________________
સંતોની ભિક્ષા ૧૪૭
અકબર બાદશાહ તો શાની અને પ્રતાપી ધર્મગુરુઓને હંમેશાં ઝંખ્યા જ કરતા હતા. બાઈ પાસેથી એના ગુરુ હીરવિજયસૂરિનું નામ સાંભળ્યું, અને તરત જ શહેનશાહે એમને ફતેહપુર સિક્રી પધારવા, ગુજરાતના સૂબેદાર શહાબુદ્દીન અહમદખાં મારફત, આમંત્રણ મોકલ્યું.
એ આમંત્રણ લઈને અમદાવાદના શ્રાવકો આચાર્યશ્રી પાસે ગંધાર બંદરમાં આવ્યા હતા અને આચાર્યશ્રીએ એ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.
ધર્મના કામમાં ઢીલ નહીં એમ વિચારીને ચોમાસું પૂરું થયું એટલે આચાર્ય હીરવિજયસૂરિજીએ ફતેહપુર સિક્રી તરફ વિહાર કર્યો. પંથ લાંબો હતો, ઉંમર પણ પંચાવન વર્ષ જેટલી થઈ હતી, અને બધી મજલ પગપાળા જ પૂરી કરવાની હતી. પણ વિશ્વકલ્યાણના ધર્મકાર્યમાં આળસ કેવી ? કાયા તો આજે છે અને કાલે નહીં હોય; એના દ્વારા સાધી લીધેલ સુકૃત જ એનો સાચો સાર છે. આચાર્યની સાથે અનેક જીવનસાધક અને વિદ્વાન મુનિવરોનું જૂથ હતું.
આ તો હતી સંતપુરુષની પદયાત્રા. જગત પાસેથી જીવનચર્યા માટે જરૂરી હોય એવી અને એટલી જ સામગ્રી સિવાય બીજી વસ્તુઓ નહીં સ્વીકારવાનું અને નહીં સંઘરવાનું એમનું વ્રત હતું. અને વિશ્વમાં મૈત્રીભાવની સુવાસ પ્રસરાવવાનો એમની આ સાધનાનો મંગળ હેતુ હતો. એમને માટે તો આખું વિશ્વ પોતાનું હતું. અમીવર્ષણ મેઘની જેમ એ જ્યાં જતા ત્યાં ધર્મામૃતની વર્ષા કરીને જનસમૂહના અંતરને, કમળની જેમ, વિકસિત કરતા; અને અધર્મ, અન્યાય, અત્યાચાર અને અનાચારનાં પાપજાળાંને દૂર કરવા સદા સૌને જગાડતા રહેતા.
સૂરિજીના વિહારના માર્ગમાં એક નાનીસરખી જાગીરનું ‘સરોતર ' નામે ગામ આવે. ત્યાંનો ઠાકોર અર્જુનસિંગ ભારે જોરાવર અને ખૂબ માથાભારે માણસ હતો. લોકોને રંજાડવા, ખાતર પાડવાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org