________________
૧૨૨ અભિષેક
હતા. ભોજન-સમય વીતી ગયો છે, પણ દશમો જણ કોઈ મળતો નથી. ગણિકા અને કુમાર બન્ને અકળાતાં હતાં. બપોરાં થયાં, પણ કોઈ ન મળ્યું. ભૂખથી બન્ને ક્લાન્ત થઈ ગયાં હતાં. ત્યાં કંઈક વિનોદ કરીને આનંદ મેળવવા માટે ગણિકા હસતી હસતી બોલી : કુમાર, દસમા દીક્ષાર્થીની રાહમાં આટલો બધો વખત શું ગુમાવો છે ? બીજો કોઈ ન મળે તો તમે પોતે ક્યાં દૂર છો. દસમા દીક્ષાર્થી તમે પોતે થાઓ એટલે પત્યું !” અને, જાણે સૂતેલા સિંહને કોઈએ જોરથી ફટકો માર્યો હોય તેમ, નંદીષેણનો સૂઈ ગયેલો ત્યાગી આત્મા ફરીને જાગી ઊઠ્યો. તેને થયું : ‘ત્યાગમાર્ગનો ઉપદેશ આપીને હજારો માનવીઓને ત્યાગના માર્ગે દોરનાર હું આ વાસનામાં શું જોઈને ફસાયો હોઈશ ? ત્યાગને પોતાના આત્મામાં ઉતાર્યા વગર બીજાને એનો ઉપદેશ શા ખપનો ?' અને નંદીષેણ વધુ ને વધુ વિચારમગ્ન થવા લાગ્યા !
.
જે વારાંગનાના કામણભર્યા હાસ્ય નંદીષેણ મુનિને ભોગી ભ્રમર બનાવ્યા હતા, તે જ વારાંગનાના ટોળભર્યા ઉપહાસમાંથી નંદીષેણ કુમારને ત્યાગી મુનિનો માર્ગ લાધી ગયો ! માર્ગભૂલ્યા મુસાફરને જાણે માર્ગ મળી ગયો !
અને પછી તો ગણિકાનાં સેંકડો વિનંતીઓ, હજારો કાકલૂદીઓ અને લાખ લાખ આંસુઓ નંદીષેણ કુમારને ન રોકી શક્યાં !
કમળપત્ર ઉપરથી જળબિંદુ સરી જાય એમ એ બધું એના અંતર ઉપરથી સરી ગયું. લેપાયેલ નંદીષેણ આજે જાણે સાવ નિર્લેપ બની બેઠા
હતા.
અને તે જ દિવસે નંદીષેણ કુમાર કામવાસના ઉપર વિજય મેળવી ફરી પ્રભુચરણમાં જઈ પહોંચ્યા !
મહામુનિ નંદીષેણનો ફરી જયજયકા૨ ગાજી રહ્યો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org