________________
૧૪ ૦ અભિષેક
હિલોળે ચડ્યું હતું. પિયુ હોય કે ન હોય, યૌવન તો પોતાની પાંખો. પસારવામાં કોઈની વાટ જોતું નથી.
એ સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતી અને એનું મન બેકાબૂ બની જતું. એ સાદાં વસ્ત્રો પહેરતી અને એની કાયા વધારે રૂપ કાઢી બેસતી.
એનું દિલ પ્રિયજનના કંઠાશ્લેષ માટે તલસી રહ્યું હતું. ભર્યા સરોવર વચ્ચે જાણે ચાતકી તૃષામાં તરફડતી હતી.
છતાં યૌવનને તો કશી જ શરમ ન હતી ! ઘીનો ઘડો જાણે એના ઓગાળનાર અગ્નિની રાહ જોતો હતો !
બિચારી પ્રોષિતભર્તૃકા !
અરણિક મુનિએ હજી ભિક્ષા માટે નીકળવાનો પ્રારંભ જ કર્યો હતો. મન તો કોઈ રીતે માનતું જ નહીં, પણ સાધુજીવનનો ધર્મ તો પાળવો જ પડતો !
એક દિવસની વાત છે. બે પ્રહર દિવસ વીતી ગયો હતો. ગ્રીષ્મ ઋતુનો સમય હતો. સૂર્ય બરાબર મધ્યાä આવ્યો અને અરણિક મુનિ અને બીજા શ્રમણો ભિક્ષા માટે નીકળ્યા.
બીજા શ્રમણો તો ટેવાયેલા અને કાબેલ, એટલે ઝટ પોતાના માર્ગે આગળ નીકળી ગયા. પણ મુનિ અરણિક પાછળ રહી ગયા અને એકલા પડી ગયા.
ઉપર આકાશમાંથી જાણે આગ વરસતી હતી; ધરતી પણ તવાની જેમ તપી ગઈ હતી. હવામાંથી જાણે ઊની ઊની વરાળો ઊઠતી હતી. ઉઘાડા પગ અને ઉઘાડું માથું, અને શરીરે જીર્ણશીર્ણ આછાં વસ્ત્રો ! અરણિક મુનિની સુકોમળ કાયા જાણે આ પંચાગ્નિ પાસે ત્રાહ્ય ત્રાહ્ય પોકારી રહી હતી.
આખી કાયા તપી ગઈ. બધાં અંગો પરસેવાથી રેબઝેબ થઈ ગયાં. ચહેરો તાંબા જેવો રક્તવર્ણી બની ગયો. સુકોમળ મુનિ અરણિકનું ચિત્ત આ અસહ્ય યાતના આગળ જાણે રાંક બની ગયું. અરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org