SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ખાંડાની ઘારો જી ! ૦ ૧૧ હતો. અને મુનિ દત્તે પણ મુનિવેશ ધારણ કર્યો હતો, પણ એમના અંતરમાંથી પુત્રવાત્સલ્યની મંગલ સરવાણી સુકાઈ ગઈ નહોતી. મસ્તકનું મુંડન ભલે થયું, મનનું મુંડન થવું સહેલી વાત ન હતી ! એટલે એમનું મન તો સદા સર્વદા અરણિકમાં જ લાગેલું રહેતું. મુનિજીવનના આચારો અને આચરણો તો પાળવાનાં હતાં જ, પણ એથી એમનો પુત્ર પ્રત્યેનો અનુરાગ ઓછો ન થતો. અરણિક પ્રસન્ન રહે, એને કોઈ વાતે ખામી ન આવે, એની બધી સગવડ સચવાય અને એનું મન મૂંઝાય નહીં, એ માટે દર મુનિ સદા સાવધાન રહેતા – જાણે બાળમુનિની સારસંભાળ એ જ એમનું જીવનધ્યેય ન હોય! ગમે તેમ તો યે પિતાનું મન હતું ને ! બાળમુનિ ઉંમરલાયક થવા આવ્યા તો ય પિતાને મન તો એ બાળ જ રહ્યા! આમ મુનિને કોઈ ગોચરી-ભિક્ષા લેવા જવાનું કહે તો દત્ત મુનિ પોતે જ એની વતી ભિક્ષા લેવા જાય ! એમને એમ કે રખે ને મારો અરણિક ભિક્ષા લેવા જતાં શરમાઈ જાય કાં કરમાઈ જાય ! ભિક્ષાવૃત્તિ તો આકાશવૃત્તિ છે. કોઈ કાંઈ બોલી જાય અને એના મનને કયાંક ઓછું આવી જાય ! અને સ્વતંત્ર રીતે ભિક્ષા લેવા જવાના એના દિવસો હજી ક્યાં વહી ગયા છે? સાધ્વી ભદ્રા પણ અરણિકને વિસરી ન શક્યાં. એનું અંતર તો જાણે “મારો અરણિક ! મારો અરણિક ! એ કેમ સૂતો હશે અને કેમ રહેતો હશે ? કેમ ભણતો હશે અને કેમ સાધુજીવન જીવતો હશે? એને કોઈ વાતની તકલીફ તો નહીં હો ?' એમ નિરંતર પુત્રને સંભાય જ કરતું. માતૃત્વની અમર ગંગા એવી તે અવિરત વહેતી રહી કે એને કોઈ ત્યાગ, કોઈ તપ, કોઈ સંયમ કે કોઈ વૈરાગ્યનો ઉગ્ર તાપ પણ સૂકવી ન શક્યો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy