SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અભિષેક એકનો એક પુત્ર અરણિક હજી સાવ બાળ હતો. કાળજાની કોર જેવા આવા લાડકવાયા પુત્રને બાલ વયે તજવા ક્યાં માબાપ તૈયાર થાય ? વાત્સલ્યનાં આવાં બંધનોને દૂર કરવાં એ કંઈ સહેલું નથી. માતાપિતા ભારે વિમાસણમાં પડી ગયાં. એક બાજુ વૈરાગ્યનો સાદ ગાજી રહ્યો હતો, બીજી બાજુ વાત્સલ્યનો નાદ ગાજી રહ્યો હતો. આમ વૈરાગ્ય અને વાત્સલ્ય પતિ-પત્નીના અંતરમાં ભારે મનોમંથન જગવી રહ્યાં હતાં. . એમાં ય ભદ્રા-માતાની સ્થિતિ તો કથી કથાય નહિ એવી હતી. એને થતું ઃ આવા ફૂલ જેવા બાળકને કોને ભરોસે તજી દેવો ? આટઆટલી સંપત્તિ કોને સોંપવી ? અને સંપત્તિની લાલચે એનું જતન કરવાનું વચન આપનાર પણ છેવટે છેતરી નહીં બેસે એની શી ખાતરી ?’ પણ પતિપત્નીનું મનોમંથન ભારે વેગીલું હતું. એમને ઘરમાં રહેવું હવે અસહ્ય બની ગયું. એટલે એ મનોમંથનમાંથી એમણે એક નવનીત શોધી કાઢ્યું : ‘જે માર્ગે માતાપિતા એ માર્ગે જ પુત્ર ! પોતે મુક્તિને માર્ગે જવું અને પુત્રને બંધનને માર્ગે વાળવો એ ન શોભે. બધાં ય સાથે જ સાચું !' અને એમણે વૈરાગ્ય અને વાત્સલ્ય, બેયનો સુમેળ સાધી લીધો અને એક દિવસ પતિ, પત્ની અને પુત્ર શ્રેષ્ઠી દત્ત, શેઠાણી ભદ્રા અને બાળક અણિક ત્રણે ઘર તજીને ગુરુને ચરણે જઈ બેઠાં ! - એમને મન હવે ધર્મના શરણ સિવાય બીજાં બધાં શરણ નિઃસાર બની ગયાં હતાં. બાળ મુનિ અણિકના અંતરમાં હજી સંસાર અને વૈરાગ્યના ભેદ નહોતા પ્રગટ્યા. એ તો પોતાનું બાળસહજ જીવન આનંદમાં વિતાવતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy