________________
સાત ભવ ૦ પ૩
આ છોકરો ય અભિમાન ધારણ કરીને આડંબર કરવામાં જરા ય ઓછો ઊતરે એમ ન હતો. એણે પણ મોટા યોગી જેવો સ્વાંગ રચ્યો અને ગર્વથી ધમધમતો એ પહોંચ્યો પેલા યોગી પાસે.
જાણે ફણીધરે ફેણ પછાડી. નવા યોગીનો આડંબર અને એના ચેનચાળા તથા સવાલ-જવાબ જોઈ જૂનો યોગી બાપડો વિમાસણમાં પડી ગયો. એને થયું: “શેરને માથે આ સવાશેર મળ્યો ખરો! હવે મારી દુકાન નહીં ચાલવાની !”
એટલે એણે તો નવા યોગી સાથે ઝટ સંધિ કરી લીધી : “અરે ભાઈ, આપણે બે તો ભાઈ કહેવાઈએ ! જે મળે એમાંથી અર્ધ અર્ધ સ્વાહા ! આપણે ઝઘડો કરીશું તો કોઈને ફાયદો નહીં થાય, અને સંપીને રહીશું તો બેયને લીલાલહેર થશે.”
પેલા બ્રાહ્મણના છોકરાને તો એટલું જ જોઈતું હતું. એને તો વગર મહેનતે પૈસાનો તડાકો પડવા લાગ્યો ! ચમત્કારે નમસ્કાર તે આનું નામ !
દીકરાનો બાપ તો પૈસાની કોથળીઓ જોઈને ગાંડોઘેલો થઈ ગયો. દીકરાની વાત સાંભળીને એ બોલ્યો : “કેવો હોશિયાર છે મારો આ છોકરો !”
બાપનાં વખાણ સાંભળીને દીકરાનું મગજ અભિમાનના સાતમા માળે પહોંચી ગયું ! પૈસા ભેગા કરવા એ તો એને માટે જાણે રમત વાત બની ગઈ !
ત્રીજો દીકરો ધંધાની શોધમાં બહુ ફર્યો, પણ ધન રળવાનો કોઈ માર્ગ અને ન જડ્યો !
ફરતો ફરતો એ કપિલપુર જઈ પહોંચ્યો. એક દિવંસ એ નિરાશ થઈને, લમણે હાથ દઈને, બેઠો હતો. એટલામાં એણે બે માણસોને વાત કરતાં સાંભળ્યા.
એકે કહ્યું : “જોયું ને, આપણો પાડોશી સોનાને બદલે પિત્તળ લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org