SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સાત ભવ ૦ ૪૯ સભ્યો નથી. મારો આ સુખ આવીને પુરુષો હતા અને એક સ્ત્રી હતી. એકને જુઓ અને બીજાને ભૂલો એવાં એ કુરૂપ હતાં. નારીમાં પણ નમણાશનું નામ નહીં. કઠોર પણ એવી કે જાણે કાળમીંઢ પથ્થર ! વાહ રે કુદરત, શું તારું સરજત ! પરિષદા તો એ પાંચેયને જોઈ જ રહી ! એક બાજુ પ્રેમાવતાર પ્રભુ શોભતા હતા. બીજી બાજુ ભય અને દુગંછાના અવતાર સમાં આ પાંચ માનવીઓ ખડાં હતાં – કેવો વિચિત્ર જોગ ! રોગી વૃદ્ધ આગળ વધ્યો અને પ્રભુની સન્મુખ આવીને આઝંદ કરતો બોલ્યો : “દીનાનાથ ! બળ્યો મારો આ અવતાર ! જનમ ધરીને સુખનો છાંટો ય પામ્યો નથી ! ઘર તો જાણે ઘોર બની ગયું છે, અને દુનિયાએ દાવાનળનું રૂપ ધારણ કર્યું છે ! દીકરા-દીકરી નહોતાં ત્યારે ઘર વેરાન જેવું લાગતું હતું, એમને માટે કંઈક દેવ-દેવીઓની માનતા કરી, કંઈક બાધા-આખડી રાખી, કંઈક વ્રત-નિયમ કર્યો. અંતે અમારું વાંઝિયામેણું ટળ્યું. ત્રણ દીકરા અને એક દીકરી આંગણે રમવા લાગ્યાં. પણ જેમ જેમ એ મોટાં થતાં ગયાં, એમ એમ મારા માથે દુખનાં ઝાડવાં ઊગવા લાગ્યાં. મારે માટે તો દીકરા, દીકરી અને દુનિયા બધાં ય દુશ્મન બની બેઠાં છે પ્રભુ ! મુજ નિરપરાધીનો કંઈ વાંક-ગુનો ?” ભગવાન સમતાનાં અમીછાંટણાં કરતાં બોલ્યા : “મહાનુભાવ, આપણે કુપથ્ય સેવ્યું હોય તો જ આપણે માંદા પડીએફ એમ, આપણે કુકાર્ય કર્યું હોય તો જ એનાં કડવાં ફળ વેઠવાં પડે ! આપણા દુઃખનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ. દીકરા, દીકરી કે દુનિયા તો કેવળ નિમિત્ત જ છે.” વૃદ્ધજન શાંત બનીને સાંભળી રહ્યો. પરિષદા પણ એકચિત્ત બની ગઈ. તત્ત્વનો ભેદ સમજાવતાં પ્રભુએ કહ્યું : “રે દુઃખિયા માનવી ! તારાં કયાં તારે આજે ભોગવવા પડે છે ! તારી કરણીની કડવી કથની તને કહું છું તે સાંભળ; અને પછી તારા દુઃખના કારણનો નિર્ણય તું પોતે જ કરજે !” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy