SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ વધે કે પશુ ? સંસારનાં બંધન પણ કેવી અજબ ચીજ છે ! કોઈને એ બંધન મધ જેવાં મીઠાં લાગે છે; એ હોંશે હોંશે એ બંધનની જાળમાં સપડાવામાં જીવનની કૃતાર્થતા સમજે છે. કોઈને એ બંધન વિષ જેવાં કડવાં લાગે છે, એ પરાક્રમ કરીને એ બંધનોને ફગાવી દેવામાં ધન્યતા અનુભવે છે. બંધનની મીઠાશ માનવીને ભોગ-વિલાસ, વૈભવ-સંપત્તિ અને એશ-આરામની સુંવાળી-લપસણી ભૂમિનો રસિયો બનાવે છે. બંધન તરફનો અભાવ માનવીને તપ-ત્યાગ, ધ્યાન-વૈરાગ્ય અને સંયમતિતિક્ષાના કંટકછાયા પંથે હોંશે હોંશે ચાલવા પ્રેરે છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જેવી ભાવના તેવી સિદ્ધિ. મહાવીર-વર્ધમાનની દૃષ્ટિ સાવ પલટાઈ ગઈ હતી : સંસારનાં બંધન એમને અજગરના ભરડા જેવા ભયંકર લાગતાં હતાં. ભોગ-વિલાસથી એમનું મન ઊઠી ગયું હતું, રાજસંપત્તિમાં એમને નિરર્થક ભારબોજની ઉપાધિનું દર્શન થતું હતું, અને કુટુંબકબીલામાં એમને આત્મવિસરામણની ભુલભુલામણી ભાસતી હતી. એ આત્માના આશક બન્યા હતા, અને એમની ભાવનાનો મોરલો આત્માના ટહુકાર જગાવવા માટે અધીરો બની બેઠો હતો : કયારે આ બંધન દૂર થાય અને કયારે આત્મસાધનાનો માર્ગ મોકળો બને ! એટલે તો સંસારમાં રહેવા છતાં એ સંયમીનું યોગીજીવન જીવતા હતા – સાક્ષાત્ જળકમળ જ ! વર્ધમાને કાયાની માયા-મમતા તો ક્યારની ઉતારી નાખી હતી, પણ કાયાનાં બંધનના ભોગ ભોગવવા હજી બાકી હતા. એ બંધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy