________________
સાધનાનું સુવર્ણ ૦ ૮૭
ઉત્સાહથી, નિમિત્તશાસ્ત્રના અધ્યયન માટે, દૂર વસેલા પ્રતિષ્ઠાનપુર તરફ વિચરી ગયા !
[ ૫ ]
દક્ષિણ વિભાગની ધરતીને સજળ કરતી ગોદાવરી નદીને કાંઠે પ્રતિષ્ઠાનપુર નગર વસેલું છે. ત્યાં રાજા શાલિવાહનનું રાજ્ય તપી રહ્યું છે. નિમિત્તશાસ્ત્રના નિપુણ અનેક આજીવક શ્રમણો એ નગરીમાં વાસ કરી રહ્યા છે.
આર્ય કાલક તો, પોતાના વિપુલ શાસ્ત્રજ્ઞાનનો બધો ભંડાર અંતરમાં સમાવીને, એક સાચા વિદ્યાર્થી બની ગયા છે. નિમિત્તશાસ્ત્રના અધ્યયન વિના એમને બીજી વાતમાં રસ નથી. સાધુજીવનના આચાર અને નિમિત્તજ્ઞાનનો અભ્યાસ એમના શ્વાસ અને પ્રાણ બન્યા છે. એ તો જિજ્ઞાસાના પ્રેર્યા જુદા જુદા ગુરુઓને શોધે છે; અનેક શંકાઓ પૂછ્યા કરે છે; અનેક પ્રશ્નો પૂછીને સમાધાન મેળવે છે. ક્યારેક ક્યારેક તો નાના ગુરુ અને મોટા ચેલા જેવો તાકડો રચાઈ જાય છે ! પણ આર્ય કાલકને એનો જરા ય સંકોચ નથી, લેશ પણ શરમ નથી.
શરમને અને વિદ્યાધ્યયનને તો સો ગાઉનું અંતર. એ અંતરને આર્ય કાલક ઓળંગી ગયા છે. અજબ એમની સાધના છે, ગજબ એમનો પુરુષાર્થ છે. સૌના શિરોમણિ આર્ય કાલક અહીં તો સૌના સેવક જેવા બની રહ્યા છે.
એક વાતની ચાનક ચડી, એટલે એનો છેડો લીધે જ છૂટકો, એવો દૃઢ એમનો ક્ષત્રિયનો સ્વભાવ છે.
અને અંતરની એ દૃઢતાની વેલી એક દિવસે શતમુખ ફૂલડે પાંગરી ઊઠી. નિમિત્તશાસ્ત્રના અધ્યયન માટે પ્રૌઢ વયે વિદ્યાર્થી બનનાર આર્ય કાલક એક દિવસ નિમિત્તશાસ્ત્રના સમર્થ પંડિત તરીકે વિખ્યાત બન્યા.
આર્ય કાલકની સાધના
Jain Education International
સફ્ળ થઈ.
For Private & Personal Use Only
www.jainelibrary.org