________________
૧૫૦ અભિષેક
ધર્મનો ખેડૂત દિલ દઈને ધર્મનું વાવેતર કરી રહ્યો હતો. એનો મોલ વહેલો કે મોડો અવશ્ય ઊતરવાનો જ. એની એમને ખાતરી હતી, પણ એ ક્યારે અને કેવો ઊતરશે એની ચિંતા એમના શાંત મનને સતાવતી ન હતી.
એમ ને એમ દિવસો વહી રહ્યા.
મુનિ તો સર્વ જીવોના કલ્યાણના વાંછુ સંત હતા. દીનદુખિયાનાં દુખો જોઈ એમનું દિલ દ્રવી જતું. ગરીબોની ગરીબી એમના કરુણાભીના અંતરને બેચેન બનાવી મૂકતી. એમને થતું, એક બાજુ બાદશાહના ખજાનામાં કેટલું અઢળક ધન ભર્યું છે અને બીજી બાજુ ગરીબ માનવીઓ કેવી કારમી ગરીબીમાં પિલાઈ રહ્યા છે ! ન પેટ ભરવા પૂરતું અન્ન છે, ને ન તન ઢાંકવા પૂરતાં વસ્ત્ર છે; જીવતી-જાગતી કંગાલિયત જ જોઈ લ્યો ! આવા દુખિયા માનવીઓ માટે રાજના ખજાના
ક્યારેક ખુલ્લા થાય તો કેવું સારું! એમ થાય તો રાજા અને પ્રજા બંનેનું કલ્યાણ થઈ જાય ! તેઓ આવા કોઈક અવસરની રાહ જોઈ રહ્યા હતા.
અને જાણે ધર્મખેડૂતની ધર્મખેતીનો બહુમૂલો મોલ ઊતરવાનો વખત પાકી ગયો. પર્યુષણના મહાપર્વના દિવસો હતા. મુનિ ભાનુચંદ્ર બાદશાહ અકબરને દાનધર્મનો મહિમા સમજાવ્યો. બાદશાહે ભય દરબારમાં દીન-દુઃખી-ગરીબ માનવીઓને પોતાના હાથે. હજારો સોનામહોરોનું દાન કર્યું. અકબરશાહનું અંતર આનંદથી છલકાઈ ગયું. ગુરુ ભાનુચંદ્ર પણ ઘણો આહલાદ અનુભવી રહ્યા હતા.
પછી બાદશાહે મુનિ ભાનુચંદ્રજી આગળ સોનામહોરોનો થાળ ધરીને એનો સ્વીકાર કરવા આગ્રહ કર્યો.
મુનિએ કહ્યું: “બાદશાહ, અમારો ધર્મ આપ કયાં નથી જાણતા? આવી દુન્યવી વસ્તુઓનો સ્વીકાર અમારાથી ન થઈ શકે. જે વસ્તુઓનો અમે બીજાઓ માટે ત્યાગ કરાવીએ, તેનો જો અમે પોતે જ સ્વીકાર કરીએ, તો એથી અમારો ધર્મ દૂષિત થઈ જાય. આપ પોતે એનો વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org