________________
૧૨ ૦ અભિષેક
કોઈક અવસર મળ્યું બને અરણિકને મન ભરીને નીરખી જતાં અને એને પ્રસન્ન જોઈને અંતરમાં અનેરી યઢક અનુભવતાં.
આ રીતે લોહીના સગપણે બંધાયેલાં ત્રણ સાધકોનો સમય પસાર થતો હતો.
એક વાર ત્રણે ય એક ગામમાં હતાં. ઉનાળાનો સમય હતો. દત્ત મુનિ વૈરાગ્ય અને પુત્રવાત્સલ્યમાં કાયાને ઘસીને એક દિવસે સ્વર્ગે સંચરી ગયા.
યૌવનમાં ડગ માંડતા મુનિ અરણિકને માટે દુખના દહાડા આવી પહોંચ્યા. છતાં કોઈ કોઈ વાર માતાનું દર્શન એને આશ્વાસન આપી જતું અને સંયમમાં સ્થિર થવાની પ્રેરણા આપતું.
હવે તો પિતા દત્તમુનિ નહોતા. એટલે વડીલ અને વૃદ્ધ શ્રમણોની શુશ્રુષા કરવાનું અને ગોચરી લાવવાનું કામ મુનિ અરણિકને માથે આવી
પડ્યું.
કદી કામ નહીં કરેલું એ કામ કરવાનું માથે આવ્યું. અને એમાં ય અંતરમાં નમ્રાતિનમ્ર ભાવ ધરીને – અરે, નામશેષ જેવા બનીને – ભિક્ષા લેવા જવાનું માથે આવ્યું ! મુનિ અરણિકને માટે તો એ કોઈ રાજકુમારને નોકરી કરવા જવું પડે એવું વસમું થઈ પડ્યું.
પણ આ તો મણ જીવનઃ એમાં શરમ કરી ન ચાલે, પ્રમાદ સેવ્યો ન પાલવે ; કર્તવ્યનું અણીશુદ્ધ પાલન એ જ એનો એકમાત્ર માર્ગ,
યુવાન મુનિએ એ માર્ગે પોતાના મનને પળોટવા પ્રયત્ન આદર્યો.
નગરના એક માર્ગ ઉપર એક સુંદર હવેલી આવી રહી હતી. ભારે મોટી તો નહીં, પણ બે ઘડી જોઈ રહેવાનું મન થાય એવી નમણી ઃ જાણે યૌવનમાં ડગ માંડતી કોઈ નવોઢા જ જોઈ લ્યો ! 1 ઝીણી ઝીણી કોરણી, માપસરની માંડણી, નાજુક નાજુક એનાં છજાંઝરૂખા, ઠેર ઠેર દોરેલી સુરેખ ચિત્રાવલી અને રંગોની મિલાવટથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org