SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં રાજાની ચાકરીમાં રહી એ થોડુંક ધન કમાયો, પણ એનું મન હંમેશાં ધનમાં જ રમ્યા કરે. બીજાના પૈસા જુએ અને એના મોંમાં પાણી છૂટવા લાગે. એને તો એમ જ થયા કરે : હું ક્યારે આટલું બધું ધન ભેગું કરું ? અને ખરચવાની વાત આવે તો તો એને તાવ જ ચડવા લાગે ! ચમડી જાય, પણ દમડી ન જાય એવો મખ્ખીચૂસ મમ્મણ શેઠનો અવતાર જ જોઈ લો ! સાત ભવ ૧૫ એવામાં એક બાવાજી એને મળી ગયા. બાવાજીનો વેશ તો હતો સાધુનો, પણ એની ઝોળી તો કીમતી હીરા-માણેક-મોતીથી ભરેલી હતી; એની પાસે ધનનો કોઈ પાર નહીં. - બ્રાહ્મણના લોભિયા દીકરાને તો ભાવતાં ભોજન મળી ગયાં જેવું થયું ! એ બાવાજીનો ચેલો બની ગયો. ગુરુની ખૂબ સેવા-ચાકરી કરે અને એના અડધા બોલે ઊભો થઈ જાય ! ગુરુ પણ એના પર ખૂબ પ્રસન્ન રહે. જોનારા કહે, “ આવો ચેલો તો ન ભૂતો ન ભવિષ્યતિ ! ભગવાન, ચેલા. આપજો તો આવા જ આપજો !” ગુરુ તો જાણે ચેલાની ભક્તિના દાસ બની ગયા. પણ ચેલાનું ધ્યાન હંમેશાં ગુરુના ધન ઉ૫૨ જ રહેતું. અને એક રાતે ચેલો, ગુરુને લોટ માગતા કરીને, ઘર ભેગો થઈ ગયો ! ધન જોઈને પેલા બ્રાહ્મણનો હરખ ન માયો. એણે ભગવાનનો પાડ માન્યો અને કહ્યું : “ ભગવાન, દીકરા હજો તો આવા હજો ! ” Jain Education International ભગવાને પરિષદામાં પોકાર પાડતા પેલા માનવીને વાતનો ભેદ સમજાવતાં કહ્યું : “એ દુર્ગ બ્રાહ્મણ, તે આજથી સાત ભવ પહેલાંનો તારો જ અવતાર ! એ ભવમાં ક્રોધ અને ક્લેશ કરીને ધન રળનાર તારો દીકરો તે ચંડ. માન અને મિથ્યાભિમાનથી ધન ભેગું કરનાર તારો બીજો પુત્ર તે આ પ્રચંડ. માયા અને છેતરપિંડીથી ધન ભેગું કરનાર તારો ત્રીજો પુત્ર તે તારી આ અભાગણી દીકરી ચુંડલી. અને ધનના લોભે પોતાના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy