SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ અભિષેક ગુલામોના જેવી એમની હાલત છે. દીન-હીન-કંગાલ એમની સ્થિતિ છે. દુઃખની અંધારી રાત એમને ઘેરી બેઠી છે. સુખનો સૂરજ એમનાથી સદા ય આઘો ને આઘો જ રહે છે. પણ બે બાંધવની પ્રીત એવી છે કે એ દુઃખના વિષને ય મીઠા અમૃતની જેમ પચાવી જાય છે. એમનો અવતાર આનંદ અને સુખમાં વીતી જાય છે. : પછી એ નિહાળે છે બીજો ભવ; જાણે રંગભૂમિનું બીજું દૃશ્ય શરૂ થાય છે ઃ કલિંજર નામનો પર્વત છે. ઊંડી ઊંડી કંદરાઓ અને ઊંચાં ઊંચાં શિખરોથી એ સોહે છે. વિકરાળ પશુઓ, ઘેરી ઘેરી વનજિ ખળખળ વહેતાં ઝરણાં એનો વૈભવ છે. ત્યાં બે મૃગલાં મોજથી ફરે છે, ચરે છે ને આનંદ કરે છે. એ મીઠાંમધ ઘાસ ચરે છે અને અમૃત સરખાં નીર પીએ છે. કદીક એ એકબીજા સાથે ગેલ કરે છે, તો કદીક ચારે પગે ઊછળી ઊછળીને છલંગો ભરતા ભરતા ગિરિકંદરાઓમાં ઘૂમી વળે છે. થાકે ત્યારે એકબીજાની ડોકમાં ડોક ભેરવી એ આરામ કરે છે. સંગીતના એ ભારે રસિયા છે, અને છેવટે સંગીતના ચરણે જ પોતાનું જીવન સમર્પી દે છે. વાત આગળ ચાલે છે; ત્રીજા ભવની નાટ્યભૂમિ અંતરચક્ષુ આગળ સ્પષ્ટ થાય છે : ળિયામણી મૃતગંગા ખળખળ નાદે વહી રહી છે. અમૃત સરખાં એનાં નીર છે અને સદા ય શીતળ અને સોહામણા એના તીર છે. એ તીરે બે હંસલા ફર્યા કરે છે. એ હેત-પ્રીતમાં મસ્ત રહે છે. જેવો સુંદર એ પ્રદેશ છે, એવા મનહર એમના દેહ છે. વખત પૂરો થાય છે અને બન્ને ત્યાંથી વિદાય થાય છે. ; વળી પાછું ચિત્ર બદલાય છે ચોથા ભવની ચમત્કૃતિ મનને આકર્ષી રહે છે ઃ કાશી નામનો દેશ છે. એક ચાંડાલને ત્યાં બે ય ભાઈ અવતાર લે છે. એકનું નામ ચિત્ર અને બીજાનું નામ સંભૂતિ. સંગીતવિદ્યામાં એ ભારે પાવરધા છે. એમની કથા તો ભારે લાંબી અને રંગરંગીલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy