SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૦ અભિષેક મહેનત વગર ફળ નથી. તપ વગર સિદ્ધિ નથી. દુખ વગર સુખ નથી. ભગવાન તો આત્માના કુંદનને ધમવા નીકળ્યા હતા. જે માર્ગે આત્મા વધારે કસોટીએ ચડે એ જ એમનો માર્ગ – ભલે પછી એ માર્ગે જતાં ગમે તેવાં સંકટ આવી પડે. એક વાર ભગવાને વિચાર્યું : પોતાને ઓળખતા હોય એવા પ્રદેશોમાં કરવામાં શી વડાઈ ? આત્માને તાવવો હોય તો અજાણ્યા પ્રદેશમાં જવું અને જે દુઃખ આવી પડે તે સમભાવે સહન કરવું; તો જ આત્મા રાગ અને દ્વેષના સાણસામાંથી છૂટો થાય અને વીતરાગપણાને પામે. ભગવાન તો ચાલ્યા લાઢ દેશમાં. એ દેશ પણ કેવો? અને ત્યાંના માનવી પણ કેવાં? ભારે દુર્ગમ એ દેશ અને ભારે ઘાતકી ત્યાંનાં માનવી ! માણસાઈ, દયા કે ભક્તિને તો કોઈ જાણે જ નહીં. વગર વાંકે માર મારે અને વગર કારણે હેરાન કરે ! કોઈકે ભગવાનને કૂતરા કરડાવ્યા, તો કોઈએ માર મારીને હંકી કાઢ્યા. ખાવાનું પણ ક્યારેક લૂખુંસૂકું મળી રહે તો બહુ સમજવું. ભગવાનના શરીરમાંથી માંસ કાપી લેતાં પણ એમને આંચકો ન લાગતો. એમના ઉપર ધૂળ ઉડાડવી, એમને નીચે પાડી દેવા એ તો એમને મન રમતવાત ! પણ ભગવાન તો એ બધું સમજીને જ ત્યાં ગયા હતા. એ જાણે મનને કહેતા સામે મોંએ ચાલીને આ કષ્ટો માંગી લીધાં છે, પછી પાછા હઠવાનું કે દુઃખ લગાડવાનું ? એમને મન આવાં બધાં કરો તો અંતરની અહિંસાની કસોટીરૂપ હતાં. સુખમાં તો સૌ અહિંસક રહે , પણ અસહ્ય વેદના વચ્ચે, વેદના આપનાર ઉપર પૂર્ણ અહિંસક ભાવ રહે તો જ અહિંસાની ખરી પરીક્ષા થાય અને આત્માનો સાક્ષાત્કાર થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy