________________
૪૮ અભિષેક
નથી. માટે પોતાની મન-વચન-કાયાની કરણીને માટે બરાબર જાગતા રહો. એક પણ ખોટો વિચાર, ખોટો ઉચ્ચાર કે ખોટો આચાર ન થઈ જાય એની બરાબર સાવચેતી કે ખબરદારી રાખો, એટલે તમારો બેડો પાર થઈ જશે. આપ સમાન કોઈ બળ નથી અને પારકાની આશા જેવી કોઈ પરાધીનતા નથી. પોતાની મુક્તિ મેળવવી એ પોતાના જ હાથની વાત છે. '
""
પરિષદા એકચિત્તે ભગવાનની આ ધર્મવાણી સાંભળતી હતી. સર્વત્ર શાંતિનો મધુર સમી૨ વાઈ રહ્યો હતો. ભગવાનની વાણીનો હૃદયસ્પર્શી અને પાવનકારી નાદ દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો હતો.
એવામાં પરિષદાના એક ખૂણામાં કંઈક કોલાહલ સંભળાયો. પ્રશાંત માનવ-મહેરામણમાં જાણે કંઈક સંક્ષોભ જાગી ઊઠ્યો. પ્રભુનાં વાત્સલ્ય વરસાવતાં નેત્રો એ દિશામાં સ્થિર થયાં. આખી પરિષદાનું ધ્યાન એ તરફ દોરાયું.
જોયું તો એક વૃદ્ધ પુરુષ ત્યાં કકળાટ કરી રહ્યો હતો. એનું આખું શરીર રોગગ્રસ્ત હતું, અને એની અસહ્ય પીડાથી એ બોકાસાં પાડતો હતો. એનો દેખાવ ચીતરી ચડે એવો હતો; અને એનાં કપડાં એની ઘેરી રિદ્રતાની ચાડી ખાતાં હતાં. દુર્ભાગ્યનો જાણે એ સાક્ષાત્ અવતાર હતો. ધરતીમાં જાણે એને માટે સુખ અને શાંતિનો પડછાયો પણ દુર્લભ બની ગયો હતો !
એ અભાગિયા માનવીએ લોકોના મુખેથી સાંભળ્યું કે, નગરના ઉધાનમાં એક મહાયોગી પધાર્યા છે. એમનાં દર્શનમાત્રથી જીવનાં દુઃખ-શોક-સંતાપ ટળી જાય છે. એ દુઃખિયા વૃદ્ધને તો આ જાણી ભારે અવલંબન મળી ગયું. ડૂબતો તરણાને પણ ન છોડે, તો પ્રભુ તો સાક્ષાત્ વાણ સમા તારક હતા. દુખિયો જીવ એમના શરણે દોડી ગયો.
એની સાથે બીજા ચાર માનવીઓ હતા. એમના દેહ તો માનવીના હતા, પણ દેદાર જુઓ તો નર્યાં પિશાચ જ ! જોના૨ છળી પડે અને પાસે કોઈ ટૂંકેય નહીં એવા કદરૂપા ! એવાથી એ આઘાં જ સારાં ! એમાં ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org