________________
અક્કલ-હોશિયારીનો ઉપયોગ કરીને ધન ભેગું કરો. દુનિયાનાં દુઃખોને દૂર કરવાનો સો દર્દીના એક જ ઇલાજ જેવો ઇલાજ છે પૈસો. પૈસો હશે તો પરમેશ્વર પણ રાજી થશે.'
""
દીકરાઓએ કહ્યું : પિતાજી, આપની વાત અમે બરાબ૨ સમજ્યા. આપ જરા ય ચિંતા ન કરશો. અમે ઘર બરાબર ચલાવીશું, અને એ માટે આપનું મન ભરાઈ જાય એટલું ધન કમાઈ લાવીશું. લક્ષ્મી તો આવડતની દાસી છે અને અમને અમારી આવડત ઉપર પૂરો વિશ્વાસ છે. આ દુઃખના દહાડા હમણાં વીતી ગયા સમજો !”
સાત ભવ ૫૧
66
મોટો દીકરો પાસેના જ ગામ ગયો. એના પિતાના કાકા એ ગામમાં રહેતા હતા. એ વયોવૃદ્ધ હતા, સુખી હતા, પણ મિજાજના ભારે કડક હતા. વાતવાતમાં એમને વાંકું પડતાં વાર ન લાગતી; અને મગજનો પ્યાલો ફાટતો ત્યારે સાતમે આસમાને પહોંચતો ! પણ પોતાના ભત્રીજાનો દીકરો ઘણે વખતે આવ્યો હતો, અને એની સાથે એને કશી લેવડદેવડ પણ ન હતી, એટલે એ વૃદ્ધ જને પોતાના એ પૌત્રને આવકાર આપ્યો, સારી રીતે જમાડ્યો, અને સૌના ખબરઅંતર પૂછ્યા.
પેલાએ કહ્યું : “દાદા, મારા પિતાજીએ પોતાનો ભાગ માગવા મને અહીં મોકલ્યો છે. અમારો જે ભાગ હોય તે ઝટ અમને આપી દ્યો !”
બસ, આ વાતથી જાણે બળતામાં ઘી હોમાયું. દાદા ક્રોધથી ધમધમી ઊઠ્યા અને ભારે આકરાં વેણ બોલવા લાગ્યા. એમણે કહ્યું : * અરે નાલાયક ! ભાગ કેવો અને વાત કેવી ! તારો બાપ ધર્મવિદ્યાને બદલે ઠગવિદ્યા ભણ્યો લાગે છે ! એક પાઈ પણ હું આપવાનો નથી !
Jain Education International
પેલો છોકરો પણ આગની સામે આગ જેવો હતો. જાણે વજે વજ અથડાયાં ! એ તો કોપનો સાક્ષાત્ અવતાર બની ગયો; અને લાલ લાલ આંખો કરી, ન બોલવાના શબ્દો બોલ્યો – જાણે એ એનો દાર્દો જ ન હતો !
-
પછી તો વાત ચડી મારામારીએ. એમાં પેલા વૃદ્ધના હાથે એ
For Private & Personal Use Only
www.jainelibrary.org