો ભણવામાં પાછળ હતા, પણ સંયમમાં અને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૦ અભિષેક ભક્તિમાં ખબરદાર રહેતા; એ પણ ધીમેધીમે સ્વાદલા અને સુખરસિયા બનવા લાગ્યા હતા. હવે તો ધીમેધીમે આળસ પણ ઘર કરવા લાગી હતી. જે શિષ્યો એક વેળા ચપળતાપૂર્વક અભ્યાસમાં અને સંયમપાલનમાં તત્પર રહેતા એ હવે જડ જેવા બનવા લાગ્યા હતા. અરે, કેટલાક તો એવા સાન-ભાન વગરના બની ગયા હતા કે ગુરુ કહે એનાથી અવળું વર્તન કરવામાં જ એમને આનંદ આવતો ! ખોટી મોટાઈ જાણે એમના માથે ચડી બેઠી હતી ! એક દિવસ એક શિષ્યને ભિક્ષા માટે કહ્યું, તો એમાં એને નામ લાગી; એને થયું : “ભીખ માગવા તે વળી કોણ જાય !' બિચારો સાધુજીવનનો મૂળ ધર્મ જ ભૂલી ગયો ! બીજાને ભિક્ષા માટે ભારપૂર્વક કહ્યું તો એણે આડાંઅવળાં બહાનાં શોધીને ના પાડી; અને જરા વધારે ભારપૂર્વક કહ્યું તો કહે કે, “મને એ કોઈ ઓળખતા નથી, એટલે મને ભિક્ષા નહીં મળે !” ' ત્રીજાને ભિક્ષા માટે કહ્યું તો એ તાડૂકી ઊઠ્યો : “મને એકલાને જ ભાળ્યો લાગે છે ! બીજા કયાં નથી? એમને મોકલો ને !” ધીમેધીમે સાધુઓ સામાન્ય કામની પણ આળસુ બનવા લાગ્યા. રખે ને ગુરુ કામ બતાવે કે ઠપકો આપી બેસે એ બીકે કેટલાક તો ધર્મસ્થાનની બહાર જ આમતેમ ફરવા ચાલ્યા જતા અને પ્રમાદમાં તેમજ નિરર્થક ગપ્પાં મારવામાં સમય બરબાદ કરતા. વાત આથી પણ આગળ વધી. ગુરુ કોઈ કામ માટે બહાર જવાનું કહે તો એ કામ કર્યા વગર જ પાછા આવે, અને ખુલાસો પૂછતાં સાવ જુકો જવાબ આપે. જ્ઞાની અને અનુભવી આચાર્ય આ બધું જોઈને બેચેન બની ગયા. એમને ચિંતા થવા લાગી કે આ શૈથિલ્ય અને આ ઉદ્ધતાઈ ન માલૂમ ક્યાં જઈ અટકશે ? સિંહણનું દૂધ સુવર્ણપાત્ર સિવાય બીજું પાત્ર ન ઝીલી શકે એમ Page #190 -------------------------------------------------------------------------- ________________ નિર્મોહી ગુરુ સંયમનું દૂધ ઝીલવામાં આ શિષ્યો ખરેખર અ-પાત્ર સાબિત થયા ! ગાચિાર્યની ચિંતા દિનપ્રતિદિન વધુ ઘેરી બનતી જાય છે. એ વિચારે છે : શિષ્યો જો આવા જ આચારહીન બનતા ગયા તો એમનું પોતાનું તો અકલ્યાણ થશે જ, પણ સાથે સાથે શાસનનું પણ અકલ્યાણ થયા વગર નહીં રહે, અને આવા શ્રમણોની શિથિલતાનો દોષ આખા સંઘમાં વ્યાપી જશે. એમણે હજી ય પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયત્ન કરી જોવાનો સંકલ્પ કર્યો. એક વાર બધા શિષ્યોને ભેગા કરીને એમણે સૌને પ્રેમપૂર્વક વાત કરી અને આવી શિથિલતાથી પાછા ફરવા કહ્યું; પણ પથ્થર ઉપર પાણી ! એક કાનથી સાંભળેલું જાણે અંતરમાં ઊતરવાને બદલે બીજા કાનેથી નીકળી ગયું ! ૧૭૭ ફરી વાર એમણે જરા ઉગ્ર બનીને ઠપકો આપ્યો તો કેટલાકનાં મોઢાં ચડી ગયાં, કેટલાકે નાકનાં ટેરવાં ચઢાવ્યાં અને કેટલાક તો ઉપહાસ પણ કરી બેઠા. ત્રીજી વાર જ્યારે આચાર્યે સંઘ-શાસનની વાત કરી તો શિષ્યો જાણે વીફરી ગયા હોય એમ સામા થઈ ગયા. આચાર્ય વધારે ચિંતિત બની વિચારવા લાગ્યા. એમણે જોયું કે આ સાધુઓ જિનભિક્ષાને પચાવી નથી શક્યા. ધીમે ધીમે અણહકની બનતી જતી એ ભિક્ષાએ એમના અંતરના તેજને અને સંયમના બળને હરી લીધું. હવે તો એમને સ્પષ્ટ સમજાયું કે આ બધા ગળિયા બળદ જેવા બની ગયા છે. એમના પ્રત્યે ગમે તેટલો પ્રેમ દર્શાવો, એમને ગમે તેટલી શિખામણ આપો, એમને ગમે તેવો ઉપાલંભ આપો કે એમને સંઘ-શાસનનો ગમે તેવો ભય બતાવો વલોવવા જેવું જ સાબિત થવાનું છે. એ બધું ય કેવળ પાણી - Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ૦ અભિષેક ગાળિયા બળદને ગમે તેટલો બચકારીએ, એનું પૂછડું આમળીએ, એને પરોણી મારીએ કે આર ભોંકીએ – એથી કશો અર્થ ન સરે. છેવટે એવો બળદ પોતે ય બેસી જાય અને ગાડાને પણ બેસારી દે ! આચાર્ય વધુ ગંભીરપણે વિચારે છે, વધુ અંતર્મુખ બને છે અને હવે તો એ પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે ઃ આવા અયોગ્ય શિષ્યોને હજી પણ હું શું કામ વળગી રહ્યો છું ? એમને શા માટે સંગ્રહી રહ્યો છું? શું ઊંડે ઊંડે શિષ્યમોહની વાસના તો કામ નથી કરી રહી ને ? જે પોતાનું પણ કલ્યાણ નથી કરવાના, અને જે મારા માટે કે શાસનને માટે કેવળ ગળિયા બળદની જેમ ભારરૂપ જ સાબિત થવાના છે, એમના પ્રત્યે મોહ કેવો? બીજું કંઈ નહીં તો છેવટે મારી જાતને તો આવા બોજથી બચાવી લઉં. અને એક દિવસ એમને પોતાનો માર્ગ લાધી ગયો, એમણે પોતાનો સંકલ્પ કરી લીધો. અને નાગરાજ કાંચળી ઉતારીને ચાલતો થાય એમ એ બધા ય શિષ્યોનો ત્યાગ કરીને ગાગ્યચાર્ય ચાલતા થયા. શિષ્યો પ્રત્યેનો મોહ એમને જરા પણ ન રોકી શક્યો. નિર્મોહી ગુરુ વધારે નિર્મોહી બનીને આત્મસાધનામાં લીન બની ગયા.* * ઉત્તરાધ્યયન સૂત્ર Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬ રાજા અને યોગી વેશ વૈરાગીનો અને કાયા કામદેવની; ઉંમર યૌવનની અને આચરણ સાધુ-સંતનું ! સમ્રાટ તો રોજ રોજ એ બાળજોગીને જુએ છે અને અચરજ પામે છે. એનું મન કોઈ રીતે કબૂલ કરતું નથી કે આવો ફૂટડો જુવાન આવી યૌવનછલકતી ઉંમરે આવો ભેખ લઈ શકે અને એને નભાવી શકે. તરવરતું યૌવન છે, સુંદર-સોહામણી નમણી કાયા છે. રાજકુમારોને ય ઝાંખો પાડે એવું રૂપ છે અને દેવકુમાર કરતાં ય ચડી જાય એવી કાંતિ છે. સપ્રમાણ પાતળિયું શરીર, ગૌર વર્ણ, બ્રહ્માએ નવરાશે ઘડ્યો હોય એવો સર્વાંગસુંદર દેહ, તેજ્વેરતી આંખો, સૌંદર્યના સાર સમી નાસિકા – શરીરનું એક એક અંગ જાણે કોઈ દેવશિલ્પીએ જીવ રેડીને કંડારેલી આરસપ્રતિમા જેવું કામણગારું છે. અને શરીરની એ સમગ્ર સૌંદર્યશ્રીને ત્યાગ-વૈરાગ્ય-સંયમનો અંચળો ઢાંકી રહ્યો છે ! પણ સૌંદર્ય તો વણબોલ્યું વશીકરણ છે ઃ સૌંદર્યની આભાને નીરખે અને માનવી એના તરફ ન ખેંચાય એ ન બને – લોહચુંબકની અસરથી લોહ ક્યાં સુધી બચી શકે ? આવા સૌંદર્યને ઢાંકવા ભલે ને યોગી પ્રયત્ન કરે, ભભૂત લગાવે, ભગવાં પહેરે, પણ છેવટે તો ‘કર્મ છિપે નહીં ભભૂત લગાયે 'વાળો જ ઘાટ થાય. ક્યારેક તો વસ્ત્રો અને આભૂષણોનો શણગાર કાયાની કાંતિને ઝાંખી પાડીને પોતાની શોભાને વધારતો હોય છે – જોનાર એ શણગારને જુએ કે શરીરને ? એટલે તો યૌવનમસ્ત સુંદર શરીરને યોગીનો વેશ વધારે સૌંદર્યઝરતું બનાવી મૂકે છે. આવા સૌંદર્યથી પ્રભાવિત ન થાય એ કાં જોગી, કાં પથ્થર ! સમ્રાટ તો ભારે સંસા૨રસિયો જીવ છે. સૌંદર્યનું પાન કરતાં એને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ૦ અભિષેક ક્યારે ય તૃપ્તિ થતી નથી. ભોગ-વિલાસ એ જ એનો આનંદ છે અને પોતાની ભોગવાસનાનાં પ્રતિબિંબ એને ચોમેર દેખાયા કરે છે. ત્યાગ. વૈરાગ્ય અને સંયમને તો એ જૈફ ઉંમરના ખેલ માને છે. જ્યાં જ્યાં યૌવન ત્યાં ત્યાં વિલાસ અને જ્યાં જ્યાં સૌંદર્ય ત્યાં ત્યાં ભોગવાસના, એ જ એની સમજણ છે. એનાથી જુદી વાત એને સમજાતી નથી. યૌવનથી છલકતું સૌંદર્ય, તેમાં વૈરાગ્યથી પ્રેરાયેલો સંયમ – એ મેળ તો એને ન બનવા જેવો લાગે છે. તેમાં ય આ બાળજોગીનો આવો આકરો વૈરાગ્ય તો જાણે એનાથી બરદાસ્ત જ થઈ શકતો ન હતો. એ તો એમ જ માનતો હતો કે, આવું ક્યારે ય ન બની શકે, ન બનવું જોઈએ. આગ અને પાણી સાથે શી રીતે રહી શકતાં હશે ? – આ મૂંઝવણ એને સતાવતી હતી. અને છતાં નક્કર સત્ય નજર સામે ખડું હતું ઃ યોગીને તો ન હતો પોતાના થનગનતા યૌવનનો કોઈ ગર્વ કે ન હતું અનુપમ સૌંદર્યઝરતી કાયાનું કોઈ ભાન ! પ્રભુના માર્ગના એ પ્રવાસીને મન કાયા એ કેવળ માયાનું બંધન હતું – અગર જો એની આળપંપાળ અને ભોગવાસનામાં સપડાયા તો ! અને જો રૂપ-કુરૂપની વૈતરણીને તરી જઈને સૌંદર્યની લાલસાને અને ભોગની વાસનાને પાર કરી ગયા, તો એ જ કાયા આત્માના કુંદનને વિશુદ્ધ બનાવવાનું સાધન બને. અને આ બાળયોગીને તો ખપતું હતું આત્માનું જ કુંદન. એ કુંદનનો આશક બનીને એ કાયાના સૌંદર્યની આસક્તિને પાર કરી ગયો હતો – સુંદર અને સુંદર બધું એને મન સરખું હતું. એક બાજુ સૌંદર્યનો ભોગી રાજા હતો. સામે સૌંદર્યનો ઉદાસી યોગી હતો. અને બે ય વચ્ચે બાળપણની મૈત્રી હતી જોગીને ન જુએ તો રાજા ઉદાસ બની જતો. રાજાને ન મળે તો યોગીને એકાદ પણ સારું કામ કર્યાનો અવસર ન મળ્યા જેવું લાગતું; અને છતાં બન્નેનાં સ્થાન સાવ જુદાં હતાં : એકનું સ્થાન રાજસિંહાસન ઉપર હતું, બીજાનું સ્થાન ધરતી ઉપર હતું, અને ધરતીની માટીમાં મળી જઈને પોતાના અહંને ગાળી નાખીને, અંતરને ખોજવાનું અને સોહને પ્રગટાવવાનું એનું જીવનવ્રત Page #194 -------------------------------------------------------------------------- ________________ રાજા અને યોગી હતું; એ માટે જ એ આકરાં તપ તપતો હતો. " સમ્રાટ તો ક્યારેક બેચેન બનીને પોતાની રાણીને કહેતો પણ ખરો : “ જોયા આ જોગીના રંગ ! એને આ ઉંમરે આવું શું સૂઝ્યું છે ? કેવી મનોહર સુકુમાર કાયાને એ કેવાં કેવાં કષ્ટો આપીને મુરઝાવી રહ્યો છે ! આવી કાયામાં આવો સંયમ મને તો નામુમકીન અશક્ય લાગે છે. કોઈ પણ રીતે એને આ રાહથી પાછો વાળવો જ જોઈએ. તમે કંઈક એવી તરકીબ શોધી કાઢો; હું પણ એ માટે પૂરેપૂરી કોશિશ કરવા તૈયાર છું. એનો જીવનરાહ બદલવો જ જોઈએ. — " રાણીએ એટલું જ કહ્યું : “ એમ થાય તો સોના જેવું. મારું દિલ પણ એને જોઈને બહુ બેચેન બની જાય છે; જાણે એ દીવાનો બની ગયો હોય એમ જ લાગે છે !” ૧૮૧ રાજા રાજાની રીતે વિચારે છે; યોગી યોગીની રીતે વર્તે છે. એ બેનાં મનનો મેળ મળે એવો કોઈ માર્ગ દેખાતો નથી અને દિવસો એમ ને એમ વીતતા જાય છે. - Jain Edgion International ઇતિહાસકાળનો ત્રણસો સાડાત્રણસો વર્ષ પહેલાંનો જ આ પ્રસંગ છે અને એ પ્રસંગનાં પાત્રો પણ ઇતિહાસના પાને નોંધાયેલાં છે. રાજા તે ભારતવર્ષનો બાદશાહ જહાંગીર લોકવિખ્યાત બાદશાહ અકબરનો ઉત્તરાધિકારી, રાણી તે બાદશાહ જહાંગીરની બેગમ નૂરજહાંન અને બાળયોગી તે શ્રમણધર્મે ચીંધ્યા ત્યાગમાર્ગના સાધક મુનિ સિદ્ધિચંદ્રજી. ત્રણે એકબીજાંથી ખૂબ પિરિચત છે; અને છતાં યોગી તો એ બન્નેથી દૂર ને દૂર જ રહે છે. સમ્રાટ અકબર ભારે વિચક્ષણ રાજપુરુષ હતો. ધર્મસત્તાનો આદર કર્યા વગર રાજસત્તા સ્થિર ન થઈ શકે અને ટકી પણ ન શકે, એ વાત એ બરાબર જાણતો હતો. તેથી જ એણે જુદા જુદા ધર્મોના ગુરુઓને આમંત્રીને એમની સાથે ધર્મચર્ચા કરવાની પ્રથા શરૂ કરી હતી. સમ્રાટ અકબરે જૈનધર્મના ગુરુઓને પણ ખૂબ આદર આપ્યો Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૦ અભિષેક હતો. આચાર્ય હીરવિજયસૂરિજીની સાધુતા અને વિદ્વત્તાથી એ ખૂબ પ્રભાવિત થયો હતો. સમ્રાટે એમના કહેવાથી પોતાના સામ્રાજ્યમાં ઘણા દિવસો માટે અમારિનું – જીવવધ-નિવારણનું પ્રવર્તન કર્યું હતું, અને “જગદ્ગુરુ 'ની પદવી આપીને શ્રી હીરવિજયસૂરિજીનું બહુમાન કર્યું હતું. સમ્રાટ અકબરને ધર્મનો સંદેશ સંભળાવનાર આવા શ્રમણોમાં ગુરુ-શિષ્યની એક બેલડીએ ઘણો પ્રભાવ પાડ્યો હતો. એ હતા ઉપાધ્યાય ભાનુચંદ્રજી અને એમના શિષ્ય મુનિ સિદ્ધિચંદ્રજી. સિદ્ધિચંદ્રનું રૂપ જેવું મનોહર હતું એવી જ એમની બુદ્ધિ તેજસ્વી હતી. તેઓ બહુશ્રુત પંડિત હોવા ઉપરાંત એમનામાં રાર્જિકની પ્રતિભા હતી. કવિ બાણ અને એમના પુત્ર રચેલ મહાકથા કાદંબરી ઉપર આ ગુરુ- શિષ્ય સરળ અને સરસ ટીકા રચી હતી. એમની પ્રજ્ઞાની ચમત્કૃતિ તો કોઈને પણ વશ કરી લે એવી હતી. તેઓ હૃદયંગમ-સુમધુર કવિતા સહજ રીતે બનાવી શકતા. અને એમની વાણી અને બોલવાની છટા પણ જાણે એમની જીભે સરસ્વતીદેવી બિરાજતાં હોય એવી આકર્ષક અને હૃદયસ્પર્શી હતી. એમણે અવધાનના ૧૦૮ પ્રયોગો કરવાની પણ સિદ્ધિ મેળવી હતી. અને આ બધું હોવા છતાં કીર્તિની આકાંક્ષાને બદલે એમના અંતરને ભગવાન તીર્થકરના ધર્મનો – તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યનો જ – રંગ લાગ્યો હતો. આ નવયુવાન મુનિવરનું વ્યક્તિત્વ બાહ્ય અને આંતર બન્ને રીતે પ્રભાવશાળી, આકર્ષક અને મધુર હતું. ઉપાધ્યાય ભાનુચંદ્રજીને અવારનવાર રાજમહેલમાં જવાનું થતું. બાદશાહ અકબર એમના મુખે સૂર્યસહસ્ર નામનું સ્તોત્ર સાંભળ્યા કરતા હતા. સમ્રાટની વિનંતીથી ઉપાધ્યાયજીએ પોતે જ એ સ્તોત્રની રચના કરી હતી. આ રીતે આ મુનિવરને સમ્રાટ અકબર સાથે નિકટનો પરિચય થયો હતો, અને તેથી એમને હાથે કેટલાંક જીવદયા અને ધર્મનાં ઉત્તમ કામ પણ થયાં હતાં. બાળસાધુ સિદ્ધિચંદ્રને ઘણી વાર કુતૂહલ થતું કે ગુરુદેવ વારે વારે Page #196 -------------------------------------------------------------------------- ________________ રાજા અને યોગી ૦ ૧૮૩ રાજાને મળવા જાય છે, તો એ રાજા કેવો હશે? એનો રાજમહેલ કેવો હશે? અને એની સાથે ગુરુમહારાજ કેવી કેવી વાતો કરતા હશે? કયારેક એ ગુરુજીને એ વાત પૂછતા અને પોતાને પણ કોઈક વખત રાજાની પાસે લઈ જવા કહેતા. પણ ગુરુજી તો પોતાના આ બાળશિષ્યને આવાં પ્રલોભનોથી દૂર જ રાખવા માગતા હતા. એટલે તેઓ સિદ્ધિચંદ્રની વાત કાને ધરતા નહીં – રખે ને એની કાચી ઉંમર ઉપર રાજા-રજવાડાની મોહિની કામણ કરી જાય અને આત્મસાધકની યોગસાધના અડધે રસ્તે જ અટકી પડે અને એનું મન ચલ-વિચલ બની જાય. આત્મસાધનામાં આવતાં ભયસ્થાનોને તેઓ બરાબર જાણતા હતા. પણ એક દિવસ બાળમુનિ સિદ્ધિચંદ્રની વિનંતી ભાનુચંદ્રજીએ માની લીધી. એમને શિષ્યના હિતની ચિંતા તો હતી જ, પણ એનું મન ભાંગી જાય એટલી હદે એની જિજ્ઞાસા તરફ ઉદાસીનતા દાખવવાનું જોખમ પણ તેઓ સમજતા હતા. લાગણીનો સંયમ એક વાત છે, એને દાબી દેવી એ બીજી વાત છે. દબાયેલી લાગણીમાં ક્યારેક બમણા વેગથી ઉછાળો આવવાનો સંભવ ખરો. એટલે એક દિવસ ઉપાધ્યાય ભાનુચંદ્રજી મુનિ સિદ્ધિચંદ્રજીને પોતાની સાથે રાજમહેલ લઈ ગયા. સમ્રાટ અકબર તો એ બાળમુનિને એકીટશે નીરખી જ રહ્યો. ત્યાગમાર્ગના ઉપાસકમાં આવું રૂપ હોઈ શકે અથવા તો આવો રૂપરૂપના અવતાર સમો માનવી સંયમ-વૈરાગ્યના માર્ગનો મુસાફર બને, એ વાત એના માન્યામાં જ ન આવી. એ તો વારેવારે બાળમુનિ સામે જોયા કરે અને વિચાર્યા કરે કે “આમને કુદરતે કેવું સુંદર રૂપ આપ્યું છે ! આવો રૂપધારી જીવ તો રાજદરબારે જ શોભે.' જાણે બાળયોગીનું રૂપ બાદશાહને કામણ કરી રહ્યું. પછી તો બાદશાહે સિદ્ધિચંદ્રની સાથે વાત કરી તો એની મીઠી-મધુર વાણીમાં અને એની તેજસ્વી બુદ્ધિમાં પણ સૌંદર્યઝરતી કાયા જેટલું જ વશીકરણ રહેલું લાગ્યું. બાદશાહ તો બાળયોગી ઉપર આફરીન થઈ ગયો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૦ અભિષેક ગુરુ-શિષ્ય રાજમહેલથી વિદાય થતા હતા ત્યારે બાદશાહે ભાનુચંદ્રજીને કહ્યું : “આ બાલમુનિને ખૂબ ભણાવજો ! એ ખૂબ મોટા પંડિત થશે અને પોતાના ગુરુનું અને પોતાનું નામ દીપાવશે ! એને જે ઈલમ ભણવો હોય તેની વ્યવસ્થા બરાબર કરી આપશો. અને, જો આપને મંજૂર હોય, તો હું ઇચ્છું છું કે મારા રાજકુમારો એમના ઉસ્તાદો પાસે પઢાઈ કરે છે, તે વખતે તમારા આ શિષ્ય પણ એમની પાસે ભણવા બેસે. ” ગુરુએ બાદશાહની વાત માન્ય રાખી. મુનિ સિદ્ધિચંદ્રને તો ભાવતાં ભોજન મળ્યા જેવું થયું. એનો આત્મા નિરંતર વિદ્યા-ઉપાસનાને જ ઝંખ્યા કરતો હતો. બાળયોગીનું રૂપ જોતાં તો માનવી વિમાસણમાં પડી જતો, કે ક્યાં આવું અદ્ભુત રૂપ અને ક્યાં સાધુજીવનની કઠોર જીવનસાધના ! ઘણાને આ વાતનો મેળ બેસતો ન લાગતો. પણ જો આ બાળમુનિને નજીકથી સમજવાનો અને એના અંતરમાં ડોકિયું કરવાનો અવસર મળી જતો, તો એને એમ જ લાગતું કે આ નયનમનોહર દેહમાં જ્ઞાન અને ચારિત્રની ઝંખના કરતો કોઈ મનમસ્ત યોગીનો આત્મા નિવાસ કરતો હતો. પણ દુનિયામાં એટલી ઝીણવટથી જોનારા કેટલા ? રાજકુમારો તો ઉસ્તાદજી પાસે મનમોજ મુજબ ભણતા, પણ મુનિ સિદ્ધિચંદ્ર તો આવ્યો અવસર ખોવા માગતા ન હતા. જે કંઈ વિદ્યા મેળવી શકાય એમ હતું, તે એમણે દિલ દઈને મેળવી લીધી; તેમાં ય ફારસી ભાષાનું જ્ઞાન તો એવું સારું મેળવ્યું કે એ નાના રાજકુમારોને ક્યારેક ક્યારેક ફારસી ભાષાના પુસ્તકોનો સાર પણ સમજાવતા. આ અધ્યયન દરમ્યાન બાલયોગીને રાજકુમાર સલીમ વગેરેનો પરિચય થયો. શહેનશાહની પ્રસન્નતા તો વરસી હતી, પણ ગુરુને ચિંતા રહેતી કે, આ મોતી ક્યાંય ખોટું – ફટકિયું ન નીવડે ! ત્યાગમાર્ગનો પ્રવાસી શિષ્ય રખે ને રાજસંપર્કથી ભોગમાર્ગનો પથિક બની જાય, અને પોતાને અને જિનશાસનને ખોટ ખમવાનો વખત ન આવે ! પણ આ મોતી જેવું Page #198 -------------------------------------------------------------------------- ________________ રાજા અને યોગી ૦ ૧૮૫ ચમકદાર હતું એવું જ આબદાર નીવડ્યું. રાજકુટુંબનો પરિચય સિદ્ધિચંદ્રના સંયમને કશી હાનિ પહોંચાડી ન શક્યો. ઊલટું, આવી અગ્નિપરીક્ષાથી ગુરુને પોતાનું ગુરુપદ ચરિતાર્થ થયું લાગ્યું. તેઓ - અંતરનો સંતોષ અનુભવી રહ્યા. સમ્રાટ અકબરનો સ્વર્ગવાસ થયો. શાહજાદો સલીમ જહાંગીરનું નામ ધારણ કરી સમ્રાટ બન્યો. સિદ્ધિચંદ્રને એની સાથે અકબર કરતાં ય ગાઢ સ્નેહ બંધાયો હતો. યૌવન જેમ પાંગરતું ગયું, તેમ મુનિનું સૌંદર્ય અને પાંડિત્ય પણ પાંગરતું ગયું. એની સાથે વાતો કરવાનું જાણે બાદશાહને વ્યસન જ પડી ગયું હતું. નૂરજહાં પણ આ યુવાન સાધુ ઉપર ખૂબ ખુશ હતી. મુનિ સિદ્ધિચંદ્રની પિછાન તો વર્ષો જૂની હતી, પણ વિલાસનો ભોગી રાજા મુનિના દિલને પિછાની ન શક્યો ! એ મુનિને જોતો અને એને પળે પળે એમ જ થયા કરતું કે આ યૌવનમાં આ ત્યાગ ! આવી સૌંદર્યઝરતી સુકુમાર કાયાનું આવું દમન ! ક્યારેક તો જુવાન જોગી પોતાની ધર્મસ્થા સંભળાવીને વિદાય થાય તે પછી પણ બાદશાહને આવા આવા વિચારો જ સતાવ્યા કરતા. ત્યાગીનો ત્યાગ ભોગીને મન અકળ કોયડો બની ગયો હતો – પાંગળો સીધાં ચઢાણ કેવી રીતે ચઢી શકે ? બાદશાહ પોતાના મનની વાત ક્યારેક નૂરજહાંને કરતો. સ્વર્ગની અપ્સરા સમી એ નારીને પણ આવા જોગીનો આવો ભેખ ન સમજાતો. એને પણ લાગ્યા કરતું કે સિદ્ધિચંદ્રને સમજાવીને આવા દેહદમનથી પાછા વાળવા જોઈએ. પણ એ કામ કરવું કેવી રીતે ? જહાંગીર આખરે બાદશાહ હતો. એનો ન્યાય તો વખણાતો, પણ એનો સ્વભાવ ઉતાવળિયો હતો. એને રીઝતાં ય વાર ન લાગતી અને ખીજતાં ય વાર ન લાગતી ! અને કોઈ વિચારને વધુ વખત સુધી મનમાં સંઘરી રાખવાનું તો એનું ગજું જ ન હતું; વિચાર આવ્યો કે તડ ને ફડ એ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૦ અભિષેક એનો નિકાલ કરી નાખતો ! છતાં સિદ્ધિચંદ્ર માટેના વિચારને એણે ઘણા વખત સુધી મનમાં સંઘરી રાખ્યો હતો. પણ એક દિવસ જાણે એની ય હદ આવી ગઈ ! આજે સિદ્ધિચંદ્ર ખૂબ સરસ વાતો કરી હતી. બાદશાહ અને બેગમ બન્ને ખૂબ ખુશ હતાં. સિદ્ધિચંદ્રને પણ થયું કે આજે માતા શારદાની મારા ઉપર વધુ કૃપા વરસી. વાત પૂરી થઈ અને મુનિ રવાના થવા તૈયાર થયા. બાદશાહે વિચાર્યું કે અત્યારે આવું સરસ વાતાવરણ છે, તો મુનિને પોતાના મનની વાત આજે કરી જ દેવી જોઈએ. એમણે મુનિને કહ્યું : “આજે તો આપે કમાલ કરી ! જવાની આટલી બધી શી ઉતાવળ છે ? વાતનો આવો રંગ ક્યારેક જ જામે છે. થોડી વાર વધુ રોકાઈ જાઓ !” મુનિએ સહજભાવે કહ્યું : “બાદશાહ, વખતનાં કામ વખતસર થવાં જોઈએ. અમારે અમારાં ધર્મકાર્યોનો અમારા મનના માલિકને હિસાબ આપવાનો હોય છે. આળસ કરીએ તો ફરજ ચૂકી જઈએ. એમાં ય અમારો માર્ગ તો સંયમપાલનનો; એ માટે જો સદા જાગ્રત ન રહીએ તો એમાં ખામી આવતાં વાર ન લાગે. આપણને મળવાની ક્યાં નવાઈ છે? ફરી મળીશું ત્યારે વધુ વાતો કરીશું. આજ તો હવે સમય થઈ ગયો બાદશાહને આ નવો અનુભવ હતો. મુનિનો જવાબ સાંભળી એ કંઈક આઘાત અનુભવી રહ્યો ? બાદશાહ જેવો બાદશાહ ખુશ થઈને આવી મામૂલી માગણી કરેઅને એનો આવો ઇન્કાર ! પણ આજે પોતાની વાત કર્યા વગર એને જંપ વળે એમ ન હતો; અને આકળા થઈને વાત કરવામાં તો વાતની મજા મારી જાય એમ હતી. તેથી એણે ખામોશી પકડીને કહ્યું : “આજે થોડીક વાત કરવાનું દિલ છે, ભલે થોડું મોડું સહી.” મુનિ બાદશાહના મનને તો ન સમજી શક્યા, પણ વિવેકને ખાતર Page #200 -------------------------------------------------------------------------- ________________ રાજા અને યોગી ૦ ૧૮૭ એ રોકાઈ ગયા. પળવાર તો જહાંગીરનું મન સંકોચ અનુભવી રહ્યું આવી વાત કેવી રીતે કરવી ? પણ પછી એણે હસીને કહ્યું “ભલા. આપની ઉમ્ર કેટલી થઈ?” “પચીસ. ” મુનિએ સરળ ભાવે કહ્યું પણ એમને બાદશાહના સવાલનો હેતુ ન સમજાયો. આટલી યુવાન ઉંમરમાં આવો ત્યાગ અને સંયમ સ્વીકારવાની શી જરૂર પડી? એ બધું તો ઘડપણમાં શોભે ! અત્યારે – આ ઉંમરે – તો સુખભોગ-વિલાસ, એ જ હોય. કુદરતે આપને કેવા સૌંદર્ય અને કેવા યૌવનની બક્ષિસ આપી છે ! આ બધું કંઈ આ રીતે નિરર્થક ગુમાવી દેવાનું ન હોય. જુવાની જશે, પછી એ કંઈ પાછી આવવાની નથી.” બાદશાહે કહ્યું. મુનિને બાદશાહ અકળ લાગ્યોએ આજે કેવી કેવી વાત કરી રહ્યો હતો ! મુનિએ સમજાવ્યું : “શહેનશાહ, એ તો જેવી જેની પસંદગી : કોઈને ભોગ ગમે, કોઈને યોગ ગમે. છેવટે તો બધી વાત મનની મુરાદની જ હોય છે ને ! સારું મન માનવીને સારો બનાવે. નઠારું મન માનવીને નઠારો બનાવે. અમે અમારા મનને ઘડવા માટે તો ત્યાગધર્મનો આ ભેખ ધાય છે. એમાં પછી નાની ઉંમર શું અને મોટી ઉંમર શું ? વૈરાગ્ય તો જ્યારે લઈએ, ત્યારે ભલું કરે. જ્યારે જાગ્યા ત્યારથી સવાર !” બાદશાહે પોતાની વાત ટૂંકામાં પતાવતાં કહ્યું : “આપની આવી બધી વાતો નકામી છે. આ રીતે જુવાનીને વેડફી નાખવી અને કાયાને કરમાવી નાખવી એનો કોઈ અર્થ નથી. વખત વખતનું કામ કરે એમ ઉંમર પણ ઉંમરનું કામ કરે. આપણને તો ઉતાવળ ઘણી હોય, પણ એથી કંઈ આંબો જલદી પાકી જતો નથી ! એવું જ આ જિંદગીનું છે. ભોગની આ ઉમ્રમાં યોગ કેવો ? ભોગના વખતે ભોગ શોભે, યોગના વખતે યોગ ! મારી તો એક જ વાત છે : આપનો આ જોગ અને ત્યાગ-સંયમનો આ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૦ અભિષેક માર્ગ મને તો અકાળે આંબો પકવવાની પાગલ મુરાદ જેવો નકામો લાગે છે ! માટે એ બધી ઝંઝટ છોડી દો અને બે ઘડીની જિંદગાનીની મોજ લૂંટી લ્યો. આપ આપનો જોગ તજીને અમારી સાથે આવીને હંમેશાંને માટે રહો એવી અમારી મંશા છે. બેહિતની પરી જેવી સ્ત્રી અને જોઈએ તેટલી દોલત આપવાનું અમે આપને વચન આપીએ છીએ. આપને કોઈ જાતની તકલીફ નહીં આવવા દઈએ. જિંદગીની મોજ માણવામાં હજી કંઈ મોડું થયું નથી.” યુવાન મુનિ વિચારી રહ્યા : બાદશાહ આ શું કહેતો હતો ? બાદશાહને આજે શું થયું હતું ? મુનિએ હસીને કહ્યું: “આમાં તકલીફનો કોઈ સવાલ નથી. અમારી સાધનામાં જો અમને તકલીફનો અનુભવ થતો હોત તો, આ યોગનો માર્ગ સ્વીકારવાના બદલે, સંસારનાં સુખ-ભોગમાં પડતાં અમને કોણ રોકી શકવાનું હતું ? પણ આમાં અમને કંઈ તકલીફ છે જ નહીં, ઊલટું આમાં જ અમને મોજ મળે છે. પછી આ યોગનો ત્યાગ કરીને બંને રીતે ભ્રષ્ટ થવાની શી જરૂર ?” બાદશાહને જે મુશ્કેલ લાગતું હતું, તે આ યુવાન યોગીને સહજ લાગતું હતું. પણ લીધી વાતને પડતી મૂકવાની આવડત જહાંગીરમાં ન હતી. જાણે છેવટની આજ્ઞા આપતો હોય એમ એણે કહ્યું : “આપની વાત અમને સમજાતી નથી; આપે અમારી વાત માનવા તૈયાર થવું જ પડશે !” સિદ્ધિચંદ્ર પોતાની વાતમાં મક્કમ હતા. એમણે એટલું જ કહ્યું : આપની વાત ન માની શકાય એવી છે. આપને કોઈ અત્યારે યોગી બનવાનું કહે તો એ કેવું લાગે ?” બાદશાહ વિશેષ આઘાત અનુભવી રહ્યો : મારી વાતનો આવો બેઅદબ જવાબ ! પણ એ ગમ ખાઈ ગયો. એણે કહ્યું : “અચ્છા, અચ્છા, આપ અમારી વાતનો વિચાર કરજો. આનો ફેંસલો આપણે કાલે કરીશું. ” Page #202 -------------------------------------------------------------------------- ________________ રાજા અને યોગી યોગી વિદાય થયા. જાણે એમનું મન બોલી રહ્યું હતું : આજની વાત આજે; કાલની વાતનો વિચાર કાલે કરીશું – અણીનો ચૂક્યો સો વર્ષ જીવે ! યોગી યોગીની રીતે વિચારતા હતા; રાજા રાજાની રીતે વિચારતા હતા; બન્ને જાણે આવતી કાલે પોતાના મનની વાતને સાચી ઠરાવવા અને એનો અમલ કરવા પોતાની જાતને સજ્જ કરી રહ્યા હતા. ૧૮૯ બીજે દિવસે મળ્યા ત્યારે રાજાએ પૂછ્યું : “ કહો યોગી મહારાજ, મારી વાતનો શો જવાબ છે ?” એ આજ નશામાં ચકચૂર હતો. યોગીએ કહ્યું : “ જવાબ એક જ ઃ આપની વાત આપ પાછી ખેંચી લો!” રાજા ઉશ્કેરાઈ ગયો : “આપ એક બાદશાહની વાતનો આ રીતે ઇન્કાર કરો છો ?" t આમાં આપની વાતના ઇન્કારનો નહીં, પણ મારા મનની વાતના સ્વીકારનો સવાલ છે. ” રાજાથી ન સહેવાયું : “આપે અમારી વાત માનવી જ પડશે. ” યોગીએ કહ્યું ઃ કોઈને આ રીતે એના પ્રાણ આપવાની આજ્ઞા આપ કેવી રીતે કરી શકો ?” નૂરજહાંએ જોયું કે વાત ખોટી રીતે મમતે ચડી રહી છે. એણે યોગીને સમજાવવા કહ્યું : “ભોગની ઉંમરમાં યોગ, એ જિંદગીને બન્ને રીતે બરબાદ કરવાનો રાહ છે ! અત્યારે આપ બાદશાહ-સલામતની વાત માની લ્યો, વખત પાકશે ત્યારે યોગને માર્ગે જતાં આપને કોઈ નહીં રોકે ! આ ઉંમરમાં સંયમનું આચરણ શક્ય જ નથી. ” મુનિએ કહ્યું : “ આ જિંદગીનો શો ભરોસો ? અને આપ પોતે જ ક્યાં નથી જાણતાં કે બલ્બના રાજાએ ભરયુવાનીમાં જ સંયમનો માર્ગ સ્વીકાર્યો હતો. ઉંમર નાની હોય કે મોટી, એ કોઈ મહત્ત્વની વાત નથી; મહત્ત્વની વાત છે મનની તૈયારીની. અને આવી તૈયારી તો જેટલી નાની Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ૦ અભિષેક . ઉંમરે થાય એટલી સારી, જેથી ભોગવિલાસમાં સમય અને શક્તિ બરબાદ થતાં અટકે. આપ આપની વાત જતી કરો અને મને મારા યોગસાધનાના માર્ગે જવા દો. આપની પાસેથી તો, ઊલટું, મને મારી સાધનામાં મદદ મળવી ઘટે !” રાજા અને રાણી બન્ને સમજી ગયા કે આ તો પાકી ગજવેલ છે. છતાં રાજા પોતાના મમતથી પાછો હઠવા તૈયાર ન હતો. એણે ગુસ્સાના આવેશમાં એટલું જ કહ્યું: “અમારા હુકુમનો અનાદાર કરવાનો અંજામ તો સમજો છો ને ?” “હું તો એટલું જ સમજું છું. મારા આત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં જે નુકસાન છે, એના કરતાં આપના હુકુમને નહીં માનવામાં ઓછું નુકસાન રહેલું છે.” યોગીએ દૃઢતાથી કહ્યું. “યોગી, તમારું ભાવિ તમને ભુલાવી રહ્યું હોય એમ લાગે છે ” રાજાએ તિરસ્કારમાં કહ્યું. “રાજનું મને આમાં મારી યોગસાધનાની કસોટી થતી લાગે છે. હું પ્રાર્થના કરું છું કે મારા દેવ-ગુરુ મને મારા ધર્મની રક્ષાની આ કસોટીમાંથી પાર ઉતારે ! બાકી તો, આપને હું શી રીતે રોકી શકું? પણ એટલું યાદ રાખજો કે આપની આજ્ઞામાં ન મારું ભલું છે, ન આપનું ભલું છે, કે ન દુનિયાનું ભલું છે!” એક બાજુ રાજા હતો. બીજી બાજુ યોગી હતો. કોઈ પોતાની વાત જતી કરવા તૈયાર ન હતા. જાણે રાજહઠ અને યોગીહઠ સામસામી ટકરાતી હતી. એના તણખા કોને નહીં દઝાડે ભલા ? ઠીક, ત્યારે, તમારી હઠનો ખતરનાક અંજામ ભોગવવા તૈયાર રહો ! ” અને રાજાએ રાજહસ્તીને તરત લઈ આવવા હુકમ કર્યો. મોતના અવતાર જેવો મદઝરતો હાથી સામે ખડો છે. નશો કરાવીને એને પાગલ બનાવવામાં આવ્યો છે. સામે શાંત-સ્વસ્થ યોગી ઊભો છે. મોતનો એને કોઈ ડર નથી; જીવનનો એને કશો મોહ નથી. એને તો આજે પોતાનો યોગ સફળ થતો લાગે છે. એ પોતાના ઈષ્ટદેવના Page #204 -------------------------------------------------------------------------- ________________ રાજા અને યોગી ૦ ૧૯૧ રટણમાં લીન બની ગયો છે. એનું રોમરોમ એક જ આંતરનાદથી ગુંજી રહ્યું છે? અરિહંતે સરણે પવન્જામિ, સિદ્ધ સરણે પવન્જામિ, સાહુ સરણે પવન્જામિ, કેવલિપન્નત ધર્મ સરણે પવન્જામિ. પહાડ જેવો હાથી છીંકોટા મારી રહ્યો છે. રાજાજીની આજ્ઞા થાય એટલી જ વાર છે – યોગીની મનોહર કાયા પળવારમાં જ ધરતી સાથે રોટલો ! આવા તો કંઈક માનવીઓ મોતને ઘાટ ઊતરી ગયા હતા ! પણ યોગી તો મદઝરતા હાથીની સામે ય ખડકની જેમ અડગ બનીને ખડો છે ! બાદશાહે જોયું કે એનું આ અસ્ત્ર નકામું ગયું ! એનો નશો કંઈક ઊતરી ગયો હતો અને એનામાં માણસાઈ જાગી ઊઠી હતી. એ જાગૃતિએ એને મિત્ર જેવા યોગીની હત્યાના પાતકથી ઉગારી લીધો. છેવટે એણે ગર્જના કરીને કહ્યું : “ગજરાજને પાછો લઈ જાઓ ! અને યોગીરાજ, સાંભળો, આપને અમારા રાજ્યમાંથી આજથી દેશનિકાલ કરવામાં આવે છે. સાથે સાથે, ફક્ત આપના ગુરુ ભાનુચંદ્રને મૂકીને, આપના ધર્મના બધા સાધુઓ-મુમુક્ષુઓને પણ અહીંથી દેશનિકાલ કરવામાં આવે છે.” યોગી કસોટી પાર કર્યાનો પરમ સંતોષ અનુભવી રહ્યા. એમણે એટલું જ કહ્યું “મંજૂર !” અને મુનિ સિદ્ધિચંદ્ર તરત જ બાદશાહ જહાંગીરનું રાજ્ય છોડીને માલપુરમાં ચોમાસું રહ્યા. ઘરના ત્યાગીને માટે તો સંસાર આખો ઘર હતો, પછી ચિંતા શી હતી? મનમાં એક જ દુઃખ હતું જીવનદાતા ગુરુનો વિયોગ થયો હતો ! પણ એ પણ યોગમાર્ગના સાધકની એક કસોટી જ હતી. એને પાર કરીને પોતાની સંયમ-સાધનાના સુવર્ણને વધુ ઉજ્જવળ કરવાનું હતું. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ૦ અભિષેક ઉપાધ્યાય ભાનુચંદ્ર પણ ભારે સમતાળુ અને શાણા પુરુષ હતા. કાળજાની કોર જેવા શિષ્યને, પોતાના સ્વજન જેવા રાજાને જ હાથે વગર વાંકે સજા થઈ હતી અને પોતાને એનો વિયોગ વેઠવો પડ્યો હતો, એનું દુઃખ કંઈ ઓછું ન હતું. પણ સંસારના ભાવોને એ બરાબર સમજતા હતા. એમને વિશ્વાસ હતો કે છેવટે સત્યનો જય થયા વગર નહીં રહે. એ તો મનના દુઃખ ઉપર સંયમનું ઢાંકણ ઢાંકીને બાદશાહ જહાંગીરને નિયમિત ધર્મવાણી સંભળાવતા જ રહ્યા. અને દિવસો ઉપર દિવસો એ જ રીતે વીતતા રહ્યા. પણ એક દિવસ, સાચે જ, શહેનશાહ જહાંગીરનું અંતર જાગી ઊડ્યું. તે દિવસે મુનિ ભાનુચંદ્રને ઉદાસ જોઈને બાદશાહે પૂછ્યું : મહારાજ, આજે આપ ઉદાસ કેમ છો ?” ભાનુચંદ્રજીએ કશો જવાબ ન આપ્યો; મન ઉપર સંયમ રાખીને એ બિલકુલ મૌન રહ્યા. પણ જાણે પોતાના સવાલનો જવાબ પોતે જ આપતો હોય એમ બાદશાહે લાગણીપૂર્વક કહ્યું : “ઉદાસીનતા કેમ ન હોય ? કલેજાની કોર જેવા શિષ્યનો વિયોગ કોને ન સતાવે ભલા ?” અને બાદશાહ જહાંગીરે યોગીરાજ સિદ્ધિચંદ્રને, આદરમાન સાથે, પોતાના રાજ્યમાં તેડી લાવવા તરત જ કાસદને રવાના કર્યો અને સાધુ-મુનિઓના દેશનિકાલનો હુકમ પણ પાછો ખેંચી લીધો. અંતરાયનો અંત આવ્યો હતો, કારમું દુઃસ્વપ્ન દૂર થયું હતું; ગુરુ અને શિષ્યનો ફરી મેળાપ થયો. યોગીનો યોગ આજે સફળ થયો. રાજા અને યોગી ફરી પાછા ધર્મમિત્રો બની રહ્યા ! Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ગુર્જરદેશમાં ચાવડા વંશના રાજ્યકાળનો અંત આવ્યો હતો અને મૂલરાજદેવ ચૌલુક્ય વંશ (સોલંકી વંશ)ના પ્રથમ રાજવી બન્યા હતા, એ વાતને પણ સાઠ ઉપરાંત વર્ષ વીતી ગયાં હતાં અને પાટણની ગાદી ત્યારે, મૂળરાજદેવની ચોથી પેઢીએ, દુર્લભરાજ સંભાળતા હતા. વિ.સં. ૧૦૬૬ પછીનો એ સમય. છેક વીર વનરાજથી આરંભીને જૈન શ્રમણો ગુર્જરરાષ્ટ્રના યોગક્ષેમમાં પોતાનો સાથ આપતા રહ્યા હતા. શ્રમણોની આ રાષ્ટ્રસેવાના કાર્યો રાજાઓને એમના પ્રત્યે ભક્તિશીલ બનાવ્યા હતા. પણ સમય જતાં સિંહણના દૂધ સમી આ ભક્તિને જીરવવામાં કેટલાક શ્રમણો કાચા સાબિત થયા હતા અને એમાં ચૈત્યવાએ જોર પકડ્યું હતું. પરિણામે આત્મસાધના માટે રચવામાં આવેલાં જિનમંદિરો શ્રમણોનાં વાસસ્થાન સમાં બનવા લાગ્યાં હતાં. જેમ પાટણમાં ચૈત્યવાસે આ સ્થિતિ સર્જી હતી, તેમ બીજાં બીજાં સ્થળોએ પણ એનો ચેપ ફેલાયો હતો. મારવાડમાં કુર્યપુર(કુચેરા)માં પણ આવી જ એક ચૈત્યવાસીઓની ગાદી સ્થપાઈ હતી, અને તેના એ સમયના ગાદીપતિ હતા આચાર્ય શ્રી વર્ધમાનસૂરિ. ચોર્યાશી જિનમંદિરો એમની હકૂમતમાં હતાં. પણ વર્ધમાનસૂરિ તો સાચા આત્માથી પુરુષ હતા, એટલે આ ઠાઠમાઠ, આ પરિગ્રહ અને આ ભોગવૈભવ સાથે એમના મનનો મેળ ન બેઠો. ત્યાગી જીવનમાં આ બધું એમને કેવળ આળપંપાળ અને જંજાળરૂપ જ લાગ્યું. એમને થયું ? જો આ બધો વૈભવ માણવો હતો તો સંયમમાર્ગની Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અભિષેક પ્રતિજ્ઞા લેવાની શી જરૂર હતી ? આ તો કેવળ આત્મવંચના અને પરવંચનાનો જ માર્ગ. ત્યાગ અને ભોગ એકસાથે ન ટકી શકે. ત્યાગ માટે તો ત્યાગ જ શોભે ! અને જો ભોગ જ ખપતો હોય તો એનો માર્ગ ત્યાગમાર્ગથી સાવ નિરાળો છે. અને એ સાવધ થઈ ગયા, અને સર્પ જેમ પોતાની કાંચળી ઉતારીને નાસી છૂટે તેમ, તેઓ એ બધા વૈભવ અને પરિગ્રહને તિલાંોલ આપીને અળગા થઈ ગયા અને કઠોર સંયમસાધનામાં લાગી ગયા. વળી એમને એમ પણ થયું : હું તો આ અવળા માર્ગેથી ઊગરી ગયો, પણ એટલા– માત્રથી ધર્મરક્ષાનું કાર્ય પૂરું થયું ન ગણાય. એ માટે તો આ અધઃપાતના મુખ્ય ધામ સમા પાટણમાં કંઈક પ્રવૃત્તિ ઉપાડવામાં આવે, તો જ ખરા કાર્યનો આરંભ થયો લેખાય. પાટણમાં તો ત્યારે ચૈત્યવાસી શ્રમણોનું એટલું જોર હતું કે એમની મંજૂરી સિવાય કોઈ સુવિહિત સાધુને પણ નગરમાં ઉતારો ન મળતો ! જાણે તેઓ આ કાર્યમાં એક પ્રકારનો રાજસત્તા જેવો જ અધિકાર ભોગવતા થઈ ગયા હતા ! સત્તાના આ કિલ્લાને તોડવાનું કામ સરળ ન હતું. તેમ ધર્મમાર્ગને શુદ્ધ કરવા માટે એની સામે થયા વગર પણ ચાલે એમ ન હતું. એમનું મન જાણે નિરંતર સંખ્યા કરતું હતું : એવું કામ કરનારા કોઈ સમર્થ હાથ મળી જાય ! પોતાની કાયા તો હવે વૃદ્ધાવસ્થા અને ઉગ્ર આત્માસાધનાને કારણે ડોલવા લાગી હતી. માલવ દેશમાં તે કાળે રાજા ભોજ રાજ્ય કરતા હતા. માલવાની રાજધાની ધારાનગરીમાં લક્ષ્મીપતિ નામે એક શ્રેષ્ઠી રહે; જેવો વ્યવહારદક્ષ એવો જ ધર્માત્મા. સાધુ-સંતો અને વિદ્વાન-પંડિતોનો પરમ ભક્ત. એક દિવસ શ્રીધર અને શ્રીપતિ નામે બે બ્રાહ્મણ યુવાનો લક્ષ્મીપતિ શ્રેષ્ઠીને આંગણે જઈ ચડ્યા. બન્ને સગા ભાઈ. વિદ્યા અને Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ૧૯૫ શીલનું તેજ એમનાં મુખ પર વિલસી રહ્યું હતું. બે ય ચૌદે વિદ્યામાં પારંગત અને કોઈની સાથે વાદવિવાદમાં કદી પાછા પડે નહીં એવા કાબેલ; અને સાથે સાથે પરગજુ પણ એવા જ. વિદ્યાનું મિથ્યા અભિમાન તો એમને સ્પર્શતું જ ન હતું. શ્રેષ્ઠીને વિવેક-વિનયયુક્ત આ બન્ને યુવાન, વિદ્વાન બ્રાહ્મણપુત્રો ગમી ગયા. એમણે એમને પોતાને ત્યાં રોકાઈ જવા આગ્રહ કર્યો. બન્ને રોકાઈ ગયા. એક વાર આચાર્ય વર્ધમાનસૂરિ ધારાનગરીમાં આવી પહોંચ્યા. લક્ષ્મીપતિ શ્રેષ્ઠીએ એમનું બહુમાનપૂર્વક સ્વાગત કર્યું અને પોતાને ત્યાં આવેલા બે વિદ્વાનોની વિદ્યાની અને સુશીલતાની ખૂબ પ્રશંસા કરી. જ્ઞાની આચાર્ય શ્રેષ્ઠીની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા; અને પછી, જાણે કોઈ ભાવિના ઊંડા ભેદ ઉકેલતા હોય એમ, વિચારમગ્ન બની ગયા. એમને આ બે પંડિતોમાં જાણે શાસનના ભાવી સ્તંભોનાં દર્શન થયાં. બન્ને પંડિતો પણ જેમ વિદ્યાના ખપી હતા, તેમ આત્માના પણ શોધક હતા. આચાર્યશ્રી સાથેની શાસ્ત્રવાર્તામાં શ્રમણોનો અહિંસાધર્મ એમના અંતરમાં વસી ગયો; અને બન્ને યુવાનો વર્ધમાનસૂરિના ચરણે બેસી ગયા. ગુરુએ શ્રીધરનું નામ જિનેશ્વર અને શ્રીપતિનું નામ બુદ્ધિસાગર રાખ્યું વર્ધમાનસૂરિએ આ બન્ને શિષ્યોને કેટલોક વખત પોતાની પાસે રાખીને જ્ઞાન અને ચારિત્રના માર્ગમાં સ્થિર બનાવ્યા. મૂળે વિદ્યાવાન અને શીલસંપન્ન તો હતા જ, તેમાં આવા જ્ઞાની અને આત્મસાધક ગુરુનો યોગ મળી ગયો; પછી તો કહેવું જ શું ? સોનું અને સુગંધ જાણે સહજ રીતે ભેગાં થઈ ગયાં ! આવા સુયોગથી આચાર્યનું મન સંતોષ અનુભવી રહ્યું. એમને થયું : છેવટે ધર્મના ઉદ્ધારકો અને શિથિલતાના ઉચ્છેદકો મળી ગયા ખરા. અને તેઓ એ શિષ્યો પ્રત્યે વધારે મમતાળુ બન્યા. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અભિષેક સાધનામાં ગુરુ-શિષ્યનાં કેટલાંક વર્ષ વીતી ગયાં. એક વાર આચાર્યે જોયું કે કુંદન હવે પૂર્ણ શુદ્ધ બની ગયું છે. બન્ને શિષ્યો જેમ સંયમમાર્ગમાં જાગ્રત છે, તેમ પ્રવચન-સેવાની પણ પૂરી ધગશ ધરાવે છે. સ્વ અને ૫૨નું કલ્યાણ, એ જ એમનું જીવનધ્યેય બન્યું છે. એટલે યોગ્ય અવસર જોઈને સૂરિજીએ એ બન્ને શ્રમણોને સૂરિપદથી વિભૂષિત કર્યા. અને પછી તો ધીમે ધીમે આચાર્યે એમની આગળ પોતાનું અંતર ખોલવા માંડ્યું. શાસનનાં હિતાહિતની અનેક વાતો એમને સમજાવી; અત્યારે ધર્મની રક્ષા કેવી રીતે થઈ શકે એ પણ સમજાવ્યું, અને છેવટે ધર્મની નિર્મળ સરિતાને ચૈત્યવાસની શિથિલતાના કીચડે કેવી પંકિલ બનાવી મૂકી છે એનું ચિત્ર દોરી બતાવ્યું. બન્ને શિષ્યોને એ સમજતાં વાર ન લાગી કે સાધુજીવનમાં પ્રવેશી ગયેલાં આ દૂષણો સૂરિજીના મનને કેટલો સંતાપ પહોંચાડી રહ્યાં હતાં, અને એમના આત્માને શાસનના ભાવિ અંગે કેટલાં ચિંતિત બનાવી રહ્યાં હતાં ! એટલે એ બન્ને શિષ્યો પોતાના ગુરુની આજ્ઞા માથે ચડાવવા તૈયાર થઈ ગયા. અવસ૨ જોઈને એક દિવસ વર્ધમાનસૂરિજીએ એમને આજ્ઞા ધરી : “મહાનુભાવો, હવે તમે તૈયાર થઈ ગયા છો, અને શાસનની રક્ષાનું કામ હાથ ધરવાનો તમારો સમય પણ પાકી ગયો છે. ” બન્ને શિષ્યો સ્વસ્થ ચિત્તે અને નત મસ્તકે ગુરુઆજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા. સૂરિજીએ આગળ કહ્યું, “પાટણ આજે શ્રમણોની શિથિલતાનું ધામ બન્યું છે, અને પોતાનો ચેપ અન્યત્ર વિસ્તારી રહ્યું છે. માટે તમે વિના વિલંબે પાટણ પહોંચી જાઓ, અને જે કંઈ કષ્ટો વેઠવાં પડે એ વેઠીને પણ સંયમજીવનની પુનઃ સ્થાપના કરો. મારી આ જ તમને અંતિમ આશા છે, એ જ મારી તમારી પાસેથી અંતિમ ઇચ્છા છે. ધર્મનો Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ય કરો અને પાપનો ક્ષય કરો !' 44 શિષ્યોએ કહ્યું : “કષ્ટો સહન કરવા માટે તો આ સાધુજીવનનો સ્વીકાર કર્યો છે. આપની આશા અમારે શિરોધાર્ય છે. આપની કૃપા અમને સાચા માર્ગે દોરો !” અને એક દિવસ ગુરુની આજ્ઞા લઈને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ તરફ ચાલી નીકળ્યા. વૃદ્ધ સૂરિજી પોતાની ભાવનાના અવતાર સમા એ બન્ને શિષ્યોને લાગણીપૂર્વક નીરખી રહ્યા. ૧૯૭ વસતી (ઉતારા)ની શોધમાં શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણની શેરીએ શેરીએ ફરી રહ્યા છે અને ઠેર ઠેર પૂછપરછ કરી રહ્યા છે, પણ કોઈ ઠેકાણે એમને આવકાર મળતો નથી. ચૈત્યવાસનો અભેદ્ય ગઢ જાણે એમને બધેથી જાકારો ભણી રહ્યો છે ! આત્માના ઊંડા ભેદ સમજાવે એવું જ્ઞાન અને હંસની પાંખો જેવું શુભ્ર ચારિત્ર આજે પાટણમાં કોઈને ખપતું નથી ! અને કોઈકને એ ગમી જાય છે, તો પણ એ ચૈત્યવાસની બીકે પોતાના અંતરને ઉઘાડી શકતો નથી ! બન્ને આચાર્યો ઠેર ઠેર ફરતા જ રહ્યા અને નગરના વિકૃત રંગઢંગનો તમાશો જોતા જ ગયા. કોઈકને તો પહેલે પગલે અવળા ગણેશ મંડાયા જેવો કંટાળાજનક અને વિચિત્ર આ અનુભવ લાગે, પણ બન્ને શ્રમણોને તો એ લાભકારક અને પ્રેરક બની ગયો. પોતાને કેવું કપરું કામ પાર પાડવાનું છે એનો જાણે એમને કાર્યના આરંભમાં જ બોધપાઠ મળી ગયો. ગુરુના અંતરતાપને એ વધુ સ્પષ્ટતાપૂર્વક સમજી શક્યા, અને પોતાના અંતરને વધુ સજ્જ બનાવી રહ્યા. મધ્યાહ્ન થયો છતાં એમને ઊતરવાનું કોઈ સ્થાન ન મળ્યું. આ ક્ષેત્રમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે તે એમને વધારે સ્પષ્ટતાથી સમજાવ્યું. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦ અભિષેક જો આ કામ ગજવેલ જેવું કઠણ હતું તો એ ય કાંઈ કાચી માટીના ન હતા. એમના નિશ્ચયમાં અને એમની સંકલ્પશક્તિમાં પણ ગજવેલની કે વજની તાકાત ભરી હતી. ગમે તેમ થાય, પણ એ પાટણમાંથી પીછેહઠનાં પગલાં ભરવાના ન હતા. કાયાનું ગમે તે થાય, કામ પાર પાડીને ગુરુઆજ્ઞાને ચરિતાર્થ કર્યે જ છૂટકો હતો. છેવટે એમને થયું ઃ કોઈ સહૃદય વિદ્યાપ્રેમી મળી આવે તો એ આપણી વાત જરૂર સમજી શકશે અને આપણને આશ્રય પણ આપશે. એટલે એમણે પાટણના પુરોહિત સોમેશ્વરને ત્યાં જવાનો નિશ્ચય કર્યો, અને થોડી વારમાં તેઓ એમના પ્રાંગણમાં આવીને ઊભા રહ્યા. સોમેશ્વરે જોયું કે મધ્યાહ્નના આકરા તાપમાં બે શ્રમણો પોતાના આંગણે આવીને ખડા છે. નીચે ધરતી તપી રહી છે, ઉપર સૂરજ તપી રહ્યો છે, અને અસહ્ય તાપને કારણે એમની કાયા પણ સંતપ્ત થઈ રહી છે. બન્ને પરસેવાથી રેબઝેબ બની ગયા છે, અને એમના ચહેરા તાંબા જેવા લાલચોળ બની ગયા છે. એ ઉદાર બ્રાહ્મણે તરત જ બન્ને શ્રમણોને ભાવપૂર્વક આવકાર દીધો અને એમની પાસેથી બધી વાત જાણીને પોતાને ત્યાં નિરાકુલપણે રહેવાની વિનંતી કરી. વિદ્યાના પ્રેમી સોમેશ્વરદેવને એ સમજતાં વાર ન લાગી કે આ બન્ને શ્રમણો જેમ જીવનના સાધક છે એમ જ્ઞાનના પણ બળિયા છે. જ્ઞાની સાથે જ્ઞાનીનું સહજ રીતે મિલન રચાઈ ગયું. એ તો અંતરમાં આનંદ આનંદ અનુભવી રહ્યા. એ જાણતા હતા કે ચૈત્યવાસીઓના નાયકની અનુમતિ વગર સુવિહિત સાધુને ઉતારો આપવો એ ગુનો હતો. પણ આજે એમનું અંતર આવા કોઈ વિચારને તાબે થવા તૈયાર ન હતું. આંગણે આવેલા અતિથિ તો દેવતા ગણાય ? ધર્મશાસ્ત્રોની એ આશા, તો પછી એમને જાકારો શી • રીતે અપાય ? અને તેમાં ય આ તો જેવા જ્ઞાની તેવા જ સંયમી. પછી તો એમણે બન્ને શ્રમણો સાથે ખૂબ વિદ્યાવાતાં અને શાસ્ત્રચર્ચા કરી. છેવટે બન્ને આચાર્યોએ પોતાની વાત સમજાવતાં કહ્યું, Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ૧૯૯ કે : “મૂળ તો અમે વેદધર્મના ઉપાસક, પણ શ્રમણધર્મની અહિંસાથી આકર્ષાઈને અમે આ ધર્મનો ભેખ સ્વીકાર્યો છે. 13 પુરોહિત પણ ભારે સમજદાર અને ઉદાર હતા. એમણે કહ્યું, “ સોનું તો ગમે ત્યાંથી પણ લઈ શકાય; એમાં મારાતારાપણાને સ્થાન ન હોય ! ” પછી તો અન્ય વિદ્વાનોને પણ સોમેશ્વરદેવે પોતાને ત્યાં આમંત્ર્યા, અને બધાએ આ આચાર્યો સાથે ખૂબ જ્ઞાનગોષ્ઠી કરી. બન્ને શ્રમણોનાં જ્ઞાન, સરળતા, સહૃદયતા અને ધ્યેયનિષ્ઠાએ સૌનાં અંતર ઉપર ભારે અસર કરી. સૌનાં હ્રદય ખૂબ સંતુષ્ટ થયાં. સૌ અનુપમ આહ્લાદ અનુભવી રહ્યા. બ્રાહ્મણત્વ અને શ્રમણત્વની સરિતાઓનો જાણે ત્યાં સુભગ સંગમ થઈ ગયો. આમાં બ્રાહ્મણો ઉદાર કે શ્રમણો ઉદાર, એ કળવું જ મુશ્કેલ બની ગયું. જેના અંતરનાં દ્વાર ઊઘડ્યાં એ સૌ ઉદાર પછી એ બ્રાહ્મણ હોય, શ્રમણ હોય કે અન્ય કોઈ હોય ! પણ એટલામાં તો ચૈત્યવાસીઓને ખબર પડી ગઈ કે બે સુવિહિત આચાર્યો પાટણમાં આવ્યા છે અને કોઈએ એમને ઉતારો ન આપ્યો એટલે પુરોહિત સોમેશ્વરદેવે પોતાની આજ્ઞા કે અનુમતિ મેળવ્યા વગર એમને પોતાને ત્યાં ઉતારો આપ્યો છે ! - એમને થયું : આ તો અમારા અબાધિત અધિકારમાં હસ્તક્ષેપની વાત. આ કેવી રીતે ચલાવી લેવાય ? અને આમ ચાલવા દેવાય તો તો ડોશી મરે એના ભય કરતાં જમ ઘર દેખી જાય એનો ભય એને વધારે લાગ્યો ! આજે આટલી વાત તરફ આંખ આડા કાન કરીએ તો ભવિષ્યમાં એ અનેક દોષોને ઉત્પન્ન કરે, અને છેવટે અમારી સત્તા જ જોખમમાં મુકાઈ જાય. માટે રોગ અને શત્રુને તો ઊગતા જ પામ્યા સારા ! અને સત્તાના મદ આગળ સાધુતાનો વિચાર તો એમના અંતરમાંથી ક્યારનો ય સરી ગયો હતો, એટલે આવું ડગલું ભરતાં અંતર ડંખવાનો તો કોઈ ભય જ ક્યાં હતો ? Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અભિષેક તાબડતોબ ચૈત્યવાસીઓના માણસો પુરોહિત સોમેશ્વરને ત્યાં પહોંચી ગયા અને એમને ચેતવી રહ્યા : “પુરોહિતજી, આપ તો જાણો જ છો કે ચૈત્યવાસીઓની પૂર્વ અનુમતિ મેળવ્યા વગર કોઈ પણ સુવિહિત શ્રમણને પોતાને ત્યાં આશ્રય આપવો એ ગુનો છે. રાજ્યે અમને આપેલ આ તમારો અબાધિત અધિકાર છે, અને એનું ઉલ્લંઘન કરવાનો કોઈને અખત્યાર નથી. " સોમેશ્વરદેવ સ્વસ્થપણે સાંભળી રહ્યા. આવી વાતમાં જીભાજોડીમાં ઊતરવું એમને યોગ્ય ન લાગ્યું. " : આવનારાઓએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું આપ તો સમજુ અને શાણા છો, એટલે આવો ગુનો કરવો આપને ન શોભે. આપ સત્વર એ શ્રમણોને આપને ત્યાંથી વિદાય કરી દો ! ” પુરોહિતજીએ ટૂંકો જ જવાબ વાળ્યો : “ આ વાતનો ન્યાય રાજ્ય ક૨શે. તમારે જે કહેવું હોય તે રાજદરબારે જઈને નિવેદિત કરો. ” ચૈત્યવાસીઓને માટે તો આ પ્રાણપ્રશ્ન હતો. જો થોડીક પણ ઢીલાશ દેખાડાય તો એનું પરિણામ ભવિષ્યમાં શું નું શું આવે ! એક છિદ્રમાંથી અનેક છિદ્ર થતાં કેટલી વાર ? અને તો તો પછી પોતાની બધી સત્તા નામશેષ જ બની જાય ને ? એટલે એમણે તાબડતોબ રાજદરબારે પહોંચીને ફરિયાદ કરી અને વનરાજ ચાવડાના સમયથી ચાલ્યા આવતા પોતાના અધિકારનું જતન કરવા રાજા દુર્લભરાજ પાસે માગણી કરી. દુર્લભરાજે રાજસભામાં એ વાતનો વિચાર કરવાનું કહીને એમને વિદાય કર્યા. બીજે દિવસે રાજસભાનો ખંડ ચિક્કાર ભરાઈ ગયો. રાજા દુર્લભરાજે આસન લીધું અને આ વાતનો વિચાર શરૂ થયો. પુરોહિત સોમેશ્વરે પોતાની વાત મૂકી, ચૈત્યવાસીઓએ જોરપૂર્વક પોતાની વાત રજૂ કરી. Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ૦ ૨૦૧ સોમેશ્વરદેવે કહ્યું : “આવા સુવિહિત શ્રમણોને આખા નગરમાં ક્યાં ય સ્થાન ન મળ્યું અને તેઓ મારે આંગણે પધાર્યા. મેં શાસ્ત્રજ્ઞાનો વિચાર કરીને અને ગુણગ્રાહક દૃષ્ટિથી દોરવાઈને એમને મારે ત્યાં ઉતારો આપ્યો. એટલામાં ચૈત્યવાસીઓના માણસો મારે ત્યાં આવીને બન્ને સુવિહિત શ્રમણોને વિદાય કરી દેવાનું કહેવા લાગ્યા. મેં એમની વાત ન સ્વીકારતાં રાજ્ય પાસે ન્યાયની માગણી કરી – આમાં દોષ ક્યાં છે, એ જ સમજવું મુશ્કેલ છે. અને છતાં આમાં કંઈ દોષ થતો ભાસતો હોય તો તે મારા અતિથિઓનો નહીં, પણ મારો પોતાનો જ દોષ છે, અને તેથી એ માટે જે કંઈ સજા કરવાની થતી હોય તે મને કરવામાં આવે એટલી જ મારી માગણી છે. ” દુર્લભરાજ તો ગંભીર બનીને સાંભળી રહ્યા: આવી ઉચિત અને " વિવેકભરી વાતમાં કોઈને દોષપાત્ર પણ કેમ ઠેરવી શકાય ? પરંતુ છેવટે આડે માર્ગે ફંટાયેલી ધર્મસત્તા આગળ રાજસત્તા કંઈક વિચારમાં પડી ગઈ અને દુર્લભરાજ પોતાના પૂર્વજોથી ચાલી આવતી આ પરંપરાની સામે ફેંસલો આપતાં જાણે સંકોચ અનુભવી રહ્યા ! છતાં એમણે એટલું તો કહ્યું જ કે, “ગુણીજનોનું પૂજન એ તો રાજ્યનો ધર્મ છે, અને આવા શીલસંપન્ન પુરુષોથી તો આપણા નગરની શોભા વધે છે. આવા ધર્મપુરુષોના આગમનથી રાજ્યનું કલ્યાણ થાય છે, અને જનસમૂહ ધર્મનો સાચો માર્ગ સમજી શકે છે.” પછી એમણે ચૈત્યવાસીઓને ઉદ્દેશીને કહ્યું : “આપના અધિકારમાં બાધા કરવા માટે નહીં, પણ આવા સુવિહિત શ્રમણો આપણા નગરમાં રહી શકે એટલા માટે એ વાત આપ અમારી પ્રાર્થનાથી કબૂલ કરો.” • ચૈત્યવાસીઓ પણ શિથિલ મનના જ હતા. એમના મનમાં કેટલી તાકાત હોય ? એમણે રાજાજીની ઈચ્છાવિરુદ્ધ પોતાની વાત વધારે દૃઢતાપૂર્વક રજૂ કરવામાં સાર ન જોયો, અને પોતાની વાતમાં વાજબીપણાનું બળ તો હતું જ નહીં એટલે એમણે વધુ તાણવામાં સાર - WWW.jainelibrary.org Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૦ અભિષેક ન જોયો. સત્તાની આગળ શાણપણે નમતું જોખવામાં જ સાર માન્યો. બલહીન ચૈત્યવાસીઓ તે દિવસે વધુ બલહીન સાબિત થયા. અને બન્ને સુવિહિત શ્રમણોના પ્રયાસો સિદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા. પુરોહિત સોમેશ્વરદેવની દૃઢતા સફળ થઈ. પર આવા ઉરમ પણ એનો અ પ મહારાજઆઇ પણ વાત આટલેથી પતે એવી ન હતી. મુખ્ય કામ તો હજી બાકી જ હતું. સુવિહિત સાધુઓનો પાટણ તરફનો વિહાર અને પાટણમાં નિવાસ મોકળો બને તો જ ધારેલું કાર્ય કંઈક પાર પાડયું લેખાય, નહીં તો આ વ્યક્તિગત સિદ્ધિ તો શું કામ કરી શકે ? બન્ને આચાર્યોની આ મનોભાવના સોમેશ્વરદેવ બરાબર સમજતા હતા. એટલે એમણે દુર્લભરાજને વિજ્ઞપ્તિ કરતાં કહ્યું : “મહારાજ, આપે સુવિહિત શ્રમણોને રહેવાની અનુમતિ તો આપી, પણ હવે કૃપા કરી એમને માટે નિવાસભૂમિ પણ આપ જ આપો સ્વતંત્ર નિવાસભૂમિ વગર આવા ઉત્તમ મુનિવરો નિશ્ચિત અને નિરાકુલપણે ક્યાં વાસ કરી શકે ?” દુર્લભરાજ વાતનું વાજબીપણું તરત જ સમજી ગયા અને ચૈત્યવાસીઓની હક્ક અને અધિકારની વાતોની પરવા કર્યા સિવાય એમણે ત્યાં આવી પહોંચેલા શૈવ આચાર્ય જ્ઞાનદેવને તરત જ વિજ્ઞપ્તિ કરી : “પ્રભો મારે આપને એક વિજ્ઞપ્તિ કરવાની છે : બે સુવિહિત શ્રમણો આપણા નગરમાં પધાર્યા છે, એમને ઊતરવાને માટે આપ જ ઉપાશ્રય આપો !” સૌ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા : જૈનાચાર્યોના નિવાસ માટે શૈવાચાર્યને વિજ્ઞપ્તિ ? પણ શૈવાચાર્ય ભારે વિચક્ષણ અને ઉદાર પુરુષ હતા. એમણે તરત જ કહ્યું “રાજન્. નિષ્પાપી ગુણીજનોની આપ અવશ્ય સેવા કરો. બધા ધર્મોના ઉપદેશનો તેમ જ અમારા ઉપદેશનો પણ એ જ સાર છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ૦ ૨૦૩ બાલભાવનો ત્યાગ કરી પરમ પદમાં સ્થિર થનાર શિવ એ જ જિન છે. દર્શનોમાં ભેદ રાખવો એ મિથ્થામતિનું લક્ષણ છે.” સભા આ ઉદારતા અને ગુણગ્રાહકતાને અભિનંદી રહી, અનુમોદી રહી. છેવટે શૈવાચાર્ય જ્ઞાનદેવજીએ કહ્યું : “બજારમાં ( ચોખાબજારમાં) મધ્ય ભાગમાં રહેલી ત્રણ જણ ની માલિકીની જગ્યા પુરોહિત સોમેશ્વરજી પોતાની ઈચ્છાનુસાર ઉપાશ્રયને માટે લઈ શકે છે. એમાં અમારા પક્ષ તરફથી કે સામા પક્ષ તરફથી જે કંઈ અંતરાય આવશે, એનું નિવારણ હું કરીશ.” ચૈત્યવાસીઓ બિચારા ચૂપ થઈ ગયા. એમને થયું ઃ મહારાજા દુર્લભરાજે એમની વાતને ભલે માન્ય રાખી, પણ એમના પગ તો ઉખાડી જ નાખ્યા હતા ! ન માલૂમ, આ પ્રક્રિયા હવે કયાં જઈને અટકશે અને આપણા અબાધિત અધિકારનું શું થશે ? પણ જ્યાં રાજા પોતે જ રૂક્યો ત્યાં બીજું શું થઈ શકે ? ધણીનો ધણી કોણ બની શકે ? * રાજસભા તો શૈવાચાર્યની આ ઉદારતાને અને દુર્લભરાજની અજબ કુનેહને પ્રણમી રહી. અને સૌના આશ્ચર્ય વચ્ચે પુરોહિત સોમેશ્વરદેવે ઊભા થઈને વિનમ્ર વાણીમાં જાહેર કર્યું : “આવા સુવિહિત શ્રમણોને રહેવા માટે હું બાહ્મણ મારા પોતાને ખર્ચ ઉપાશ્રય બંધાવી આપીશ !” જાણે આજે ગુર્જરપતિની રાજસભામાં ધર્મની ઉદારતાની હરીફાઈ મંડાઈ હતી, અને કોઈ પણ એમાં પાછળ રહેવા તૈયાર ન હતું! તે દિવસથી ચૈત્યવાસના અને ધર્મક્ષેત્રના શુદ્ધીકરણનાં પગરણ મંડાઈ ગયાં. ગુરુ વર્ધમાનસૂરિજીની ભાવના સફળ થઈ અને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિનો અવિરત પુરુષાર્થ ચરિતાર્થ થયો. અને તે દિવસે રાજા અને પ્રજા બ્રહ્મ અને સમનો તથા બ્રાહ્મણત્વ અને શ્રમણત્વનો સાચો અર્થ પામીને કૃતકૃત્ય થયાં ! Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર ધનજી મોરબિયાના સુપુત્રનું નામ સરૂપચંદ મોરબિયા; બાપની નીડરતા ને બહાદુરીનો બીજો નમૂનો જ જોઈ લો. સરૂપચંદ અત્યારે, ઈ.સ. ૧૯૫૭માં હયાત છે. એમની પડછંદ અને રૂપાળી કાયા જાણે બે ઘડી જોઈ રહીએ એવી છે. તેમના જીવનનો એક આ પ્રસંગ જાણવા જેવો છે. એક કાળે કચ્છના રાપર પરગણામાં માળિયાના મિયાણા હાજી મૌવર નામના એક ઇસ્લામી બહારવટિયાની હાક વાગતી હતી. આખો પ્રદેશ એના નામથી જાણે થીજી જતો હતો. એક વખત હાજી મૌવર પોતાના સાથીઓ સાથે દેશલપુર ઉપર ત્રાટકયો. એ પોતે દૂર ઊભો હતો અને એના સાથીદારો ધનજી મોરબિયાના ઘર ઉપર ઊતરી પડ્યા. ધનજી મોરબિયા તો આ પહેલાં દેવગત થઈ ગયા હતા, પણ એમના પુત્ર સરૂપચંદ ઘરમાં ઉપલે મજલે બેઠા હતા. ઘોંઘાટ સાંભળીને એમણે બારીએથી બહાર જોયું તો બહારવટિયા નજરે પડ્યા ! તરત જ પોતાની બંદૂક હાથ કરી અને કારતૂસનો પટો ખભે ચડાવીને એ નીચે ઊતર્યા અને બહારવટિયાઓની સામે છાતી ધરીને ઊભા રહ્યા અને તાડૂક્યા? “ખબરદાર ! એક કદમ પણ આગળ વધ્યા છો, તો આ નાળચાવાળી તમારી સગી નહીં થાય ! ત્યાં ને ત્યાં ઠાર થઈ જશો! તમે ઘણા છો એટલે છેવટે ભલે મારું મોત થાય, પણ તે પહેલાં હું તમારાં પાંચ-સાત બૈરાંઓને રંડાપો આપ્યા વગર નહીં રહું એની ખાતરી રાખજો !” હાજી મૌવર આ ગડબડ સાંભળીને ત્યાં આવી પહોંચ્યો અને . સરૂપચંદને વાત પૂછી. સરૂપચંદે જરા ય ખમચાયા વગર કહ્યું : “મારા Page #218 -------------------------------------------------------------------------- ________________ કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર -- જીવતાં તમે મારું ઘર નહીં લૂંટી શકો. મારા મર્યા પછી ચાહે તે કરજો ! ” બહારવટિયાના દિલને આ મર્દાનગીભર્યો વીર ભાવી ગયો. એટલે કહ્યું : “શાબાશ મર્દ !” અને પછી પોતાના સાથીઓને હુકમ કર્યો : “બેલીઓ, પાછા ફરો. આવા મને મારવાનો ન હોય ! એનાં ઘરબાર લૂંટવાનાંય ન હોય !” બેલીઓ થંભી ગયા. પછી બહારવિટયા મૌવરે સરૂપચંદ તરફ હસીને કહ્યું : “ બસ બચ્ચા, બીજું કાંઈ જોઈતું હોય તો માગી લે !” સરૂપચંદ પણ પાછો પડે એવો ન હતો. એણે કહ્યું : “ આજે ગામ લૂંટ્યા વગર જ ચાલ્યા જાઓ તો ખરા. ” સાચે જ બહારવટિયા તે દિવસે દેશલપુરને લૂંટ્યા વગર જ ચાલ્યા ગયા.. પૂ. મુ. શ્રી કલ્યાણચંદ્રજી બાપા પાસેથી સાંભળીને આ પ્રસંગ સાભાર લખ્યો છે. ૨૦૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ ac સાચી પ્રભુસેવા સવારનો રળિયામણો સમય છે. સામે હિમાલય સમો રૂપરૂપના અંબાર જેવો પહાડ છે. ચારેકોર પથરાયેલ હિમના ઢગલાઓથી રૂપેરસ્યાં ભાસતાં હિમાલયનાં શૃંગોમાં સૂર્યનાં સોનેરી કિરણો અજબ રંગભંગી રચી રહ્યાં છે. જાણે ચોમેર અસંખ્ય આભલાં જડી દીધાં હોય એવો તેજ વેરતો ઝળહળાટ પોતાના હૈયામાં પાર વિનાનાં પ્રતિબિંબોને ઝીલી રહ્યો છે. પક્ષીઓના મધુર કલરવ હવામાં ડોલતાં વૃક્ષોનાં પાંદડાંના મર્મરધ્વનિ સાથે ભળી જઈને કર્ણપ્રિય સૂરાવલીઓને છેડી રહ્યા છે. મનનો મોર નાચી ઊઠે એવો સમય છે ! આવા સુંદર સમયે ભગવાન શંકર અને સતી પાર્વતી પોતાના સંતાન સમા પ્રિય હિમાલયનાં વિવિધ શિખરોમાં ફરવા નીકળ્યાં છે. ઉગ્ર તપસ્વી મહાદેવજીનો કડક મિજાજ આવે સમયે કંઈક કૂણો બને છે, એ પાર્વતીજી ઉપર પ્રસન્ન બની જાય છે. અને પાર્વતીજી પણ પોતાની શંકાઓનાં સમાધાન મેળવવાનું આવે સમયે કદી ચૂકતાં નથી. પોતાને પુત્ર સમાન પ્રિય એવા એક દેવદારના વૃક્ષ તરફ બન્ને સ્નિગ્ધ ભાવે નિહાળી રહ્યાં છે, ત્યારે પાર્વતીજીએ, સહજ ભાવે હોય એમ, મહાદેવજીને પ્રશ્ન કર્યો : “સ્વામી! આપના ભક્તોનો તો કંઈ પાર નથી. અસંખ્ય માનવીઓ આપની ઉપાસના કરે છે. બધા ય સમાન ભાવે આપને સેવે છે. છતાં રાજ્યનું દાન તો આપ લાખમાં એકાદ ભક્તને જ કરો છો, એમ કેમ ? આપના જેવા મહાપુરુષને, પોતાની સમાન ભાવે ઉપાસના કરતા પોતાના ભક્તો વચ્ચે આવો ભેદભાવ કરવો કે આવો વેરોવંચો રાખવો એ શોભે ખરો ? આપને મન તો સહુ સમાન હોવા ઘટે.” Page #220 -------------------------------------------------------------------------- ________________ સાચી પ્રભુસેવા ૨૦૭ મહાદેવજી કહે છે : “સતી ! બહારથી દેખાય એ બધું સાચું ન માની લેવું ! ઊજળું એટલું બધું દૂધ કે પીળું એટલું બધું સોનું, એમ ન સમજવું. ઉપરની ભક્તિ તો બધા ય કરે, પણ ભક્ત તરીકેની આકરી કસોટીમાંથી જે પાર ઊતરે એ જ સાચો ભક્ત ! દેખાવે તો બધાં ય મોતી સરખાં લાગે, પણ એરણ ઉપર મુકાઈને ઘણનો માર પડવા છતાં જે ન ફૂટે એ જ સાચું મોતી; બાકી ટકિયાં મોતીનો તો દુનિયામાં કંઈ પાર જ નથી. મારા ભક્તોનું પણ એમ જ સમજવું. સાચો ભક્ત તો લાખે એકાદ જ મળે !” પણ પાર્વતીજીના મનનું આથી સમાધાન ન થયું, એટલે મહાદેવજીએ એમને આ વાતનું વખત આવ્યે પારખું કરી આપવાનું કબૂલ કર્યું. આમ ને આમ થોડોક વખત વીતી ગયો. [ ૨ ] મહાદેવજીની પૂજાનું મહાશિવરાત્રિનું આજે મહાપર્વ છે. ભગવાન શંકરનો ચરણસ્પર્શ કરી, એમની ચરણધૂલિકા માથે ચડાવી, પોતાની જાતને ધન્ય બનાવવા દૂર દૂરની ગિરિકંદરાઓમાંથી લાખો નર-નારીઓનો વણથંભ્યો પ્રવાહ પર્વતના માર્ગે ચાલ્યો આવે છે. હિમાલયની પહોળી પહોળી ભૂમિ જાણે આજે સાંકડી બની ગઈ છે. ચારેકોર જાણે માનવમહેરામણ ઊભરાયો છે. કોઈ યાત્રી મહાદેવનાં સ્તોત્રોનું ગાન કરતાં આવે છે, તો કોઈના હાથ પૂજાપાની સામગ્રીથી શોભી રહ્યા છે. કોઈ મહાદેવજીના ચિંતનમાં મગ્ન છે, તો કોઈ મહાદેવજીનો જયજયકાર પોકારી ગિરિમાળાને ગજાવી મૂકે છે. સૌને મહાદેવજીની પાસે પહોંચવાની ઉતાવળ છે. મહાદેવજીનો ઊંચો ઊંચો પ્રાસાદ જ્યાંથી થોડે દૂર છે ત્યાં, પર્વતની પહોળી કેડીની એક બાજુ ઉપર, એક કીચડથી ભરેલું માદળું છે. એ માદળામાં એક ઘરડી અને નબળી ગાય ખેતી ગઈ છે. એ દુઃખમાં Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૦ અભિષેક વારેવારે ભાંભરડા મારી રહી છે. એનાં નેત્રોમાં પાપીને પણ પિગળાવી દે એવી કરુણતા ભરી છે. એની વેદના અપાર છે. પાસે એક કમજોર માનવી ઊભો ઊભો આ દેખાવ જોઈને દુઃખી દુઃખી થઈ રહ્યો છે. ગાયનું દુઃખ એનાથી સહ્યું જતું નથી, પણ એની એકલાની શક્તિ નથી કે એ એકલે હાથે એ ગાયને કીચડમાંથી બહાર ખેંચી કાઢે. એ દીન સ્વરે જતાઆવતા જાત્રાળુઓને કરગરીને વીનવી રહ્યો છે ઃ “હે ભક્તજનો ! આ ગાય બિચારી આમ કીચડમાં ફસાઈને બહુ રિબાય છે. એને બહાર કાઢવામાં મને મદદ કરશો તો ભગવાન શંકર તમારું કલ્યાણ કરશે અને આ બાપડી ગાયનો જીવ બચી જશે.” પણ એની આજીજી જાણે બહેરા કાને અથડાય છે. કોઈ એની વાત સાંભળતું નથી. સૌને ભગવાન શંકરનાં દર્શનની અને દર્શન કર્યા પછી પોતાને ઘેર પહોંચી જવાની એવી લગની લાગી છે કે કોઈ ત્યાં થોભતું નથી. હજારો માનવીઓ આ કરુણ દૃશ્યના સાક્ષી બનીને ચાલ્યા જાય છે. પેલો દીન-દુઃખી માનવી સૌને કરગરે છે અને ગાય બિચારી ભાંભરતી રહે છે થોડોક વખત વીત્યો ત્યાં જાત્રાળુઓનો એક સંઘ ત્યાં આવ્યો. એમના દિલમાં ન ઉતાવળ છે, ન દોડાદોડ ! સ્વસ્થ એમનાં મન છે અને શાંત એમનાં હૈયાં છે. સાચા ભાવે એ ભગવાનને ભજવા જાય છે. અને રસ્તામાં કંઈ પરોપકાર થઈ શકતો હોય તો એ કરવાની પણ એમને હોંશ છે. દુઃખી ગાયને દેખીને એ સંઘનું હૈયું કરુણાભીનું થાય છે અને ગાયને કીચડમાંથી બહાર કાઢવા પેલા દીનહીન દેખાતા માનવીને મદદ કરવા સૌ દોડી જાય છે. પણ એટલામાં દૂરથી ગિરિકંદરાઓને ગજવતી. સિંહગર્જના સંભળાય છે, અને પળવારમાં એક ભયંકર સિંહ આંખો તગતગાવતો અને ધૂંવાંપૂવાં થતો સામે આવીને ખડો થાય છે. પોતાના શિકારને જાણે કોઈ હરી જતું હોય એવો ગુસ્સો એ Page #222 -------------------------------------------------------------------------- ________________ સાચી પ્રભુસેવા ૨૦૯ સિંહના મોં ઉપર અને એની આંખોમાં વ્યાપી રહે છે. અને ભયનો માર્યો યાત્રાળુસંઘ ગાયને એમ ને એમ પડતી મૂકીને પોતાને માર્ગે ચાલતો થાય છે. યાત્રાળુઓના સંઘો એક પછી એક ચાલ્યા જ આવે છે અને એમ ને એમ ચાલ્યા જ જાય છે. અને ગાય બિચારી રિબાયા જ કરે છે ! અને સમય તો કોઈની પણ પરવા કર્યા વગર પોતાનાં ચક્રો ફેરવ્યા જ કરે છે. મધ્યાહ્ન વીતી ગયો છે. મોટા ભાગના ભક્તો મહાદેવજીની પૂજાથી પરવારી પાછા ફરી ગયા છે. ત્યાં દૂરથી એક વૃદ્ધ ભક્ત ધીમા ડગ ભરતો આવી રહ્યો છે. નબળી એની કાયા છે. એ અકિંચન જેવો દેખાય છે. ખાલી એના હાથ છે; ન એમાં પૂજાની સામગ્રીનો ઠઠારો છે. એ તો અણુઓળખાયો, અણપુછાયો એકલો એકલો ચાલ્યો આવે છે ! ગાયની નજીક આવતાં એ થંભી ગયો. એનું હૈયું કરુણાની લાગણીથી ભરાઈ ગયું. એના દિલમાં ભગવાન શંકરના મહાપ્રાસાદે પહોંચી જવાની કશી જ ઉતાવળ નથી. એ તો ધીમેથી પેલા માનવી પાસે ગયો અને ગાયને બહાર કાઢવા ઘૂંટણપૂર કાદવમાં જઈ ખડો થયો. એને ન શરી૨ બગડવાની જરા ય ચિંતા હતી કે ન અસૂર થઈ જવાની પરવા. એના અંતરમાં તો જેમ બને તેમ જલદી એ ગાયનું દુઃખ દૂર કરવાની નરી કરુણા જ હિલોળા મારી રહી હતી, અને એ કરુણાની આગળ એને મન બીજું બધું તૃણ સમાન બની ગયું. એ તો ગાયને બચાવીને જ જંપવાનો હતો. ગાય બચે એટલે જાત્રા સફળ ! સિંહની ભયંકર ગર્જના કે એની યમરાજ સમી વિકરાળ મુખમુદ્રા પણ એના દિલને ચળાવી શકતી હતી. એ તો મરણિયો બનીને પેલા માનવીની સાથે પોતાના કામમાં લાગી ગયો. મરવાની એને લેશ પણ પરવા ન હતી. અને પળવારમાં જ એનું કાર્ય સફળ થયું. જીવલેણ પીડામાં પડેલી ગાય બહાર આવી અને પોતાના ઉદ્ધારકની સામે આભારભરી દૃષ્ટિ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અભિષેક નાખતી ચાલી ગઈ. પેલો માનવી પણ પોતાના માર્ગે ચાલતો થયો. પેલો યાત્રાળુ પણ ધન્યતા અનુભવતો ભગવાન શંકરની પૂજા માટે સ્વસ્થ ચિત્તે આગળ વધ્યો. મહાદેવજી પાર્વતીને કહે છે, “સતી ! જોયો ને નામના ભક્તો અને સાચા ભક્તો વચ્ચેનો ફે૨ ? દોરંગી દુનિયાના તો આવા જ રંગઢંગ સમજવા ! પણ સાચી પ્રભુસેવા તો પ્રભુની આજ્ઞાને માનવામાં જ સમાયેલી છે. એ આજ્ઞાના પાલન માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર કે માથું આપનાર માનવી તો લાખે પણ એક મળવો મુશ્કેલ ! એ માથું આપે તે જ મારો સાચો સેવક ! અને તો પછી લાખો ભક્તોમાં એકાદને જ હું રાજ્ય આપું તો એમાં ભક્તો વચ્ચે ભેદ પાડ્યો કહેવાય ખરો ?” પાર્વતીજી હસતાં હસતાં મહાદેવજીને નમી રહ્યાં.* જૈનાચાર્ય શ્રીમેરુનુંગસૂરિકૃત ‘પ્રબંધચિન્તામણિ’માંના ‘વાસનાપ્રબંધ’ના આધારે. આવા પ્રબંધોનો સંગ્રહ કરનાર જૈનાચાર્યના દિલમાં કેવી ગુણગ્રાહક દૃષ્ટિ, કેવી ઉદારતા અને કેવી સર્વધર્મસમભાવની ઉમદા ભાવના ભરી હશે ! Page #224 -------------------------------------------------------------------------- ________________ આમઘડતરનો ઉત્સવ ( શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ : જીવનઝાંખી ) (જન્મ : તા. ૧૨ ૯ ૧૯૦, અવસાન : તા. ૭ ૧૨ ૧૯૮૫) આ કથાઓ લેખકને જાતઘડતર કરતાં માર્ગમાં મળી આવી છે. એમાં ધબકે છે ધિંગી જીવનકળા. આ વાર્તાઓ માણવા આવો થોડીક ડૂબકી લગાવીએ લેખકના જીવનમાં.. શ્રી રતિભાઈના પિતા “દીપા-ભગત' કહેવાતા. દીક્ષા પણ લીધેલી. એ ધાર્મિકતા રતિભાઈના જીવનમાં જુદી રીતે ખીલી. એમના સમગ્ર ઘડતરમાં સંપીલા, સંસ્કારી કુટુંબનું વાતાવરણ, પંડિતોમુનિવરોની દીર્ઘકાલીન છત્રછાયા અને આપકમાઈનો સંજોગ – એ બધાંએ ભાગ ભજવ્યો. ચંદન ખૂબ લસોટાયું. | એમના સાહિત્યમાં જૈન ધર્મ ને જૈન ઇતિહાસનું એમનું ઊંડું અધ્યયન ખૂબ ડોકાય. પણ ક્યાં ય સાંપ્રદાયિકતા નહિ. કારણ, શિવપુરી (મ.પ્ર.)ની જૈન સંસ્કૃત પાઠશાળામાં એમનું ખૂબ સમતોલ ઘડતર થયું હતું. શ્રી રતિભાઈ મૂળે તો ઠરેલ ચિંતન-વિવેચનનો જીવ. જૈન ધર્મ, જૈન સંઘ તેમ જ રાષ્ટ્રજીવન વિષે એમના વિચારો ચોખ્ખાચણક ને પાકા, છતાં સૌમ્ય. “ જૈન સત્યપ્રકાશ ” અને “ જૈન ' એ બે સામયિકો દ્વારા વર્ષો સુધી નિર્ભય સત્યકથનનો પરિશ્રમ કર્યો. એમની વાર્તાઓમાં ય આવું ગંભીર વિચારભાતું ખૂબ મળે. દરેક બાબતનો સાચો ઇતિહાસ જાણીને, તપાસ કરીને લખે. વાર્તાઓમાં ય એવું પૂરું ધ્યાન રાખે. એમની આવી ચીવટને કારણે એમની કલમે કચ્છના ભદ્રેશ્વર તીર્થનો સુંદર ઇતિહાસ તેમ જ આણંદજી કલ્યાણજીની પેઢીનો વિસ્તૃત ઇતિહાસ પણ મળ્યા. ઉપરાંત અનેક વ્યક્તિચરિતો, સંસ્થા પરિચયો, તીર્થપરિચયો રસાળ ભાષામાં લખ્યાં. ને પોતાના ચોખ્ખા, નિર્ભય જીવનને કારણે જૈન શ્રમણ સંસ્થામાં તટસ્થપણે ઠીકઠીક ઊંડા ઊતરેલા. બદીઓ હોય તે બેધડક ચીંધી બતાવે. તો ગુણિયલ સાધુઓ પર તન-મન-ધનથી વારી જાય પણ એવા. જૈન પરંપરાના પ્રાચીન મહાન આચાર્યો માટે એમનું હૃદય ભાવભીનું. આ કથાઓમાં એવાં રસપૂર્ણ શ્રમણચરિત્રો પણ યાદગાર છે. - તો સાથેસાથે દેશની આમપ્રજા વિષે, કુટુંબ-સમાજ વિષે, અર્થકારણની બેઢંગી રફતાર વિષે એમની ઊંડી જાણકારી અને સંવેદના. ટૂંકી આવક, છતાં અપાર અતિથિભક્તિ, માનવભક્તિ. એમની અનેક વાર્તાઓમાં આ માનવભક્તિ ઊભરાય છે. સમાજના અવગણાયેલા અંગરૂપ નારી બાબત એમના હૃદયમાં ઊંડાં આદર અને કરુણા. એટલે એમના હૈયે ચડેલાં અનેક તેજસ્વી નારીચરિતો આમાં સુપેરે ડોકાય છે. લેખકના જીવનની જેમ આ કથાઓનું વાચન એટલે ય આત્મઘડતરનો ઉત્સવ ! રામ વિભાગ Jain Education international