________________
પર ૦ અભિષેક
છોકરાને કંઈક વાગી ગયું. અને એ તો મંડ્યો ગાળો ભાંડવા, રાડો પાડવા અને રોવા. અને રોતો રોતો એ “મને બ્રાહ્મણના છોકરાને મારી નાખ્યો રે બાપલિયા !” એવો પોકાર પાડતો પાડતો રાજાની કચેરી તરફ જવા લાગ્યો.
આથી પેલા વૃદ્ધ બ્રાહ્મણના ક્રોધનો પારો ઊતરી ગયો. એને થયું : હવે શું થશે ? રાજા દડશે કે હેડમાં પૂરશે તો ?
એ જોઈને પેલા છોકરાના મિજાજનો પારો વધુ ને વધુ ઊંચે ચડવા લાગ્યો.
વૃદ્ધ જેમ તેમ કરી એને રોક્યો, અને કાલાવાલા કરી, પાંચસો રૂપિયા આપી, એને શાંત કરી, ઘર તરફ વિદાય કર્યો.
ઘરે પહોંચીને છોકરાએ પોતાનું પરાક્રમ વર્ણવી બતાવ્યું - જાણે પોતે મોટી બહાદુરી મારીને આવ્યો ન હોય !
પેલા ધનના લોભી બ્રાહ્મણને તો પાંચસો રૂપિયા સાકર જેવા લાગ્યા. દીકરાનો વાંક શોધવો તો દૂર રહ્યો, એણે તો ઊલટી એને શાબાશી આપી !
દીકરો ક્રોધ કરી. લડાઈ-ઝઘડા ઊભા કરી, લોકો પાસેથી પૈસા પડાવવામાં પાવરધો બની ગયો !
પૈસા આવતા હોય પછી પાપ સામે કોણ જુએ ? ધનલોભી બ્રાહ્મણ વિવેક ચૂકી ગયો અને આવા કમાઉ દીકરા ઉપર ખુશ રહેવા લાગ્યો !
બ્રાહ્મણનો બીજો છોકરો ફરતો ફરતો પહોંઓ કુશસ્થળપુર. એ ભારે તાલબાજ અને મોટી મોટી વાત કરવામાં ખૂબ હોશિયાર હતો.
એ કમાણીનો લાગ શોધતો શોધતો નગરમાં ફરવા લાગ્યો. ફરતાં ફરતાં એણે જોયું કે, ભૂઈલ નામના યોગીએ જબરું ધતિંગ જમાવ્યું હતું. અભિમાનની અને સિદ્ધિઓની મોટી મોટી વાતો કરી એ લોકો પાસેથી પુષ્કળ પૈસા પડાવતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org