________________
સંતોની ભિક્ષા
ત્યાગ કરશો તો તેથી અમને વધુ ખુશી થશે. બાકી અહિંસા-કરુણાની ભિક્ષા માગવાનો કોઈ અવસર મળે, તો એ વખતે, અમે પાછા નહીં પડીએ. અત્યારે તો આ ધનનો આપ આપના હાથે જ સદુપયોગ કરો!
બાદશાહે એ ધન પણ ગરીબોને વહેંચી દીધું, અને કાળને કરવું, તે એ આનંદના પ્રસંગે જ સંતને ભિક્ષા માગવાનો ઉત્તમ અવસર મળી ગયો.
૧૫૭
જાણે શહેનશાહ અકબરનું પુણ્ય તરત જ ફળ્યું હોય એમ, એ આનંદના પ્રસંગે જ, ગુજરાતના સૂબા અઝીઝ કોકા તરફથી સમાચાર આવ્યા, કે જામનગરના જામ સતોજી ઉર્ફે સત્રસાલ કે શત્રુશલ્ય સાથેની લડાઈમાં આપણને તેહ મળી છે; અને જામને અને એના સાથીઓને કેદ કરી લેવામાં આવ્યા છે.
33
આ સમાચારથી રાજ્યસભામાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. શહેનશાહ અકબરે મુનિ ભાનુચંદ્રને વિનંતી કરી : “મુનિરાજ, હવે તો આપ કંઈક માગીને અમને કૃતાર્થ કરો !”
શ્રમણધર્મનો ઉપાસક તો સદા શાંતિનો ચાહક જ હોય. મુનિ ભાનુચંદ્રે વિચાર્યું : ‘મારે આ ક્ષણે કંઈક એવી ભિક્ષા માગવી ઘટે કે જેથી વેર-ઝેરની પરંપરાની આ વિષવેલનો નાશ થાય અને મૈત્રીભાવની અમૃતવેલી પાંગરી ઊઠે. '
પણ સમયજ્ઞ મુનિ તો મૌન જ રહ્યા.
બાદશાહે ફરી આગ્રહપૂર્વક કહ્યું : “આજની અમારી ફતેહની ખુશાલીમાં આપ ચાહે તે માગી શકો છો. આપના વચનનું પૂરું માન કરવામાં આવશે. આવો અવસર વારે વારે નથી આવતો.'
"1
Jain Education International
વિચક્ષણ સંતપુરુષે અવસર પારખી લીધો. એમણે સમભાવપૂર્વક કહ્યું : “ શહેનશાહ, આપનું કહેવું સાચું છે : સારા અવસ૨ વારે વારે આવતા નથી. હું પણ ઇચ્છું છું કે આજનો અવસર આપની અને મારી જિંદગીમાં યાદગાર બની જાય. અને એટલા માટે હું આપની પાસે ભિક્ષા માગું છું કે આ લડાઈમાં કેદ કરવામાં આવેલ રાજા જામને અને એમના
For Private & Personal Use Only
www.jainelibrary.org