________________
૮૮ ૦ અભિષેક
જનતા એમની આ સાધનાને વંદી રહી.
[ s ] નિમિત્તશાસ્ત્રના પંડિત આર્ય કાલકની ખ્યાતિ ચારે તરફ વિસ્તરી રહી છે.
એક દિવસની વાત છે ઃ ખળખળ વહેતી ગોદાવરી નદીને તીરે એક વિશાલ વટવૃક્ષની નીચે આર્ય કાલક બેઠા છે. ત્યાં પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહન, એમની ખ્યાતિ સાંભળીને, એમના નિમિત્તશાસ્ત્રના જ્ઞાનનો પરચો જોવા આવી ચડે છે. આર્ય કાલકની સાધુતા પ્રત્યે રાજાના અંતરમાં ભક્તિ છે, પણ એમના નિમિત્તશાસ્ત્રના જ્ઞાન પ્રત્યે રાજાના મનમાં કુતૂહલ ભર્યું છે. રાજા એક સવાલ પૂછે છે, આર્ય કાલક નિમિત્તશાસ્ત્રના જ્ઞાનના બળે એનો તરત જ સાચો ઉત્તર આપે છે.
રાજા આતુરતાપૂર્વક સાંભળી રહે છે અને બીજો સવાલ મૂકે છે. એનો ઉત્તર પણ આર્ય કાલક સત્વર આપે છે.
રાજાના દિલમાં ભાવના જાગી ઊઠે છે.
શાલિવાહન ત્રીજો પ્રશ્ન પૂછે છે, એનો જવાબ પણ આર્ય કાલક યથાર્થ આપે છે.
રાજા ભક્તિથી ઘેલો ઘેલો થઈ જાય છે, એની અધૂરી ભક્તિ પરિપૂર્ણ બને છે. અને પ્રસન્ન થઈને એ ત્રણ પ્રશ્નોના સાચા જવાબોના બદલામાં આર્ય કાલકના ચરણે લક્ષમૂલ્યનું ડાબા હાથનું કર્યું અને બે કુંડલો ભેટ ધરે છે, ભેટ સ્વીકારી પોતાને કૃતાર્થ કરવા અભ્યર્થના કરે છે.
લાખ મૂલ્યનાં એ આભૂષણો તરફ આર્ય કાલક સ્મિતપૂર્વક પળભર નીરખી રહે છે, અને પછી, સંધ્યાકાળે કમળપુષ્પ બિડાય એમ, પોતાનાં નેત્રોને ઢાળી લે છે.
એમને મન લાખનાં આભૂષણો રાખ કરતાં પણ ઊતરતાં છે. જે પોતાના યોગને વિચલિત કરે, ભ્રષ્ટ કરે, એ પછી ગમે તેવું મહામૂલું કહેવાતું હોય - એનો યોગીને શો ઉપયોગ ? અકિંચન વ્રતધારી આર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org