________________
પદ્મપરાગ ૦ ૩૧
એટલે ભગવાનને તો કષ્ટોના વલોણાથી કાયાનું જેમ વધારે મંથન થતું તેમ આત્મશુદ્ધિનો અમૃતકુંપો વધારે નજીક આવતો લાગતો.
ભગવાનને મન તો દુઃખ એ સુખની ખાણ જ હતી.
ક્રોધનાં કડવાં ફળ એક વાર ભગવાન વૈશાલીમાં સમોસર્યા.
રાજમહેલના ત્યાગીને હવે રાજમહેલ કે હવેલીની કોઈ ખેવના ન હતી. વૈભવ-વિલાસ તો એમને મન બેડીઓ જેવા બની ગયા હતા અને સુખસગવડનો તો એમને કોઈ વિચાર જ આવતો ન હતો.
કોઈને અગવડ ન થાય, કોઈને અપ્રીતિ ન થાય, મોહમાયાનું કોઈ બંધન આડે ન આવે એવી થોડીક જગા મળી રહે એટલે બસ.
વૈશાલી તો કેવી ભાગ્યશાળી નગરી !
તેમાં ય ભગવાનનું તો એ વતન. એ ઇચ્છે તો એક કરતાં એકવીસ ઉતારા એમને મળી રહે.
પણ ભેખ ધરીને ચાલી નીકળેલાને તો બધી ધરતી સરખી હતી : શું હવેલી કે શું ઝૂંપડું !
ભગવાને તો એક લુહારના ડેલામાં ઉતારો કર્યો.
એ ડેલાનો માલિક લુહાર છ મહિનાથી માંદો હતો અને રોગથી હેરાન થઈને એ બીજે ચાલ્યો ગયો હતો. એ સાજો થઈને પોતાનાં સગાં-વહાલાં સાથે આજે જ પોતાની કોઢમાં પાછો આવ્યો હતો.
આવતાવેંત એણે જોયું તો એક મૂડિયો પોતાના મકાનમાં ઊતરેલો !
એ તો ચિડાઈ ગયો ઃ માંડ માંડ મોતના મોંમાંથી બચીને, સાજો થઈને, આજે ઘેર પાછો આવ્યો, ત્યાં પહેલાં દર્શન આ મૂંડિયાનાં થયાં ! કેવાં મોટાં અપશુકન !
એનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org