SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ૦ અભિષેક બેસનાર માનવીનું જીવન અંધકારથી જ વ્યાપ્ત બની જવાનું. અને જો શ્રમણો આવા અંધકારના જ ભોગ બન્યા તો તો પછી શાસનની પ્રભાવનાની વાત જ ક્યાં કરવાની રહી ? ' આર્ય કાલકની વિચારમાળા પળભર થંભી જાય છે; જાણે કો' દુઃખકર ભાવિના વિચારનો ભાર એમના અંતરને થંભાવી દે છે. એમની ચિંતા વધુ ઘેરી બને છે, અને પોતાના મનની વાત વધુ સ્પષ્ટ થતી હોય એમ તેઓ વિચારે છે ? “અન્ય સાધુઓ કે શ્રમણોની વાત શું કરવી ? આ મારા પોતાના જ શિષ્યોને જુઓ ને ! શાસનની રક્ષા અને એમના કલ્યાણ માટે હું કેટકેટલા અનુયોગો (શાસ્ત્રવ્યાખ્યા)ની રચના કરું છું અને કેટકેટલા . અનુયોગો એમની આગળ સરળતાપૂર્વક ફુટ કરું છું ! પણ છે કોઈને એને ગ્રહણ કરવાની કે સમજવાની લેશ પણ દરકાર ! આ તો “તમે કહેતા ભલા, અને અમે સાંભળતા ભલા”ની જેમ જાણે બધું “પથ્થર ઉપર પાણી !” ભગવાનનો ધર્મમાર્ગ તો પળવારનો ય પ્રમાદ કરવાની ના ફરમાવે છે અને આ તો બધા આળસમાં જ બૂડ્યા છે ! આ પ્રમાદ જો ચાલુ રહે તો સંયમજીવન અને શાસન બન્નેનો લાસ થાય. બળતા ઘરની જેમ સગી આંખે આવો ભાસ થતો જોયા પછી નિષ્ક્રિય બનીને બેસી રહેવું એ તો બને જ કેમ ? ઘરમાં ભોરિંગનો પ્રવેશ જોયા પછી શાંત રહી શકાય ખરું? પણ આનો ઉપાય શું કરવો ?' અને આચાર્ય વધુ અંતર્મુખ બની ગયા. આર્ય કાલક જેટલા વિચારશીલ પુરુષ હતા, તેથી ય વધુ એ ક્રિયાશીલ પુરુષ હતા. એક વાતનો કર્તવ્યદોર હાથ લાગ્યો એટલે એનો છેડો લીધે જ છૂટકો ! માત્ર વિચાર કરીને વાત પડતી મૂકવાની ત્યાં વાત જ ન હતી. શાસન અને સાધુજીવનના રાહુ સમા આ અનિષ્ટને દૂર ન કરીએ તો આ જ્ઞાન અને આ શક્તિ શા કામનો ? અને આર્ય કાલક વધુ વિચારમાં ઊતરી ગયા? જાણે કોઈ અંતિમ મહાનિર્ણયનું મનોમંથન ચાલી રહ્યું હોય એવી ગંભીર રેખાઓ એમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy