SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અભિષેક આવ્યો ! બાપડો આબાદ ફસાઈ ગયો ! ” બીજાએ કહ્યું : “ભાઈ, એ તો લોભિયા હોય ત્યાં ધુતારાને ઘી-કેળાં જ થાય ને !” પેલા બ્રાહ્મણ છોકરાને જાણે કમાણીનો માર્ગ મળી ગયો. એણે મોટા કીમિયાગરનો સ્વાંગ સજ્યો; અને એ ચારે કોર ફરવા લાગ્યો. કોઈને લોઢાનું રૂપું બનાવી દે; કોઈને પિત્તળનું સોનું કરી દે અને એકનાં બમણાં કરવાં એ તો જાણે એના ડાબા હાથનો ખેલ ! એણે કંઈક ઉત્તર સાધક રાખ્યા. જોતજોતામાં એની ભારે નામના • થઈ ગઈ. થોડા જ વખતમાં એણે જબરી માયાજાળ બિછાવી દીધી, અને ભલભલા હોશિયાર જીવો ય એમાં ફસાવા લાગ્યા. પછી તો એક લોભિયો વાણિયો એના પંજામાં સપડાઈ ગયો. આકડેથી મધ ઉતારી લેવું કોને ન ગમે ? ફૂંક મારે અને આંખ મીંચીને ઉઘાડે એટલી વારમાં લાખના બે લાખ ! તો પછી આવી કાળી મજૂરી કોણ કરે ? બળી આ મજૂરી, બળી આ હિસાબની માથાકૂટ, અને બળ્યા આ ચોપડા ! પેલા કીમિયાગરે છૂમંતર કરીને એકના બે, બેના ચાર, ચારના આઠ, સોના બસો બનાવી દીધા ! વાણિયો તો એના ઉપર વારી ગયો. અને પોતાના ઘરમાં હતું એટલું બધું ય સોનું લાવીને એણે એની આગળ ધરી દીધું ! ફૂંક મારે એટલી જ વાર. પાંચસો માસાનું હજાર માસા ! વાહ, ભાઈ વાહ ! કેવો અજબ ખેલ ! પણ અંતે લોભિયો વા ખાતો રહી ગયો અને તારો એવો પલાયન કરી ગયો કે વહેલું આવે પોતાનું ગામ ! આટલું બધું સોનું જોઈને પેલા બ્રાહ્મણની તો ડાગળી જ ખસી ગઈ ! એને થયું, આનું નામ ખરી વિદ્યા ! બીજી બધી વિદ્યા તો એની આગળ પાણી ભરે ! ચોથો દીકરો ધનની શોધમાં દરિયાને પેલે પાર પહોંચી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy