SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાનું સુવર્ણ ૦ ૮૯ કાલકનું મન તો કોઈ દૂરદૂરની અમર સંપત્તિની શોધ કરી રહે છે. એ સંપત્તિની આગળ આ સંપત્તિનું માટીના ઢેફા જેટલુ ય મૂલ્ય નથી. પોતાની સાધનાના સુવર્ણની આગળ આ આભૂષણો તો એમને મન તણખલાની તોલે બની રહે છે. આર્ય કાલકની પાસે આજીવક શ્રમણો બેઠા હતા. એમને આ લાખમૂલાં આભૂષણો ભાવી ગયાં. આકડે મધ જેવો આ અવસર એમને જતો કરવા જેવો ન લાગ્યો. આવો લાભ કંઈ રોજ રોજ થોડો જ મળે છે ? તેઓ લાંબો વિચાર કર્યા વગર એ આભૂષણોને હાથમાં લઈને બોલ્યા : “ આર્ય કાલક, અમે તમને નિમિત્તશાસ્ત્ર ભણાવ્યું, અમે તમારા વિદ્યાગુ પણ અમારી ગુરુદક્ષિણા તો હજી બાકી છે ! તો ભલે આ આભૂષણો અમારી ગુરુદક્ષિણા બની રહે !” આર્ય કાલક તો સ્મિતપૂર્વક જોઈ જ રહ્યા. ગોદાવરીનાં ઘૂમરી લેતાં નિર્મળ જળ આ અજબ સાધનાના સાક્ષી બની વહેતાં રહ્યાં. એ ઘેઘૂર વડલો પણ પોતાની વડવાઈઓથી પણ વિશાળ એવી એ સાધુની વડાઈ જોઈ આનંદમાં ડોલી રહ્યો. સાધકને મન તો એની સાધનાના સુવર્ણમાં જ સર્વ સમાઈ જતું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy