________________
એ રાત ને એ પ્રકાશ ૦ ૧૪૩
કાયાનો મોહ છે, ન વાસનાની તમન્ના છે, હવે ન એમને આવેશો સતાવે છે કે ન કામનાઓ પીડે છે. એ તો સદાકાળ પોતાના આત્માની સાક્ષીએ ધર્મમાર્ગમાં જ મગ્ન રહે છે.
આમ કરતાં બાર બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં !
એક દિવસનો સમો છે. સાન્ત મહેતાના હૈયામાં યુગાદિદેવનાં દર્શનની તાલાવેલી જાગી, અને એ શત્રુંજય તીર્થમાં આવી પહોંચ્યા છે. ભગવાન ઋષભદેવની યાત્રા કરતાં એમના ઉલ્લાસને જાણે કોઈ સીમા
નથી.
યાત્રા કરતાં કરતાં એક દિવસ મંત્રીશ્વર તપ અને ત્યાગની મૂર્તિ સમા એક મુનિવરને નીરખે છે, અને એમનું મસ્તક નમી પડે છે. મુનિની સાધુતા, મૃદુતા અને આર્જવ એમને મુનિનો વધુ સંગ કરવા પ્રેરે છે. મુનિવરના ગુરુ વગેરેની મંત્રીશ્વર પૂછપરછ કરે છે.
ગુરુનું નામ પૂછતાં પેલા મુનિવર વિનમ્ર બનીને હસતું વદને બોલ્યા : “મંત્રીવર ! ખરું પૂછો તો તમે જ મારા ગુરુ છો, તમે જ મારા ઉદ્ધારક છે. મારી આ આત્મસાધનાના યશના સાચા ભાગી તમે જ છો !”
જૈન ધર્મની પ્રણાલિકાના જાણકાર સાન્ત મહેતા મુનિવરના આ શબ્દો સાંભળી શરમાઈ ગયા, અને કાને હાથ દઈને બોલ્યા : મુનિવર ! એવું ન બોલો ! મારા હાથે આપ જેવા મુનિવરની આશાતના ન થાઓ ! કયાં આપ જેવા ગુરુ અને ક્યાં મારા જેવો સામાન્ય શ્રાવક !”
પણ મુનિવર તો સાચું જ કહેતા હતા. એમણે પાટણમાં સાન્તવસહિકા મંદિરમાં બનેલો આખો પ્રસંગ યાદ કરી આપ્યો, અને કહ્યું: “એક કાળે માર્ગ ભૂલેલા એવા મને ધર્મમાં સ્થિર તમે જ કર્યો. માટે તમે જ મારા ગુરુ ! આહ, કેવાં યાદ આવે છે એ રાત અને મને લાધેલો એ પ્રકાશ !”
મુનિવરના મુખ પર કૃતજ્ઞતાનો ભાવ ચમકી રહ્યો હતો. મુનિના હૈયામાં તો સાન્ત મહેતાની છબી સદાકાળ માટે જડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org