SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ ૦ ૩૩ કારમી ટાઢ પડે. જાણે હિમાળો ચાલીને ત્યાં આવી પહોંચ્યો. ભલભલા બળિયા ય રાંક બની જાય એવી એ ઠંડી ! આવા શિયાળામાં એક દિવસ ભગવાન શાલિશીર્ષ ગામે પધાર્યા. સૌ જ્યારે ઘર વાસીને સગડીની પાસે બેસે, ત્યારે ભગવાન ઉઘાડામાં એકાંત ધ્યાનમાં બેસી ગયા. જોગીનું તો જાણે બધું જ દુનિયાથી જુદું ઃ સૌ ઊંઘે ત્યારે એ જાગે, સૌ જમે-રમે અને આનંદ કરે ત્યારે જોગી ઉપવાસ આદરી વૈરાગ્યનો જાપ કરે ! જોગીના મર્મ તો જોગી જ જાણી શકે એવા ! ભગવાન મહાવીર તો સ્થિર આસને ધ્યાનમગ્ન બની ગયા. જાણે બહારની બધી દુનિયા વિસરાઈ ગઈ; અંતરની દુનિયાના કંઈ કંઈ ભેદ એ ઉકેલવા લાગ્યા. એ એકાગ્રતા પણ કેવી ? જુઓ તો જાણે ધ્યાનદશામાં બેઠેલી કોઈ અચલ પાષાણ-પ્રતિમા ! ત્યાં એક સ્ત્રી આવી. એણે ભગવાનને જોયા. પણ અરે, આ શું ? જે પ્રભુનાં દર્શનથી અંતરમાં ભક્તિનાં નીર ઊભરાવાં જોઈએ. ત્યાં આ ષનો દાવાનલ કેમ પ્રગટ્યો ? જાણે કોઈ જુગજુગજૂનો વેરનો વિપાક જાગ્યો હોય, એમ એ સ્ત્રીને ભગવાનને ઉપસર્ગ કરવાનું મન થઈ આવ્યું. અને એણે તો હિમની શીતળતાને ય વીસરાવે એવું ટાઢું પાણી લઈ લઈને ભગવાન ઉપર છાંટવા માંડ્યું ! એ તો અટ્ટહાસ્ય કરતી જોઈ જ રહી : કેવી મજા ! હમણાં એ જોગીનો જોગ આ પાણીની ધારથી ધોવાઈ જશે, અને એ ચીસ પાડીને નાસી જશે ! ઢોંગી નહીં તો ! પણ ભગવાન તો કયારના કાયાની માયા-મમતા બધી તજી ચૂક્યા હતા. કાયાના કષ્ટ આગળ જે રાંક બને એ આત્માનાં દર્શન ન પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy