SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ૦ અભિષેક આપઘાતનું પાતક વહોરવાથી વાસનાનાં ભૂત કદી શાંત થયાં છે ખરાં? પાપ કરવાથી પાપની શાંતિ થાય ખરી ? અગ્નિમાં ઘી હોમીને અગ્નિ કોઈએ શાંત કર્યો જાણ્યો છે ? મૂર્ખ નંદીષેણ ! વાસનાઓ જો આ ભવે શાંત નથી કરી તો આવા સેંકડો આત્મઘાત પણ તેને શાંત નહીં કરી શકે ! સળગતી વાસનાઓ તો તારા સેંકડો જન્મોને ભસ્મીભૂત કરશે ! એને શાંત થવા દે, એટલે આપોઆપ તારો વિસ્તાર તને સૂઝશે !” નંદીષેણ મુનિને જાણે અંતરનો આદેશ મળ્યો હોય એમ એ પાછા ફર્યા અને ફરી પાછા ઉગ્ર તપશ્ચરણ અને સતત અધ્યયનમાં લીન રહેવા લાગ્યા. પણ વિધાતાએ તો એના માટે જુદો જ માર્ગ નિર્માણ કર્યો હતો ! [૪] ભિક્ષુ તરીકે ગામેગામ ફરતા નંદીષેણ મુનિ એક દિવસ ભિક્ષા લેવા ગયા, અને ભાવિના દોય અજાણપણે એક ગુણિકાના આવાસે જઈ ચડ્યા. મુનિ ધર્મલાભનો આશીર્વાદ ઉચ્ચારી ભિક્ષા માટે ઊભા રહ્યા ! ગણિકા મહેણું મારતી હોય એમ બોલીઃ “મહારાજ ! માર્ગ ભૂલ્યા લાગો છો. અહીં ધર્મલાભનું શું કામ? અહીં તો અર્થલાભ ખપે !” વિધાતાએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું. મુનિરાજથી આ મહેણું સહન ન થયું. તેમણે પોતાની લબ્ધિના બળે ગણિકાના મહેલમાં ધનનો ઢગલો ખડો કરી દીધો. - ગણિકા તો આભી જ બની ગઈ. તેને થયું : “આવું રાજકુમાર જેવું સુંદર રૂપ, આ ભરયૌવન વય અને ધન મેળવવાની આવી વિદ્યા ! ભલભલાને કામણ કરનારી હું જો આ અવસર હારી ગઈ તો મારી કળા બધી નકામી ગઈ સમજવી! મારી જીવનભરની કળાની આજે જ કસોટી એ જાણે મુનિરાજ ઉપર પોતાનો વિજય મેળવવા નીકળી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy