________________
ક
સાત ભવ
*
*
*
ભગવાન પરિષદામાં બિરાજતા હતા.
ભગવાનની ધર્મપરિષદનાં દ્વાર સૌકોઈને માટે ઉઘાડાં હતાં. રાય ને રંકના ત્યાં કોઈ ભેદભાવ ન હતા. પશુ-પંખી પણ ત્યાં મોજથી પ્રવેશી શકતાં. સમભાવ અને સમાનતાના એ મહાતીર્થમાં પશુ-પંખી જેવા જીવો પણ સમાનતાનો, પ્રેમનો અને મૈત્રીભાવનો અનુભવ કરતાં, જનમજનમનાં વેરને વીસરી જતાં અને ભાઈબંધની જેમ એકબીજાને ભાવથી નીરખતાં.
વિશાળ ઘેઘૂર વડલા જેવી શીતળતા અને શાંતિ ત્યાં સદા પ્રવર્તી રહેતી. પ્રભુના ચરણે આવનારના અંતરમાંથી શોક-સંતાપનો તાપ દૂર થઈ જતો, અને એમનાં હૃદય શાંતિના સમીરથી પ્રફુલ્લ બની જતાં.
ગંગાના નિર્મળ નીર જેવી પ્રભુની વિમળ ધર્મવાણી ત્યાં પ્રશાંત ભાવે વહ્યા કરતી અને ભાવુકોનાં અંતરને પાવન કરતી. પાપી જીવો પણ એ વાણીના અમૃતનું પાન કરીને પુણ્યશાળી બનવાના માર્ગે પરવરતા. એ વાણીના પ્રભાવે માનવીનો ધન, યૌવન અને સત્તાનો મદ ઓગળી જતો; અને ક્લેશ અને કષાયોના ભારબોજથી દબાઈ મરતો માનવી ફૂલ જેવો હળવો બની જતો.
ભગવાન પરિષદાને જીવનમાં સુખ-દુઃખનું કારણ સમજાવતાં ફરમાવતા હતા : “મહાનુભાવો, જીવનમાં સુખ-દુઃખનું સાચું કારણ જીવ પોતે જ છે; જીવની પોતાની સારી-ખોટી કરણી જ છે. સારું કામ કરે એને સારું ફળ મળે; નઠારું કામ કરે એને નઠારું ફળ મળે. કરે તેવું પામે અને વાવે તેવું લણે. એ કુદરતનો અવિચળ નિયમ છે. બાવળ વાવીને કોઈ આંબો મેળવી શકતું નથી. કરેલું એળે જતું નથી, અને ન કરેલું મળતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org