________________
૧૪૬ ૦ અભિષેક
મૌર્ય સમ્રાટ અશોક સાથે કરી છે.
પોતાની ધર્મજિજ્ઞાસાને સંતોષવા બાદશાહ અકબર, રાજસભાની જેમ, નિયમિત ધર્મસભા ભરતા, અને એમાં પધારવા જુદા જુદા ધર્મના વિદ્વાન ગુરૂઓને આમંત્રણ આપતા. સમ્રાટ વિક્રમાદિત્ય અને રાજા ભોજની પંડિતસભાની જેમ, બાદશાહ અકબરની ધર્મસભાની પણ ચોમેર ખૂબ નામના હતી.
થોડા દિવસ પહેલાં જ બાદશાહ અકબર કાબૂલના પ્રવાસેથી પાછા ફર્યા હતા, અને ત્યાંના કંઈ કંઈ પ્રસંગો અને ત્યાં થયેલ ઓલિયા જેવા સંતોની મુલાકાતોનાં કંઈ કંઈ સ્મરણો એમના અંતરમાં રમી રહ્યાં હતાં. એક દિવસ આવા જ કોઈ વિચારમાં તેઓ આગરાના રાજમહેલના ઝરૂખામાંથી નગરને નિહાળી રહ્યા હતા.
ત્યાં એમણે જોયું, કે નગરના રાજમાર્ગ ઉપરથી એક વરઘોડો જઈ રહ્યો હતો. વરઘોડામાં એક બાઈ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને અને પૂજાની સામગ્રી લઈને પાનામાં બેઠી હતી. અને લોકો ઉમંગથી ધર્મનો જયજયકાર બોલાવતાં ચાલી રહ્યા હતા.
એ જોઈને બાદશાહને કુતૂહલ થયું: “આ શું?” એમણે પોતાના પરિચારકને પૂછ્યું.
પરિચારકે કહ્યું : “બાદશાહ સલામત, આ જુલૂસ સેવડા (શ્રાવક) કોમનું છે. કહે છે કે, આ માનામાં બેઠેલી બાઈએ છ મહિનાના ફાકા (ઉપવાસ) કર્યા છે અને એ પોતાના દેવનાં દર્શન કરવા જુલૂસ સાથે જઈ રહી છે. એ બાઈ આપણા શ્રેષ્ઠી માનસિંહની કંઈક સગી થાય છે. અજબ છે આ સેવડા લોકોનો મજહબ !”
છ મહિનાના ઉપવાસ ! ન માની શકાય એવી વાત ! સમ્રાટ તો વિચારમાં જ પડી ગયા. પણ એ ખરા જિજ્ઞાસુ અને સત્યના ચાહક માનવી હતા. એમણે બાઈને જઈને પૂછ્યું. બાઈએ નમ્રતાપૂર્વક પોતાના તપની વાત કરી અને આ બધો પ્રતાપ પોતાના ઈષ્ટદેવની અને ગુરુની કૃપાનો જ હોવાનું કહ્યું.
- છ પડી ગયા. અને પૂછવું. બાઈની અને ગુરુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org