________________
૩૨ ૦ અભિષેક
એ તો વજનદાર ઘણ ઊપાડીને ભગવાન તરફ દોડ્યો.
જોનારાં સમસમી ગયાં : હમણાં એ ઘણ જોગીના માથામાં ઝીંકાયો અને હમણાં જ એનાં સો યે વરસ પૂરાં થયાં સમજો !
એમને તો એમ પણ થયું ઃ લુહાર સાજો થઈને પાછો ફર્યો. એના પહેલે દિવસે જ સાધુ પ્રત્યે આવો ક્રોધ અને એની હત્યા માટે આવો આવેગ ! કેવું મહાપાતક ! કેવાં ખોટાં અપશુકન !
પણ પેલાનો ગુસ્સો એટલો ધમધમી ઊઠ્યો હતો કે કોઈ એને વારી ન શકવું.
ખરેખર જીવસટોસટનો મામલો રચાઈ ગયો.
પણ ભગવાન તો મેરુની જેમ સાવ નિપ્રકંપ હતા. એ તો ન કંઈ બોલ્યા, ન જરા ય હલ્યા, સમભાવપૂર્વક સ્થિર બેસી જ રહ્યા.
લુહારે ઘણ ઉપાડયો: આ પડ્યો કે પડશે યોગી પુરુષ શાંતિથી નીરખી રહ્યા. લુહારની કાયા ક્રોધથી કંપી રહી.
અને લુહારનો હાથ છટક્યો જે ઘણનો ઘા યોગીના મસ્તક ઉપર ઝીંકાવા તોળાયો હતો, એ લુહારના પોતાના માથા ઉપર જ ઝીંકાયો !
માંદગીના પંજામાંથી માંડ બચેલો બિચારો લુહાર તત્કાળ ક્રોધનો કોળિયો બની ગયો !
ક્રોધનાં કડવાં ફળ સૌએ નજરોનજર નિહાળ્યાં. સાથે સાથે શાંતિનાં અમૃતનાં પણ દર્શન થયાં.
આ તો આત્માની શીતળતા ! કડકડતો શિયાળો ચાલે. માઘ મહિનાનો ઠંડીની ખરેખરી જુવાનીનો વખત. ટાઢ કહે મારું કામ ! હાડ ખખડી જાય, ચામ ફાટી જાય અને લોહી થીજી જાય, એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org