________________
૧૪૨ ૦ અભિષેક
સ્વસ્થપણે ચાલતા થયા – જાણે પોતે કશું જ દુઃખકર દૃશ્ય જોયું ન હોય એવી સ્વસ્થતા એ ચાલમાં ભરી હતી.
પણ પેલા પતિત ચૈત્યવાસી ઉપર એ સ્વસ્થતા જાણે જાદુઈ ચમત્કાર કરી ગઈ. કોઈ ગારુડી મહામંત્રનો પ્રયોગ કરી મોટા ભોરિંગને વશ કરે એમ, એ ચૈત્યવાસી યતિ સાન્ત મહેતાના આ વર્તનથી એકદમ અંતર્મુખ બની પોતાની અધોગતિ નીરખવા લાગ્યો. એનું વાનર-મન એકાગ્રતાને ખીલે બંધાઈ ગયું. એના અંતરમાં જાણે હાકલ થવા લાગી રે મૂરખ ! કોની પાટે અને કોનો વેશ પહેરીને તું ખડો છે છે? વિચાર તો ખરો !
હવે તો ન એની આંખો ઊંચી થાય છે, ન એ એની પ્રેમિકા તરફ ડોકિયું ય કરે છે. એ તો અંતરના ઊંડાણમાં જ ડૂબી જઈને બહારની દુનિયાને વીસરી ગયો છે ! અને એ અંતરના ઊંડાણની ડૂબકીએ તો ક્ષણવારમાં એનાં જુગજુગજૂનાં પાપો, આવેશો અને વાસનાઓના મળને પખાળીને દૂર કરી દીધો ! પશ્ચાત્તાપના પુનિત ઝરણામાં એ યતિરાજના હૃદયનો પલટો થઈ ગયો. મંત્રીશ્વરનું મૌન અને સન્માન યતિ માટે ગુરુઉપદેશામૃત બની ગયું. અને એ એક ધન્યપળે એ પતિત ચૈત્યવાસી યતિ સાચા વૈરાગ્યરસનો આશક બની ગયો. અને પોતાની સર્વ સંપત્તિનો ત્યાગ કરીને એ તે વખતના સમર્થ આચાર્ય માલધારી હેમચંદ્રસૂરિના શરણે જઈ બેઠો. ત્યાગી ગુરુદેવ પાસેથી આત્મસાધનાનો ગુરુમંત્ર લઈને અનંત આત્માઓના તારણહાર તીથાધિરાજ શત્રુંજયની છાયામાં એ ઉગ્ર તપ તપવા લાગ્યો. સંચિત કરેલા કર્મમળને દૂર કરવાનો પુરુષાર્થ ફોરવવા લાગ્યો.
પતિત યતિ ઘડીના છઠ્ઠા ભાગમાં સાચો સાધુ બની ગયો ! મંત્રીશ્વર સાન્ત મહેતાનું વિવેક-વૃક્ષ જાણે અમરફળોથી પાંગરી ઊઠ્યું.
જૂના પણ અતરના ઊંડાઈને બહારની
વતિરાળી દૂર
આત્માને પંથે પળેલ સાધુરાજ આકરી તપસ્યા કરીને પોતાની આત્મસાધનામાં આગળ ને આગળ વધી રહ્યા છે. હવે તો ન એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org