SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ૦ અભિષેક સામ્રાજ્ય જામ્યું હતું. એ વિચારણા ધીમે ધીમે એટલી ઘેરી બનતી જતી હતી કે આખી દુનિયાને પાછળ મૂકીને એ આગળ વધી જવાના હતા. અંતિમ શ્રેયની ઘડી નજીક ને નજીક આવતી જતી હતી. અને સાચે જ. એ સૌએ એ ભાવનાની સતત વિચારણામાં માર્ગમાં જ પોતાનું અંતિમ શ્રેય સાધી લીધું. પળે પળે વધતી જતી અંતરની વિશુદ્ધિએ સ્થળ અને કાળની મર્યાદાને લુપ્ત કરી દીધી. સૂદિવ સોળે કળાએ ખીલી ઊઠે તેમ એમનો આત્મા પૂર્ણ રૂપે ખીલી ઊઠ્યો – એ પાંચેય જણાને માર્ગમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સૌએ પોતાના આત્માનો સાક્ષાત્કાર અનુભવ્યો. એ પંચમાં પરમેશ્વર આવીને વસી ગયો. ગુરુ ગૌતમ તો હજુ પણ આત્મવિચારણામાં લીન હતા ! પંથ પૂરો થયો અને સહુ પ્રભુની પાસે આવી પહોંચ્યાં. પ્રભુ પાસે આવી ગૌતમસ્વામીએ પ્રદક્ષિણા દીધી અને ગાંગિલ વગેરે પાંચે ધર્માત્માઓને પણ પ્રભુને પ્રદક્ષિણા દેવા કહ્યું. પ્રભુએ ત્યારે ગૌતમને કહ્યું : “હે ગૌતમ ! એ કેવળજ્ઞાનીઓની આશાતના ન કરો ! એ પાંચેયને કેવળજ્ઞાન થયું છે. એમનો વિનય કરો !” સરળતા અને નમ્રતાની મૂર્તિ ગુરુ ગૌતમસ્વામીએ નતમસ્તકે એમની ક્ષમા યાચી અને તેમનો વિનય કર્યો ! દેવતાઓએ મહોત્સવ કર્યો ! માનવવંદ એ પુણ્યાત્માઓને વંદી રહ્યું. ત્યાગ, તપ અને સંયમનો જયજયકાર થયો ! અંતરના સાચા સ્નેહે અનેકનો નિતાર કયની આ કથા અમર બની ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy