SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમાર ૧૧૯ જવાય એવું શા માટે કરવું ? છેવટે તો સૌ આત્મા એકલા આવે છે ને એકલા જ જાય છે. કોઈ કોઈનું નથી. ભલે નંદીષેણ પોતાનું શ્રેય સાધે !' અને નંદીષેણને પ્રભુચરણમાં સ્થાન મળી ગયું. [૩] - સ્થવિર મુનિઓની દેખરેખમાં પ્રભુની સાથે વિચરતા નંદીષેણ મુનિના કાનમાં પ્રભુએ ઉચ્ચારેલા – “મહાનુભાવ ! તારે લલાટે તો હજુ ભોગો ભોગવવા લખ્યા છે ” એ શબ્દો રાતદિવસ ગુંજ્યા કરતા. રખેને પોતાનો આત્મા વાસનાની સુંવાળી જમીન ઉપર લપસી જાય એ ભયથી નંદીષેણ મુનિ સદાકાળ ઉગ્ર તપસ્યા અને સતત પરિશીલન કર્યા કરતા. tr પણ કેટલીક વાર કર્મ આગળ પુરુષાર્થને રાંક બનવું પડે છે. આટઆટલું ઉગ્ર તપશ્ચરણ અને આટલું સતત પરિશીલન; છતાં નંદીષેણ મુનિની વાસનાના અગ્નિ ઉપર જલછંટકાવ ન થયો. ઉગ્ર તપશ્ચર્યા અને સતત પરિશીલને એ વાસનાના અંગારાને શાંત કરવાના બદલે એની આસપાસ રાખનું પડ માત્ર ચડાવી દીધું. એટલે, બહારથી જોતાં વાસનાનો અગ્નિ શમી ગયો લાગવા છતાં, અંદરથી તો એ એટલો ને એટલો જ સળગતો હતો ! સહેજ પણ મોહકતાનો પવન લાગે કે તરત એ રાખ ઊડી જતી અને નંદીષેણ મુનિને વાસનાનો અનુભવ થઈ આવતો. એક વાર તો આ અનુભવ એટલો બધો અસહ્ય થઈ પડ્યો કે તેનાથી સદાને માટે છુટકારો મેળવવા સારુ નંદીષેણ મુનિએ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને જીવનનો અંત આણવાનો નિશ્ચય કર્યો ! 46 નંદીષેણ મુનિ પર્વતની ટોચે જઈ પહોંચ્યા અને ઝંપાપાત કરવાનો વિચાર કરવા લાગ્યા; ત્યાં જાણે અંતરના ઊંડાણમાંથી કોઈ બોલતું હોય તેમ તેમને લાગ્યું; જાણે એ અવાજ કહેતો હતો : ‘આત્મઘાત ! આપઘાત ! કેવો અધઃપાત ! શું આટલા માટે રાજવૈભવનો ત્યાગ કરીને મુનિવેષ ધર્યો હતો ? આત્મઘાત કરીને શી આત્મસિદ્ધિ મળવાની છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy