SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ખાંડાની ધારો જી ! શોભતી એ હવેલી જાણે એના માલિકના સુખી અને સમૃદ્ધિશાળી જીવનની શાખ પૂરતી હતી. કોઈ કોઈ વાર એ હવેલીમાંથી સંગીતની મધુર સૂરાવલીઓ રેલાતી અને ત્યાંથી પસાર થતા વટેમાર્ગુના મનને રોકી લેતી. વટેમાર્ગુ પળવાર ત્યાં થંભી જતો અને નયનમનોહર હવેલીને જોઈને અને કર્ણમધુર સૂરાવલીને સાંભળીને પ્રસન્ન પ્રસન્ન થઈ જતો. એ ક્યારેક વિચારતો : ‘કેવાં સુખી હશે આ હવેલીનાં વસનારાં !' પણ ઊજળું એટલું બધું દૂધ નહીં, અને પીળું એટલું બધું સોનું નહીં ! હવેલી યે ભવ્ય હતી અને સંપત્તિ યે અઢળક હતી; પણ ભર્યા સરોવર વચ્ચે ય ચાતકનું ભાગ્ય તરસે મરવાનું હોય, એવું આ હવેલીને થયું હતું. એ હવેલીમાં વસતી હતી માત્ર એક જ નારી. દાસ-દાસી તો ઘણાં હતાં, પણ ઘરનું સ્વામીપણું તો માત્ર એ એક નારીનું જ હતું. એ નારી પણ કેવી ! જાણે અપ્સરાનું રૂપ જ જોઈ લ્યો. એવી જ પાતળી દેહયષ્ટિ, એવું જ લાવણ્યભર્યું મુખ, એવો જ ઓજસભર્યો વર્ણ ! જાણે કોઈ શિલ્પીએ સંગેમરમરમાં કોતરેલી કોઈ દેવાંગના જ ! એને તે નારા કહીએ, માનુની કહીએ, ભામિની કહીએ કે કામિની કહીએ એ બધું ય જાણે એમાં સાકાર થતું હતું. એના બોલ પણ એવા મીઠા ! એની ચાલ પણ એવી મોહક ! ખાવાપીવાની એને ત્યાં કોઈ કમીના ન હતી. સોનારૂપાનાં સોગઠે એ રમતી. અને હીરા-માણેક અને મણિમુક્તાફળનાં આભૂષણોનો એને ત્યાં કોઈ પાર ન હતો ! હીરચીર તો એને ત્યાં જાણે અભરે ભરાતાં. આ બધું ય હતું, છતાં એની દશા વનવગડામાં રૂપબાઈ એ...ક...લી ' જેવી હતી ! • 6 Jain Education International ૧૬૩ એ પ્રોષિતભર્તૃકા હતી. એના અંતરનો સ્વામી વર્ષોથી પરદેશ સિધાવ્યો હતો. પિયુના વિયોગમાં એ ઝૂરતી હતી, અને એનું યૌવન તો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy