SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ૦ અભિષેક ગુરુનો દ્રોહ કરનાર તારો એ ચોથો પુત્ર તે આ વોમ ! એ ચારે દિકરાઓએ ક્રોધ, માન, માયા અને લોભના માર્ગે લાવેલ ધનને તેં સંઘર્યું, એ લઈને તું ખૂબ રાજી થયો, અને તેં એવું પાપ કરનાર દીકરાનો ખૂબ ખૂબ વખાણ કર્યા. એ તારું પાપ આ ભવે પાડ્યું અને તું જનમનો દુખિયારો બની ગયો. એ ચાર જણ તારા સંતાનરૂપે જન્મ્યાં. પણ તારા વેરી જેવાં બની ગયાં. અને પોતાના પાપને લીધે, એ ચાર જનમીને સુખનો અંશ પણ પામ્યાં નથી ! જે જીવો ક્રોધ, માન, માયા અને લોભના માર્ગે જશે, એ તારા અને તારાં આ દીકરા-દીકરી જેવા જન્મભરનાં દુઃખી થશે. જે એ પાપમાર્ગનો ત્યાગ કરશે એને દુનિયાની કોઈ શક્તિ દુઃખી નહીં બનાવી શકે. પોતાના દુઃખનું કારણ જીવ પોતે જ છે.” પરિષદા ભગવાનની વાણીને અંતરમાં ઉતારીને સુખ દુઃખના ભેદ સમજી રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy