________________
નિસ્તાર ૭૩
યુગયુગના સંદેશ ભર્યા પડ્યા હતા. સાગરના પેટાળમાં રત્નો ભર્યાં હોય તેમ, તે બધા ભાવિભાવ જાણતા હતા. વખત પાકી ગયો હતો. તેમણે ગણધર ગૌતમને ગાંગલ અને તેનાં માતા-પિતાને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા કરી.
શ્રી ગૌતમ ગણધર શાલ-મહાશાલ મુનિ સાથે ગાંગિલને પ્રતિબોધવા રાજગૃહીથી પૃષ્ઠચંપાનગરીમાં આવ્યા. પ્રભુઆજ્ઞાનું બળ એમના અંતરમાં ભર્યું પડ્યું હતું. પ્રભુના એ પરમ ભક્તે એ સર્વને પ્રતિબોધ પમાડી આત્મમાર્ગના ઉપાસક બનાવ્યા. પ્રદીપમાંથી પ્રદીપ પ્રગટે એમ ત્યાગમાંથી ત્યાગ ખીલી નીકળ્યો. અને ક્ષણ પહેલાંનો રાજવી ગાંગિલ પોતાનાં માતા-પિતા સાથે મુનિવેષ ધારણ કરી પ્રભુચરણમાં શરણ મેળવવા ચાલી નીકળ્યો.
ગુરુ ગૌતમનો ફેરો સફળ થયો. શાલ અને મહાશાલનાં અંતર શાતા અનુભવી રહ્યાં.
જે મામાના સ્નેહે ગાંગિલને અપાર રાજ્યઋદ્ધિનો સ્વામી બનાવ્યો હતો તે જ મામાના સ્નેહે એને અનંત આત્મઋદ્ધિનો માર્ગ દર્શાવ્યો. મામા અને ભાણેજનો એ સાચો સ્નેહ અમર થયો !
[ ૩ ]
ગાંગિલને સહજમાત્રમાં પ્રતિબોધ પમાડી ગૌતમસ્વામી પ્રભુ પાસે આવતા હતા. તેમની સાથે ગાંગિલ, તેના પીતા પીઠ, તેની માતા યશોમતી અને શાલ-મહાશાલ મુનિઓ હતા. ગાંગિલના સરળ પરિણામનો વિચાર કરતાં ગુરુગૌતમ આત્મમંથનમાં લીન થયા હતા.
રસ્તે ચાલતાં સૌનાં મન ગુરુ ગૌતમના ઉપદેશના સ્મરણમાં લીન થયાં હતાં. જાણે જુગ-જુગ-જૂનાં બંધનો ક્ષણમાત્રમાં તૂટી જવાનાં હોય તેમ સૌ આત્મધ્યાનમાં મગ્ન હતાં. સંસારની અનિત્યતા અને મોક્ષની નિત્યતા સૌના મનમાં રમી રહી હતી. આત્મભાવે સહુને અંતર્મુખ બનાવી દીધાં હતાં. વાણી ત્યાં થંભી ગઈ હતી. વિચારણાનું ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org