SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ચારિત્ર ખાંડાની ધારો જી ! ziczki 2 A 2 1 2 તગરા નગરીના વ્યવહારિયા દત્ત શ્રેષ્ઠી અને ભદ્રા શેઠાણીના અંતરમાં એક દિવસ ઊર્મિના ઓઘ ઊભરાયા. પણ ઊર્મિના એ ઓઘ રંગરાગ, વૈભવવિલાસ કે ભોગશૃંગારના ન હતા, એમાં તો તપ, ત્યાગ અને સંયમનો થનગનાટ જાગી ગયો હતો. સુખ અને વૈભવભર્યું જીવન માણતાં દત્ત અને ભદ્રા હજી યૌવનનો માર્ગ વટાવી ન ગયાં. ત્યાં તો અમર ધર્મ-વસંતના અનોખા વાયરા એમનાં અંતરને સ્પર્શી ગયા. એ વાયરાએ એમનાં અંતરમાં કંઈ કંઈ ફૂલો ખીલવી દીધાં. એ ફૂલો હતાં ત્યાગનાં, તપનાં, સંયમનાં, તિતિક્ષાનાં, વૈરાગ્યનાં. પતિ-પત્ની વિચારતાં હતાં : “આટઆટલાં સુખવૈભવ માણ્યાં છતાં મનને સંતોષ ન થયો. હવે પછી પણ, ગમે તેટલા વૈભવવિલાસ માણીશું છતાં, એને સંતોષ થશે અને એ દિશામાંથી એ પોતાનું મુખ આનંદપૂર્વક ફેરવી લેશે, એની ખાતરી પણ ક્યાં છે ? તો પછી પાતાળકૂવા જેવા મનને ભર ભર કરવાથી શો લાભ ? સર્યું આ વૈભવ-વિલાસથી, અને સર્યું આ ધન-સંપત્તિથી ! “એ સંપત્તિ કદી કોઈની થઈ નથી કે કોઈની સાથે કદી ગઈ નથી ! તો પછી એની પાછળ જ આખી જિંદગી શા માટે ખરચી. દેવી? કંઈક એવું કાર્ય ન કરવું કે જે આ જિંદગીના સંકેલાયા પછી પણ સાથે આવે ? અને પતિ-પત્નીએ એક દિવસ સંસારને તજીને વૈરાગ્યનાં ચરણ સેવવાનો સંકલ્પ કર્યો. પણ એ સંકલ્પ પાર પાડવામાં એક મોટો અંતરાય હતો એમનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy