SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ એ રાત ને એ પ્રકાશ સમયસૂચકતા અને વિચક્ષણતા એ સાન્તુ મહેતાના ખાસ ગુણો હતા. એમણે ધર્મના લાભાલાભનો વિચાર કર્યો, અને ઝેર જેવો કડવો ઘૂંટડો ગળે ઉતારતા હોય એમ, પોતાના હૃદયને સ્વસ્થ બનાવી દીધું. એમણે બળના બદલે કળથી અને આવેશના બદલે શાંતિથી કામ લેવાનો નિશ્ચય કર્યો. બીજી બાજુ પેલા ચૈત્યવાસી યતિની ભોંઠપનો પણ કોઈ પાર ન હતો. સાન્ત મહેતા જેવા ગુજરાતના નાથે એને નીરખ્યો હતો ! એને થયું : રે ! પોતાના જેવા અધર્મીના આ ધર્મરાજના હાથે ન જાણે કેવા હલ થશે ! આખરે તો એ પણ એક માનવી જ હતો ને ! અને ત્યાગમાર્ગના પ્રતીક સમા સાધુજીવનનાં વસ્ત્રો એની કાયાને શોભાવતાં હતાં ને ! આવી અશ્લીલ પ્રેમચેષ્ટા કરતાં પકડાઈ જવા કોઈ પણ માનવી તૈયાર ન જ હોય ! એ પણ મનમાં ને મનમાં લાજી મરતો હતો. ૧૪૧ શરમના માર્યા એની આંખો જમીન ઉપર જડાઈ ગઈ, અને નિશ્ચેતન પૂતળા જેવો બનીને એ સ્થિર ઊભો રહી ગયો. ચારે તરફ સ્તબ્ધતાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું. વાણીનો પ્રવાહ ઘડીભર થંભી ગયો ન કોઈ બોલે કે ન કોઈ ચાલે ! પણ સ્તબ્ધ દેખાતા સાન્ત મહેતાનું મન જાગ્રત હતું. એમણે આ મહાવ્યાધિનો ઉપાય શોધી કાઢ્યો, અને એ ઉપાય એમણે બિલકુલ સહજ ભાવે, તદ્દન સ્વસ્થ ચિત્તે અને મનમાં કોઈ પણ જાતનો દુર્ભાવ રાખ્યા વગર અજમાવ્યો. પોતાની સામે કોઈ મોહાંધ બનેલા પતિત સાધુ નહીં, પણ ગુરુ ગૌતમના અવતાર સમા તપ, ત્યાગ અને સંયમના પાળનાર સાચા સાધુ ઊભા હોય એમ માની એ યતિની સામે મંત્રીરાજ ખડા રહ્યા – નત મસ્તકે ને નત દેહે. પછી એમણે પોતાનું ઉત્તરીય હાથમાં લઈ, પંચાંગ પ્રણિપાત કરી, વિધિપૂર્વક એમને વંદન કર્યું, અને સુખસાતા પૂછી. આમ ક્ષણ-બે ક્ષણ એ ત્યાં ઊભા રહ્યા અને પછી પોતાના માર્ગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy