________________
te અભિષેક
ભગવાન મહાવીરે અનંત જ્ઞાન મેળવી જગતને ઉપદેશ આપવો શરૂ કર્યો હતો. એમની દેશનાની અમીવર્ષા પ્રાણીઓનાં દુઃખસંતાપમાત્રને શમાવી દેતી. અનેક આત્માઓ એ વર્ષનાં સ્નાન કરવા આવી પહોંચતા.
પોતાના આત્મમાર્ગનો અમરસંદેશો જગતને સંભળાવવા ભગવાન મહાવીર જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા હતા. પ્રભુના પગલે પગલે શાંતિની સરિતાઓ ઊમડવા લાગતી.
એક ધન્ય દિવસે ઉદ્યાનપાળે શાલ રાજાને ખબર આપી : “દેવ, જ્ઞાતપુત્ર મહાવીર આજે આપણા નગરના ઉદ્યાનમાં પધાર્યા છે. ”
ધર્મપરાયણ શાલ રાજા હર્ષભેર એ શુભ સમાચાર સાંભળી રહ્યો. શાલ રાજાએ મહાપ્રભુની આત્મસાધનાની અનેક વાતો સહસ્ર મુખે સાંભળી હતી. આજે તેમનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો આ અણમૂલો અવસર આવ્યો હતો. શાલના હૈયામાં આનંદનો મહામહેરામણ હિલોળા દેવા લાગ્યો. પ્રભુનાં દર્શન કરવા એનું અંતર ઉત્સુકતા અનુભવી રહ્યું. પોતાના નાના ભાઈ યુવરાજ મહાશાલ અને રાજપિરવાર સાથે રાજા શાલ પ્રભુચરણે આવી બેઠો.
સંસારનું સાચું સ્વરૂપ સમજાવતા ભગવાનનું એક એક વચન શાલના અંતરનાં બંધનોને છેતું હતું ! પ્રભુની દેશનાનો એક એક ક્ષણ જાણે શાલને એના રાજવૈભવથી દૂર ને દૂર લઈ જતો હતો ! પ્રભુની વાણીનો એક એક શબ્દ શાલના અંતરમાં ગુંજારવ કરતો હતો. એ મહાપ્રભુની દેશના પૂરી થઈ અને જાણે શાલની આત્મસાધનાનો પ્રારંભ થયો. તેનું મન કોઈ અવનવી વસ્તુની શોધ માટે તત્પર થઈ બેઠું હતું.
પ્રભુચરણે બેઠેલ શાલ, દેશના પૂરી થયા પછી, પોતાના નાના ભાઈ મહાશાલને સમજાવતો હતો : “ભાઈ ! તું યુવરાજ છે ! હવે તું રાજ્ય ચલાવવાને સર્વથા યોગ્ય થયો છે. તું આ રાજ્યભાર સંભાળી લે, અને મને પ્રભુચરણે અહીં જ બેસવા દે ! આપણી અખૂટ સંપત્તિ, આપણો અપાર રાજવૈભવ અને આપણા કુશળ મંત્રીઓ તને મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org