SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમાર ૧૨૧ 46 * તેમ, પાછા ફરતા મુનિરાજ આડે બારણામાં ઊભી રહીને, કામણગારું હાસ્ય વેરતી એ બોલી ઃ “મહારાજ, આ ધનને આમ અહીં મૂકીને ક્યાં ચાલ્યા ? મુનિરાજ ! આનો ઉપયોગ કોણ કરશે ? શું ભરયૌવન વય આમ જ વેડફી નાખશો ? પધારો, આ મહેલ અને આ દા આપના ચરણે સમર્પિત છે ! આપ એના સ્વામી છો ! નાથ ! ફરમાવો દાસીને શી આશા છે ?” આ મઘમઘી રહેલી માદક સુગંધ, શૃંગારભર્યાં ભિત્તિચિત્રો અને ચોતરફ ઊભરાતી વિલાસની સામગ્રી; એમાં ગણિકાના મોહક હાસ્યભર્યાં આ શબ્દો ભળ્યા ! બસ ! નંદીષેણની વાસનાના અગ્નિ ઉપરની રાખ હવાની લહરીના આછા સપાટે ઊડી ગઈ ! વાસનાનો અગ્નિ ફરીને ધખધખી ઊઠ્યો. નંદીષેણ મુનિ લપસ્યા ! વારાંગનાનો વિજય થયો. [ પ ] અનેક ભોગ-વિલાસોમાં ફરીથી મગ્ન થવા છતાં નંદીષેણે એક નિયમ રાખ્યો હતો, કે રોજ દશ માનવીઓને સંસારની અસારતાનો ઉપદેશ આપી ત્યાગના પંથે વળાવ્યા પછી જ ભોજન કરવું. રોજ સૂરજ ઊગતો અને નંદીષેણ દસ માનવીઓને ત્યાગી બનાવતા. આ નિયમ અચૂક રીતે પળાતો. વારાંગનાની મોહકતા, વિલાસની માદકતા કે મોજ-મજાની તાલાવેલી નિયમનો કદી ભંગ ન કરાવી શકતી. કાળદેવતાનો રથ વણથંભ્યો ચાલ્યો જાય છે અને બાર બાર વર્ષના સૂરજ ઊગીને આથમી ગયા છે. નંદીષેણ કુમાર ભોગ-વિલાસમાં એવા તો તરબોળ થઈ ગયા છે, જાણે ત્યાગનો માર્ગ કદી સ્વીકાર્યો કે અનુભવ્યો જ નથી ! પણ વખત આવ્યે આંબો ફળ્યા વગર નથી રહેતો. એક દિવસ નંદીષેણ કુમારે નવ જણને દીક્ષાના માર્ગે વળાવી દીધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy